Sidha saral Suvakyo je tamne Prerit karshe - 2 in Gujarati Comedy stories by yeash shah books and stories PDF | સીધા સરળ સુવાક્યો જે તમને પ્રેરિત કરશે - ભાગ 2

Featured Books
  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

  • ફરે તે ફરફરે - 66

    ફરે તે ફરફરે - ૬૬   માનિટ્યુ સ્પ્રીગ આમતો અલમોસામાં જ ગ...

Categories
Share

સીધા સરળ સુવાક્યો જે તમને પ્રેરિત કરશે - ભાગ 2

(1) નિયમિતતાપૂર્વક જો કસરત કરવા માંગતા હોવ, પરંતુ સવારે ઊઠી ન શકતા હો.. તો ચિંતા ના કરશો... મહેનત કરવાનું છોડી દો...

ફક્ત સવારે બ્રશ કરીને, સો કૂદકા મારી ને.. દોઢ કિલોમીટર ચાલી લો.. પછી નાહી લ્યો..બધું આવી જશે..

- (એક કસરત કરવા માટે મથતા વ્યકિત ની વ્યથા)...

(2)  જો દીકરો ભણતો ન હોય તો ચિંતા ના કરશો... ગ્રેજ્યુએશન સર્ટિફિકેટ ફક્ત કાગળ છે... એ પડ્યા કબાટમાં.... ખાલી બે વસ્તુ શીખવાડી દેજો..(1) બીજાને પોતાની વાતોથી બાટલા માં ઉતારતા, (2) સારી મેનર્સ અને સારા કપડા પહેરવાની કળા... બસ મોબાઈલ ઉપયોગ કરતા એને આવડે છે..

- ( એક મોટીવેશનલ સ્પીકર ની  સલાહ)...

(3) તમને જો 2500 અલગ અલગ વાર્તાઓ ત્રણ ભાષામાં સરસ રીતે કહેતા આવડે છે.... અને તમે 100-500 વ્યક્તિઓ સામે બે કલાક ઉભા રહીને એ કહી શકો છો... તો બસ તમારો જય જયકાર.. થઈ જ જશે

(એક વાતોડિયા ની પ્રસિધ્ધિ નું કારણ)...

(4)  હવે સંડાસ કઈ રીતે જવું... જેથી તમારું પેટ પ્રોપર સાફ આવે... અને સવાર સવારમાં નિયમિત રીતે થઈ જાય.. એવા ઉપાયો બતાવતો કોર્સ બહાર કાઢું છું.. સબ્સ્ક્રાઇબ કરી લેજો.. હા, ફ્રી કુપન અવેલેબલ નથી.. પેટ માટે પૈસા કમાવો.. તો પેટ માટે પૈસા ભરો પણ ખરા..

(ઓનલાઇન કોર્સ બનાવતા એક ટ્રેનર નો બળાપો..)

(5) હવે ભુવાઓ ઓનલાઇન ધૂણે છે... અને વોટસઅપ થી વશીકરણ થાય છે ,લાઈન લગાવવાની જરૂર નથી....( એક મોર્ડન ભક્ત ની ટકોર)

(6) હમણાં જ  ડેટિંગ એપ પર મળ્યા... કલાક વાત કરી.. બીજા દિવસે મળવા માટે નક્કી કર્યું.. રાતે 12:00 વાગયે મેસેજ આવ્યો.. "શોર્ટ ટર્મ બ્રેકઅપ".... "કોઈ બીજું ગમે એવું છે તેથી રાહ જુઓ... જો સેટ નહીં થાય તો રીયુનિયન કરીશું"... હવે બોયફ્રેન્ડને પણ આરકાઇવ રાખે  છે.... (એક નવા નવા ઓનલાઇન આશિક ની વ્યથા)..

(7) હમણાં છોકરીને મળવા ગયો... ખુબ સરસ રીતે વર્તન કર્યું... આદર આપ્યો.. ભવિષ્યના દાંપત્ય વિશે વાત કરી... બીજા દિવસે મેસેજ આવ્યો..." યુ આર રીજેક્ટેડ... (કારણ સાંભળીને પરસેવો વળી ગયો..)" તમારો દીવો ઓલવાઈ ગયો છે.. જે બે કલાક ની મિટિંગમાં એકવાર પણ હાથ ન લગાડે".. એ આખી જિંદગી શું કરવાનો હતો.."( એક 45 વર્ષના અપરણીત પુરુષની વ્યથા)

(8) એક સંવાદ

ગર્લફ્રેન્ડ: શું કરે છે?

બોયફ્રેન્ડ: ટોયલેટમાં છું.. 

ગર્લફ્રેન્ડ:( મૂડમાં) મારી યાદ આવે છે? 

બોયફ્રેન્ડ: હા, તારી જ યાદ આવે છે...રાત્રે તારી સાથે બે વાગે જે તેલ, મરચાથી ભરપૂર લારીની ભાજીપાવ ખાધી તી... એ જ નીકળે છે...!

ગર્લફ્રેન્ડ નો ફોન કટ....

(9) ગર્લફ્રેન્ડ ( ઓનલાઇન): બેબી, ટોક ડર્ટી ટુ મી...

બોયફ્રેન્ડ: (ઓનલાઇન) : હમણાં સામેવાળા વિવેક ભાઈની નવી નકોર ગાડી પર કૂતરું હગી ગયું..!


(10) છોકરી( ઓનલાઇન મેસેજ થકી): ગુરુજી, મારો ભવિષ્યનો પાર્ટનર મારા પર ભરોસો તો રાખશે ને?

        જ્યોતિષ(ઓનલાઇન મેસેજ થકી): તમારી કુંડળી પ્રમાણે તમારા પાર્ટનરને ત્રણ સંબંધો નો યોગ છે.. ભરોસો તમારે રાખવો પડશે..

       છોકરી: તો બસ, અમારું ભરપૂર જામશે....

         (જ્યોતિષને પરસેવો વળી ગયો...)

(11) ગર્લફ્રેન્ડ: તને કઈ  એક્ટ્રેસ વધારે ગમે...?

          બોયફ્રેન્ડ: એ તો મુવીના ટાઈપ પર નક્કી થાય. જો ફેમિલી સાથે જોવા જેવી હોય તો અલગ અને પ્રાઇવેટમાં જોવા જેવી હોય તો અલગ...!

(12) એક કાકા: (ચિંતામાં)  ભાઈ, હવે આખો સમાજ પશ્ચિમ તરફ જતો જાય છે... !

        નોકર  : ચિંતા ના કરો કાકા... બે મહિનામાં તમારો દીકરો તમને લેવા આવી રહ્યો છે.. તમારે પણ ત્યાં જ જવાનું છે..

         કાકા: શું વાત કરે છે.. તો તો મજા પડશે.. મે વર્ષોથી લાસ વેગાસ ના કસીનોમાં રમવાનું સપનું જોયુ છે.. અહીંયા તારી સાથે નાનું નાનું રમીને કંટાળ્યો છું!

       

 પૂર્ણ.