Sidha saral Suvakyo je tamne Prerit karshe - 3 in Gujarati Women Focused by yeash shah books and stories PDF | સીધા સરળ સુવાક્યો જે તમને પ્રેરિત કરશે - ભાગ 3

Featured Books
  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

  • ફરે તે ફરફરે - 66

    ફરે તે ફરફરે - ૬૬   માનિટ્યુ સ્પ્રીગ આમતો અલમોસામાં જ ગ...

  • ભાગવત રહસ્ય - 177

    ભાગવત રહસ્ય-૧૭૭   તે પછી સાતમા મન્વંતરમાં શ્રાદ્ધદેવ નામે મન...

  • કુંભ મેળો

    કુંભ પર્વ હિન્દુ ધર્મનો એક મહત્વપૂર્ણ પર્વ છે, જેમાં કરોડો શ...

Categories
Share

સીધા સરળ સુવાક્યો જે તમને પ્રેરિત કરશે - ભાગ 3

(૧) તમારા જીવનસાથી ને તમારું Quality compounding Account સમજો... આ એકાઉન્ટ માં રોજ કાળજી, પ્રેમ, હુંફ અને યોગ્ય પ્રશંસા જેવી qualities diposit કરતા રહો... નાના નાના પ્રયત્નો કરો.. જો ગુસ્સો, ફરિયાદો અને નિંદા ના check diposit કરશો તો bounce થશે અને એકાઉન્ટ ફ્રીઝ થતા વાર નહી લાગે.

(૨) અંગત પળો દરમ્યાન જીવનસાથી ને ફૅન્ટેસી queen એટલે કે ડ્રીમ ગર્લ અથવા બોય તરીકે ધારી લો... એને પ્રિય સમજો... કામ્ય એ આપો આપ જ બની જશે.. કારણ કે સેક્સ બે કાન વચ્ચે છે, બે પગ વચ્ચે નહી.

(૩) જે ઝગડો કરતા વખતે બોલવા અને હાથ ઉપાડવામાં માં શરમ અથવા સંકોચ નથી રાખતા , અને સેક્સ કરતા વખતે પ્રેમ કરવા માં શરમ અને અનાવૃત થવામાં શરમ અથવા સંકોચ રાખે છે, તેમનું લગ્નજીવન દયનીય છે.

(૪) સફળ લગ્નજીવન બે લોકો ની સહિયારી યાત્રા છે.. મંજિલ નહી.

(૫) કપલ્સ જો એથિકલ , સોફ્ટકોર ફોરપ્લે પોર્ન મુવીઝ સાથે મળીને એકબીજાની સંમતિ સાથે જોવે તો નવો ઉત્સાહ આવી શકે.

(૬) સેક્સ ના ડોક્ટર પાસેથી મળેલું સાયન્ટીફિક સેક્સ એડ્યુકેશન સમાગમ નો સંતોષ વધારી શકે છે.

(૭) જે કપલ્સ સાથે મળીને હસે છે, રમે છેઅને ધ્યાન કરે છે.. એ લાંબા સમય સુધી યુવાન રહે છે.

(૮)આખું જગત એકબીજાની મદદ થી જ ચાલે છે.. પાર્ટનર ની કલ્પના વગર તો હસ્તમૈથુન પણ મોળું છે.. માટે શક્ય હોય ત્યાં હમેશા મદદ માંગવી અને મદદ આપવી.

(૯) જીવનસાથી ને તમારી જાતનો અરીસો માનો.. એની આંખ માં તમારું હૃદય જોવા મળશે.

(૧૦) કપલ્સ માટે..મોટી ઉમરે નાના નાના ઝઘડા વધુ સારા, નાની ઉમરે મોટા ઝઘડા કરવા કરતા...

(૧૧) જીવનસાથી નું સામીપ્ય તમારાં વિચારોને પ્રસન્ન અને સુગંધીત કરે તો માનવું કે દામ્પત્ય જીવન રસાળ છે.

(૧૨) મજાકિયા મિજાજના જીવનસાથી સારા હોય છે, પણ એ પોતાના પતિ/પત્ની સામે નિખાલસ હોવા જોઇએ....

(૧૩) જીવનસાથી ને પોતાની જાન અને જાત બન્ને બનાવજો.. સાથે મળીને જીવવું સુગમ થશે..

(૧૪) આલિંગન અને ચુંબન શૂન્ય ચોકડી ની રમત જેવું છે. વારંવાર રમવાની ઈચ્છા સ્વભાવિક છે.

(૧૫) મન થી પરણેલા બે લોકોને વિધિ વિધાન ની જરૂર નથી..

(૧૬) લવ નોવેલ્સ અને શાયરીઓ નો શોખ પાર્ટનર ની સંવેદનશીલ બાજુ બતાવે છે.

(૧૭) જ્યાં સ્પેસ અને ક્રિએટિવિટી ને અવકાશ છે, તેવો સંબંધ લાંબા સમય સુધી યુવાન રહે છે.

(૨૦) આકાશ અને ધરતી ની જેમ લોંગ ડિસ્ટન્સ રિલેશનશિપ માં હમેશા હુંફ ના તડકા અને સામીપ્ય ના વરસાદ ની આશા રહે છે.

(૨૨) વફાદારી અને લગાવ એ બન્ને એક સરસ દાંપત્યજીવન ની સુવાસ છે.

(૨૩)જીવનભરની  આશિકી , દોસ્તી , હિંમત અને નિખાલસ માનવતા.. આટલું એક પુરુષમાં મળી જાય તો સ્ત્રી પ્રેમ માં પડી જાય છે..

(૨૪) રંગીન શોખ અને આશિક મિજાજ હમેશા મન ને તાજગીભર્યું રાખે છે.

(૨૫) સાથે રમવું, ફરવું,તરવું ( જો આવડે તો.. નહિતર ન્હાવું😀😃😃)અને મજા માં રહેવું.. આટલું કપલ્સે જ્યારે સમય મળે ત્યારે કરવું..

(૨૬) એક ચુંબન જ એવો એહસાસ છે, જે તરસ અને સંતોષ બન્ને સાથે જગાડે છે.

(૨૭) સુખ જ સુખ મળશે એવું સમજનાર નવા કપલ્સ નિરાશ થાય છે..

(૨૮) પોર્ન ફિલ્મો માં ગણીને ચાર થી પાંચ આસન જ વારે ઘડીએ જોવા મળે છે.. એક્ટર બદલાય છે, પરફોર્મન્સ નહી.. જ્યારે રિયલ લાઈફમાં પાર્ટનર એકનો એક હોઈ શકે પણ પરફોર્મન્સ માં વૈવિધ્ય ને સ્પેસ છે જ..

(૨૯) પોર્ન એક બંધિયાર ખાબોચિયું છે.. જેમાં ક્યારેક જ નવું પાણી ઉમેરાય છે..બાકી લાગણીઓ અને સંવેદનશીલ હૃદય એની સંકુચિતતા માં હોમાય છે.

(૩૦) રોજ થોડું થોડું લખતા.. ચોપડા ના ચોપડા ભરાઈ જાય છે.. એમ રોજ થોડા થોડા પ્રેમ,શાંતિ, સહનશીલતા અને સમાધાન ના પ્રયાસો લાંબા અને આત્મીય લગ્નજીવન ની ચાવી છે.