Sonu ni Muskan - 13 in Gujarati Adventure Stories by Mansi books and stories PDF | સોનું ની મુસ્કાન - ભાગ 13

The Author
Featured Books
  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

  • તલાશ 3 - ભાગ 21

     ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તે...

Categories
Share

સોનું ની મુસ્કાન - ભાગ 13

ભાગ ૧૩

આજે એ દિવસ હતો જ્યારે સોનું એ જે ફિલ્મ માં કામ કર્યું હતું તે સિનેમા માં રિલીઝ થવાની હતી ,

સોનું ના મમ્મી પપ્પા માટે આ ગર્વ ની વાત હતી , સુજલ એ કહ્યું રમેશ ભાઈ આજે તમે મેના બહેન અને સોનું જજો ફિલ્મ જોવા માટે , રમેશ એ કહ્યું હા જરૂર જઈશું ,

સૌ પ્રથમ તમારો ખૂબ ખૂબ આભાર કે તમે સોનું ને તમારી ફિલ્મ માં કામ કરવા ની તક આપી હવે તેના લીધે તેનું ભવિષ્ય બની જશે.

ના ના રમેશ ભાઈ આભાર ના કરશો આ તો સોનું ની જ મેહનત છે , એક ફિલ્મ માં કામ કરવા માટે ના સોનું માં મને ગુણ દેખાયા હતા,

તમે અહી નજીક જ સિનેમા ઘર છે આજે ૧૨ વાગે ફિલ્મ આવા ની છે તમે જતા આવજો , રમેશ એ કહ્યું હા જરુર .

૧૨ વાગી ગયા રમેશ મેના અને સોનું ફિલ્મ ની ટીકીટ ખરીદી ને સિનેમા ની બહાર ઊભા હતા , હવે તેઓ અંદર ગયા સિનેમા હૉલ માં બેઠા, તે લોકો પેહલી વાર ફિલ્મ જોવા આવ્યા હતા,

સોનું ખૂબ એક્સાઇટ હતી ફિલ્મ જોવા માટે , સિનેમા ની લાઈટો બંધ થયી પડદો ચાલુ થયો અને ફિલ્મ ની શુભ શરૂઆત તેના ટાઇટલ After School થી થયી ,

ધીમે ધીમે ફિલ્મ આગળ વધી અને સોનું નો સીન આવ્યો આટલા મોટા પડદે સોનું ને જોઈ ને મેના અને રમેશ રાજી રાજી થયી ગયા , મેના તો ખુશી થી રડી પડી.

સોનું પણ ખુદ ને મોટા પડદે જોય ને ખુશ હતી , ફિલ્મ પૂરી થયી આજુ બાજુના લોકો વાતો કરતા હતા કે કેટલી મસ્ત ફિલ્મ હતી મજા આવી ગઈ ,

બધા પિક્ચર જોઈ ને બહાર નીકળ્યા , સોનું અને તેના મમ્મી પપ્પા પણ બહાર આવ્યા સોનું જતી જ હતી ત્યાં તો એક બે જણા નું સોનું પર ધ્યાન પડ્યુ તે સીધા તેની પાસે આવ્યા .

અરે તમે જ હતા ને નેહા નો કિરદાર નિભાવનાર ખૂબ સરસ એક્ટિંગ હતી તમારી , સોનું એ કહ્યું ધન્યવાદ😊. પછી તેઓ જતા રહ્યા

રમેશ એ કહ્યું બેટા બીજા લોકો ના મોઢે તારા વખાણ સાંભળી ને ખૂબ સારું લાગ્યું ચાલો જલ્દી હવે અહીંયા થી , પછી તેઓ જતા રહ્યા .

રાત થયી સોનું સૂઈ ગયી કાલે જલદી સ્કૂલ માટે પણ ઉઠવા ની હતું , તે પોતાનો એલાર્મ મૂકી ને સૂતી.......... સાત વાગ્યા સવાર નો એલાર્મ ની સાથે સોનું ઉઠી ગયી તે ફટાફટ સ્કૂલ માટે તૈયાર થયી ગઈ.

રમેશ એ સોનું ને સ્કૂલ જવા માટે વાન બંધાવી હતી , તે વાન માં બેસી ગઈ અને સ્કૂલ ગઈ , પ્રાથના નો સમય ચાલી રહ્યો હતો બધા વિદ્યાર્થી પ્રાથના કરી રહ્યા હતા,

જેવી પ્રાથના પૂરી થયી ટીચર એ કહ્યું સોનું કાલે જે After School ફિલ્મ આવી એમાં તારો પણ રોલ હતો ને મે તને કાલે જોઈ હતી ખૂબ સરસ એક્ટિંગ કરી હતી તે ફિલ્મમાં.

પછી ક્લાસ માં થી ઘણા વિદ્યાર્થીઓ બોલ્યા તેઓ પણ તેના માતા પિતા જોડે તે ફિલ્મ જોવા ગયા હતા , બધા એ સોનું ના ખૂબ વખાણ કર્યા , સોનું એ બધા ને ધન્યવાદ કહ્યું.

બ્રેક પડ્યો સોનું અને તેના મિત્રો નાસ્તો કરી રહ્યા હતા , તેમાં થી સીમા નામ ની છોકરી એ કહ્યું સોનું તું તારા ગામડે થી અહીંયા એક્ટિંગ માં કરિયર બનવા માટે આવી છે ને.. સોનું એ કહ્યું હા એટલે અમારે અહી શહેર માં આવું પડ્યુ.

ત્યાં તો જીનલ નામ ની છોકરી જેને સોનું ગમતી નહિ કારણકે સોનું ના સ્કૂલ માં આવા પેહલા ક્લાસ ની ટોપર તે હતી પણ હવે આખા ક્લાસ ની ટોપર સોનું હતી , જીનલ એ સોનું ને કહ્યું.

સોનું બહુ ખુશ ના થા, તારો ચેહરો સારો છે માટે તને ફિલ્મ માં લેવા માં આવી છે તારી મેહનત જોઈ ને નથી લીધી તને , ફિલ્મ માં આવા માટે માણસ કેટલા ઓડીશન આપી ને મેહનત કરે છે તો પણ સિલેક્ટ ઘણા થતાં નથી.

આ ભાગ અહી સુધી રાખીએ મિત્રો વાર્તા નો આગળ નો ભાગ જલદી આવશે😊