Sonu ni Muskan - 1 in Gujarati Adventure Stories by Mansi books and stories PDF | સોનું ની મુસ્કાન - ભાગ 1

The Author
Featured Books
  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

  • ફરે તે ફરફરે - 66

    ફરે તે ફરફરે - ૬૬   માનિટ્યુ સ્પ્રીગ આમતો અલમોસામાં જ ગ...

Categories
Share

સોનું ની મુસ્કાન - ભાગ 1

ભાગ ૧

કેમ છો મિત્રો મજા માં ને ચાલો જયીએ માધવપુર નવી વાર્તા ની શેર માં ......

સોનું એ સોનું ક્યાં ગઈ, ચલ જમવા આ છોકરી જવાબ પણ નથી આપતી એ સોનુ , મેના કેમ આટલી ચીસો પાડે છે ઉપર એના રૂમ માં ભણતી હસે,

સોનું હવે દસમા ધોરણમાં આવી ગઈ છે. સોનું ના પપ્પા એ કહ્યું.

અરે પણ જવાબ તો દેવી જોઈએ ને એ સોનું ના પપ્પા , ઉભારો હવે મારે જ ઉપર જવું પડશે એને બોલવા માટે , સોનું ની મમ્મી એને બોલાવવા માટે સીડી ચઢી ને જતી હતી , જોયું તો દરવાજો ખુલો હતો.

મેના અંદર રૂમ માં ગઈ એ સોનું બોલતી બોલતી , અંદર જોયું તો સોનું સ્કૂલ ના કપડા બદલ્યા વગર જ સ્કૂલ થી આવી તરત જાડો ધાબળો ઓઢી ને સૂતી હતી ,

ધીમા ધીમા અવાજે સોનું બોલી મમ્મી તાવ આવ્યો હોય એવું લાગે છે , મેના તરત સોનું પાસે જયી ને એના માથા ને હાથ લગાવ્યો અડ્યું તો સોનું ને ખુબજ તાવ આવ્યો હતો.

મેના બોલી , "હાય રામ મારી દીકરી તને તો પાછો તાવ આવ્યો". આ તાવ જતો કેમ નથી આ મહિના માં ત્રીજી વાર આવ્યો છે તાવ ,

મેના તરત સોનું ના પપ્પા રમેશ ને બોલાવવા ગઈ .

એ સોનું ના પપ્પા અહી આવો સોનું ને પાછો તાવ આવ્યો છે , રમેશ તરત ઉપર ગયો ઉપર જાયી ને જોયું તો સોનું સૂતી હતી ચેક કર્યું તો સોનું નું આખું શરીર તપતું હતી , એવું લાગતું હતું કે તે આગ માંથી નીકળી હોય

રમેશ એ કહ્યું હવે આપડે ડોક્ટર પાસે જઈએ હવે રાહ ના જોવાય , ત્યાં તો નીચે થી અવાજ આવ્યો મેના બેન ઓ મેના બેન જરા ખાંડ હોય તો આપજો .

મેના એ કહ્યું અરે નિશા બેન ઉપર આવો સોનું ના રૂમ માં , નિશા તેમની પડોસી હતી. તેમનો અને મેના નો પરિવાર જોડે સંપી ને રહેતો તે ઉપર ગઈ હે ભગવાન સોનું કેમ આમ સૂતી છે , શું થયું બેટા ??

મેના બોલી શું બોલું નિશા બેન ત્રીજી વાર આ મહિના માં તાવ આવ્યો,

નિશા બોલી અરે મેના બેન સોનું ના ગુરુજી એ જે દોરો આપ્યો હતો તે સોનું ને હાથ માં બાંધ્યો કે નઈ?

મેના એ માથે હાથ રાખી ને બોલી હે મારા રામ એ તો હું ભૂલી જ ગઈ ખબર નઈ મારા મગજ માંથી કેવી રીતે નીકળી ગયું , એનો જ તાવ હસે ,

મેના તરત એ દોરો લેતી આવી તેને ભગવાન નો દીવો કરી ને ધૂપી ને સોનું ના હાથ માં બાંધી દીધો, આભાર નિશા બેન તમારા લીધે યાદ આવ્યું મને.

સોનું બોલી મમ્મી આ દોરો સેનો છે ??
મેના એ કહ્યું અરે બેટા , તારા ગુરુજી એ મને આપ્યો હતો તને જ્યારે આના પેહલા તાવ આવ્યો હતો ત્યારે હું ને નિશા બેન ગયા હતા ગુરુજી પાસે.

તને બહુ જલદી નજર લાગી જાય છે હવે તારો એટલો સુંદર ચેહરો છે હવે મોટી થાય છે એટલે દેખાવડી લાગે છે નજર તો લાગવા ની જ ને , પાછી તું થોડુંક મલકાય તોય નજર લાગે છે ,
સોનું ના પપ્પા હવે ક્યાંય જવા ની જરૂર નથી તાવ ઉતરી જશે સોનું ને ,

અરે મેના , તો પણ રાહ ના જોવાય દવા અને દુવા બેય કરાય વધારે તાવ આવી ગયો તો શુ કરસુ, મેના બોલી કાય નઈ થાય જોજો તમે , સોનું બેટા સૂઈ જા તું ઉઠીસ એટલે તાવ ગાયબ હો મારી દીકરી .

નિશા બેન એ કહ્યું હા બેટા મેના એ સાચું કહ્યું સૂઈ જા હો , કાય નઈ થાય તને ,મેના બેન ખાંડ આપજો ને ચા બનાવી છે અને પતી ગઈ,

ચાલો ચાલો મેના બેન આપુ , રમેશ એ સોનું ના માથે હાથ ફેરવ્યો અને કહ્યું બેટા કાય પણ વધારે થાય તો કહેજે , સોને એ ઈશારા માં માથું હલાવી હા પાડી .

આ હતો સોનું નો પરિવાર, સોનું જે હવે દસમા માં આવી માધવપુર નામ ના ગામ માં રહેતી હતી સોનું અને એના મમ્મી પપ્પા , તેમનું ગામ વિકસિત હતું બધી સુવિધા હતી તેમના ગામ માં .

સોનું રમતા રમતા આ ગામ માં મોટી થયી , બકરી ઘેટાં બધા જાનવર ને તે મિત્ર ગણતી , એમાં થી એક બકરી હતી તે સોનું ને વધારે ગમતી તેનું નામ રાની રાખ્યું સોનું એ ,

તેના ઘણા મિત્ર હતા ગામ માં બધા જોડે હળી મળીને રહેતી તે ,

સોનું ની મુસ્કાન ખૂબ સારી હતી જરાક પણ હસે તો એ મીઠી લાગે તેથી તેને લોકો ની નજર લાગતી તેવું સોનું ના ગુરુજી એ મેના ને કહ્યું અને તેની વાત સાંભળી મેના ને પણ એવું જ લાગતું,

પરંતુ રમેશ આ બધા માં ના માનતો તેને તો સોનું ને ડોક્ટર પાસે લયી જવી હતી પણ મેના નું માનવું હતું કે દોરો બાંધ્યો એટલે સારું થયું જશે , જોઈએ આગળ શું થાય છે.

વારતા અહી સુધી જ રાખીએ મિત્રો , નવો ભાવ જલદી આવશે😊 અને આ એક કાલ્પનિક વારતા છે તો વાચવા ની મજા લેજો.