Nitu - 26 in Gujarati Women Focused by Rupesh Sutariya books and stories PDF | નિતુ - પ્રકરણ 26

Featured Books
  • द्वारावती - 73

    73नदी के प्रवाह में बहता हुआ उत्सव किसी अज्ञात स्थल पर पहुँच...

  • जंगल - भाग 10

    बात खत्म नहीं हुई थी। कौन कहता है, ज़िन्दगी कितने नुकिले सिरे...

  • My Devil Hubby Rebirth Love - 53

    अब आगे रूही ने रूद्र को शर्ट उतारते हुए देखा उसने अपनी नजर र...

  • बैरी पिया.... - 56

    अब तक : सीमा " पता नही मैम... । कई बार बेचारे को मारा पीटा भ...

  • साथिया - 127

    नेहा और आनंद के जाने  के बादसांझ तुरंत अपने कमरे में चली गई...

Categories
Share

નિતુ - પ્રકરણ 26

નિતુ : ૨૬ (યાદ)


નિતુનું સ્મરણ કરતા મયંકે એક ઊંડો શ્વાસ લીધો અને ફોન લઈને નંબર કાઢ્યો અને તેના પપ્પાને ફોન કરી દીધો. થોડીવાર રિંગ વાગી અને તેના પપ્પા જગદીશભાઈએ ફોન ઉપાડ્યો, "મયંક... બોલ બોલ બેટા શું કરી રહ્યો છે?"

"કંઈ નહિ પપ્પા બસ, બેઠો છું."

"અચ્છા, કેવી રહી તારી એકઝામ?"

"સારી ગઈ પપ્પા."

"હમ્મ... એ જ એક્સ્પેક્ટેશન હતી તારાથી. હવે મુંબઈ પરત ક્યારે આવવાનો છે."

"બસ રિજલ્ટ આવે એટલે આવતો રહીશ."

"ઠીક છે... ચાલ... કોઈ કામ હોય તો બોલ, નહિ તો હું થોડો કામમાં છું. ફોન રાખું."

"પપ્પા... એ... અં..."

"શું થયું?"

"પપ્પા એક... વાત કહેવાની હતી."

"હા તો બોલ."

થોડા ગભરાયેલા અવાજમાં એ બોલ્યો, "પપ્પા મારી... મારી એક... ફ્રેન્ડ છે. અહીં કોલેજમાં."

"યુ મીન ગર્લ ફ્રેન્ડ?"

"જી..."

"તારે એની સાથે લગ્ન કરવા છે?"

"પપ્પા તમને...?"

"મયંક મને બધી ખબર છે. બાપ છું હું તારો. પણ સાંભળ, તારી મમ્મી મારા ફ્રેન્ડ રવિની ડોટર સાથે તારા લગ્ન કરાવવા માંગે છે. તું એક કામ કર, તેના પપ્પાનો નંબર લઈ લે અને રિજલ્ટ લઈને આવતો રહે. તારી મમ્મીને પહેલા મનાવ અને પછી હું તારી એ ગર્લ ફ્રેન્ડના પપ્પા સાથે વાત કરી લઉં છું."

"પપ્પા! એને પપ્પા નથી."

"હા તો એના ઘરનો નંબર લઈ લે."

"થેન્ક યુ પપ્પા." કહેતા તેણે ફોન કટ કર્યો અને ખુશ થઈને અનંતને કહેવા લાગ્યો, "અરે યાર આ તો સાવ સહેલું હતું."

"શું? થયું શું? એ તો કહે."

"પપ્પા માની ગયા, બસ હવે મમ્મીને મનાવાની છે."

"એ જ મોટી મુસીબત છે."

"હા યાર... સાચે હો." મયંક એક વાતે ખુશ હતો કે તેના પપ્પા માની ગયા પણ એના ઘરમાં જેમ એની મમ્મી વર્ષા કહેતી એમ જ થતું. હવે જોવાનું એ હતું કે શું એ એની મમ્મીને મનાવી શકશે ખરો? બીજા દિવસે તેણે આ બધી જ ચોખવટ નિતુ સામે કરી અને નિતુએ પણ એની હામાં હા ભેળવી કહ્યું કે તે કોઈ પણ પ્રકારે તેની મમ્મીને મનાવી લે. જો કે મયંક માટે સૌથી મોટી મુશ્કેલી પણ એ જ હતી. તેના પપ્પા એક નાનકડી પરિસ્થિતિમાંથી ઉભા થઈને મોટા માણસ બનેલા. પણ તેની મમ્મી વર્ષા એક મોટા ઘરમાં જન્મેલી અને નાનપણથી અમીરાઈ અને સાયબીમાં ઉછરેલી હતી. તેના માટે મિડલ ક્લાસ લોકો અને નાના માણસો માટે કોઈ માન ન્હોતું. મયંકને કોઈ બીજું પસંદ આવે એ પહેલા જગદીશભાઈના મિત્ર રવિ જે તેની જેમ પૈસાદાર હતા, તેની પુત્રી સાથે લગ્ન કરાવી નાખવાનું નક્કી કરી લીધું. બંને વચ્ચે પ્રેમ એટલો ગૂઢ થઈ ગયેલો કે મયંક અને નિતુએ લગ્ન કરવાનું નક્કી કરી લીધેલું. તેઓએ નિર્ણય લીધો કે જેમ જગદીશભાઈએ કહ્યું એમ કરશે. તેઓ રિજલ્ટ લઈને ઘરે જશે અને પછી મયંક તેની મમ્મીને મનાવી, તેના પપ્પાને નિતુના ઘરે તેઓની વાત કરવા મોકલશે. રિજલ્ટ આવી ગયું અને બંને પોત - પોતાના ઘર તરફ ચાલતા થયા. નિતુને સ્ટેશન પર છોડીને મયંક પોતાની ગાડી લઈને સુરત રવાના થઈ ગયો.

સુરત શહેરના મીલીબર હિલ્સના લકઝુરિયસ બિલ્ડિંગ્સમાં દિન રાત ઘરમાંથી જ તાપી નદીનો નજારો પીરસતું જગદીશભાઈનું આલીશાન મકાન હતું. ચોથા માળે એટલા વિસ્તારમાં પથરાયેલું કે જગ્યાના નામે કોઈ તાણ જ નહિ. સૌ કોઈના અલગ અલગ રૂમ અને એ પણ એટલા મોટામસ કે કોઈ ગરીબનું આખું ઘર તેમાં સમાય જાય. કોઈ રાજાના મહેલથી ઓછું ન હતું. મયંક એક ધનિક પરિવારનો દીકરો અને જે માંગે તે હાજર કરે એવો પ્રેમ કરનારો તેનો પરિવાર. જોકે આ વખતની વાત થોડી જુદી હતી. આ વખતે મયંક માટે તેને પૂછ્યા વિના જ તેના લગ્ન નક્કી કરી દેવામાં આવેલા. મયંક અને નીતિકાની વચ્ચે પ્રેમ છે એ વાત જાણી મયંકને વધારે મુશ્કેલી ના પડે એ માટે જગદીશભાઈએ પહેલાથી જ રવિ સાથે ચોખવટ કરી રાખેલી અને પોતાના ઘરે પણ બધાને કહી દીધેલું કે મયંક પોતાની ઈચ્છા અનુસાર જ લગ્ન કરશે. મયંક ઘરે પહોંચ્યો અને થોડો આરામ કર્યો કે વર્ષાએ મોકો શોધ્યો અને આખા ઘરને ભેગું કરી મયંકને બોલાવ્યો. તે નીચે આવ્યો તો બહેન દીપીકા, મા વર્ષા અને તેના પપ્પા જગદીશભાઈ એક સાથે બેઠેલા. આખા પરિવારને સાથે જોયો કે તેને પણ આ અવસર ખરો લાગ્યો કે તે નિતુની વાત બધા સાથે કરે.

"આવ મયંક. બેસ..." કહી વર્ષાએ તેને બાજુમાં બેસાર્યો.

"મમ્મી! મારે તમારા બધા સાથે એક અગત્યની વાત કરવી છે." એ હકીકતથી અજાણ કે સૌને નિતુ વિશે ખબર છે, મયંકે તેની વાત કરવા કહ્યું. વર્ષા બોલી, "મયંક, તું શું કહેવાનો છે એ અમને ખબર છે. હવે મારી વાત સાંભળ. રવિ અંકલની અનીશા તારે માટે પરફેક્ટ છે અને અમે એની સાથે તારા લગ્ન કરાવવાનું નક્કી કરી લીધું છે."

"એવું તમને લાગતું હશે મમ્મી. પણ મને અનીશામાં કોઈ ઇન્ટરેસ્ટ નથી."

"તો કોનામાં ઇન્ટરેસ્ટ છે? તારી પેલી બે કોડીની ગર્લ ફ્રેન્ડમાં? તારા પપ્પાએ અમને બધું કહી દીધું છે અને સાંભળી લે, એ છોકરી મારા ઘરમાં નહિ આવે."

"હું એને કહીને આવ્યો છું મમ્મી, જો એ નહિ આવે તો એના સિવાય બીજા કોઈને હું એનું સ્થાન નહિ આપું."

વર્ષા થોડી અકડ સાથે બોલી, "વાહ, મોટી મોટી વાતો કોને પૂછીને કરી આવ્યા છો? એ બે કોડીની છોકરી આપણી જેવા ધનાઢ્ય લોકોનો ઠાઠ શું ખાક સમજવાની છે?"

એ જ પળે મયંક ક્રોધાવેશથી ઉભો થઈ ગયો, "મમ્મી બસ. તારે જે કરવું હોય એ કર અને જે સમજવું હોય તે સમજ. પણ એક વાત સરખી રીતે સમજી લેજે, હું લગ્ન કરીશ તો નિતુ સાથે." તે ગુસ્સમાં પાછળ ફર્યો તો પાછળ રવિ પોતાના પરિવાર સાથે ઉભેલો. મયંકને તેઓના હોવા ન હોવાનો કોઈ ફરક ના પડ્યો અને પોતાની ચાલે તે પરત પોતાના રૂમમાં જતો રહ્યો. જગદીશભાઈએ તેઓને આવકારો આપ્યો અને વર્ષાએ મયંકના સ્વભાવ અંગે સ્પષ્ટતા કરવાની શરૂઆત કરી તો રવિ કહેવા લાગ્યો, "વર્ષાબેન! મને જગદીશે બધી જાણ કરી છે. હું સમજુ છું કે તમારા માટે મયંકને મનાવવો કેટલું મુશ્કેલ સાબિત થતું હશે!"

વર્ષાએ કહ્યું, "હા રવિભાઈ, પણ તમે ચિંતા ના કરો. કોઈ પણ ભોગે અમે મયંકના લગ્ન તમારી અનીશા સાથે જ કરાવીશું."

જૂઠી સાંત્વના લેતા રવિ બોલ્યો, " ઠીક છે. મને તો નથી લાગતું કે તમે કરાવી શકશો. જોઈએ શું થાય છે."

જગદીશભાઈ પોતાની પત્નીને સમજાવતા બોલ્યો, " વર્ષા તને ખબર છે તું શું કરવાની છે? અને મયંક એમ માની જશે એવું મને નથી લાગતું. વાત રહી એના લગ્નની તો નીતિકામાં ખોટું શું છે? ભલે એ નાના ઘરની છે પણ મયંકને પસંદ છે અને બંને એકબીજાને પ્રેમ કરે છે."

તેની વાતને હસીમાં ઉડાવતા વર્ષા એ કહ્યું, " હંહ... કેવો પ્રેમ એ મને ખબર છે. તું બસ જોયા કર જગદીશ. થોડા દિવસ અહીં રહેશે એટલે એ નીતિકાને ભૂલી જશે. તમે નિઃચિન્ત રહો રવિભાઈ, મયંકના લગ્ન તો તમારી અનીશા સાથે જ થશે."

"હોપ સો વર્ષાબેન, બાકી આવતાની સાથે જેવો વ્યવહાર મયંકનો મેં જોયો છેને, મને નથી લાગતું કે એ મારી અનીશા સાથે લગ્ન કરવા તૈય્યાર થાય."

"એ બધું મારા પર છોડી દ્યો રવિભાઈ. થોડા દિવસ આ ઘરમાં વિતાવશે અને મારી સાથે રહેશે એટલે હું એને સારી રીતે સમજાવી દઈશ. આખરે બરાબરી તો આપડી વચ્ચે કહેવાય. એ નાના ઘરની છોકરીને લાવીને ફાયદો શું? એને તો આ ઘરની રહેણી કરણી પણ નહિ ફાવે."

રવિએ કહ્યું, "આશા છે કે તમે સફળ થશો. આ તો તમારો આગ્રહ હતો એટલે હું મારી અનીશાના લગ્ન તમારા મયંક જોડે કરવા માટે તૈય્યાર થયેલો. બાકી મારી અનીશા માટે તો ઘણા માંગા આવે છે. હું અનીશાને સારા ઘરમાં પરણાવી મારા દીકરા સાથે અમેરિકા સેટલ થવાનું વિચારી રહ્યો છું. એના ભવિષ્ય માટે હું બને એટલી જલ્દી મારી અનીશાને પરણાવવા માંગુ છું." ઉભા થતા તે બોલ્યો, "બને એટલી ઉતાવળ રાખજો, બાકી હું કોઈ બીજા ઘરે મારી અનીશાના લગ્ન નક્કી કરી દઈશ."

એક ચેતવણી આપીને રવિ જતો રહ્યો અને વર્ષાએ મક્કમ નિર્ણંય કરી લીધો કે કોઈ પણ ભોગે મયંકને મનાવે. જો કે આ કિસ્સામાં વર્ષા અને દીપિકા બંને એક હતા, જેવા સંસ્કાર વર્ષાના હતા એવા જ દીપિકાના. વર્ષા જે રીતે પૈસાની મોટીપાઈમાં અભિમાન સાથે ઉછરેલી એ જ રીતે તેણે પણ દીપિકાને પૈસાના અભિમાનમાં ઉછેરીને મોટી કરેલી. જોવાનું એ હતું કે જગદીશ જે મયંક અને નિતુની તરફેણમાં હતો, શું કોઈ તીર ચલાવી શકશે કે નહિ? કારણ કે તેણે વર્ષાને એટલી છૂટ આપેલી કે ઘરમાં તમામ નિર્ણય વર્ષા જ લેતી. આજ સુધી જગદીશની કોઈ વાત તેણે ચાલવા નથી દીધી. કેવી રીતે મયંકને મનાવવો? એ અંગે હવે તેણે વિચારવાનું શરુ કરી દીધેલું.