Nitu - 27 in Gujarati Women Focused by Rupesh Sutariya books and stories PDF | નિતુ - પ્રકરણ 27

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

નિતુ - પ્રકરણ 27

નિતુ: ૨૭ (યાદ)


નિતુને લઈને ઘરમાં બે દિવસ સુધી વર્ષાની મથામણ ચાલી અને બે દિવસ સુધી મયંક નિતુના નામના ઝઘડા કરતો રહ્યો. વર્ષાને તે નહોતું ગમતું અને હાર સ્વીકારવા કોઈ તૈય્યાર નહોતું. રાત્રીના ભોજનની વ્યવસ્થા કરીને બધા લોકો બેઠા પણ મયંક નહોતો આવ્યો. વર્ષાએ દીપિકાને પૂછ્યું, "દીપિકા, મયંક કેમ નથી આવ્યો? ક્યાં છે?"

તેણે કહ્યું, "બ્રો એની રૂમમાં છે. શું કામ નથી આવ્યો એ ખબર નહિ."

તેણે તુરંત પોતાના એક નોકર મોહનને બોલાવવા જવા કહ્યું. થોડીવારે તે એકલો પાછો આવ્યો.

તેને એકલો જોઈને વર્ષાએ પૂછ્યું, "મયંક ના આવ્યો?"

"મેડમ, સરે મને કહ્યું કે એને ભૂખ નથી લાગી." આ સાંભળી તેની થાળી તૈય્યાર કરીને તે તેની રૂમમાં ગઈ. એક ખુરશી પર બેઠેલો તે નિતુના વિચાર કરતો હતો, એવા સમયે વર્ષા તેની પાસે આવી અને તેની બાજુમાં બેસી ગઈ. આશ્વર્યની દ્રષ્ટિથી તેને જોતા મયંકે તેને પૂછ્યું, "મમ્મી! તું મારા રૂમમાં?"

મયંક સામે દુઃખનો સ્વર ઠાલવતા તે બોલી, "હા બેટા. શું કરું? આજે પહેલીવાર મેં એવું જોયું કે તું ડિનર માટે ના આવ્યો. તને આટલો અપસેટ થયેલો મેં ક્યારેય નથી જોયો બેટા. તારી સાથે વાત જો કરવાની હતી."

"હા બોલ, શું કહેવું છે તારે?"

થાળી સામે ટીપોઈ પર મૂકી તેણે કહ્યું, "તું પહેલા થોડું જમી લે."

"મને ભૂખ નથી મમ્મી."

"મયંક! બેટા એકવાર વિચાર કરીલે. આપણે જે રીતે રહીયે છીએ, જે આપણુ સ્ટેટસ છે, તને લાગે છે કે અનીશાની જેમ નિતુ સમજી શકશે?"

"શું કામ નહિ સમજે મમ્મી? હું બે વર્ષથી તેની સાથે છું અને એની દરેક વાતથી પરિચિત છું. હું જાણું છું કે તારા ઈન્કાર કરવા પાછળનો હેતુ શું છે? તને તારા દીકરા કરતા તારું સ્ટેટ્સ વધારે વ્હાલું છેને?"

"નહિ મયંક, કેવી વાત કરે છે? એક માને એના દિકરાથી વિષેશ કંઈ વ્હાલું હોય શકે?"

"તો પછી નીતિકાથી તને પ્રોબ્લેમ શું છે? "

એના સવાલનો વર્ષા પાસે કોઈ જવાબ ન્હોતો. તેને અબોલ જોઈ મયંકે ફરી કહ્યું, "કેમ? કોઈ જવાબ નથીને તારી પાસે? તું સમજતી કેમ નથી મમ્મી? ભલે તે નાના ઘરની રહી, પણ તેની સાથે હું જેટલો ખુશ રહીશ એટલો બીજી કોઈ છોકરી સાથે નહિ રહું."

"ઠીક છે. તારી જીદ્દ છે એટલે હું એટલી છૂટ આપું છું કે આપણે તેની પાસે જઈશું. પણ જો એ અમારી ધારણામાં ફિટ નહિ બેસે તો અમારી પાસે ના કહેવા સિવાય કશું નહિ હોય અને તારે પણ એને ભૂલવી પડશે."

"બરાબર છે મમ્મી. હું એકવાર એના પરિવાર સુધી તમને લોકોને લઈ જવા માંગુ છું. પછી તમે બધા જે નિર્ણય લેશો એ હું માન્ય કરીશ."

"ચાલ, ડિનર કરી લે. હું આ વાત નીચે જઈને બધાને કરું છું અને જગદીશને કહું છું કે એ નિતુના ઘરે જવાની તૈય્યારી કરે." તે ઉભી થઈને જતી રહી અને મયંકના ચેહરા પર તુરંત ખુશી છવાઈ ગઈ. તેણે કોઈ વિચાર કર્યા વગર નિતુના ફોનમાં ફોન લગાવી દીધો.

નિતુના ઘરે આવ્યાના સમાચાર આવતા જ ધીરુભાઈનો પરિવાર તેને મળવા આવેલો. બધા ભેગા મળીને બેઠેલા હતા એવામાં તેના ફોનમાં રિંગ વાગી અને મયંકનું નામ દેખાયુ. નિતુ થોડે દૂર હતી અને અનંત ફોનની બાજુમાં બેઠેલો. તેણે ફોન ઉપાડ્યો અને કંઈ બોલે તે પહેલા સામેથી મયંક બોલ્યો, "નીતિકા... નીતિકા... યુ નો એક ગુડ ન્યુઝ છે. મમ્મીએ હા કહી દીધી છે."

"તમે કોણ?" અનંતે પૂછ્યું. તેનો અવાજ સાંભળી એક સેકન્ડ માટે મયંક ડઘાઈ ગયો. બીજા કોઈનો અવાજ સાંભળી તેને નક્કી થયું કે તેનાથી કોઈ ગડબડ થઈ ગઈ છે. મયંકે પૂછ્યું, "આ... આપ... કોણ?"

"હું પણ એમ જ પૂછું છું. આપ કોણ?" તેનો જ પ્રશ્ન અનંતે તેને પૂછ્યો.

"નીતિકા?..."

"હા હા...! એ પણ અહિંયા જ છે. હવે તમે કૃપા કરીને જણાવશો કે આપ કોણ છો?"

"હું... મયંક."

"કોણ મયંક?"

"નીતિકાનો ફ્રેન્ડ."

બધા લોકોની નજર અનંત પર હતી અને નિતુનો જાણે શ્વાસ જ અધ્ધર ચડી ગયેલો. દાંત વચ્ચે પહેલી આંગળીનો નખ દબાવી જીણી નજરે અને ગભરાયેલા ચહેરા સાથે તે અનંત સામે તાકી રહેલી. અનંતને અંદેશો થઈ ગયેલો કે આ કોણ છે? પણ તેના મુખેથી બોલાવવા તેણે નિતુની સામે જોઈને ફરી પૂછ્યું, "મયંક? ફ્રેન્ડ...! કે... બોય ફ્રેન્ડ...?"

અનંતની વાત સાંભળતા જ બધા આશ્વર્ય સાથે નિતુ સામે જોવા લાગ્યા. નિતુ શરમને માર્યે આંખો બંધ કરી ગઈ અને મયંકે જવાબ આપ્યો, "જી... આપ... આપ... કોણ છો? એ જરા જણાવો."

"એમાં એટલા ગભરાવ છો શેના? હું એનો કઝીન. અનંત."

"હા..હા.. હાય... અનંત... હું... મયંક... નીતિકાનો કો.. કોલેજ ફ્રેન્ડ."

"હા હા ભૈ, તમારા હાહા... હુહુ... વાળા તૂટેલા શબ્દો સાંભળી સમજાય જ ગયું છે કે ફ્રેન્ડ છો કે બોય ફ્રેન્ડ. લો, હું નિતુને આપું છું."

અનંતે હાથ લંબાવી નિતુ સામે ફોન કરી વાત કરવાનો ઈશારો કર્યો. નિતુ નજીક આવી અને ફોન લેવા ગઈ કે તેણે હાથ પાછો ખેંચ્યો અને ફોનમાં લાઉડ સ્પિકર કર્યું. નિતુ ચુપચાપ ઉભેલી પણ અનંતે તેને ઈશારો કર્યો કે કંઈક બોલે. નિતુએ મયંક સાથે વાત શરુ કરી.

"હાય... મયંક."

"યાર નિતુ, કોણ હતું? મારો તો શ્વાસ અધ્ધર ચડી ગયો. કેટલો ગભરાઈ ગયો ખબર છે?"

"શું વાત કરવાની હતી મયંક?"

"નિતુ! મેં મમ્મીને વાત કરી દીધી છે અને એને મનાવી પણ લીધી છે. તેણે કહ્યું છે કે તે અને પપ્પા થોડીવારમાં તારા ઘરે ફોન કરીને વાત કરી લેશે."

અનંતે ઈશારાથી કહ્યું કે શેના વિશે વાત કરે છે? એમ પૂછે. નિતુએ તેને પૂછ્યું, "મયંક! તું શેની વાત કરવા કહે છે?"

"બસ ડિયર, ભૂલી ગઈ? મેં તને કહેલુંને કે મમ્મીને મનાવી હું એને કહીશ કે તે તારી ફેમિલી સાથે આપણા લગ્નની વાત કરે."

સ્પિકર પર રહેલા ફોનની વાત દરેક લોકો સાંભળતા હતા અને નિતુના તો હોશ જ ઉડી ગયા. ધીરુભાઈએ તો 'ડિયર' શબ્દ સાંભળતા જ મોં ફુલાવી દીધું અને પહેરેલી ધોતીના આગળના ભાગને હાથ વડે લપેટી તેની સામે જોવા લાગ્યો. મોટી આંખો કરીને તે ભયભીત અવસ્થામાં કહેવા લાગી, "મમ્.. મયંક... આ તું શું બોલે છે?"

"કેવી વાત કરે છે ડિયર? હવે સાંભળ, મમ્મીએ મને કહ્યું છે કે એ તારી ફેમિલી સાથે વાત કરશે. કોઈ પણ સમયે તારા ઘરે ફોન આવશે અને એ તારા ફેમિલી સાથે આપણા લગ્નની વાત કરશે. સાથે એમ પણ કહ્યું છે કે અમે બધા તમને મળવા માટે આવીશું."

અનંતે મયંકને કહ્યું, "ઓહકે... ઇન્ફોર્મેશન માટે થેન્ક યુ મયંક..... કુમાર..!"

"નીતિકા! ફોન સ્પિકરમાં છે?" મયંકને હકીકતની જાણ થઈ અને સમજાય ગયું કે તેનાથી કોઈ ગડબડ થઈ ગઈ છે. અનંતે ફોન કટ કર્યો અને મયંક પણ ગભરાઈ ગયો. "ઓહ ગોડ! મારે આ રીતે ડાયરેક્ટ કોઈ વાત જ ન્હોતી કરવી. નીતિકાએ તો એના ઘરે વાત પણ નહિ કરી હોય. ખબર નઈ કે એની સાથે શું થશે? ઓહ ગોડ... પ્લીઝ હેલ્પ હર હા."

ફોન કટ કરીને અનંત નિતુ સામે સ્થિર નજરે તાકી રહેલો. તેના અને ઘરના બાકીના સભ્યોના ચેહરા પર ગંભીરતા જોઈને નિતુને શરમ અને ભય એક સાથે ઉદ્ભવ્યા. નીચે માથું ઢાળી તે તેઓના ખિજાવાની રાહ જોઈ રહી હતી. તેને ખબર હતી કે હવે ઘરમાંથી તેને જાત- જાતના સવાલો પૂછવામાં આવશે અને તેના પર શંકાઓ અને બનેલી કે ન બનેલી તમામ ઘટનોની મનોમન ઘટમાળ બાંધવામાં આવશે.

અનંતે સીધો જ સવાલ કર્યો, "નિતુ, ક્યારથી ચાલુ છે આ બધું?"

ધીમા અવાજે ડરતા ડરતા તેણે જવાબ આપ્યો, "બે... બે વર્ષથી."

ધીરુભાઈએ પૂછ્યું, "ને ઈ મયંક કોણ છે?"

"મયંક... મયંક અગ્રવાલ, એનું આખું નામ છે."

"હમમ..." ધીરૂભાઈએ કહયું.

"હા."

શારદાએ પૂછ્યું, "ક્યાં ઠેકાણે રે' છે?"

"સુરત."

અનંતે પૂછ્યું, "તેના પપ્પા કોણ છે?"

"જ... જગ.." તેની જીભ નહોતી ઉપડતી. એટલે અનંતે થોડા ઊંચા અવાજમાં ફરી પૂછ્યું, "અરે આ જ.. જ.. જ.. શું કરે છે? તેના પપ્પા કોણ છે? એમ પૂછ્યું મેં. શું નામ છે એના પપ્પાનું?"

"જગદીશભાઈ."

"જગદીશભાઈ અગ્રવાલ?"

"હા."

"અગ્રવાલ બિઝનેસ હબના માલિક?"

"હા..."

અનંત થોડા ઉદાસીનતા ભરેલા અવાજમાં બોલ્યો, "બૌ મોટું તીર લગાવી દીધું છે તે નિતુ, બૌ મોટું તીર લગાવી દીધું છે."

"લે... એવું કાં બોલે?" શારદાએ આશ્વર્ય સાથે અનંતને પૂછ્યું.

તે કહેવા લાગ્યો, "અરે મોટા બા! આ જગદીશભાઈ ઈ કોઈ નાના માણસ નથી. બિઝનેસમાં બૌ મોટું નામ છે એનું, અબજોપતિ છે અબજોપતિ."

"હેં... નિતુ? આ હાચુ કે' છે?"

"હા મમ્મી, એ... એ... જે કહે છે... એ..."

"બસ બસ..." શારદા એના તૂટેલા નીકળતા શબ્દો સાંભળી બધી પરિસ્થિતિ સમજી ગઈ. "હવે વધારે બોલવાની જરૂર નથી. મને બધું હમજાય ગયું. અરે તને ભણવા મોકલી હતી ને તું ન્યાં જઈને આવું બધું કરી આવી."

"ભાભી! એમાં કાંય ખોટું નથી. હવે એણે કીધું છે તો એના મા-બાપનેય ફોન કરી લેવા દ્યો. જોવી તો ખરા કે ઈ હુ' કે છે."

એટલામાં શારદાના ઘરના ફોનની રિંગ વાગી અને બધાનું ધ્યાન ફોન તરફ ગયું. અનંતે ફોન હાથમાં લીધો તો અજાણ્યો નંબર દેખાય રહ્યો હતો. તેણે નિતુને નંબર બતાવ્યો અને તેણે માથું ધુણાવી હા ભણી એટલે અનંતે ફોન ઊંચકાવી સ્પિકરમાં મુક્યો. શારદાએ જવાબ આપતા કહ્યું, "હલો.."