Shrapit prem - 15 in Gujarati Women Focused by anita bashal books and stories PDF | શ્રાપિત પ્રેમ - 15

Featured Books
  • રેડ સુરત - 6

    વનિતા વિશ્રામ   “રાજકોટનો મેળો” એવા ટાઇટલ સાથે મોટું હોર્ડીં...

  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

Categories
Share

શ્રાપિત પ્રેમ - 15

૨૦૨૦ ના લોકડાઉનના સમયમાં તુલસીના નવમા મહિનાનો કાર્યક્રમ મનહરબેન ની સામાન્ય રીતે ઉજવવાનું નક્કી કર્યું હતું. સુંદર ચણીયા ચોલી માં રાધા ને જોઈને મયંક તેની નજર રાધા ઉપરથી હટાવી શકતો જ ન હતો. 

તુલસીનો ખોળા ભરત નો કાર્યક્રમ ચાલુ થઈ ગયો હતો અને હવે બસ થોડા દિવસો બાદ જ તેની ડિલિવરી થવાની હતી. મનહર બેન એ પાંચ સ્ત્રીઓને તેમ બોલાવી હતી જે તુલસીને સારા જીવનનો આશીર્વાદ આપી શકે.

" મનહર બેન આવા શુભ પ્રસંગમાં રાધા અહીંયા શું કરી રહી છે?"

બાજુમાં રહેતા રંભી કાકી એ રાધા ના તરફ જોઈને મનહર બેન ને પૂછ્યું. મનહર બેને કાકીના તરફ જઈને કહ્યું.

" કેવી વાત કરે છે રંભી, મોટીબેન ના કાર્યક્રમમાં નાની બેન તો હોય જ ને."

રંભી કાકી એ મનહર બેન નો હાથ પકડીને ધીમેથી કહ્યું.

" અરે મને ખબર છે કે તારી દીકરી છે પણ એ તો વિચાર કર કે મોટી દીકરીનો શુભ પ્રસંગનો કાર્યક્રમ છે. તું કેમ ઘડી ઘડી ભૂલી જાય છે કે તારી દીકરી વિધવા છે."

રાધા ના કાન માં જેવા આ શબ્દો ગયા કે તેને એવું લાગ્યું કે ગરમ તેલ તેના કાનમાં નાખી દીધું હોય. તેણે આંસુ ભરેલી આંખોથી મનહર બેનના તરફ જોયું તો મનહર બેન પણ મૂંઝવણ માં દેખાયા. તે સમજી ગઈ કે મનહર બેન પણ તેની એક દીકરીનું જીવન બીજી દીકરીના લીધે બરબાદ થતું જોઈ શકતા ન હતા એટલે રાધા ચુપચાપ ત્યાંથી બહાર નીકળી ગઈ.

રાધા ના લગ્ન પુરા થયા પણ ન હતા કે તેના ભાવિ પતિનું મૃત્યુ થઈ ગયું હતું અને આ અડધા લગ્નને જ આખું, ગામ માનતું હતું અને તેને વિધવા ઘોષિત કરી દીધી હતી. સાંજનો સમય ચાલુ હતો અને એવા સમયે મંદિરમાં આરતી ચાલુ હતી પરંતુ રાધાનું મન અત્યારે મંદિરમાં જવાનું બિલકુલ ન હતું.

આમ તો પાછલા ઘણા મહિનાઓથી તે મંદિરમાં ગઈ જ ન હતી, તેનું મન જ થતું ન હતું. તે ચૂપચાપ તેના ખેતરના તરફ ચાલી ગઈ કારણ કે ત્યાં કુવા પાસે લીમડાનું ઝાડ હતું જેના નીચે બેસવું તેને બહુ ગમતું હતું, અત્યારે પણ તે ત્યાં જઈ રહી હતી.

" કેમ છે રાધા રાણી, ક્યાં જઈ રહી છે?"

અવાજ સાંભળીને રાધા એ પોતાની આંખો જોરથી બંધ કરી લીધી કારણ કે તે આ અવાજને ઓળખતી હતી. જીવુ ભા, એટલે કે રાધા ના મૃત્યુ પામેલા ભાવિ પતિ નો દીકરો, તે હંમેશા રાધા ને અલગ અલગ તરીકે પ્રકાડિત કરતો હતો.

" મેં સાંભળ્યું છે કે તારી બેન નું ખોળો ભરત છે. તું નથી ગઈ ત્યાં?"

જીવુ ભા એ રાધા ના નજીક આવીને પૂછ્યું. રાધાએ તેના તરફ જોઈને ગુસ્સામાં કહ્યું.

" જીવુ ભા, મને હેરાન કરવાનું બંધ કરો. મને બે મિનિટ શાંતિથી બેસવા દેશો કે પછી હું અહીંયા થી જઉ?"

રાધા એ તેના તરફ જોયું તો તેને ખબર પડી કે તેની નજર તો તેના શરીર ઉપર છે. એટલી બધી દુખી હતી કે ઘરની બહાર નીકળતી વખતે તેને એ પણ ન જોયું કે તે અત્યારે ચણિયાચોળીમાં છે અને સુંદર રીતે તૈયાર થઈ છે.

" બે વર્ષ પહેલા જ્યારે મેં તને ઘરેથી બહાર કાઢી મૂકી હતી ને ત્યારે વિચાર પણ કર્યો હતો કે તું આટલી બધી સુંદર બનીશ. તારું રૂપ તો ભલભલાને મોહી દે એવું છે."

રાધાએ ગુસ્સાથી પોતાની આંખો બંધ કરી અને પછી તેને ખોલીને કહ્યું.

" આમ તો આખા ગામની સામે મને એમ કહેતો હોય છે કે હું તારા બાપની પત્ની હતી અને હવે મારા માટે આવા શબ્દો વાપરે છે? તારા બાપની પત્ની એટલે તારી માં થઈ ને હું? તું તારી મા માટે આવા શબ્દો વાપરે છે?"

રાધા ના તીખા શબ્દોથી જીવું ભા એ રાધા ના વાળને જોરથી પકડીને કહ્યું.

" મારી મા માટે એક પણ શબ્દ બોલતા પહેલા સો વાર વિચાર કરી લેજે રાધા રાણી."

રાધા એ પોતાના વાળને છોડાવવાનો પ્રયત્ન કરતા કહ્યું.

" છોડ મને નહીતર સારું નહીં થાય."

રાધા ના પ્રતિકાર નું ઊલટું અસર થયું અને જીવું ભા એ જોરથી રાધાના વાળને વધારે જોરથી પકડીને કહ્યું.

" છોડી દઈશ તો મારા માટે કેવી રીતે સારું થશે હં?"

જીવું ભા એ રાધા ના ચહેરાને પોતાના તરફ ખેંચવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેની પહેલા જ તેના ચહેરા પર કોઈનું જોરદાર થપ્પડ પડ્યો. થપ્પડ ના લીધે તેનો હાથ ઢીલો થઈ ગયો અને રાધા તેનાથી દૂર થઈ ગઈ. 

" કોની હિંમત થઈ છે મારા ઉપર હાથ ઉપાડવાની?"

જીવું ભા એ સામે જોયું તો ત્યાં મયંક હતો. રાધા જ્યારે ઘરની બહાર નીકળી ગઈ હતી ત્યારે મયંક પણ તેની પાછળ પાછળ આવી ગયો હતો પરંતુ રસ્તાનો જાણકાર ન હોવાના લીધે તેને અહીંયા સુધી આવવામાં સમય લાગી ગયો હતો.

" તું કોણ છે? ગામમાં નવા માણસોને આવવાની મનાઈ છે ખબર નથી તને?"

" હું તારા આ ગામનો જમાઈ છું એટલે જરા સારી રીતે વાત કર, અને જે હરકતે અત્યારે કરીને તેનાથી હું તને પોલીસમાં પકડાવી શકું છું."

રાધા જાણતી હતી કે લગભગ બે ત્રણ મહિના પછી જ્યારે સરપંચ નો ચુનાવ થશે ત્યારે જીવું ભા ગામનો સરપંચ થઈ જ જશે અને એવા સમયે રાધા એવું ઇચ્છતી ન હતી કે જીવું ભા અને તેના ઘરના લોકોનો ઝઘડો થાય. તેણે મયંક નો હાથ પકડ્યો અને કહ્યું.

" જીજાજી, બેન નો કાર્યક્રમ ચાલુ થઈ ગયો હશે તમે અહીંયા ન રહો ચાલો ઘરે ચાલ્યા જઈએ."

જીવું ભા તેમને કંઈ શબ્દો કહે તેની પહેલા જ રાધા મયંકને જબરદસ્તી તેની સાથે લઈ જવા લાગી. જતી વખતે જ મયંક એ રાતના ઉપર ગુસ્સો કરતા કહ્યું.

" તારે આ સમયે અહીં આવવાની શું જરૂરત હતી? અને માણસ કોણ છે? હું તારી સાથે આવો વર્તાવ કેમ કરતો હતો?"

" તમે થોડા દિવસ માટે જ અહીં આવ્યા છો એટલે આ બધામાં તમારે પડવાની જરૂરત નથી. જ્યારે બેનની ડીલીવરી થઈ જશે અને આ લોકડાઉન બંધ થઈ જશે ત્યારે તમારે પાછું તમારા ગામમાં ચાલ્યા જવાનું છે તો પછી આવી ઝંઝટ માં શા માટે પડો છો?"

રાધાએ મયંક ની સમજાવીને કહ્યું પરંતુ મયંક વાત જાણવાની જીદ પકડીને બેસી ગયો હતો. આખરે રાધા એ ના છૂટકે બધી વાત કહી સંભળાવી. બધી વાત સાંભળીને મયંકને રાધાને માટે બહુ ખરાબ લાગ્યો કારણ કે તેના અને તુલસીના આવા પગલાના લીધે જ ક્યાંક ને ક્યાંક રાધા ની આવી હાલત થઈ હતી.

વાત કરતા કરતા રાધા વધારે જ ભાવનાત્મક રીતે અસ્વસ્થ થઈ ગઈ હતી અને રડવા લાગી હતી. મયંક એ તેને શાંત થવાનું કહ્યું પણ ઘણા સમય પછી રાધા રડી રહી હતી, ઘરમાં મા અને બાપુજીની સામે તે રડીને તે લોકોને દુઃખી કરવા માંગતી હતી એટલે રડી પણ શકતી ન હતી.

આખરે રાધા ને શાંત કરવા માટે મયંક તેને તેના છાતીએ વળગાડી લીધી હતી. તેને શાંત કરવા માટે મયંક તેનો હાથ રાધા ના માથામાં ફેરવી રહ્યો હતો જેનાંથી રાધા ને ખુબ સારું લાગી રહ્યું હતું. આ પહેલો એવો મોકો હતો જ્યારે તે બંનેના આટલા બધા નજીક આવ્યા હતા.

તે દિવસે યાદ આવતા રાધા ના હાથ પગ ધ્રુજવા લાગ્યા. તે દિવસે રાધા ત્યાંથી દૂર ભાગી ગઈ હોત કે પછી મયંક ના આટલા નજીક જ ના આવી હોત તો કદાચ આટલું બધું થયું જ ન હોત. અત્યારે રાધા ને એવું લાગી રહ્યું હતું કે તે દિવસે રાધા ને ત્યાંથી ચાલ્યા જવાની જરૂરત હતી.

રાધા એ એક લાંબો શ્વાસ લીધો અને પોતાનું પુસ્તક બંધ કરી દીધું કારણ કે હવે તે વાંચી શકે તેમ ન હતી. જોત જોતા દસ દિવસ વીતી ગયા અને એક દિવસ અચાનક રાત્રે બે વાગ્યે વિભા જોર જોરથી કણસવા લાગી.

રાધાની નીંદર ઊડી ગઈ અને તેની જોયું તો વિભા પોતાના હાથ અને પગ આમથી તેમ પછાડી રહી હતી. તેને સમજાઈ ગયું કે કદાચ તેને પ્રસવ પીડા થઈ રહી છે. તેણે જલ્દી થી સવિતાબેન ને જગાડી દીધા. 

બંને સળિયામાં હાથ પછાડી પછાડીને કહેવા લાગ્યા કે કોઈ જલ્દીથી આવો પરંતુ ચારે બાજુ શાંત વાતાવરણ હતું. બે-ત્રણ લોકો તો ત્યાં ચોકી માટે બેઠેલા હોય છે પરંતુ તે અત્યારે દેખાતા ન હતા. વિભા હવે જોરથી પોતાનો હાથ પછાડી રહી હતી.

" રાધા

જલ્દીથી કોઈને બોલાવવા પડશે નહીં તો,,,,"