What is freedom? in Gujarati Women Focused by Heena Hariyani books and stories PDF | આઝાદી એટલે શું??

Featured Books
  • तुझी माझी रेशीमगाठ..... भाग 2

    रुद्र अणि श्रेयाचच लग्न झालं होत.... लग्नाला आलेल्या सर्व पा...

  • नियती - भाग 34

    भाग 34बाबाराव....."हे आईचं मंगळसूत्र आहे... तिची फार पूर्वीप...

  • एक अनोखी भेट

     नात्यात भेट होण गरजेच आहे हे मला त्या वेळी समजल.भेटुन बोलता...

  • बांडगूळ

    बांडगूळ                गडमठ पंचक्रोशी शिक्षण प्रसारण मंडळाची...

  • जर ती असती - 2

    स्वरा समारला खूप संजवण्याचं प्रयत्न करत होती, पण समर ला काही...

Categories
Share

આઝાદી એટલે શું??

આઝાદી એટલે શું??

આજથી 78 વર્ષ પહેલા સ્વાતંત્ર્ય સેનાનીઓએ અંગ્રેજોની ગુલામી માંથી ભારતને આઝાદ કરાવ્યું એટલે આઝાદી ખરુ, તો પછી આજે પણ સ્ત્રીઓ એ તેની લડત એકલે હાથે જ લડવી પડે છે.ત્યારે આ આઝાદીને વળી શું થઈ  જાતુ હશે!!

આઝાદી એટલે શું?એની કેવી વ્યાખ્યા કરો ,તમારી વિચારસરણીના ટોપ લેવલ પર જઈ..પછી જરા  વિચારી જવાબ શોધવા પ્રયત્ન કરજો...આઝાદી એટલે અંગ્રેજોની ગુલામી માંથી મુક્ત થવુ એ...?કે પછી માનસિક ગુલામી માંથી મુક્ત થવુ એ...

આઝાદીને 78 વર્ષ પછી પણ સવારે મોડે સુધી સુવૂ અને રાતના મોડે સુધી જાગવુ એ આઝાદી ???તમે કમાવ છો સારુ તો એ પૈસા ગમે તેમ ઉડાડવા એ આઝાદી....તમને ઈચ્છા પડે ત્યારે ઘરે આવો અને ઈચ્છા પડે ત્યારે બહાર જતા રહો એ આઝાદી?...કે પછી દેશ ના સીમાડા ભૂલી  વીઝા કે પાસ પોટૅ ની જરૂર કે મંજંરી વગર ગમે તે દેશમાં આવન- જાવન થઇ શકે તે આઝાદી!!....આ બધી વાતમાં , સાચી આઝાદી તો આને જ કહેવાય ને અને તમે  આઝાદી શબ્દ માટે હા પાડતા હો તો પછી તમારે હજુપણ મનોમંથન કરવુ જ રહ્યુ.

અત્યારે જે સિનારીયો દેશમાં ચાલી રહ્યો છે ,એ જ જો આઝાદીનુ પરીણામ હોય તો, ધિક્કાર છે આ આઝાદી પર.આ આઝાદમાં જન્મ લીધો એનો મતલબ એ નથી કે આ દેશ ના નાગરિકને ગમે તે કરવાની છૂટ  મળી જાય છે.અને આ આઝાદ ભારતમાં પૂરૂષપ્રધાન સમાજમાં સ્ત્રીઓ ને તો જાણે પોતાની આઝાદી ની શોધ આજે પણ શોધ્યે ય મળતી નથી.

મારી આ વાત વાચનારા મારા વાચકોને એક નમ્ર વિનંતી કરીશ કે તમે માત્ર છેલ્લા પાંચ વર્ષ માં જ કેટલા રેપ કેસ ભારતમાં બન્યા હશે, એનો આંકડો શોધવાની કોશીશ કરે.અને જો તમે આ બાબત પર વધારે સંવેદનશીલ હોવ તો, આપણે જે રાજ્યમાં વસીએ છીએ એટલે કે ગુજરાતમાં જ રેપ કે બળાત્કાર ના કેટલા કેસ બન્યા?? એ તો હું પૂછતી જ નથી, કેટલા સામે આવ્યા હશે એ આંકડો શોધવાનો પ્રયત્ન કરજો. કારણ કે હું એક મજબૂત  દાવા  સાથે કહુ છુ કે તમને જે આંકડો જાણવા મળશે, એ જોઈ તમારી આંખોની દશા જોઈ લેવી અને તો ય જો અંદરથી કઈ સળવળાટ મહેસૂસ ન થાય તો આ બળાત્કાર નો ભોગ બનનાર ની ઉંમર જાણવાની કોશિશ કરવી, અને એ અત્યારે કઈ સ્થિતિમાં છે એ જાણવાનો પ્રયત્ન કરવો.હું 100% ખાતરી સાથે કહુ છુ કે તમારો અંદરનો આત્મા દ્રવી ઊઠશે.એ નાની નાની બાળકીઓ , દિકરીઓ જ્યારે આ યાતનાનો ભોગ બનતી હશે ત્યારે ચીસ પણ ન નીકળી શકે એ માટે અંતે એનો જીવ લઈ  લેવામાં આવે છે.આવા કિસ્સાઓ ન્યુઝમાં વારંવાર આવતા જ હોઈ છે. 

       તો હું અહીં આ મારા લખાણ ના માધ્યમ થી જે આ વાંચે છે એને એટલુ જ પૂછીશ કે, એક આઝાદ ભારત ના એક જાગૃત નાગરિક તરીકે તમે આ વારંવાર બનતી ઘટના પર તમે તમારા તરફથી શુ એક્શન લીધુ અથવાતો તમે ક્યા જઈ આવી ઘટનાઓ સામે અવાજ ઉઠાવ્યો??એક વાત દરેકે ધ્યાન માં રાખવી કે આપણે બધા જ સમાજ વ્યવસ્થામાં જીવતા લોકો છીએ, આજે આ બળાત્કાર ની વધતી જતી ધટનાઓ પર  મૌન જ રહેશો તો આ ઘટનાનો સિલસિલો આમ જ ચાલુ રહેશે તો ..એક દિવસ એવો આવશે કે તમે તમારા ઘરની બહેન, દિકરી, માં ને બહાર જાવાથી પણ ડરશો,અને એ ડર તમને નિરાંતે જીવન જીવવા નહી દે.

  અને આ સમાજ ની હેવાનિયત નો તમે માત્ર એક પાસુ જ જોયુ છે. અતિશય દુઃખ તો ત્યારે થાય કે આ જે નાની નાની બાળકીઓ, દિકરીઓ, યુવતિઓ, સ્ત્રીઓ બળાત્કાર નો ભોગ બને છે અને તેની લાશ ને ઝાડીઓ માં ફેકી દેવી, બાળી નાખવી,કરપીણ હત્યાઓ થાય છે ,એ હત્યારો સમાજમાં આઝાદ ફરતા હોયછે.અને આવા વાસનાખોરો ભુખ્યા વરૂ કરતા પણ વધારે ખતરનાક હોય છે.આ ખુલ્લેઆમ ફરતા હત્યારાઓ, વાસનાંઘો મોટાભાગે પોલીસતંત્ર કે ન્યાયતંત્ર માંથી છૂટકારો મેળવવામાં સફળ જ રહે છે.આવા અત્યંત ગંભીર ધટનાનો ભોગ બનનાર ને મોટાભાગે ન્યાય મેળવવામાં નિરાશા જ હાથ લાગે છે.

        આઝાદ ભારતની આવી ખરડાયેલ છબીથી મને નફરત છે.એક સ્ત્રી તરીકે હું કહુ છુ કે જો આઝાદીના 78 વર્ષ પછી પણ હું બહાર એકલી કોઈ નૈતિક ડર વગર નથી નિકળી શકતી તો....આઝાદી કોને મળી????છે!!