Chalte Chalte Yunhi Koi Mill gaya - 1 in Gujarati Classic Stories by raval uma shbad syahi books and stories PDF | ચલતે ચલતે યુંહી કોઈ મિલ ગયા - ભાગ 1

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

ચલતે ચલતે યુંહી કોઈ મિલ ગયા - ભાગ 1

ભાગ -૧

        " પહેલાં વરસાદ નો છાંટો પડે ને
          મારાં ભીતર નાં પાદર માં પૂર,
         ધીંગી ધરા ની પછી છાતી ચીરીને
         લીલાંછમ ફૂટે અંકુર."
   
        રીમઝીમ વરસતો વરસાદ સહુંને કેટલો વ્હાલો લાગે નહીં??
ધરતીને મળીને વરસાદ જેટલો ખુશ થતો હશે, એટલો જ ખુશ પેલો મોરલો મેઘધનુષ્યનાં રંગો જોઈને થતો હશે. નાનાં- નાનાં બાળકો વરસાદમાં છબછબિયાં કરવાં કૂદી રહ્યાં હશે,આવનાર વર્ષનાં એંધાણ લઈ ખેડૂત હરખાતો હશે,અને પ્રેમીજનોની તો પછી વાત જ શી કરવી? તેઓ તો બસ પ્રિયતમાની સાથે ભીંજાવાનાં સપનાંઓ જોતાં હશે.
સહું કોઈ વરસાદનાં આગમન થી ઝૂમી ઉઠતાં હશે ખરું??

પણ.......
પેલી કહેવત છે ને
                       अति सर्वत्र वर्जयेत। "અતિનો બધે ત્યાગ કરવો".   કારણ વરસાદ જ્યાં સુધી માઝામાં રહે, જરૂર જેટલો જ વરસે તો જ અમૃત જેવો લાગે.પરંતુ જો હદ કરતાં વધું વરસવા લાગે અને અટકવાનું નામ જ નાં લે તો અન્નદાતા સમો એ વરસાદ કાળો કેર વર્તાવીને આપણો સર્વનાશ જ કરી દે!
        
                    આમ તો વૃષ્ટિ અટલે સૃષ્ટી ની ધાત્રી, જીવનદાત્રી અને સંજીવની!
પરંતુ એ જ્યારે પ્રલંયંકર ભવાનીનું રૌદ્ર સ્વરૂપ લઈલે ત્યારે માનવીને છઠ્ઠી નું ધાવણ યાદ કરાવી દે.

આવી જ એક ઘટના..........

ઈસ. વી. સન.૧૯૭૯ ૧૧ઑગસ્ટ માં ઘટી હતી.

મોરબી આખું ઊંઘમાં હતું.ત્યારે અમેરીકાથી આવેલ ફૉન દ્વારા દિલ્હી જાણ કરાઈ કે ગુજરાત નો મચ્છુ ડેમ તૂટ્યો છે. પણ  સંદેશા વ્યવહાર ખોરવાયો હોવાથી મોરબીને સાવધાન થવાનાં સમાચાર આપતાં પહેલાં  પાણી ની વધતી જતી આવક સાચવીન સકતાં આખરે ડેમ તૂટ્યો અને બપોરે ૩:૩૦ વાગ્યે મયુર નગરી તરીકે ઓળખાતા મોરબીમાં ડેમનાં પાણી ફરી વળ્યાં. અને બે કલાકનાં  ગાળામાં તો આખું મોરબી તહેસ- નહેસ થઈ ગયું.





ઉપર્યુક્ત ફોટા એ વાતની ગવાહી પૂરે છે કે એ સમયે કેટલી જાનહાનિ થઈ હશે. કેટલાં ઘર પરિવાર તબાહ થઈ ગયાં હશે.કેટલાં અબોલ પશુપંખી મોતને ભેટ્યાં હશે.જેને યાદ કરતાં આજપણ લોકોનાં રુંવાડા ઉભા થઈ જાય છે.
   બરાબર એ જ સમયગાળા માં......

ચુંવાળ પંથકમાં આવેલ સરસપુર નામનું એક ગામ મેઘરાજાનો પ્રકોપ સહન કરી રહ્યું છે.   
   
રાત્રીનો લગભગ ૩ વાગ્યાંનો સમય છે.
અને મેઘરાજા જાણે કોપાયમાન થયાં છે. આકાશમાં કાળા કાળા ડીબાંગ જેવાં વાદળોની સેનાં ખડકાયે જાય છે. વાદળો નાં અથડાવાથી ભયંકર કડાકા થાય છે, વીજળીનાં ચમકારાંતો એવાં થાય છે કે જાણે હમણાં જ બધું બાળી ને ભષ્મ કરી નાંખશે!

          સતત પાંચ દિવસથી મૂશળધાર વરસાદ     વરસ્યા જ કરે છે,વરસ્યાં જ કરે છે. બારે મેઘ ખાંગા થઈ ને ધરતી પર તૂટી પડ્યાં છે! અધૂરાંમાં પૂરું બાકી રહ્યું હોય એમ પવન પણ સૂસવાટા મારતો એટલો જોરજોરથી વાઈ રહ્યો છે કે તોતિંગ વૃક્ષો પણ ધરાશાઈ થયાં છે, તાર ,ટેલિફોન ને વીજળી નાં થાંભલા પણ ઉખડી ગયા છે, અને કંઈ કેટલાંય ઘરોનાં છાપરાં પણ ઉડી ગયા છે.

      કુદરત આગળ માનવી લાચાર બન્યો છે. પશુ- પંખી,ઢોર - ઢાંખર બધાંનાં જીવ તાળવે ચોંટયા છે,તો કેટલાંય અબોલ જીવ મૃત્યું ને શરણે થયાં છે.

સર્વત્ર અંધકાર છવાયો છે.ત્રણ દિવસ થી સૂર્ય નાં દર્શન નથી થયાં કે નાં ચંદ્ર અને તારા દેખાયા છે.
વાતાવરણ ભયાનક બન્યું છે. ચોતરફ પાણી ભરાયાં છે.રસ્તા,સડકો ખેતરોમાં પાણી ભરાયાં છે.આટલું બધું પાણી ક્યાં જશે??
કોણ સમાવશે??

નદી- નાળાં, કૂવા, તળાવ,સરોવર,વાવ બધાં જ જળાશયો ટચોટચ ભરાઈ ગયાં છે. ને એવામાં ગામના પાદરે આવેલ તળાવનાં કિનારા ઉભરાયા. ગામના બે વિભાગ હતાં.એક ગામ વિસ્તાર અને પરા વિસ્તાર. પરા વિસ્તાર નો રસ્તો બિલકુલ તળાવ નાં સામે જ આવેલો એટલે જેવું તળાવ છલોછલ થઈ ઉભરાયું કે  પરા વિસ્તાર આખાંમાં પાણી ભરાયાં.ખાસ કરીને નીચાંણવાળા લોકોનાં ઘરો માં પાણી ભરાયાં. કોઈ કોઈ નાં ઘરે તો છેક ગળા સુધી પાણી ભરાઈ ગયાં.લોકોનાં ઘરોનો સામાન પાણી માં તરવા લાગ્યો. મૂંગા પશુઓ પણ જીવ બચાવવા રાડો નાંખવા લાગ્યાં.
જીવ બચાવવા લોકો ફાંફાં મારવાં લાગ્યાં. 
નીચલા વિસ્તાર વાળા લોકો ગામમાં પાકા મકાન ધરાવતાં લોકોને ત્યાં શરણું લેવાં મજબૂર બન્યાં.તો કોઈ વળી ભગવાન પર ભરોસો રાખી બધું ઠીક થવાની રાહ જોઈ બેઠાં.


    ક્યાં જવું? શું કરવું?કોઈ ને કશીજ ગતાગમ 
નથી પડી રહી.પેલી કહેવત છે ને "જાન બચી તો લાખો પાયે." એમ વીચારી માનવી પોતાની જીંદગી બચાવવાની કોશિશ કરી રહ્યો છે.
આંખોમાં આંસુ, નતમસ્તક અને બે હાથ જોડી ઈશ્વરને ખમૈયા કરવાં કરગરી રહ્યો છે.
        
કોઈનાં ઘરે ચૂલો પણ સળગ્યો નથી. નાંનાં- નાંનાં બાળકો ભૂખ થી ટળવળી રહ્યા છે.એમની માતાઓ જૂઠા દિલાંસા આપી એમને સુવડવવાની કોશિશ કરી રહી છે.

નાનાં -મોટાં, ઘરડા -બુઢ્ઢા ને જુવાન  બધાં  જીવ હાથમાં લઈ બેઠા છે. સહુંનાં મુખે બસ એકજ પ્રાર્થના છે કે ભગવાન એમને આ મુસીબત માંથી ઉગારી લે.

એવાંમાં ગામનાં ઝાંપે આવેલ માધવભાઈ નાં ઘર માં "પડતાં પર પાછું પાટું પડે "એવી પરિસ્થિતિ ઊભી થઈ છે.

વાત જાણે એમ છે કે માધવ ભાઈનાં ધર્મપત્ની રતનબેનને પ્રસુતિ ની પીડા ઉપડી છે. અને આવાં કપરા સમયમાં દવાખાને પણ જવાય એમ નથી. શું કરવું શું ના કરવું એ દુવિધા માં માધવ ભાઈ આમથી તેમ આંટા ફેરા મારી રહ્યાં છે.ઓરડામાં ફાનસનું આછું આછું અજવાળું થઈ  રહ્યું છે. માધવ ભાઈની મોટી દીકરી સ્નેહા એનાં બે ભાઈ હાર્દીક અને હર્ષ ને લઈ મેળા ઉપર નાં ઓરડા માં લપાઈને બેસી રહી છે.
               
     એવામાં અંદરનાં ઓરડામાં થી એક તીખી લ્હાય જેવી ચીસ સંભળાય છે.


"ઓ માડી રે...... મરી ગઈ...."

માધવભાઈ સાંભળીને સફાળા અંદરનાં ઓરડામાં દોડી જાય છે અને પૂછે છે:
"હું થ્યું રતન"?

રતન નાં સાસુ અને માધવભાઈ નાં માતા પાર્વતી બા એ દીકરા માધવ ને કહ્યું :
"અરે...માધવ.. ભઈ તું ગમે  ઈ કર. હવે ઝાઝો વખત નહીં ખમે આ બાઈ.. તું જા ને ગમે ઈ કરીને પેલી જીવીને આયાં લઈ આય".

માધવ : "એ હા બા...હું અબીહાલ જ જઉં સુ.. તું ચિંતા નઈ કરતી હો રતન"...કહી નીકળે છે.

માધવભાઈ હાથમાં છત્રી ને ટોર્ચ લઈને હરણ ફાળ ભરતા ઘર બહાર નીકળે  છે.

માધવ ભાઈ નું ઘર ગામ વિસ્તાર માં આવેલું વળી ઊંચા ઓટલા પર હોવાથી ઘર માં તો નહીં પણ બહાર તો ઘણાં પાણી ભરાયાં છે.તોય હિમ્મત કરીને માધવ ભાઈ જીવી (પ્રસુતિ કરાવનાર મહિલા) દાયણને લેવાં નીકળી પડે છે.

પાણીમાંથી જેમ તેમ રસ્તો કાપતાં કાપતાં માધવભાઈ છેવટે ગામનાં પરા વિસ્તારમાં આવેલા  છેવાડે  જીવીનાં ઘરે પહોંચે છે.

માધવભાઈ : "જીવી બુન... ઓ...જીવી બુન..
                 (સાંકળ ખખડાવતાં ફરી થી)
    કઉંસુ   ઓ ..જીવી બુન..."

જીવીનો ઘરવાળો : "કુણ સે લ્યા આ અરધી રાતે..એક તો આ મુવો વરહાદ લોઈ પીજ્યોને  પાસુ વળી કુણ ટપક્યું અતાર મોં??"

માધવ ભાઈ : "અલ્યા રઘો ભઈ ઈ તો હું સુ.. માધોભઈ .
તું પેલાં આ બાયણુ તો ઉઘાડ ઝટ ."

રઘુ : (દરવાજો ખોલી) "એ આ આયો માધોભઈ  બોલો હું સે?"

માધવ ભાઈ : "જીવી બુન સે કે ઘર મોં? આપડે સ્નેહાની માં ને બઉં દુ:ખ ઉપડયું સે ભઈ ને આ વરહાદ ટાણે દવાખાને લઈ જવાય ઈમ નહીં."

>.<>.<>.<:-O>.<:-O:-O>.<>.<>.<>.<>.<
શબ્દ - સમજ

અમુક જગા એ 'હ'નું ઉચ્ચારણ' સ 'તરીકે કરવું
જેમ કે... હારુ નું ઉચ્ચારણ સારું એમ થાય. મું- હું... ચ્યા - ક્યાં.... ચમ - કેમ.... દખ- દુઃખ.... સે -છે..... રઈ- રહી... વગેરે શબ્દો.

                 🙏 ભાગ  - ૧ પૂર્ણ 🙏

#શું રઘુ એની પત્ની ને માધવભાઈ ના ઘરે મોકલશે?
#શું રતનની પ્રસુતિ હેમખેમ થઈ જશે?
#શું ગામ લોકો કુદરતી આફતમાંથી નીકળી શકશે?


આ બધું જાણવા માટે  વાંચતા રહો... ચલતે ચલતે   યુંહી કોઈ મિલ ગયા... નો ભાગ -૨. 

✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨
        સ્વસ્થ રહો,સલામત રહો  
                                                                                               લેખિકા
                   યોગી ઉમા'શબ્દ સ્યાહી' ✍️