Chalte Chalte Yunhi Koi Mill gaya in Gujarati Women Focused by raval uma shbad syahi books and stories PDF | ચલતે ચલતે યુંહી કોઈ મિલ ગયા - પ્રસ્તાવના

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

ચલતે ચલતે યુંહી કોઈ મિલ ગયા - પ્રસ્તાવના

પ્રસ્તાવના

                 ॐ गंग गणपतयै नमः।
                श्री कुलदेवी मातायै नमः।

નમસ્તે મિત્રો.સ્વાગત છે આપનું મારી નવલકથામાં.આ નવલકથા સંપૂર્ણપણે પારિવારિક ,સામાજિક અને સ્ત્રી સશકિતકરણને આધારિત છે. પ્રેમનું શુદ્ધ સ્વરૂપ છે.સાચી મિત્રતા નું ઉદાહરણ પૂરું પાડે છે. આશા છે કે આપ સહુને ખૂબ જ પસંદ આવશે.

   મિત્રો !મારી નવલકથાની નાયિકા કંઈ અલગ નથી.બસ મારા અને તમારા જેવી જ છે.આ નવલકથા વાંચતા આપને થશે કે આ મારી જ કહાની છે..હર ઘર ની કહાની છે. મારા તમારાં જેવી દરેક સ્ત્રીની કહાની છે.જ્યારે કોઈ પણ નવલકથાનાં પાત્રો... કે કહાની.... આપણને  મહેસૂસ થાય,આપણ ને અનુભવાય...ત્યારે અને ત્યારે જ આપણને એ શબ્દો વાંચવા ગમે. આપણે અજાણપણે જ એ નવલકથાની દુનીયામાં ખોવાઈ જઈએ.અને એકવાર વાંચવું શરૂ કરીએ તો અંત સુધી એની સાથે જોડાયેલા રહીએ ,એવી કોઈ સ્ટોરી વાચકને સ્વ થી મેળાપ કરાવે,ક્યાંક ને ક્યાંક વાચકને એ સ્ટોરીમાં પોતાનાં જીવનની છબી દેખાય ત્યારે વાર્તાના શબ્દો હદયમાં ઉતરી જતાં હોય છે. 

   તો પછી ચાલો ત્યારે આપને લઈ જાઉં એક એવી જ દુનિયામાં. નવલકથાની નાયિકા દેવિકા કેવાં પરિવાર... કેવાં માહોલમાં જન્મે છે.. એનો ઉછેર કેવી રીતે થાય છે... એનાં સપનાં.. એની મહત્વાકાંક્ષાઓ પૂરી થાય છે કે નહીં... એકાએક લગ્ન...અને અનેક મુશ્કેલીઓ બાદ ફરી પોતાની જાતને નવી સફર માટે તૈયાર કરવી.. સપનાઓ પૂરા કરવા માટેની એની કોશિશ અને એની આ જીવન સફરમાં ચાલતાં ચાલતાં એને કેવી રીતે મળશે કોઈ નો સાથ ...સંગાથ ..પ્રેમ .....?????

મિત્રો! જીવન તો એક પહેલી જેવું હોય છે એને સમજવી સુલઝાવવી કોઈ માટે આસાન નથી હોતી. ઉબડ ખાબડ રસ્તા જેવું જીવન એનેક ચુનોતીયો આપતું હોય છે પણ એમાં કોઈ હિંમત અને ધીરજ પૂર્વક આગળ વધે તો અંતે એને જરૂર મંજિલ મળે છે.

પણ જીવનના આ ઉતાર ચડાવ તો આવ્યાં જ કરતાં હોય છે. જીવન ડગરનો રસ્તો ક્યારેય સીધો,સરળ કે સમતલ નથી હોતો.ક્યારેક સરળ તો ક્યારેક કઠિન.ડગલે ને પગલે એમાં અણધાર્યા વળાંકો આવતાં હોય છે.પણ જીવનની આ સફરમાં જો કોઈ હમસફર મળે, કોઈનો સાથ મળે ,પ્રેમ મળે,હૂંફ મળે,માર્ગદર્શન મળે  તો એ મુશ્કેલ લાગતી સફર કંઈક અંશે આસાન બની જાય છે,સરળ બની જાય છે.અને એ પ્રેમ,હૂંફ વિશ્વાસ ને સહારે જીવન નૈયા કિનારે લાગી જાય છે.

પેલું ગીત છે ને કે....


ચલતે ચલતે યુંહી કોઈ મીલ ગયા થા
યુંહી કોઈ મિલ ગયાં થા.......સરે રાહ 
ચલતે ચલતે..... સરેરાહ ચલતે ચલતે....

મતલબ કે જીવન સફરમાં ચાલતાં ચાલતાં આમ જ કોઈનો સાથ મળે અને જીવન સફર સુંદર બને છે.
બિલકુલ આ નવલકથાની નાયિકાની જેમ જ. તો આવો શરૂ જોઈએ દેવિકાની જીવન સફર માં એને 
ક્યાં ??? ક્યારે??? કેવી રીતે????કોણ??? 
મળશે ??

ઘણાં સવાલો છે જેનો જવાબ જાણવા માટે ચાલો શરૂ કરીએ આપણે પણ એક સફર દેવિકાની સફર....

ચલતે ચલતે યુંહી કોઈ મિલ ગયાં...


આ નવલકથાનું વિષયવસ્તુ,નામ,ઘટનાઓ,પાત્રો, સ્થળ વગેરે કાલ્પનીક છે તેની સહું એ નોંધ લેવી. જો કોઈના જીવન સાથે આ કથાવસ્તુ મળતું આવે છે તો એ માત્ર સંયોગ હશે.આ કથાવસ્તુનો ક્યાંય પણ ઉપયોગ કરવો એ ગુના પાત્ર ગણાશે.કથાવસ્તુને ન્યાય આપવા માટે ગુજરાતનાં ચુંવાળ પંથકમાં બોલાતી ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.કોઈને સમજવામાં અઘરી તો નહીં પડે છતાંય આપના વાંચનમાં ખલેલ પડે તો એ માટે ક્ષમાં પ્રાર્થી છું.

આ નવલકથાનાં કૉપિરાઇટ પર ફક્ત મારો અધિકાર છે એની નોંધ લેશો.
આપ સહુનાં સાથ અને સહકારની અપેક્ષા સાથે ચાલો માણીએ સુંદર પ્રેમ અને સંઘર્ષ સાથે વણાયેલી નવલકથા.
✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨
સ્વસ્થ રહો..સલામત રહો ,અને વાંચતા રહો મારી  નવલકથા ચલતે ચલતે યુંહી કોઈ મિલ ગયાં 
અને હા આપના અમૂલ્ય પ્રતિભાવ જરૂરથી આપશો 🙏
                                             લેખિકા
                           યોગી ઉમા'શબ્દ સ્યાહી '✍️