Aatma no Prem - 10 in Gujarati Love Stories by Awantika Palewale books and stories PDF | આત્મા નો પ્રેમ️ - 10

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

આત્મા નો પ્રેમ️ - 10



નિયતિ સ્ટેજ પર ચડીને ચોક ડસ્ટર ફેકતી હતી. હેતુ તેનો હાથ પકડી સ્ટેજ ઉપરથી નીચે ઉતારીને કહે ચાલ તો હવે... નિયતિ કહે કેવી મજા આવે છે.. તું જાને હું આવું થોડીવારમાં...

હેતુ એ કહ્યું ચાલ કયું ને ચાલ હવે ઘરે જવું છે...

નિયતિ મોં બગાડતી તેની પાછળ પાછળ ચાલવા લાગી...

હેતુ જમીને બપોરે પોતાના રૂમમાં બેઠી બેઠી કવિતા લખતી હતી. ક્વોટા એપ પર ત્યાં એક મેસેજ આવ્યો hi હેતુ એ મેસેજ ઇગ્નોર કર્યો કારણ ઘણા મેસેજ આવતા હોય છે આવી રીતે....


પણ હેતુને અખિલેશ ની નજર દેખાતી હતી ને તે નજરનો ઇરાદો ........ હેતુ થોડીવાર માટે હલબલી ગઈ...


ત્યાં નિયતિ આવી. "હાય મારી જાન શું કરે છે?

હેતુ એ કહ્યું થોડી નોટ્સ બનાવતી હતી અને આ કવિતા એપ પર મુકું છું ..

નિયતિ એ કહ્યું લાવ બતાવ શું લખ્યું છે....


"આ શબ્દોની પરિભાષા મને નહીં સમજાય...
આ આંખના ઇશારામાં તું મને નહીં સમજાવ....
મૌન મારું અસ્તિત્વ છે...
સમજી શકાય તો સમજજે...."

નિયતિ બોલી અરે વાહ તારો તો જબરો ક્રેઝ છે ને.... આ કવિતા ના ફ્રેન્ડ તો જો ઘણા છે ને મેસેજ ભી....

કાશ મારા પણ કોઈ આવા ફેન હોય સો લક્કી મારી જાન !ને તે હેતુના ગાલ પર ચુંબન ચોડી દે છે.....

હેતુ એ નિયતિને અળગી કરતા કહ્યું ....છોડ ને સાંભળને નિયતિ આ આખીલેશ વર્મા કેવો માણસ છે....

નિયતિ એ કહ્યું મને શું ખબર કેવો છે! તું તો જાણે એવી વાત કરે છે કે હું ગામની ખબર રાખતી હોય......

હેતુ એ કહ્યું સોરી જવા દે એ કહે આજે ઈંગ્લીશ નું લેશન આપ્યું હતું તે થયું કે બાકી છે....


નિયતિ એ કહ્યું થઈ જશે તમે ચિંતા ન કરો પ્રોફેસર.....

હેતુ કંઈ બોલી નહીં અને પોતાની બુક લેવા વાંચવા લાગી....


નિયતિ કહે હેતુ મારા સામું જો તો આજે મારે તને એક વાત કહેવી છે....

હા બોલને હેતુ એ નિયતિની સામે જોતા કહ્યું....

નિયતિ કહે હેતુ આજે રાતે છોકરા વાળા જોવા આવવાના છે...


હેતુ કહે અરે વાહ... આ તો ખુશી ના સમાચાર તે આપ્યા.....


નિયતિ કહે હેતુ તને ખબર છે હજુ મારું ટીવાય કમ્પ્લીટ થયું નથી મારે ભણવાનું બાકી છે ત્યાં હું આ બધા ચક્કરમાં કઈ રીતે પડું. આમ પણ તું મારાથી મોટી છે એટલે પહેલા તો તારે સાસરે જવાનું હોય....

હેતુ કહે અરે સાંભળ તો ખરા! જો તારી અને મારી બંનેની વાત અલગ છે. તને ખબર છે મારા ઘરની હાલત કેવી છે! હું મારી મમ્મીને મૂકીને જઈ શકું એમ નથી. નહીં તો અત્યાર સુધીમાં મારા લગ્ન ક્યારના થઈ ગયા હોય !એ પણ તું જાણે છે.....


અને હા જ્યારે તું છોકરા જોડે વાત કર ત્યારે તેની સાથે બધી ચોખવટ કરી દે જે કે મારે હજુ ભણવાનું બાકી છે....

નિયતિ કહે અરે હેતુ હું તો તેને ના પાડવાની છું. કહીશ મારું અફેર ચાલુ છે. મને ઝઘડો કરવાની આદત છે .મારો મગજ બહુ ગરમ છે ,અને મને તારી સાથે લગ્ન કરવામાં કોઈ રસ નથી એક શ્વાસે નિયતિ બોલી ગઈ....


નિયતિને આવી રીતે બોલતા જોઈને હેતુ જોર જોરથી હસવા લાગી.... નિયતિ ખુરશી પરથી ઊભી થઈ અને હેતુ પાસે આવી હેતુની પીઠ પર બે ચાર ધબ્બા મારી દીધા....


હેતુ નિયતિ નો હાથ પકડી પોતાની બાજુમાં બેસાડીને કહે છે મારી ઝાંસીની રાણી.... શું કામ ડરે છે.. બધું સરસ થઈ જશે....