VISH RAMAT - 30 in Gujarati Fiction Stories by Mrugesh desai books and stories PDF | વિષ રમત - 30

Featured Books
  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

Categories
Share

વિષ રમત - 30

" આવતી કાલે જે થશે એ આવતી કાલે ખબર પડશે " અનંતરાય બધું જાણતા હોવા છતાં અત્યારે એક પીઢ રાજકારણી ની જેમ કઈ ચોખ્ખું બોલતા ન હતા .પણ આભ બધું સમજતી હતી એને રાજ કારણ નો કઈ ચોક્કસ અનુભવ ન હતો પણ એનું દિમાગ શાર્પ હતું ..
" સર જો તમે મુખ્ય મંત્રી નહિ રહો તો અમે મંત્રી પણ નહિ રહીયે " આભા એ સીધા વાક્ય માં કહ્યું
" જુઓ છોકરા ઓ મારો રાજ નીતિ નો અનુભવ એમ કહે છે કે આપડી પાર્ટી ની સરકાર તો આવશે પણ આપડે નહિ આવીયે ..અને મારા જીવન નો અનુભવ એમ કહે છે કે સચ્ચાઈ ના પગલે ચાલવા વાળા ની હંમેશા જીત થાય છે .. બાકી કાલે જે થશે એ આપડે જોયા કરવાનું છે .. અને પછી આપડે શું કરવું એ વિચારવા નું છે .. આ રાજ્ય ની ૮ કરોડ જનતા ને આપડે લેભાગુઓ ના ભરોસે નહિ મુકીયે એટલી ભરોસો મારા પર રાખજો ..એ લોકો ખોટા કામો માટે રાજનીતિ કરે છે આપડે સચ્ચાઈ માટે રાજનીતિ કરીશું " આટલું કહી અનંત રાય ત્યાંથી જવા લાગયા ..આભા અને વિલાસ બંને એક બીજા ને જોઈ રહ્યા

*********

રાતના ૯ વાગ્યા હતા ..છેલ્લા ૩ કલાક થી ઇન્સ્પેક્ટર રણજિત દેશ મુખ ગુડ્ડુ શાસ્ત્રી ની ડાયરી નું રહસ્ય ઉકેલવા માં વ્યસ્ત હતો .પણ હજી સુધી કોઈ ચોક્કસ સફળતા તેને મળી ન હતી આ દરમ્યાન હરિ શર્મા ગુડ્ડુ ના ઘેર થી મળેલી બધી વસ્તુઓ લઈને આવ્યો હતો ..અને એને લેબિરેટ્રી ટેસ્ટ કરવા માટે મોકલી આપ્યા હતા ..રંજીતે જોયું કે એ ડાયરી માં જુદા જુદા લોકો ના સરનામાં અને હિસાબ કોઈ કોડ વર્ડ માં લખેલો હતો બધા વ્યક્તિ ના નામ ના અંગ્રેજી સ્પેલલિંગ ઉલ્ટા લખેલા હતા જેમકે VISHAKHA ની જગ્યા એ AHKAHAIVલખેલું હતું તેની સામે ૧૦૦-૨-૧ એવું કૈક લખેલું હતું.
રણજીત ડાયરી જોઈને બે વાત સમજ્યો હતો એકતો એ આ ડાયરી માં કોડ વર્ડ માં હિસાબો લખ્યા હતા એટલે એનો મતલબ એમ થાય કેગુડ્ડૂ શાસ્ત્રી ને કોડ વર્ડ માં લખવા નો શોખ હતો અથવા એને કોડ વર્ડ માં લખવાની હોશિયારી હતી ..રંજીતે સિગારેટ સળગાવી ત્યાંજ તેની કેબીન નો દરવાજો ખુલ્યો આવનાર વ્યક્તિ સબ ઇન્સ્પેક્ટર હરિ શર્મા હતો ..હરિ શર્મા એ આવી ને સલામ કરી ..
" સર અતુલ કુલકર્ણી આવ્યો છે ..અને મેં જ એમને બોલાવ્યા હતા એ ગુડ્ડુ શાસ્ત્રી નો મકાન માલિક છે " હરિ શર્મા એ રિપોર્ટ આપ્યો.
" એમને અંદર બોપાવ " રણજિતે સિગારેટ નો ડેમ લેતા કહ્યું ..હરિ શર્મા સેલ્યુટ મારી ને જતો રહ્યો ..રંજીતે ગુડ્ડુ ની ડાયરી ખાના માં મૂકી ..થોડીવાર માંજ હરિ શર્મા અતુલ કુલકર્ણી ને લઈને અંદર આવ્યો ..તેલ નાખેલું ચપ્પટ માથું ને કાલી ફ્રેમ ના ચશ્મા માં એ નખશીખ મરાઠી લાગતો હતો.
" નમસ્કાર સાહેબ " અતુલે બે હાથ જોડી ને કહ્યું
" આવો કુલકર્ણી સાહેબ બેસો "
રણજિત આટલું બોલ્યો ત્યાં જ કુલકર્ણી ખુરશી ખસેડી ને બેદી ગયો ..હરિ શર્મા ત્યાં pachhal જ ઉભો રહ્યો
" મી . કુલકર્ણી ગુડ્ડુ તમારા ફ્લેટ માં લગભગ કેટલા સમય થી રહેતો હતો ? " રંજીતે પૂછ્યું ..
" સાહેબ ગુડ્ડુ ૩ વરસ થી રહેતો હતો ..બહુ ભલો છોકરી હતો ..મારા બાળકીને ક્યારેક ભણવા માં પણ મદદ કરતો .. ક્યારેક એમના માટે ગિફ્ટ લાવતો અને સાહેબ ક્યારેક એમને ફરવા પણ લઇ જતો અને ભાડું ટાઇમસર આપી દેતો ..સમજો ને અમારે ફેમિલી રિકેશન હતા " કુલકર્ણી એ ગુડ્ડુ નો રિપોર્ટ આપ્યો
" કુલકર્ણી સાહેબ તમે ગુડ્ડુ ની બીજી કોઈ માહિતી આપી શકશો ? " રંજીતે પૂછ્યું. જવાબ માં કુલકર્ણી કઈ જ ના બોલ્યો .અથવા સુ બોલવું એ સમજી ના શક્યો ..
" એટલે એમ કે એ કેટલા વાગે ઘરે આવતો ..કેટલા વાગે જતો એના ઘેર કોણ કોણ આવતું વગેરે વગેરે " રણજિતે સીધો સવાલ પૂછ્યો
" એમાં એવું છે ને સાહેબ ગુડ્ડુ પ્રેસ રિપોર્ટર હતો એટલે એનું ગેર આવવા જવાનો ટાઈમ નક્કી ન હતો ..ક્યારેક રાત્રે ૩ વાગે પણ આવે ક્યારેક બે ત્રણ દિવસ સુધી ના આવે ક્યારેક બે દિવસ સુધી ઘરની બહાર પણ ના નીકળે ..પણ સાહેબ ખાવા નો ભારે શોખીન ..એ ઘેર હોય ત્યારે Jo જમવાનું મંગાવે ત્યારે એ અમારા ઘર માટે પણ મંગાવે ..અને ફોરેન જાય કે બારગામ જાય તો અમારા માટે ઘણી બધી વસ્તુઓ પણ લાવે ..". કુલકર્ણી એ ઉત્સાહ પૂર્વક ગુડ્ડુ ના વખાણ કર્યા
" સરસ એટલે ગુડ્ડુ તમારો ભાડવાત હતો તોપણ તમારે સારા રિકેશન હતા ".
" જી સર એના મૃત્યુ ના સમાચાર મળ્યા ત્યારે અમારા આખા ઘરમાં શોક ની લાગણી થઇ ગઈ ".
" હવે મહત્વ નો સવાલ ..તમે એ કહી શકશો કે ગુડ્ડુ ને ગેર મળવા કોણ કોણ આવતું ? ".
" હા સાહેબ ગુડ્ડુ ના ઘેર ગામડેથી કોઈક વખત તેના મમ્મી પપ્પા રહેવા આવતા ...એ પણ બહુ ભલા ગંદા ના માણસ ..એટલે એમને અહીં શહેરમાં રહેવાનું ફાવતી નહિ ..એટલે થોડો ટાઈમ રહીને પાછા જતા રહેતા ..બાકી ગુડ્ડુ નું બધું કામ બહારનું જ હતું એટલે એને કોઈ ખાસ મળવા નહતું આવતું " કુલકર્ણી એ કહ્યું
" એવું બનીશકે કે તમારી જાણ બહાર ક્યારેક કોઈ એને મળવા આવતું હોય ? " રંજીતે પૂછ્યું.
" ના સાહેબ હું પણ ગુડ્ડુ ને પૂછતો કે તમે આટલા ટાઈમ થી અહીં રહો છો તો તમારા ફ્રેન્ડ કે કોઈ અહીં આવતા નથી ? તો એને મને જવાબ આપેલો કે હું ધંધા નું બધું કામ ભાર જ પતાવી દઉં છું ..એટલે ગેર આવીયે એટલે કોઈ પળોજણ નહિ રાખવા ની ધંધા ની કોઈ પણ વ્યક્તિ ને ગેર નહિ બોલવા ની ..અને સાચું કહું સાહેબ મારે પણ એવા જ ભાડવાત ની જરૂર હતી ..કે કોઈ માથાકૂટ ના હોય ".
રણજિત ને લાગ્યું કે હવે કોઈ વધારે સવાલ પૂછવા નથી ..
" હરિ...કુલકર્ણી સાહેબ ને એમના ઘર ની ચાવી આપી દો ".
" યસ સર ". હરિ શર્મા એ કહ્યું ..કુલકર્ણી એ આભાર વશ હાથ જોડ્યા
" સર ચાવી આપવા બદલ આભાર " એમાં શું છે કે ઘર ઘણા સમય થી ખાલી પડ્યું છે ને એટલે ભાડું જાય છે જલ્દી થી પાછું ભાડે ચડાવું પડશે ".
" તમે તમારી ચાવી લઇ જાવ મી. કુલકર્ણી ..પણ તમારી જરૂર હશે ત્યારે તમને બોલાવિધ ". રણજિતે કહ્યું
" ચોક્કસ સાહેબ પેલા સાહેબ પાસે મારો મોબાઈલ નંબર છે જ " આટલું બોલી કુલકર્ણી બહાર નીકળ્યો
રણજિત કૈક વિચારી બેસી રહ્યો

કુલકર્ણી બહાર આવ્યો ત્યારે હરિ શર્મા એ એને ચાવી આપી ..કુલકર્ણી ચાવી લઈને પાર્કિંગ માં આવ્યો અને એને સ્કૂટર ચાલુ કર્યું ..ત્યારે ત્યાં હતા એમાંથી કોઈને ય ક્યાં ખબર હતી કે કુલકર્ણી પોતાની વાત માં જ ગુડ્ડુ શાસ્ત્રી મર્ડર કેસ માં આગળ વધવાની કડી આપતો ગયો છે .. !!!