Agnisanskar - 100 - Last Part in Gujarati Thriller by Nilesh Rajput books and stories PDF | અગ્નિસંસ્કાર - 100 (અંતિમ ભાગ )

Featured Books
  • आई कैन सी यू - 41

    अब तक हम ने पढ़ा की शादी शुदा जोड़े लूसी के मायके आए थे जहां...

  • मंजिले - भाग 4

                       मंजिले ----   ( देश की सेवा ) मंजिले कहान...

  • पाठशाला

    पाठशाला    अंग्रेजों का जमाना था। अशिक्षा, गरीबी और मूढ़ता का...

  • ज्वार या भाटा - भाग 1

    "ज्वार या भाटा" भूमिकाकहानी ज्वार या भाटा हमारे उन वयोवृद्ध...

  • एक अनकही दास्तान

    कॉलेज का पहला दिन था। मैं हमेशा की तरह सबसे आगे की बेंच पर ज...

Categories
Share

અગ્નિસંસ્કાર - 100 (અંતિમ ભાગ )



વહેલી સવારે ફરી વિજયે વિવાન સાથે બોમ્બ બ્લાસ્ટના વિષય પર વાતચીત કરી પરંતુ વિવાને એક પણ સવાલના જવાબ ન આપ્યા. આ રીતે સવારથી લઈને રાત થઈ ગઈ અને અંતમાં કમિશનર સાહેબ ત્યાં હાજર થયા.

" યે વિવાનને અપના મુંહ ખોલા કી નહિ?" કમિશનરે કહ્યું.

" નહિ સર....વો ઐસે આસાની સે બતાને વાલો સે મેં નહિ લગતા...."

" ઐસા હૈ ક્યાં? ચલ મેં મિલકર બાત કરતા હું..."

વિવાનને જેલમાંથી નીકાળીને બહાર લાવવામાં આવ્યો. આસપાસ પોલીસ કર્મીઓ અને વચ્ચમાં એ વિવાન બેઠો હતો. એની સામેના ચેર પર કમિશનર સાહેબ બેઠા હતા.

" દેખ સાફ સાફ બતા દે, તેરે યે પ્લાન મેં ઓર કોન કોન લોગ સામેલ થે? ઓર તુમને યે બોમ્બ પાકિસ્તાન સે ઇમ્પોર્ટ કિયા હૈ ના?"

" અગર આપકો સબકુછ માલૂમ હિ હૈ તો ફિર મુજસે યે સવાલ ક્યું કર રહે હૈં....? મેં તો કહેતા હું આપકા ટાઇમ ઇસ વક્ત બરબાદ હો રહા હૈ.....બહાર કુછ બડા ધમાકા ન હો જાયે જરા ખ્યાલ રખના અપને દેશવાસીઓ કા...."

વિજયના મનમાં જાણે એક ચિનગારી જાગી અને એણે તુરંત વિવાનને પૂછ્યું. " એક બાત બતા...તું ડીલવર બોય બનકે નવીન કે બિલ્ડીંગ મેં ક્યાં કરને ગયા થા?"

વિવાન થોડોક હસ્યો અને કહ્યું. " ક્યાં ઓફીસર સાહેબ...યે સવાલ તો આપકો મુજે બહોત પહેલે પૂછ લેના ચાહીયે થા.. અબ તો આપને બહોત દેર કર દી..."

" અબ યે મત કહના કી એક બોમ્બ તુમને ઉસ બિલ્ડીંગ મેં ભી છૂપાયા હૈ..." વિજયે તુરંત અંદાજો લગાડતા કહ્યું.

" સહી કહા...."

ત્યાં જ વિજય નવીન સાથે કોન્ટેક્ટ કરવા લાગ્યો પરંતુ વિવાન ત્યાં જ બોલ્યો. " અબ કુછ ફાયદા નહિ હૈ સાહેબ...ક્યોંકિ બોમ્બ અબ બસ પાંચ સેકન્ડ મેં ફૂટને વાલા હૈ પાંચ ચાર તીન દો એક....બૂમ!!!!"

વિવાને જે બોમ્બ નવીનના ઘરના વોશરૂમમાં રાખ્યો હતો. એ બોમ્બનો ટાઈમર ચોવીસ કલાક બાદનો રાખવામાં આવ્યો હતો. અને ચોવીસ કલાક થતાં જ એ બોમ્બ બ્લાસ્ટ થઈ ગયો!

થોડીક જ મિનિટોમાં વિજય સરને સમાચાર મળ્યા કે નવીનના બિલ્ડિંગમાં બોમ્બ બ્લાસ્ટ થઈ ગયો છે...અને આખા બિલ્ડિંગમાં આગ પણ લાગી ગઈ છે.

વિવાન જોરજોરથી પાગલોની જેમ હસવા લાગ્યો અને કહ્યું. " ઇન્ડિયા કે પોલીસ કી યહીં તો એક રીત હૈ... હાદશા હોને કે બાદ હિ વહા પોલીસ પહોંચતી હૈ...ઓર તબ તક સબ ખાખ હો ચુકા હોતા હૈ.... વેરી ડીસઅપોઇન્ટિંગ...."

વિજય એ પોતાનો ગુસ્સો કાબૂમાં રાખ્યો હતો. તેણે કમિશનર સાહેબને કહ્યું. " સર... ઇસ પર અબ થર્ડ ડિગ્રી ટોર્ચર કરના હિ પડેગા...તબ જાકે યે સબ સચ સચ ઉગ્લેગા.."

" મેં તુમ્હે સારી પરમિશન દેતા હું...બસ યે શેતાન કે દિમાગ કી સારી ઇન્ફર્મેશન બહાર નીકાલો..."

વિવાનને અંદાજો આવી ગયો હતો કે પોલીસ ઓફિસરો હવે એના પર થર્ડ ડિગ્રી ટોર્ચર કરવાનો વિચાર કરી રહ્યા હશે અને એનાથી બચવા માટે વિવાને બાજુમાં ઉભેલા એક પોલીસ અધિકારી પાસેથી ગન છીનવીને પોતાના માથા પર રાખી દીધી.

" વિવાન પાગલ મત બનો...." વિજયે કહ્યું.

" તુમ્હારે ટોર્ચર સહને સે અચ્છા હૈ મેં અપની જાન ખુદ લેલું..." ત્યાં જ વિવાને ગન ચલાવીને મોતનો સ્વીકાર કરી લીધો.

વિવાન તો ત્યાં જ ઢળી પડ્યો. પરંતુ ત્યાં અશ્વિન પાસે એ પાકિસ્તાની એજન્ટ વિશેની માહિતી હાથ લાગી ગઈ હતી.
એ ઇન્ફોર્મેશન મારફતે પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી દીધી.

અહીંયા પ્રિશાના ઘરે સૌ આરામ કરી રહ્યા હતા.

" પ્રિશા તે ખરેખર નવીન સાથે બદલો લેવાનું ટાળી વાળ્યું છે??" અંશે કહ્યું.

" હા અંશ...હવે હું તો ન ખુદને જોખમમાં નાખવા માંગતી કે ન તમને કોઈ ખતરામાં જોવા ઈચ્છતી...જે ઈશ્વરે નક્કી કર્યું છે એ મને સ્વીકાર્ય છે..."

ત્યાં જ આ વાતચીત દરમિયાન પ્રિશાના ફોનમાં કોલ આવ્યો.
પ્રિશા એ ફોનમાં બે ઘડી વાતચીત કરી અને ફોન કટ કરીને ખુશીથી ઉછળીને નાચવા લાગી.

" અરે તને અચાનક શું થયું??" અંશે પૂછ્યું.

" ભગવાને મારી વાત સાંભળી લીધી... વિવાને જે બોમ્બ નવીનના ઘરે રાખ્યો હતો એ બ્લાસ્ટ થઈ ગયો અને મારા પિતાનો કાતિલ નવીન એ બોમ્બમાં જ માર્યો ગયો!..."

" શું વાત કરે છે? પ્રિશા!!" કેશવે કહ્યું.

" હા અને ખાલી નવીન જ નહિ...પરંતુ એની સાથે એ બિલ્ડિંગમાં લીલાવતી અને આરવ પણ સામેલ હતા એ પણ આ બોમ્બ બ્લાસ્ટમાં માર્યા ગયા છે...!"

" જે કામ આપણાથી ન થયું... એ વિવાને કરી નાખ્યું...."

આખરે પ્રિશાનો બદલો પણ પૂરો થયો અને હવે એના પિતાની આત્માને સાચા અર્થમાં શાંતિ મળી ગઈ.

નવીન, આરવ અને લીલાવતીના મોત બાદ અગ્રવાલ સ્ટીલ કંપનીની માલકીન વારસદાર તરીકે પ્રિશાને સોંપવામાં આવી અને હવે પ્રિશા આ સો કરોડની કંપનીની માલકીન બની ગઈ.

પ્રિશા એ આ કંપનીનો પચાસ ટકા હિસ્સો અંશના નામે કર્યો અને બન્ને મળીને આ કંપનીને ચલાવવા લાગ્યા. આ રીતે અંશનું જીવન પણ સોનાની જેમ ચમકી ગયું.

દસ દિવસ બાદ વિજય અને આરોહીના લગ્નમાં સૌ હાજર થયા. અંશ પ્રિશા સાથે, કેશવ નાયરા સાથે અને આ બન્નેની જોડીથી થોડે દૂર આર્યન રીનાને ઇમપ્રેસ કરવામાં લાગ્યો હતો.

અંશે પોતાનો હાથ પ્રિશાના હાથ પર રાખતા કહ્યું. " પ્રિશા...તને નહિ લાગતું હવે આપણે પણ લગ્ન કરી લેવા જોઈએ..?"

" હમમ...મને પણ એવું જ લાગે છે કે ક્યાં સુધી આવી રીતે બીજાના લગ્નને જોતા રહીશું.."

" મતલબ તારી હા છે?!!!" અંશ એકદમ પ્રિશા તરફ જ ફરી ગયો.

" મેં એવું ક્યાં કહ્યું?"

" તો તારો કહેવાનો અર્થ શું હતો?"

પ્રિશા ત્યાંથી ઊભી થઈ અને કઈ પણ કહ્યા વિના ચાલી ગઈ.

અંશ ત્યાં જ બેઠો પ્રિશાની વાતને સમજવાનો પ્રયાસ કરવા લાગ્યો.

અહીંયા કેશવે નાયરાના ખભા પર હાથ ટેકવીને પૂછ્યું. " ચલને નાયરા આપણે પણ આ મંડપમાં ચાર ફેરા ફરી જ લઈએ..."

" અરે પાગલ ફેરા ચાર નહિ સાત હોય..."

" સાત આઠ દસ તું બોલ એટલા ફેરા ફરી લઈશું... બસ તું એક વખત લગ્ન માટે હા પાડી દે...પ્લીઝ..."

" અરે મને વિચાર કરવાનો સમય આપ હું વિચારું જોવ થોડાક તારા ટેસ્ટ લવ..પછી હું નક્કી કરીશ કે તારી સાથે લગ્ન કરવા કે નહિ ઓકે..." નાયરા પણ ત્યાંથી ચાલતી બની.

" અરે પણ નાયરા હજુ ક્યાં ટેસ્ટ બાકી છે? કઈક તો બોલ હું એ ટેસ્ટની તૈયારી તો કરું..ઓય હેલો... નાયરા!!" કેશવ પણ ત્યાં બેઠો નાયરાના ટેસ્ટની વાતોને સમજવાનો પ્રયાસ કરવા લાગ્યો.

ત્યાં થોડીવારમાં અંશ અને કેશવ વિચાર કરતા કરતાં એકબીજા પાસે આવીને ઉભા રહી ગયા.

" યાર છોકરીને સમજવું અઘરું જ નહિ અશક્ય છે..." અંશે કહ્યું.

" રાઈટ અંશ....મને લાગે છે આ ગર્લ નામનો કેસ આપણે કોઈ દિવસ સોલ્વ નહિ કરી શકીએ..."

ત્યાં જ અંશની નજર આર્યન અને રીના પર ગઈ. જે એકબીજા સાથે એકદમ ચીપકીને બેઠા હતા.

" કેશવ ત્યાં જો...."

કેશવે પણ એ તરફ નજર કરી અને કહ્યું. " યાર આણે તો બે દિવસમાં જ કેસ સોલ્વ કરી નાખ્યો...! જો તો કેવો ચીપકીને બેઠો છે!"

" લાગે છે આપણે હવે એની પાસેથી જ ટ્રેનીંગ લેવી પડશે..."

અંશ અને કેશવ દોડતા દોડતા આર્યન પાસે જવા લાગ્યા. દૂરથી આ જુડવા ભાઈઓની હાલત જોઈને પ્રિશા અને નાયરા પેટ પકડીને હસવા લાગી.

" આ બન્ને ભાઈઓ ક્યારેય નહી સુધરે!!!" બન્ને એ એકસાથે કહ્યું.

અંતમાં પ્રિશા એ અંશ સાથે અને કેશવે નાયરા સાથે લગ્ન કર્યા. પ્રિશા અને અંશના સહયોગથી અગ્રવાલ સ્ટીલ કંપની એ નવી ઊંચાઈ હાંસિલ કરી લીધી. જ્યારે આર્યન ફરી પોલીસ ઓફીસરમાં જોડાઈને દેશની સેવા કરવા લાગ્યો.

અહીંયા મારી અગ્નિસંસ્કાર નામની લાંબી ધારાવાહિક પૂર્ણ થાય છે. મને આશા છે કે તમને આ વાર્તા જરૂર પસંદ આવી હશે. શરૂઆતથી અંત સુધી તમે સૌ એ સારા રેટિંગ અને પ્રતિભાવો તો આપ્યા જ છે અને મને આશા છે કે તમે અંતમાં પણ આવા જ સારા નરસા પ્રતિભાવો આપીને મારી મહેનતને સફળ બનાવશો. તો અચૂક પ્રતિભાવો આપશો.

આપ સૌને આટલો પ્રેમ આપવા બદલ ધન્યવાદ.

- નિલેશ ટાંક