Agnisanskar - 97 in Gujarati Thriller by Nilesh Rajput books and stories PDF | અગ્નિસંસ્કાર - 97

Featured Books
  • तुझी माझी रेशीमगाठ..... भाग 2

    रुद्र अणि श्रेयाचच लग्न झालं होत.... लग्नाला आलेल्या सर्व पा...

  • नियती - भाग 34

    भाग 34बाबाराव....."हे आईचं मंगळसूत्र आहे... तिची फार पूर्वीप...

  • एक अनोखी भेट

     नात्यात भेट होण गरजेच आहे हे मला त्या वेळी समजल.भेटुन बोलता...

  • बांडगूळ

    बांडगूळ                गडमठ पंचक्रोशी शिक्षण प्रसारण मंडळाची...

  • जर ती असती - 2

    स्वरा समारला खूप संजवण्याचं प्रयत्न करत होती, पण समर ला काही...

Categories
Share

અગ્નિસંસ્કાર - 97



વિવાન જાણે શેતાનની જેમ જોર જોરથી હસવા લાગ્યો.

" અગર બતાના હિ હોતા તો મેં પહેલે હિ ફોન પર બતા દેતા....તુમ્હારે હાથ કી માર ખાને કે લિયે વેઇટ થોડી કરતા..."

વિજયે ફરી એક જોરદાર તમાચો ઝીંકી દીધો. આ વખતે તો વિવાનના મોંમાંથી લોહી પણ નીકળવાનું શરુ થઈ ગયું હતું પરંતુ હસવાનું એમનું હજુ ચાલુ જ હતું.

" અબ તો સિર્ફ તીન મિનિટ હિ બચે હે.....હે ભગવાન અબ ઈન માસૂમ દેશવાસીઓ કી જાન તુમ્હારે હાથ મેં હૈ..પ્લીઝ બચા લેના..." વિજયે ઈશ્વરને પ્રાથના કરી.

ત્યાં જ કમિશનરનો એમને ફોન આવ્યો.

" સર...." વિજયે કહ્યું.

" વિવાન હાથ લગા?"

" જી સર...હમને ઉસકો પકડ લીયા હૈ લેકિન વો અપના મુંહ નહિ ખોલ રહા....."

" વિજય હમારી પાસ બસ તીન મિનિટ કા હિ સમય બચા હૈ જો કરના હૈ જલ્દી કરો...."

" મેં પૂરી કોશિશ કર રહા હું સર..."

ફોન કપાતા જ વિજય એક પછી એક લાત ઘુંસ મારવા લાગ્યો. " બોલ જલ્દી વો બોમ્બ તુમને કહા ચૂપાયે હે...બોલ..."

વિજયના આટલા મારવા છતાં પણ વિવાને પોતાનું મોં ન જ ખોલ્યું.

આ બાજુ અંશ અને કેશવ બોમ્બ ડિફયુઝ કરવાના મિશને નીકળી ગયા હતા. ભીડભાડ વાળી જગ્યાએથી ગાડી પસાર કરવામાં કેશવને ખુબ તકલીફ આવી. પરંતુ મનમાં બસ દેશવાસીઓની જાન બચાવવાનું જૂનુન અને મકસદ લઈને તેણે ભીડમાંથી ગાડી જેમ તેમ કરીને નિકાળી દીધી.

" જલ્દી કરો મેરે દોસ્ત.... અબ બસ દો મિનિટ હિ બચે હૈ.." આર્યન બધા સાથે એક જ સમયે ફોન પર જોડાયેલો હતો.

કેશવ ઓબેરોય મોલ પહોંચી ગયો અને ત્યાંથી એણે ઉતરીને
અંશને ગાડી સોંપી દીધી. અંશ ગાડી લઈને પોતાના એડ્રેસ પર જવા નીકળી ગયો. જે બસ એ મોલથી થોડેક જ દૂર હતું.

અહીંયા નાયરા પણ ક્રિષ્ના પાર્ટી પ્લોટમાં પહોચી ગઈ હતી. તે ત્યાંથી ઉતરી અને પોતાની ગાડી પ્રિશાને આપી દીધી. પ્રિશા પોતાની ગાડી લઈને ભારત સીનેપલેક્સ તરફ જવા નીકળી ગઈ. તે થોડાક અંતરે જ દૂર હતું.

" ક્યાં બોમ્બ મૂક્યો હશે??" કેશવ અને નાયરા પોતાના સ્થળે આસપાસ બોમ્બ શોધવા લાગ્યા. આ સમયે આર્યને એમની સાથે ફોન પર વાત કરી અને એ બોમ્બ ક્યાં હોઈ શકે એનું એક્ઝેટ લોકેશન કહ્યું.

ત્યાં આ તરફ પ્રિશા અને અંશ પણ પોતાના સ્થળે પહોંચી ગયા હતા. ગાડીમાંથી તુરંત ઉતરીને તેઓ બોમ્બ શોધવા લાગ્યા.

દરેક સ્થળે અચાનક હલચલ જોઈને આસપાસ લોકો આશ્ચર્યથી જોવા લાગ્યા. ઘણા લોકો ગુસ્સામાં અનાપ સનાપ પણ બોલી રહ્યા હતા. પરંતુ દિમાગ શાંત રાખીને અંશ પ્રિશા કેશવ અને નાયરા બસ બોમ્બ શોધવામાં મશગુલ હતા.

" જસ્ટ થર્ટી સેકંડ લેફટ!!! પ્લીઝ ફાસ્ટ !!!" આર્યને ઉંચા અવાજે કહ્યું.

ત્યાં જ પ્રિશાને ભારત સીનેપ્લેક્સમાં બોમ્બ મળી ગયો.

" આર્યન બોમ્બ મળી ગયો!!" પ્રિશા એ કહ્યું.

" ધ્યાનથી જો એમાં ક્યો આલ્ફાબેટ લખેલો છે...?"

" હમમ...C છે..."

" શેટ!!! આપણે પહેલા બોમ્બ A શોધીને એમને ડિફ્યુઝ કરવો પડશે ..."

ત્યાં જ નાયરાને પણ ક્રિષ્ના પાર્ટી પ્લોટમાં બોમ્બ મળી ગયો.

" આર્યન બોમ્બ મળી ગયો...!!"

" ક્યો આલ્ફબેટ છે??"

" યાર અહીંયા તો B લખેલું છે..."

" ઉફ્ફ....હવે માત્ર વીસ સેકંડ જ રહી છે...અંશ કેશવ જલ્દી કરો!!!"

ત્યાં જ કેશવને પણ એક બોમ્બ મળી ગયો.

" આર્યન બોમ્બ મળી ગયો....અને અહીંયા આલ્ફાબેટ A નું સ્ટીકર લગાવેલું છે..."

" યસ....હવે એક કામ કાર એ બોમ્બની યલો તારને કટ કરી નાખ...."

" ઓકે...."

કેશવના ચહેરા પર પરસેવો છૂટી ગયો. તેણે ગભરાતા ગભરાતા યલો કલરનો તાર કાપી નાખ્યો અને ત્યાં જ એ બોમ્બ ડિફ્યુઝ થઈ ગયો.

" રેડી...."

" ઓકે... નાયરા તારો ટર્ન છે....ગ્રીન કલરનો તાર જલ્દી કાપ..."

નાયરા એ પણ ગ્રીન કલરનો તાર કાપીને બોમ્બ ડિફ્યુઝ કરી નાખ્યો.

" પ્રિશા....બ્લેક તાર...."

" ઓકે...."

પ્રિશા એ પણ બ્લેક રંગનો તાર કાપીને બોમ્બ ડિફ્યુઝ કરી નાખ્યો.

આ સાથે ત્રણ બોમ્બ ડિફ્યુઝ થઈ ગયા હતા. હવે બસ લાસ્ટ એક બોમ્બ ડિફ્યુઝ કરવાનો બાકી હતો. જે હવે અંશના હાથમાં હતો.

આર્યને અંશ સાથે ફોન પર વાત કરતા કહ્યું. " અંશ તારે બોમ્બ શોધીને રેડ કલરનો તાર કટ કરવાનો છે...."

સામેથી અંશનો કોઈ ઉત્તર ન આવ્યો.

" હેલો અંશ!!!...અંશ.....અંશ!!!!" બધા ફોન પર એકસાથે અંશ અંશ ચિલ્લાવા લાગ્યા પરંતુ અંશ સાથે કનેક્શન તૂટી ગયું હતું.

અંશ હોસ્પિટલમાં બોમ્બ શોધવા આમતેમ ફરી રહ્યો હતો. એક તરફ આર્યન સાથે કનેક્શન તૂટી ગયું હતું. અને સમય પણ બસ દસ સેકન્ડ નો જ બાકી હતો.

" અંશને ખબર પણ નથી કે ક્યાં રંગનો તાર કટ કરવાનો છે! જો રેડ કલર સિવાય કોઈ અન્ય તાર કટ કરી દેશે તો બૉમ્બ ત્યાં જ બ્લાસ્ટ થઈ જશે! પ્લીઝ અંશ ગમે એમ કરીને બચાવી લેજે..." આંખ બંધ કરીને બસ બધા અંશના સહારે બેઠા હતા.

શું અંશ અંતિમ બોમ્બ શોધીને હોસ્પિટલના લોકોનો જીવ બચાવી શકશે?? જાણવા માટે વાંચતા રહો અગ્નિસંસ્કાર.

ક્રમશઃ