Shrapit Prem - 11 in Gujarati Love Stories by anita bashal books and stories PDF | શ્રાપિત પ્રેમ - 11

Featured Books
  • એઠો ગોળ

    એઠો ગોળ धेनुं धीराः सूनृतां वाचमाहुः, यथा धेनु सहस्त्रेषु वत...

  • પહેલી નજર નો પ્રેમ!!

    સવાર નો સમય! જે.કે. માર્ટસવાર નો સમય હોવા થી માર્ટ માં ગણતરી...

  • એક મર્ડર

    'ઓગણીસ તારીખે તારી અને આકાશની વચ્ચે રાણકી વાવમાં ઝઘડો થય...

  • વિશ્વનાં ખતરનાક આદમખોર

     આમ તો વિશ્વમાં સૌથી ખતરનાક પ્રાણી જો કોઇ હોય તો તે માનવી જ...

  • રડવું

             *“રડવુ પડે તો એક ઈશ્વર પાસે રડજો...             ”*જ...

Categories
Share

શ્રાપિત પ્રેમ - 11

બીજા દિવસે સોમવાર હતો એટલે બધા પોતપોતાના કામમાં લાગી ગયા હતા. પાછલો દિવસ એટલે કે રવિવાર જે કેદીઓને માટે સારો ગયો હતો એ લોકો ખુશ હતા અને તેમની ફેમિલીના વિશે વાતો કરી રહ્યા હતા પરંતુ એમાંથી ઘણા એવા લોકો પણ હતા જે દુઃખી હતા અને ગુમસુમ હતા.
ઘણા લોકો તેમના પરિવાર વિશે વાત કરી રહ્યા હતા અને તેમને જે લોકો મળવા આવ્યા હતા તેમની જાણકારી આપી રહ્યા હતા પરંતુ રાધા ને તે બધી વાતો સાંભળવામાં કોઈ પણ રસ નહોતો. થોડીવાર પછી તેને ઓનલાઈન ક્લાસ માટે જવાનો હતો એટલા માટે તે જલ્દી જલ્દી પોતાનું કામ કરી રહી હતી.
તેનું ધ્યાન એક વખત ચંદાના તરફ ગયું જે તેની બીજી સાથી એટલે કે કિંજલ ને શોધી રહી હતી પરંતુ રાધા એ તેના તરફ ધ્યાન દીધા વિના પોતાનું કામ કરવા લાગી. બધાનો નાસ્તો ખતમ થાય એટલે જલ્દીથી તેને નાસ્તા ના વાસણ ઉટકવાના હતા અને પછી જલ્દીથી ઓનલાઇન ક્લાસમાં જવાનું હતું.
રાધા અને તેની સાથે બીજી ૧૫ સ્ત્રીઓ મળીને નાસ્તા ના મોટા મોટા વાસણ ઉટકી રહ્યા હતા ત્યારે જ તેમને બહારથી બધાના ચિલ્લાવવાનો અવાજ આવવા લાગ્યો.
" અરે બહાર તો થઈ ગયું છે પણ આટલા બધા કેમ ચીસો પાડી રહ્યા છે?"
એક સ્ત્રીએ વાસણ ધોતા ધોતા પૂછ્યું. બીજી સ્ત્રી કે તેની સાથે જ વાસણ ધોઈ રહી હતી તેણે કહ્યું.
" લાગે છે કોઈ નો ઝગડો થઈ ગયો છે એટલે બધા તેમને અલગ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે."
" તમને ખબર છે ને આપણા એરિયા ના બીજા તરફ ખતરનાક કેદીઓનો એરિયા છે ત્યાંથી કોઈ અહીંયા તો નથી આવી ગયું ને?"
રાધા ચૂપચાપ તે લોકોની વાતો સાંભળી રહી હતી અને પોતાનું કામ કરી રહી હતી, પરંતુ તેના માટે આ જાણકારી નવી હતી કે આ જેલના બીજા તરફ પણ એક બીજી જેલ છે. આમ તો રાધા ને એની ખબર હતી કે અહીંયા ઘણા અલગ અલગ સેક્શન છે જેમ કે તેની બાકી સખીઓ જે તેની સાથે ઓનલાઇન ક્લાસીસમાં છે તે બધા પણ અલગ અલગ સેક્શનમાં છે પરંતુ એક સેક્શન ખતરનાક કેદીઓનું છે, તેની જાણકારી તેને ન હતી.
" અરે બહાર કોઈ એ આત્મહત્યા કરી લીધી છે. એક બાઈનું મૃત શરીર ઝાડના નીચે તેની જ સાડીમાં લટકી રહ્યું છે."
આ વાત સાંભળીને બધા જ એકબીજાના તરફ જવા લાગ્યા અને બધા કામને પડતું મૂકીને બહારના તરફ ચાલ્યા ગયા. રાધા ને અહીંયા આવ્યા એને વધારે સમય થયો ન હતો છતાં પણ તે ઘણા લોકોને ચહેરાથી તો ઓળખતી જ હતી એટલે એ પણ વિચાર કરી રહી હતી કે આવા સમયે આત્મહત્યા કરી હશે.
જેલના પ્રાંગણમાં એક મોટું મેદાન અને તે મેદાનના ખૂણામાં એક મોટું વડનું ઝાડ હતું. તેના નીચે સુંદર સિમેન્ટ નો ઓટો બનાવવામાં આવ્યો હતો જ્યાં ઘણા કેદીઓ બેસીને આરામ કરતા હતા પરંતુ અત્યારે ત્યાં કોઈ આરામ કરતો ન હતો બસ સિવાય એકના.
રાધા જ્યારે ત્યાં ગઈ તું સૌથી પહેલા તેની નજર ચંદા ઉપર પડી જે ત્યાં બેસીને રડી રહી હતી. રાધા તેને ઓળખતી હતી અને તે બીજા કોઈના માટે રડે નહીં એ વાતને પણ તેને જાણકારી હતી, તો પછી તે કોના માટે રડી રહી હશે?
રાધા ના હૃદયમાં એક ધ્રાસકો પડ્યો અને તે જલ્દી જલ્દી આગળ જવા લાગી ત્યાં જ તેની સામે કિંજલનું મૃત શરીર દેખાયું. કિંજલ એ પોતાની જ સાડીથી ત્યાં આત્મહત્યા કરી લીધી હતી.
" બિચારી, મેં તો સાંભળ્યું છે કે આવતા વર્ષે કે અહીંયા થી છુટવાની હતી, તો પછી તેણે આત્મહત્યા શા માટે કરી હશે?"
" હાં, કાલે તો તેનો ભાઈ પણ આવ્યો હતો તેને મારવા માટે છતાં પણ તેણે આત્મહત્યા કરી લીધી."
" ખબર નહિ એના પાછળનું શું કારણ હશે? નહિ તો સાંભળ્યું છે કે તેના ભાઈઓ તેને ઘરે આવવાની ના પાડી દીધી હતી એટલે તેણે આવું પગલું લીધું છે."
ત્યાં આસપાસ ઉભેલા બધા લોકો પોત પોતાના રીતે વાતો કરી રહ્યા હતા. ત્યાં જ કોમલ અને એના જેવા બીજા લેડીઝ કોન્સ્ટેબલો આવ્યા અને બધાને ત્યાંથી દૂર રાખવા લાગ્યા. રાધા એ જોયું કે અલ્કા મેડમ પણ ત્યાં ભાગીને આવ્યા અને તેમની આંખોમાં દુઃખ દેખાઈ રહ્યું હતું.
થોડીવારમાં જ બધાને ત્યાંથી ભગાવી દેવામાં આવ્યા અને બધાને કહી દેવામાં આવ્યું કે બધા પોતપોતાના જેલમાં ચાલ્યા જાય. જેને જે કામ હતું તે કરી રહ્યા હતા અને બાકીના લોકો પોતાના જેલમાં ચાલ્યા ગયા હતા.
રાધા ઠીક સમયે તેના કોમ્પ્યુટરમાં પહોંચી ગઈ હતી ત્યારે બાકીની બધી સખીઓ પણ પોતપોતાના કામમાં લાગી ગઈ હતી. ક્યાં ઠીક 11:00 વાગે કોમ્પ્યુટર ઓન થઈ જતા હતા અને ક્લાસીસ પણ ચાલુ થઈ જતી હતી એટલે તે લોકોને વાત કરવાનો સમય મળતો ન હતો.
બપોરના સમયે જ્યારે તેમને અડધી કલાકનો રેસ્ટ મળતો હતો ત્યારે જ તે લોકો એકબીજાની સાથે વાતો કરતા હતા. સાવિત્રી, ચંપા અને જીજ્ઞા પહેલેથી જ તેના ક્લાસમાં બેસી ગઈ હતી એટલે રાધા પણ જલ્દીથી તેના કમ્પ્યુટરમાં બેસી ગઈ.
જ્યારે રેસ્ટ નો સમય આવ્યો ત્યારે તે લોકો એકબીજાની સાથે વાતો કરવા લાગ્યા.
" તમારે ત્યાં કોઈએ આત્મહત્યા કરી છે, શું એ વાત સાચી છે?"
જીજ્ઞા એ પૂછ્યું. રાધા ના સિવાય બાકી ત્રણેય એક સાથે જ એક જ સેક્શનમાં હતી, જોકે તેમનું જેલ અલગ અલગ હતું પરંતુ તે લોકો એકબીજાને ગમે તે સમયે મળી શકતા હતા. રાધા એક લાંબો શ્વાસ લીધો અને કહ્યું.
" હાં, તેનું નામ કિંજલ હતું અને તે મારી સાથે મારા જ જેલમાં હતી. કાલે તો તેનો ભાઈ પણ આવ્યો હતો તેને મળવા માટે પરંતુ એવું લાગતું હતું કે તેના ભાઈએ તેને કંઈક એવું કીધું હતું જેના લીધે તે દુઃખી થઈને તેણે આવું પગલું લીધું."
સાવિત્રી એ વાતનું દુઃખ વ્યક્ત કરતા કહ્યું.
" સમજાતું નથી કે લોકો એવા શબ્દો શા માટે બોલે છે કે સામેવાળા આવું ખોટું પગલું લેવા માટે તૈયાર થઈ જાય છે? વળી તે તો તેનો સગો ભાઈ હતો?"
થોડીવાર સુધી તે લોકોએ એકબીજાની સાથે વાતો કરી અને ફરી પાછું જ્યારે ક્લાસ શરૂ થઈ ગઈ તો તે લોકો પાછા પોતપોતાના જગ્યાએ આવી ગયા. સાંજે ત્યાંથી છૂટતી વખતે તેને એક બુક લેવાની હતી એટલે તે લાઇબ્રેરીમાં ગઈ જ્યાં એક કોન્સ્ટેબલ બેઠી હતી.
એક જરૂરી બુક લઈને તે જઈ જ રહી હતી કે તેની મુલાકાત અલ્કા મેડમની સાથે થઈ. અલ્કા મેડમ લાઇબ્રેરીમાં કંઈક કાગળ લેવા આવ્યા હતા.
" નમસ્તે મેડમ."
રાધા ના કહેવા પર તેમણે નમસ્તે કર્યા અને ત્યારે રાધા એ ધીમેથી પૂછ્યું.
" મેડમ તે કિંજલ મારી સાથે જ હતી મતલબ કે મારા જ જેલમાં રહેતી હતી. ખબર ન પડી કે તેને આવું પગલું શા માટે લીધું. મેડમ આ ઘટનાના લીધે તમારા ઉપર તો કંઈ,,,"
અલ્કા મેડમ એ એક કાગળ નું બંડલ તેમના હાથમાં લીધું અને પછી રાધાના તરફ જોઈને કહ્યું.
" આમ તો કિંજલ એ સુસાઇડ નોટ લખી હતી એટલે વધારે પ્રોબ્લેમ નહીં આવે છતાં પણ એક કમિટી તો બેસાડવામાં આવશે જ. તે લોકો અહીં આવશે અને થોડી પૂછપરછ કરશે."
" મેડમ, તે સુસાઇડ નોટ માં શું લખ્યું હતું?"
રાધા ના પૂછવા પર અલ્કા એ તેના તરફ પ્રશ્નાર્થ નજરોથી જોવું તો રાધા એ તરત જ કહ્યું.
" કાલે તેનો ભાઈ તેને મળવા આવ્યો હતો અને કાલે રાત્રે તે રડી રહી હતી. તેણે જણાવ્યું હતું કે તેનો ભાઈ કહે છે કે હવે તે તેને ઘરમાં નહીં રાખે અને તેને છોડાવવાનો પ્રયત્ન પણ નહીં કરે. હકીકત તો એ હતી કે તેની કોઈ ભૂલ જ ન હતી."
અલ્કા મેડમ એ કાગળના બંડલ ને જોરથી પકડ્યું અને દાંત પીસીને કહ્યું.
" મને ખબર છે, તે નોકર નું ખુન કરવા વાળો તેનો ભાઈ હતો ના કે કિંજલ. મેં તેના માટે એક હજી પણ કહી દીધું હતું અને તેને આવતા વર્ષે છોડી દેવાના હતા. મેં તને કહ્યું હતું કે 15 મી ઓગસ્ટમાં તેને છોડી દેવામાં આવશે પરંતુ તેને ચિઠ્ઠીમાં લખ્યું છે કે તેનો ભાઈ કહી રહ્યો છે કે જેલમાંથી છૂટીને તે તેના ઘરે ન આવે, નહીં તો તેની બદનામી થશે. તેને કહેવામાં આવશે કે તેની બહેન એક ખૂની છે અને જેલમાં આટલા વર્ષો રહીને આવી છે."
અલ્કા મેડમ એ રાધા ના તરફ જોયું અને પૂછ્યું.
" કિંજલ એ તેના ભાઈનો આરો પોતાના માથામાં લીધો અને તેના લીધે તેની આખી જિંદગી બરબાદ થઈ ગઈ અને તેના બદલામાં તેને શું મળ્યું? ભાઈ ના લીધે તેણે આટલી જિંદગી જેલમાં વિતાવી અને તેનો ભાઈ કહે છે કે તેના લીધે તેની બદનામી થશે. તે બિચારી કરે તો શું કરે? તેને ચિઠ્ઠીમાં લખ્યું છે કે જેલમાંથી છૂટીને તે ક્યાં જશે? જેલની બહાર તેનું કોઈ નથી અને કોઈ તેની રાહ નથી જોઈ રહ્યું તો પછી તે જીવીને શું કરશે?"
વાત કરતા કરતા તેમનું ગળું રંધાવા લાગ્યું અને તેમણે એક લાંબો શ્વાસ લીધો અને કહ્યું.
" મારે થોડું કામ છે હું જાઉં છું અને તું પણ જલ્દીથી તારા જગ્યાએ ચાલી જા."
આટલું કહીને તેઓ ત્યાંથી ચાલ્યા ગયા અને રાધા થોડીવાર માટે તેમને જોતી રહી. શું ખરેખર કિંજલ એ જે પગલું લીધું તે બરાબર હતું કે પછી તેને થોડી હિંમત કરવાની જરૂરત હતી?