Agnisanskar - 93 in Gujarati Thriller by Nilesh Rajput books and stories PDF | અગ્નિસંસ્કાર - 93

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

અગ્નિસંસ્કાર - 93



" તુમ જો કોઈ ભી હો મેરે હાથ સે નહિ બચ સકતે..." વોશરૂમના દરવાજે પહોંચીને નવીને તુરંત દરવાજાને લાત મારીને ખોલ્યો તો અંદર વોશરૂમમાં કોઈ ન મળ્યું.

નવીન વિવાનને શોધતો શોધતો હોલમાં આવી પહોંચ્યો.

" મુજે પતા હૈ તુમ યહીં કહી હો... ઇસલિએ અગર જિંદા રહેના ચાહતે હો તો ચૂપચાપ મેરે સામને આ જાઓ..." એક એક ખૂણે નવીન વિવાનને શોધવા લાગ્યો પરંતુ વિવાન એક મોટા સોફાની પાછળ છુપાયેલો હતો.

" લગતા હૈ મુજે મેરે આદમીઓ કો યહાં મદદ કે લિયે બુલાના હિ પડેગા..." મનમાં જ વિવાને નિર્ણય લીધો અને તુરંત ફોનમાંથી પોતાના અડ્ડાઓમાં બેઠેલા આદમીઓને હેલ્પ લખીને મેસેજ સેન્ડ કર્યો.

મેસેજનો ટોન આવતા જ વિવાનના આદમીઓ ઉભા થઇ ગયા અને વિવાનની મદદ કરવા માટે દંડા, હોકી સ્ટીક જેવા સામાનો લેવા લાગ્યા.

" ચલો ચલે..." અડ્ડાનો એક લીડર બોલ્યો.

" કહાં જાના હૈ....ઇતની જલ્દી જરા હમે ભી બતાઓ..." ઇન્સ્પેકટર વિજય એની ટુકડી સાથે વિવાનના અડ્ડાઓ પર પહોંચી ગયા.

" હાથ ઉપર!...કોઈ અપની જગહ સે નહિ હિલેગા..." વિજયે તુરંત ઓર્ડર આપ્યો.

ઇન્સ્પેકટર વિજયે ઈશારો કર્યો અને તુરંત પોલીસકર્મીઓ એ
વિવાનના અડ્ડાઓને ચારેકોરથી ધેરી લીધા.

આ બાજુ વિવાન મદદ માટેની રાહ જોઇને બેસી ન રહ્યો. તેણે આસપાસ નજર કરી તો એક ટેબલ પર અડધું ખાધેલું સફરજન અને એની બાજુમાં ધારદાર ચાકુ પડ્યું હતું.

વિવાને અવાજ કર્યા વિના એ ચાકુ ઉપાડ્યું અને સીધું નવીન તરફ ધા કર્યું. વિવાનની સામે નવીન પીઠ કરીને ઊભો હતો પરંતુ જેમ વિવાને ચાકુ ધા કર્યું કે નવીનને અવાજ આવ્યો અને એ તુરંત પોતાની જગ્યાએથી હટી ગયો.

હવે બન્ને એકબીજાની સામે ઊભા હતા. નવીને તુરંત વિચાર કર્યા વિના સીધી ગોળી ચલાવી દીધી. પરંતુ વિવાન બચી ગયો. ત્યાર બાદ બન્ને વચ્ચે હાથાપાઈ થવા લાગી.

અંશ અને પ્રિશા થર્ડ ફ્લોર પર પહોંચી ગયા હતા. પણ જ્યારે એ પહોંચ્યા ત્યારે નવીનના રૂમની અંદરથી ગોળી ચાલ્યાનો અવાજ સાંભળી ગયા હતા.

" નવીનના ઘરની અંદર ગોળીબારી!" પ્રિશા એ આશ્ચર્ય સાથે કહ્યું.

" કઈક તો ગડબડ છે....ચલ જલ્દી દરવાજો ખોલ..." અંશે કહ્યું.

" હા હા...." પ્રિશા એ તુરંત રીના એ આપેલું નવીનનું ફિંગરપ્રિન્ટ લીધું અને દરવાજો ખોલવાનો પ્રયાસ કરવા લાગી.

જ્યારે પ્રિશા આ કરી રહી હતી ત્યારે અંદર રૂમમાં વિવાન સાથે હાથાપાઈ થવાથી નવીનના હાથેથી પિસ્તોલ નીચે પડી અને વિવાને એ પિસ્તોલ ઉપાડી લીધી. જેના કારણે નવીન ગભરાઈ ગયો અને ત્યાંથી ભાગવા માટે તેણે તુરંત પોતાની ફિંગર પ્રિન્ટનો ઉપયોગ કરીને દરવાજો ખોલ્યો.

દરવાજો ખોલતા જ સામે પ્રિશા અને અંશ ઉભા હતા.

" નવીન !!!" અચાનક સામે ઉભેલા નવીનને જોઈને પ્રિશાની ધડકન તેજ થઈ ગઈ.

" હેન્ડ્સ અપ...કોઈ ચાલાકી નહિ..." નવીને પાછળથી વિવાનના માથા પર પિસ્તોલ રાખી દીધી. વિવાને જ્યારે પ્રિશા અને અંશને જોયા તો એણે મનમાં વિચાર કર્યો કે " આ બન્ને જરૂર નવીનની મદદ કરવા માટે આવ્યા હશે..."

એટલા માટે નવીને પ્રિશા અને અંશને સંબોધતા કહ્યું. " એય હીરો...ચલ ચૂપચાપ રૂમ કે અંદર આજા....તેરે કો ક્યા અલગ સે બતાના પડેગા.... ચલો સબ રૂમ કે અંદર આ જાઓ..."

વિવાને પિસ્તોલ વડે નવીન, પ્રિશા અને અંશને રૂમની અંદર આવીને નીચે ગોઠણના ટેકે બેસાડી દીધા.

" હાથ ઉપર.... અગર કિસી કા ભી હાથ જરા સા ભી નીચે આયા ના તો સબકો એકસાથ ઉપર ભેજ દુંગા.. સમજે?"

અહીંયા ઇન્સ્પેકટર વિજય ટેબલ પડેલા ત્રણ ચાર કોમ્પ્યુટર જોવા લાગ્યો.

" યે સબ ક્યાં હૈ?....અશ્વિન.... જરા ઇધર આના..." વિજયે અશ્વિનને પોતાની પાસે બોલાવ્યો.

" જી સર..."

" યે કોમ્પ્યુટર કો જરા ચેક કરના....ઓર કુછ ભી પતા ચલે તો મુજે ફોરન બતા દેના..."

" જી સર..."

" તબ તક મેં ઈન ગુંડો કી મહેમાન નવાજી કરતા હું..."

" યહાં કા લીડર કોન હૈ??" કમર પર હાથ ટેકવી વિજયે પૂછ્યું.

પાંચ છ આદમીઓમાંથી એક આદમી આગળ આવ્યો અને બોલ્યો. " જી મેં હું..."

" તો તુમ હો બોમ્બ બ્લાસ્ટ કે માસ્ટર માઇન્ડ....." કોલર પકડીને વિજયે કહ્યું.

" નહિ સર... મેં વો નહિ હું..."

" તો તું ક્યાં યહાં ઢોલ નગારા બજાને કો આયા હૈ...સચ સચ બતા કોન હૈ બોમ્બ બ્લાસ્ટ કા માસ્ટર માઇન્ડ..?"

" સર...ઉસકા નામ વિવાન હૈ...."

" વિવાન?" વિજયને નામ જાણીને નવાઈ લાગી.


ક્રમશઃ