Kon Hati Ae ? - 10 - Last Part in Gujarati Horror Stories by Mohit Shah books and stories PDF | કોણ હતી એ ? - 10 ( અંતિમ )

Featured Books
  • રેડ સુરત - 6

    વનિતા વિશ્રામ   “રાજકોટનો મેળો” એવા ટાઇટલ સાથે મોટું હોર્ડીં...

  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

Categories
Share

કોણ હતી એ ? - 10 ( અંતિમ )

( સંજના ની મોત, તથા આત્માનો રાઝ ખુલી ચૂક્યો છે, પણ હજી તે ખબર નથી પડી કે જૈવલ શાહ એ શું કામ રહી જોડે મળી આ બધું કર્યું. અને દેવાંશી એ સંજના નું રૂપ લઈ મુલાકાત કેમ કરી. વાંચીએ આ અંતિમ ભાગમાં )

મયંક, રવિ અને વિવેક તથા ઇન્સ્પેક્ટર અવિનાશ કોન્સ્ટેબલ અને અવ્યુક્ત સાથે રાહી બધાનો જમાવડો અવ્યુક્ત ના ઘરે હતો.

મુંબઈની બોરીવલી પોલીસનો ઇન્સ્પેક્ટર અવિનાશ પર કોલ આવ્યો કે તેમણે જૈવલ શાહ ને પકડી લીધો છે.

જૈવલ શાહ તો આ બધાથી બેખબર ઘરમાં સૂતો હતો અને પોલીસે રેડ પડી તેને દબોચી લીધો.

ઇન્સ્પેક્ટર અવિનાશ એ બોરીવલી પોલીસને વિનંતી કરી કે તે જૈવલ શાહ ને અમદાવાદ પહોંચતો કરે.

બધા તે રાતે છુટા પડ્યા.
ઇન્સ્પેક્ટર અવિનાશ એ રવિ, મયંક, વિવેક અને અવ્યુક્ત ને બીજા દિવસે પોલીસ સ્ટેશન આવવાનું કહ્યું. રાહી ને તે તેમની સાથે પોલીસ સ્ટેશન લઈ ગયા.

બધાએ આરામથી ઊંઘ લીધી રવિ અને મયંકે પણ રાહતનો શ્વાસ લીધો હતો.

પણ મયંક ને હજી એક પ્રશ્ન સતાવતો હતો કે દેવાંશી એ સંજના નું રૂપ કેમ લીધું.

વિચારતા વિચારતા મયંકને પણ ઊંઘ આવી ગઈ.

"મયંક, એ જ વિચારે છે ને કે હું સંજના બની કેમ મળી, એ એટલા માટે કે તે પણ મારી જેમ નિર્દોષ હતી, અને તેની સાથે પણ એવો જ અત્યાચાર થયો જે મારી સાથે થયો. બસ હું ગુનેગારને પકડી નથી શકતી એટલે મેં તમારી મદદ લીધી. જો હું મારા અસલી સ્વરૂપમાં સામે આવત તો કદાચ તમે ગુનેગારોને પકડી ના શકત."

મયંક ના સપનામાં આ અવાજ ઘૂમી રહ્યો હતો.

" બસ એ ગુનેગારોને મારા હવાલે કરજો એમને સજા હું ખુદ આપીશ. "

આ અવાજ સાંભળતા મયંક ઉઠી ગયો આજુબાજુ જોયું તો કોઈ દેખાયું નહીં. મયંક વિચાર તો ફરીથી સુઈ ગયો.

બીજા દિવસે સવારે બધા પોલીસ સ્ટેશનમાં હાજર થયા. જૈવલ ને પણ મુંબઈ પોલીસે પહોંચતો કરી દીધો હતો. બધા પોલીસ સ્ટેશનમાં જમા થઈ ગયા હતા.

" બોલો મિસ્ટર જૈવલ શાહ, ખૂની ખેલ રમવામાં અને મેડમ રાહી નો સાથ આપનાર મહાન કિલર તમારું શું કહેવું છે? શું તમે બે મોતનો ઇલઝામ સ્વીકારો છો?, " ઇન્સ્પેક્ટર અવિનાશ બધુ સમેટી લેવાના મૂડમાં હતા.

" હા હું માનું છું કે મેં સંજના નું ખૂન કરવામાં રાહી ની મદદ કરી હતી. મને ખબર ન હતી કે સંજના ને રાહી એ મારવાના ઇરાદે થી ગાડીમાં બેસાડી રાખી છે. રાહી એ અચાનક સંજના ના ગળામાં તેનો દુપટ્ટો રાખી ખેંચી દીધો મેં સંજના ને પકડી રાખી. પછી મોત એક્સિડન્ટ લાગે તે માટે અમે તેને ગાડીમાંથી ત્રણ ચાર વાર નીચે ફેંકી અને પછી તેની લાશ અમે ફેંકી અને નીકળી ગયા."

" રાહી સાથે તારે શું સંબંધ છે ? એનો ખુલાસો નથી કરવો ? "
અવ્યુક્ત મન માં ને મન માં પોતાને કોસી રહ્યો હતો.

ઇન્સ્પેક્ટર અવિનાશ તેને દીલાસાભેર નજરોથી જોઈ રહ્યા હતા.

" રાહી અને હું બંને સ્કૂલ ટાઈમથી એકબીજાને ઓળખતા હતા. રહી પૈસાની લાલચુ હતી. તે દર વખતે અલગ છોકરા સાથે ફરતી. હું તેને પ્રેમ કરતો હતો. બહુ સમજાવતો પણ ઉમર સાથે તેની લાલચ વધતી જતી હતી. એક દિવસ તેણે મને કહ્યું કે તેણે એક બહુ અમીર પાર્ટી પકડી છે. જો મેળ પડી જશે તો આપણી બંનેની જિંદગી સેટ છે. પણ અવ્યુક્ત એ લગન કરવાની વાત કરતા રાહીએ તેની જોડે સંબંધ તોડી નાખ્યો. દાર્જિલિંગમાં રવિના રૂમમાં અમે જોડે જ હતા. યુ.પીમાં જ્યારે અવ્યુક્તે રાહી ને ફોન કર્યો હતો ત્યારે પણ હું એની જોડે હતો. સંજના ને મારીને અમે સીધા યુ.પી નીકળી ગયા હતા. રાહીની લાલચ એ બધું બગાડી નાખ્યું." જૈવલ એ સંપૂર્ણ વાત કરી નાખી.

" તો આખરે આ મિસ્ટરી સોલ્વ થઈ જ ગઈ. જૈવલ અને રાહીને જેલમાં નાખો. મયંક અને રવિને હું દાદ દઉં છું કે તે બંને એ આ ઇન્વેસ્ટીગેશન કરી અને બે નિર્દોષ ને ન્યાય અપાવ્યો." ઇન્સ્પેક્ટર અવિનાશ મયંક અને રવિ ની સુજબુજ થી બહુ ખુશ હતા.

બીજા દિવસે જૈવલ અને રાહી ને બીજી જેલ માં શિફ્ટ કરવાના હતા. સાંજના જ બંનેને લઈ પોલીસ જીપ નીકળી ગઈ.

અચાનક રસ્તામાં જીપ બંધ પડી ગઈ. અમદાવાદ સેન્ટ્રલ જેલ જઈ રહેલી જીપ એકદમ થી બંધ પડી જતા બધાને થોડું અજુગતું લાગ્યું.

પણ ઠંડી નો સમય હતો કદાચ એન્જિન ઠંડુ પડી ગયું હોય તેમ માની ડ્રાઇવર સેલ મારતો રહ્યો.

જૈવલ અને રાહી એ મોકા નો ફાયદો ઉઠાવ્યો અને કોન્સ્ટેબલને માથામાં મારી ગાડીમાંથી ભાગી છુટ્યા. કમ નસીબે તેમને લઈ જવામાં ફક્ત એક કોન્સ્ટેબલ એક મહિલા કોન્સ્ટેબલ અને ડ્રાઇવર જ હતા.

મહિલા કોન્સ્ટેબલ એ પાછળ દોડી બંનેને પકડવાની કોશિશ કરી પણ જૈવલ એ તેને જોરદાર પંચ મારતા તે ત્યાં જ ઢળી પડી.

તેઓ બંને રસ્તામાં દોડતા દોડતા એક કાચા રસ્તા ની અંદર ની તરફ દોડી ગયા.

દોડતા દોડતા જૈવલ નો પગ એક પથ્થર સાથે ટકરાયો અને તે નીચે પડી ગયો.

રાહી તો તેને મૂકીને દોડતી રહી. અચાનક એવું લાગ્યું કે તે હાઇવે થી અંદરના તરફના કાચા રસ્તા પર નહીં પણ હાઇવે પર જ દોડી રહી છે. તે વળી પાછી દોડવા લાગી પણ હરી ફરી તે રોડ પર જ આવી જતી.

અચાનક તેને જૈવલ ની ચીસ સંભળાઈ. તે ચીસ ની દિશા તરફ દોડી. તેણે જોયું કે જૈવલ ની મુંડી ઉંધી વળી ગઈ હતી.

રાહી એ આ દ્રશ્ય જોયું કે તેની ચીસ નીકળી ગઈ. રાહીની ચીસ સાંભળી ડ્રાઇવર અને લેડી કોન્સ્ટેબલ તે દિશામાં દોડ્યા. રાહી ને લાગી રહ્યું હતું કે તેનું મોત પણ નજીક છે. ભાગવા કરતા પોલીસ પાસે તે સેફ હતી. તે પણ જ્યાં ગાડી ઉભી હતી તે તરફ દોડવા લાગી.

રાહીને પોલીસ જીપ દેખાઈ અને તે તેની તરફ ભાગી સામે લેડી કોન્સ્ટેબલ અને ડ્રાઇવર પણ આવતા હતા.
રાહી જીપ પાસે પહોંચે કે અચાનક એક કાર ફૂલ સ્પીડમાં રાહી જોડે ટકરાઈ અને રાહીને ફંગોળી નાખી રાહીનું ત્યાં જ મોત નીપજી ગયું. ડ્રાઇવર અને લેડી કોન્સ્ટેબલ આ દ્રશ્ય જોઈ રહ્યા. તે બંને જૈવલ પાસે ગયા અને જૈવલની લાશ ઉંધી પડી હતી.

ડ્રાઇવર એ તરત ઇન્સ્પેક્ટર અવિનાશને કોલ કર્યો અને જે થયું તે ટૂંકમાં કહી દીધું. બંનેની લાશ લઈ જવામાં આવી.

સવારે મયંક ઇન્સ્ટાગ્રામ જોઈ રહ્યો હતો. રવિ પણ આરામથી ઉઠી ચા બનાવી રહ્યો હતો.

Instagram માં ન્યુઝ આવી," કાલે સાંજે અમદાવાદ હાઈવે પર પોલીસની સામે જ અકસ્માતમાં એક યુવતી અને યુવકનું મોત. બંનેને સેન્ટ્રલ જેલ લઈ જવામાં આવતા હતા કે અકસ્માતમાં બંનેનું મૃત્યુ થયું."

ન્યૂઝ માં બંનેના ફોટો બતાવ્યા મયંક એ રવિને બોલાવ્યો અને ન્યુઝ બતાવી.

" આખરે દેવાંશી એ બદલો લઈ જ લીધો. જેમ દેવાંશી ની મોત હકીકત માં કેવી રીતે થઈ તે આપણા સિવાય કોઈ નથી જાણતું. એમ રાહી અને જૈવાલ પણ કેવી રીતે મર્યા તે પણ આપણા સિવાય કોઈ નહિ જાણે. આપણી દરેક હીલચાલમાં દેવાંશી આપણી જોડે જ હતી. કદાચ તને ખબર નથી દોસ્ત પણ જો દેવાંશી જીવતી હોત તો તને એવું પ્રેમ કરનાર પાત્ર મળત કે તારું જીવન ધન્ય થઈ જાત. આટલો અનહદ પ્રેમ કોઈ કિસ્મત વાળાને જ મળે."

દેવાંશી ની આત્માને જે કહ્યું તે બધું મયંકે રવિને જણાવી જ દીધું હતું.

રવિની આંખમાં પણ આંસુ આવી ગયા અને ભલે તેણે દેવાંશી ને જોઈ હતી કે નતી જોઈ પણ તેને તેના પ્રત્યે પ્રેમ અને માનની લાગણી થઈ આવી.

અચાનક રૂમના અરીસામાં કંઈ લખાઈ આવ્યું. મયંક અને રવિ ની નજર ત્યાં પડી.

" Thank you and sorry. આવતા જન્મમાં જરૂર મળીશું. મારી રાહ જોજે."

અને બે ક્ષણમાં તે લખાણ ગાયબ થઈ ગયો. રવિ એ પણ ભીની આંખે હા માં ડોક હલાવી.

સાચે જ પ્રેમ અને વિશ્વાસ તે જીવન પૂરતો સીમિત નથી હોતો.