A - Purnata - 14 in Gujarati Love Stories by Mamta Pandya books and stories PDF | અ - પૂર્ણતા - ભાગ 14

Featured Books
  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

Categories
Share

અ - પૂર્ણતા - ભાગ 14

પરમ વિકીની ઓળખાણ બધા સાથે કરાવે છે. પેસ્ટ્રીની સાથે નાસ્તો પણ આવી જાય છે અને સૌ નાસ્તો કરતાં કરતાં વાતોએ વળગે છે.
રેનાએ પરમને પૂછ્યું, " આ નવો મિત્ર ક્યારે બની ગયો પરમ તારે?"
પરમે નાસ્તાની ચમચી મોઢામાં મુક્ત કહ્યું, "અરે રેના, આ અમારા ઘરની સામે એક મકાન ખાલી પડ્યું હતું ને ત્યાં આ લોકો ભાડે રહેવા આવ્યાં છે. વિકીએ આપણી જ કોલેજમાં એડમિશન લીધું છે એ જાણવા મળ્યું એટલે મે એને મારી સાથે રાખી લીધો જેથી એને કઈ અજાણ્યું ન લાગે."
"થેંકયું પરમ. તારા લીધે મને કોલેજમાં ઘણી હેલ્પ મળી જશે. મારા પપ્પાએ અહી એક કાપડની ફેક્ટરી ચાલું કરી છે એટલે અમે અહી શિફ્ટ થયાં."
"સરસ, બીજી પણ કોઈ હેલ્પ જોઈએ તો અમને પણ કહેજે." આમ કહી રેનાએ નાસ્તામાં ધ્યાન પરોવ્યું. વિકી તો રેનાએ સામેથી હેલ્પનું કીધુ એ જોઈ ખુશ થઈ ગયો. તેના ચહેરા પરની સ્માઇલ જોઈ હેપ્પીથી બોલ્યા વિના ન રહેવાયું.
"જો, અમારા ગ્રુપના થોડાંક નિયમ છે. પહેલું રેનાથી દુર રહેવું. બીજું .."
"અરે, આ કેવો નિયમ છે? રેના કઈ કોહિનૂર છે તો તું બધાને એનાથી દુર રાખે છે?" વિકી થોડો ચિડાયો.
"હા, એ કોહિનૂર જ છે તને થોડાક સમયમાં સમજાઈ જશે એટલે તું જેટલો તારી લિમિટમાં રહીશ એ તારા ફાયદામાં છે. આ તો પરમના લીધે તું અત્યારે અમારી સાથે બેઠો છે બાકી તો..." આમ કહી હેપ્પીએ વાક્ય અધૂરું જ મૂકી દીધું. વિકી હેપ્પીને ઝીણી નજરે જોઈ રહ્યો.
હેપ્પીએ ફરી નાસ્તો કરતાં કરતાં ચાલુ કર્યું, "બીજું, જ્યારે પણ નાસ્તા પાર્ટી થશે , બિલમાં બરાબરનો ભાગ પડશે. આ રૂલ રેનાએ બનાવેલો છે. હા, પાર્ટી કોઈ આપતું હોય ત્યારે અલગ વાત છે. ત્રીજું, અમારી ત્રણ ગર્લ્સમાંથી કોઈ પણ સાથે કોઈ પ્રકારનો મિસ બિહેવ ચલાવી લેવામાં નહીં આવે અને..."
"બસ કર હેપ્પી, દોસ્તી કરવાની છે એની સાથે આપણે. કંઈ એને આર્મીમાં ભરતી નથી કરવાનો તો રૂલબુક ખોલીને બેસી ગઈ." મિશા બોલી.
"મને બધા રૂલ મંજૂર છે બસ હેપ્પીજી..." આમ કહી વિકીએ પરાણે સ્માઇલ કરીને બે હાથ જોડયા.
"વેલ ડન." આમ કહી હેપ્પીએ વિકિની પીઠમાં જોરથી એક ધબ્બો માર્યો તો બિચારો વિકી ચેર પરથી પડી જતાં રહી ગયો. "આંઆ....હાથ છે કે હથોડો હા...." હજુ તો તે હાથી બોલવા જતો હતો કે તેને થોડીવાર પહેલાની ઘટના યાદ આવી જતાં તે હાથીના બદલે હેપ્પી...એમ બોલી ગયો. આ જોઈ હેપ્પી ફરી પોતાનું ભારે શરીર ડોલાવતા હસી પડી.
"બસ, આમ જ લિમિટમાં રહેજે બાકી મને ખૂબ જ ખાવાનો શોખ છે એ તો તું પણ જાણી જ ગયો હશે."
પરમ રેના તરફ જોઈ બોલ્યો, "કાલની વેલકમ પાર્ટીની શું તૈયારી કરી છે?"
"રેના કઈક પર્ફોર્મ કરવાની...." આટલું કહેતા જ હેપ્પીએ પોતાના મોઢા પર બન્ને હાથ રાખી દીધા. રેના એટલી ગુસ્સાથી આંખો કાઢીને એના તરફ જોઈને બોલી, "તારા આ આવડાં મોટાં પેટમાં એક પણ વાત ટકે ખરી?"
આ જોઈને પરમ ખડખડાટ હસી પડ્યો. "રેના, એના પેટમાં ફક્ત ભોજન ટકે."
"હવે સસ્પેન્સ બહાર આવી જ ગયું છે તો કહી જ દઉં કે હું કાલ એક ડાન્સ કરવાની છું અને કઈક બીજું પણ કરવાની છું જે મે હેપ્પીને પણ નથી કીધું. મને ખબર જ હતી કે એના પેટમાં કંઈ જ હજમ નહિ થાય."
"હા તો, પેટ જમવાનું હજમ કરવાનું કામ કરે છે. વાતો હજમ કરવાનું નહિ."
"સારું ચાલો હવે નીકળીએ બધા?" એમ કહી પરમે પોતાના પોકેટમાંથી પોતાના ભાગના પૈસા કાઢી ટેબલ પર મુક્યા.
"એ પરમ, આજ સોલ્જરી નથી કરવાની. આજે પાર્ટી આ હેપ્પી તરફથી છે." એમ કહી હેપ્પીએ ગર્વથી પોતાના ટીશર્ટનો કોલર ઉંચો કર્યો.
વિકી થોડો અસમંજસથી બોલ્યો, "ટોપ તો રેનાએ કર્યું છે. તો તું કેમ પાર્ટી આપે છે?"
"રેના જ્યારે ટોપ કરે છે ત્યારે પાર્ટી હેપ્પી જ આપે છે વિક્રાંત. કેમકે રેના હેપ્પીની સૌથી વધુ ક્લોઝ છે." મિશાએ કહ્યું.
"સારું ચાલો, પણ હું તો આજે જ આ ગ્રુપમાં એડ થયો છું તો મારા પૈસા તો લઈ લો." એમ કહી વિક્રાંતે પર્સમાંથી પૈસા કાઢ્યા અને ટેબલ પર મૂકવા હાથ લંબાવ્યો કે રેનાએ તેનો હાથ પકડી લીધો.
"આજે નહિ વિક્રાંત. આજે તો પાર્ટી હતી અને એમ પણ આજ તો તું અમારા ગ્રુપનો ગેસ્ટ કહેવાય. તો પૈસા લેવાનો તો સવાલ જ નથી. ડોન્ટ વરી , તું પણ કોઈક દિવસ પાર્ટી આપીશ તો અમે પણ પૈસા નહિ આપીએ."
રેનાએ વિક્રાંતનો હાથ પકડતા જ વિક્રાંતના દિલની ધડકન તો રાજધાની એક્સપ્રેસ બની ગઈ. એવું ન હતું કે આજ સુધી કોઈ છોકરી એની મિત્ર ન હતી પણ રેનામાં કઈક અલગ આકર્ષણ અનુભવાતું. તેણે ફક્ત સ્મિત કરીને પૈસા ફરી પોકેટમાં મૂકી દીધા.
બધા કોલેજમાંથી નીકળવા લાગ્યા. અચાનક મિશા ઊભી રહી, "અરે એક વાત પૂછવાનું તો ભુલાઈ જ ગયું. કાલનો ડ્રેસ કોડ શું છે?"
"અરે હા, કાલનો ડ્રેસકોડ છે બ્લૂ એન્ડ વ્હાઇટ. ગર્લ્સ બ્લૂ એન્ડ બોયઝ વ્હાઇટ આઉટ ફીટ પહેરશે. બેયના કોમ્બિનેશનમાં પહેરવું હોય તો પણ છૂટ છે." રેનાએ કહ્યું.
સૌ પોતપોતાની રીતે કોલેજમાંથી નીકળી ગયાં. જો કે પરમ અને વિકી સાથે બાઈક પર ગયાં અને રેના અને હેપ્પી, હેપ્પીની એક્ટિવા પર ગયાં. મિશા પોતાની કાર લઈને જ આવી હતી કેમકે મિશા એક કરોડપતિ પિતાની દીકરી હતી. કોલેજમાં બધા તેને ઘમંડી કહેતાં પણ ખબર નહિ હેપ્પી અને રેનાને તેની સાથે સારું જામતું. માટે જ મિશા કોલેજમાં ખૂબ ઓછા લોકો સાથે બોલતી. તે હમેશા રેના, પરમ અને હેપ્પી સાથે જ જોવા મળતી. એમની દોસ્તીમાં ક્યારેય મિશાનું સ્ટેટસ વચ્ચે ન આવ્યું. એ જ ખાસ વાત હતી એમની દોસ્તીની.
બીજા દિવસે વેલકમ પાર્ટી માટે સૌ આવી ગયાં હતાં. ફર્સ્ટ યરના સ્ટુડન્ટ માટે ખાસ આ પાર્ટીનું આયોજન થયું હતું. પાર્ટી પછી જમવાનો પ્રોગ્રામ પણ હતો. ગર્લ્સ બધી બ્લૂ કપડામાં અને બોયઝ સફેદ અને બ્લૂના કોમ્બિનેશનમાં હતાં.
જે લોકો સ્ટેજ પર પરફોર્મન્સ આપવાના હતાં એમને તૈયાર થવા માટે બે અલગ રૂમની વ્યવસ્થા પણ કોલેજમાં કરવામાં આવી હતી. કોલેજની આ જ તો મજા હોય છે. આખા વર્ષ દરમિયાન વેલકમ પાર્ટી, યુથ ફેસ્ટિવલ, ટૂર, NSS ના કેમ્પ અને છેલ્લે ફેરવેલ પાર્ટી. આવું બધું આખું વર્ષ ચાલે એટલે સ્ટુડન્ટ્સને મજા જ મજા. પછી ભલેને એક્ઝામ ટાઈમ પર આખી રાત બેસીને સિલેબસ ખેંચીને પૂરો કરી લે.
કોલેજનો હોલ પણ મસ્ત બ્લૂ અને વ્હાઇટ બલૂન અને એલ. ઇ. ડી લાઈટથી શણગારેલો હતો. બધા ધીમે ધીમે પોતાની જગ્યા લેવા લાગ્યા. આગળની લાઇનમાં કોલેજના પ્રોફેસર , પ્રિન્સિપલ અને સ્ટાફ બેઠાં. એ પછી ફર્સ્ટ યરના સ્ટુડન્ટ અને પછી સેકન્ડ અને થર્ડ યરના સ્ટુડન્ટ.
વિકી ક્યારનો આમ તેમ નજર દોડાવતો હતો પણ રેના, મિશા કે હેપ્પી ક્યાંય નજરે ચડતા ન હતાં. અચાનક પાછળથી કોઈએ ધબ્બો માર્યો. એ પરમ હતો.
"ડરાવી દીધો તે તો!!!" વિકીએ પોતાના દિલ પર હાથ મૂકી કહ્યું.
"હું થોડો હેપ્પી છું. ડરાવવાનું કામ એનું છે મારું નહિ." આમ કહી પરમ હસવા લાગ્યો.
"એ ખાલી ડરાવે છે થોડી!!! મારો તો જીવ જ લઈ લેવાની હતી એ કાલે."
"કોણ ડરાવે છે?" પાછળથી ફરી અવાજ આવ્યો.
( ક્રમશઃ)
કોણ આવ્યું? રેના કે હેપ્પી?
કેવી રહેશે આજની પાર્ટી?
જાણવા માટે વાંચતા રહેજો.