A - Purnata - 7 in Gujarati Love Stories by Mamta Pandya books and stories PDF | અ - પૂર્ણતા - ભાગ 7

Featured Books
  • فطرت

    خزاں   خزاں میں مرجھائے ہوئے پھولوں کے کھلنے کی توقع نہ...

  • زندگی ایک کھلونا ہے

    زندگی ایک کھلونا ہے ایک لمحے میں ہنس کر روؤں گا نیکی کی راہ...

  • سدا بہار جشن

    میرے اپنے لوگ میرے وجود کی نشانی مانگتے ہیں۔ مجھ سے میری پرا...

  • دکھوں کی سرگوشیاں

        دکھوں کی سرگوشیاںتحریر  شے امین فون کے الارم کی کرخت اور...

  • نیا راگ

    والدین کا سایہ ہمیشہ بچوں کے ساتھ رہتا ہے۔ اس کی برکت سے زند...

Categories
Share

અ - પૂર્ણતા - ભાગ 7

એસીપી મીરા શેખાવતની સામે બે ફાઈલ પડી હતી. એક જેમાં વિક્રાંત મહેરાની ઇન્ફોર્મેશન હતી અને બીજી જેમાં પોસ્ટમોર્ટમના રિપોર્ટ હતાં. મીરાએ ફરી એક ચા મંગાવી અને વિક્રાંતની ઇન્ફોર્મેશન વાળી ફાઈલ હાથમાં લીધી. એટલામાં જ કિશન ઓફિસમાં આવીને સેલ્યુટ કરીને ઉભો રહ્યો. મીરાએ આંખોથી જ તેને બેસવા માટે ઈશારો કર્યો.
મીરાની હમેશાથી આદત હતી કે કોઈ પણ કેસ એ કિશન સાથે ડિસ્કસ કરતી. એનો ફાયદો એ રહેતો કે ક્યારેક કોઈ વાત મીરાના ધ્યાન બહાર રહી ગઈ હોય તો કિશન તરત જ તેનું ધ્યાન દોરી શકે.
ફાઈલ ખોલતાં જ મીરાએ કિશનને પૂછ્યું, "કિશન, શું લાગે છે આ કેસમાં તને??"
"મેડમ, આમ તો મને ખૂન થયું હોય વિક્રાંતનું એવું જ લાગે છે પણ ખૂન માટેનું હથિયાર હજુ સુધી મળ્યું નથી."
"હમમ, એ વાત પણ નોંધવા જેવી તો છે જ."
મીરાએ ફરી ફાઈલમાં ધ્યાન પરોવ્યું. એટલામાં જ ચા આવી ગઈ. ચાની ચૂસકી લેતાં લેતાં એ ફાઈલની ઇન્ફોર્મેશન વાંચવા લાગી.
વિક્રાંત મહેરા સુરત શહેરનું ખૂબ જ જાણીતું નામ છે. પોતાની ૩ કાપડની ફેક્ટરી છે અને બે મોટા શો રૂમ પણ છે. એ સાથે જ એનો ઇમ્પોર્ટ એક્સપોર્ટનો ધંધો પણ છે જેમાં એ ઘણી જ એન્ટિક ચીજ વસ્તુની આયાત નિકાસ કરે છે. વિક્રાંત મહેરા પાંત્રીસ વર્ષનો છે. દેખાવમાં હજુ યુવાનને પણ શરમાવે એવું શરીર ધરાવે છે. જીમમાં જઈને કસાયેલું શરીર, માથા પરના થોડા ભૂખરા એવા વાંકડિયા વાળ, માંજરી આંખો અને અઢળક સંપતિનો માલિક. વિક્રાંતના પરિવારમાં પોતે તથા એના મમ્મી પપ્પા અને વાઇફ દેવિકા. જેમાં એક વર્ષ પહેલાં જ માતા પિતા બેયનું અવસાન થયું હતું.
સંપતિમાં પોતે રહે છે એ એક વિશાળ અને આલીશાન બંગલો, એક પેન્ટહાઉસ, અમુક ફ્લેટ્સ અને જમીન તથા એક સુરત શહેરથી થોડે દૂર આવેલું ફાર્મ હાઉસ. આ બધી સંપત્તિ એણે પોતાની જાત મહેનતથી ઊભી કરી હતી એ પણ છેલ્લા દસ વર્ષમાં. મહેનતની સાથે નસીબ પણ સાથ આપી ગયા હશે.
દેવિકા મહેરા વિશે બસ એટલી જ માહિતી હતી કે તે એક સફળ મોડેલ છે અને તેના વિક્રાંત સાથે લવ મેરેજ છે.
"કિશન, આ દેવિકાની કોઈ બીજી માહિતી ન મળી? એ ક્યાંની છે? પરિવારમાં કોણ કોણ છે?"
"નહિ મેડમ, દેવિકાને બધા મોડેલ તરીકે જ ઓળખે છે. બાકી એના વિષે કોઈ પાસે બીજી માહિતી નથી. કોઈક એવું કહે છે કે તે અનાથ છે. સંઘર્ષ કરતાં કરતાં એક સફળ મોડેલ તરીકે નામના મેળવી લીધી છે."
"ઓકે. જો એ અનાથ હોય તો ક્યાં અનાથાશ્રમમાં હતી એ તો ખબર હશે ને કોઈકને??
"નહિ મેમ, હજુ સુધી તો એવી કોઈ માહિતી મળી નથી."
"હમમ. આ વિક્રાંતની માર્કેટમાં કેવી છાપ હતી?"
"મેમ, વિક્રાંત એક સારો બિઝનેસમેન હતો અને એક ઈમાનદાર માણસ તરીકેની છાપ હતી. ઘણા સામાજિક કાર્યો સાથે પણ તે જોડાયેલો હતો. કોઈ દુશ્મનો પણ હોય એના એવું જાણવા મળ્યું નથી. હા, ધંધાના પ્રતિસ્પર્ધીઓ હોય એ અલગ વાત છે."
"પોસ્ટમોર્ટમ રિપોર્ટ પણ જોઈ લઈએ." આમ કહી મીરાએ ફાઈલ ખોલી અને રીપોર્ટસ વાંચ્યા.
"રિપોર્ટ તો એમ જ કહે છે કે વિક્રાંતના ખૂનમાં રેના શાહનો જ હાથ છે. ફિંગર પ્રિન્ટ મેચ થાય છે રેનાના."
"હા મેમ, પણ....."
"પણ શું કિશન? તું એમ જ કહેવા માંગે છે ને કે ખૂન કરવા માટેનું હથિયાર તો મળ્યું નથી એમ?"
"હા મેમ, પોસ્ટમોર્ટમ રિપોર્ટ એવું કહે છે કે વિક્રાંતના માથાના પાછળના ભાગે કોઈ જાડી વસ્તુથી મારવામાં આવ્યું છે."
"હમમ, તો હવે એ તો રેના જ કહેશેને કે એ હથિયાર શું હતું અને ક્યાં છૂપાવીને રાખ્યું છે."
"રેનાની ધરપકડનું વોરંટ કઢાવ."
*****************************
આ બાજુ વિક્રાંતની બોડી દેવિકાને મળી ગઈ હતી. દેવિકાનો બંગલો તો સિલ હતો તેથી વિક્રાંતની સ્મશાન યાત્રા દેવિકાના પેન્ટ હાઉસથી જ નીકળવાની હતી. વિક્રાંત બિઝનેસ માર્કેટનું ખૂબ જ મોટું માથું હતો એટલે જેવી બધાને તેના મૃત્યુની ખબર પડી એટલે તેને ઓળખતી દરેક વ્યક્તિ તેની સ્મશાન યાત્રામાં જોડાવા હાજર થઈ ગઈ.
આ એક ખૂબ જ વિચિત્ર બાબત છે કે કોઈના મૃત્યુ પર એ વ્યક્તિ પણ હાજરી આપે છે જેને મરનાર સાથે માંડ ક્યાંય દૂર દૂરનો નાતો હોય. જીવતાં જેને કોઈ દિવસ મળ્યા પણ નથી એના જ મૃત્યુ પર રોવાવાળા હજારો નીકળે છે. કોઈક લાગણીથી તો કોઈક સ્વાર્થથી તો કોઈક વળી આખી ઘટનાને જાણવા જ પણ હાજર જરૂર રહે છે.
એમાં પણ વિક્રાંત તો પૈસાદાર વ્યક્તિ હતો. પેલી કહેવત જેવું છે કે " નાણાં વિનાનો નાથિયો અને નાણે નાથાલાલ." બસ આવું જ વિક્રાંતના કેસમાં હતું. એના પૈસાને લીધે સારા અને ખરાબ બંને પ્રકારના વ્યક્તિઓ સાથે તેને સંબંધ હતાં. પછી એ રાજકારણી હોય કે કોઈ ગુંડાઓ.
દેવિકાની હાલત રડી રડીને ખરાબ હતી. મીડિયામાં વિક્રાંતની મૃત્યુ અંગે અઢળક વાતો ચગી હતી. કોઈક એવું કહેતું હતું કે દેવિકા અને વિક્રાંત વચ્ચે સંબંધો સારા ન હતાં એટલે કદાચ દેવિકાનો આ ખૂનમાં હાથ હોય શકે. તો કોઈક ચેનલ વિક્રાંતના લગ્નેતર સંબંધોને મીઠું મરચું ભભરાવીને બતાવી રહી હતી.
સ્મશાન યાત્રામાં પણ હાજર દરેક વ્યક્તિ અંદરોદર ઘુસપુસ કરી રહી હતી પણ દેવિકાને મોઢે પૂછવાની કોઈની હિંમત તો હતી જ નહિ. જેટલા મોઢા એટલું વાતો. બધા આવીને સાચો ખોટો દિલાસો દેવિકાને આપી જતા રહેતાં. અંગત કહી શકાય એવું તો લગભગ કોઈ હતું જ નહિ. બસ દૂરના સંબંધીઓ હતાં જે કામ પડ્યે જ વિક્રાંત અને દેવિકાને બોલાવતાં.
સ્મશાન યાત્રા નીકળવાની જ હતી એ પહેલાં વૈભવ પણ ત્યાં આવ્યો. વિક્રાંતના ફોટા પર ફૂલ ચડાવી તે દેવિકા સામે આવી ઊભો રહ્યો.
"દેવિકા...."
દેવિકાએ રડી રડીને સુજી ગયેલી આંખો ઊંચી કરી વૈભવ તરફ જોયું. તે એક ઝાટકે ઊભી થઈ અને વૈભવને કોલરથી પકડ્યો. આંખોમાં જાણે વૈભવને બાળી નાંખવો હોય એટલો ક્રોધ ભર્યો હતો.
"શું બગાડ્યું હતું વિક્રાંતએ રેનાનું??"
"દેવિકા...પ્લીઝ...શાંત થઈ જાવ...વિક્રાંતની મૃત્યુનું દુઃખ મને પણ છે. પરંતુ હજુ એ સાબિત નથી થયું કે વિક્રાંતનું ખૂન રેનાએ કર્યું છે."
"તમને એ તો ખબર જ હશે કે વિક્રાંતને મળનાર છેલ્લી વ્યક્તિ રેના જ હતી. આનાથી વધુ શું સાબિતી જોઈએ છે તમારે?"
"સાબિતી પણ બહુ જલદી મળી જશે મિસ્ટર વૈભવ." પાછળથી અવાજ આવ્યો. દેવિકા અને વૈભવ બન્નેએ પાછળ ફરીને જોયું તો એસીપી મીરા શેખાવત ઊભી હતી.
"એસીપી , હું ઇચ્છુ છું કે ગુનેગારને જલ્દી જ સજા મળે. મે મારો પતિ ગુમાવ્યો છે તો એને પણ હું સુખ ચેનથી કેમ જીવવા દઉં." એમ કહી દેવિકા ફરી રડવા લાગી.
"અત્યારે તમારા પતિની અંતિમ ક્રિયા પર ધ્યાન આપો. બાકીની વાતો પછીથી કરીશું." એમ કહી મીરા વિક્રાંતના ફોટા પાસે જઈ ફૂલ ચડાવી તરત જ ત્યાંથી નીકળી ગઈ. લોકોને એક નવો મસાલો મળી ગયો વાતો કરવાનો. કેમકે વૈભવની હાજરી નવી વાતો કરવા માટે પૂરતી હતી.
( ક્રમશઃ)
શું પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે મીરા રેનાને અરેસ્ટ કરશે?
શું રેના પોતાની બેગુનાહી સાબિત કરી શકશે?
જાણવા માટે વાંચતા રહેજો.