Kanta the Cleaner - 11 in Gujarati Classic Stories by SUNIL ANJARIA books and stories PDF | કાંતા ધ ક્લીનર - 11

Featured Books
  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

Categories
Share

કાંતા ધ ક્લીનર - 11

11.

કાંતાએ ઘેર આવતાંવેંત કામ શરૂ કરી દીધું. ઝાડુ લઈ બેય રૂમ સાફ કર્યા, રસોડું સાફ કર્યું, થોડી ધૂળ ફર્નિચર પરથી લૂછી, અરીસો ભીના સ્પ્રે થી અને પછી છાપાંથી લૂછ્યો. એ દરમ્યાન સોફા પર બેસી શાક સમારતી મમ્મી સાથે વાતો કરતી રહી.

રૂમમાં ફિનાઇલ વાળું પાણી કરી પોતાંનો દાંડો ફેરવતી તે મોનાને યાદ કરી જમીન પર દાઝ કાઢી રહી. જાણે મોનાને ઢીબતી હોય તેમ ઝાપટીયું મારતી રહી. એક જગ્યાએ કાળો ડાઘ હતો તેની ઉપર આજે જે કાઈં બન્યું તે યાદ કરી જોરથી ઘસતી રહી. ડાઘનું ખાલી ટપકું રહ્યું.

'કેટલીક યાદો આ ડાઘ જેવી હઠીલી હોય છે. ગમે તેમ કરો, જતી નથી.' તે પોતાને કહી રહી.

શાક સમારી મમ્મી ગેસ તરફ જવા ગયાં. "તમે બેસો. હું થાકી નથી. બધું બનાવી દઈશ." કહેતી રસોડાંમાં ગઈ. મમ્મી આમેય અશક્ત તો હતાં જ. એમને લીવરની બીમારી લાગુ પડી ગઈ હતી. વધુમાં એકદમ હાઈ બીપી. પ્રમાણમાં ઓછી ઉંમરે હાર્ટની તકલીફ. તેમનાથી ખાસ થતું ન હતું પણ કાંતાને માટે બધું કરી છૂટવા તૈયાર હતાં.

રસોઈ થઈ રહી હતી. થોડી વાર માટે કાંતા મમ્મીનાં ઘૂંટણો પર માથું ટેકવી બેસી રહી. મમ્મી તેના વાળમાં હાથ ફેરવી રહી.

"તું નહીં હો ત્યારે મારું શું થશે?" મમ્મીએ કહ્યું.

"એમ કહો, તમે નહીં હો તો મારું શું થશે. તમે છો તો બે ઘડી વાતો કરી દિવસભરનો થાક ઊતરી જાય છે."

"પણ દીકરી તો આખરે બીજે ઘેર જવાની. હા, એકવાર તારી સાથે ધોખો થયેલો એ બીજી વાર ન થાય. માણસો દેખાય એવા નથી હોતા."

કાંતાને તેને છેતરી, મમ્મીની ને તેની બધી બચત લઈ ભાગી જનારો વિકાસ યાદ આવ્યો.

"કડવી યાદો ભૂલી જવાની. હું હવે ઘડાઈ ગઈ છું."

"સ્ત્રીઓ લાગણીમાં જલ્દી તણાઈ જાય છે અને તેઓ ગેરલાભ લઈ ભાગી જાય કે આખી જિંદગી માન્યું હોય કાંક અને જીવવું પડે કાંક." મમ્મી તેને માથે હાથ ફેરવતાં કહી રહ્યાં.

મમ્મીએ કહ્યું તે સાથે તેને સરિતાની યાદ આવી. એની જિંદગીમાં પણ સેવેલાં સપનાં ધૂળમાં મળી ગયાં હતાં ને!

મમ્મીને જમાડી, સુવરાવી તે એકલી બહાર ગાદી પાથરી પડી. લાઈટ બંધ થતાં જ તેને આજની યાદો ઘેરી વળી. ભયંકર દિવસ ગયેલો.

તેને વિકાસ યાદ આવ્યો. પોતે ખાલી અઢાર વર્ષની હતી. ભણવામાં તેજ હતી. તેના પપ્પાનું અકસ્માતમાં અવસાન થતાં અને તેમનો શેઠનાં સ્કૂટર પર ફરી કરવાનો વ્યવસાય બહુ બચત કરી શક્યો ન હતો તેથી, કાંતાને બારમું સારા ટકાએ પાસ કરીને પણ જોબ લેવી પડે એમ હતી. પપ્પાના મિત્રને વ્રજલાલે કહેલું કે આ હોટેલમાં જગ્યા ભરવાની છે પણ ક્લીનરની. તેને એમાં પણ વાંધો ન હતો. આવી પોશ હોટેલમાં અંદર ફરવા મળે એ જ તેના માટે મોટી વાત હતી. તેને ઇન્ટરવ્યૂ વખતે વ્રજકાકા જ સાહેબની કેબિન સુધી લઈ ગયેલા, એ સાહેબે માર્કશીટ જોઈ તેને આવી જોબ કેમ લે છે તે પૂછેલું. તેણે ઘરની સ્થિતિની વાત કહેલી. તેની સામાન્ય સ્માર્ટનેસ, સુઘડ, વ્યવસ્થિત દેખાવ, ઠીકઠીક સારું અંગ્રેજી, વિનયી વર્તણુક જોઈ તેને એ જ દિવસે એપોઇન્ટમેંટ આપવામાં આવેલી. એ સરે તેને કહેલું કે આ ક્લીનીંગ આધુનિક સાધનોથી કરવાનું હોઈ લોકો માને છે એવું હલકું કામ નથી. તેને આગળ હોટેલને લગતો કોર્સ કરવા કહેલું. પછી રાધાક્રિષ્નન સાહેબ આવેલા જે તેની ઉપર ખુશ હતા.

પોતે હોટેલ મેનેજમેન્ટની ટ્રેનિંગમાં ગઈ ત્યારે વિકાસ ત્યાં એકાઉન્ટની ટ્રેનિંગ માટે આવેલો. તેણે જાણી જોઈ કાંતા સાથે ગાઢ મિત્રતા કેળવેલી. એકવાર એક મોલમાં પેન જોતાં તેણે પેનડ્રાઈવ સેરવી લીધેલી અને પૈસા આપ્યા વગર નીકળી ગયેલો.

કાંતાનો પહેલો પગાર જમા થતાં મમ્મીએ તેમનાં જોઇન્ટ ખાતામાં જમા કરવા જવા કહેલું. વિકાસ હોંશે હોંશે તેને બેંક લઈ ગયેલો. સ્લીપમાં એકાઉન્ટ નંબર ભર્યો તે તેણે કદાચ પોતાના હાથમાં લખી લીધેલો. થોડા દિવસ પછી પૈસા ઉપાડવા ગયાં ત્યારે તેની સાથે છેડછાડ કરવા લાગેલો. તેણે ગુસ્સામાં વિકાસને દૂર કર્યો. એટીએમમાં કાર્ડ કોઈ કારણે એક વખત ન ચાલ્યું. બીજી વાર તે પિન નાખતી હતી ત્યારે વિકાસે તેને હોટેલના જોબની વાતોમાં ચડાવી પિન તો જોઈ લીધો, તેનું કાર્ડ પણ બાઈક પર તેને બેસાડતા પહેલાં પર્સ પકડી રાખવા કહી હળવેથી સેરવી લીધેલું. ભરોસામાં તે પછીના રવિવારે પૈસા લેવા ગઈ તો ખાતું ખાલી હતું. કાર્ડ તો બ્લોક કરવાથી ફાયદો થયો નહીં. ખાતું ખાલી થઈ ગયેલું. પણ બેંક પાસે નવું કાર્ડ માગવું પડ્યું.

વિકાસે ક્યારેય તેને પોતે રહેતો હતો તે જગ્યા ચોક્કસ કહી ન હતી. પેઇંગ ગેસ્ટમાં છું એમ જ કહેલું. પછી તેનો ફોન નંબર પણ બદલાઈ ગયેલો. વિકાસ તે દિવસ સુધીનું ખાતું સાફ કરી ગયો તે ગયો.

એ વખતે ફૂટતી યુવાનીમાં બધું નવું નવું લાગતું હોઈ તેણે વિકાસને જ્યાં ત્યાં સ્પર્શ પણ કરવા દીધેલો. સારું હતું પોતે અમુક લિમિટથી તેને દૂર રાખેલો.

પોતે તે પછી પુરુષ મિત્ર તો શું, કોઈ સ્ત્રી મિત્ર પણ કરી શકી ન હતી. ક્લીનર્સ તેને ભણેલી, સુધરેલી ગણી દૂર રહેતી, મોના જેવીઓ તેને નીચી ગણતી.

શું વ્રજકાકાએ ચેતવી તેમ રાઘવ સાથે મૈત્રી સારી નથી? સરિતા મેડમ પ્રેમથી બોલાવતાં અને પૈસા પણ આપતાં એ શું ફસાવવા કે ગેરલાભ લેવા?

રાધાક્રિષ્નન સર તેને પ્રમોશન માટે રેકમેન્ડ કરવાનું કહેતા હતા ગુનો સાબિત થયા વિના જ સસ્પેન્ડ કરી પાછી બોલાવવાની વાત જ નહીં!

દુનિયા કેવી હોય છે?

તેણે ડૂસકું ભર્યું. અંધકારમાં ઓશીકું ભીંજાઈ રહ્યું .

ક્રમશ: