Kanta the Cleaner - 4 in Gujarati Classic Stories by SUNIL ANJARIA books and stories PDF | કાંતા ધ ક્લીનર - 4

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

કાંતા ધ ક્લીનર - 4

4.

રાત્રે મોડે સુધી ડ્યુટી કરી તરત પાછા? મને એનાથી કોઈ ફેર પડતો નથી. આ હોટેલ હોય કે ઘર, મારે માટે બધું સરખું છે.

મારા પપ્પા એક એક્સિડન્ટમાં ગુજરી ગયા હતા. તે દિવસે હું ખૂબ દુઃખમાં હતી. લગભગ આખો દિવસ રડી હતી. મારી મમ્મીને તો ટ્રાંકવિલાઈઝર આપી સુવાડી દેવી પડેલી પણ મારે તો સ્વસ્થ રહેવું પડેલું. અગ્નિસંસ્કાર પછીને બીજે જ દિવસે સવારે હું ડ્યુટી પર હાજર થઈ ત્યારે ગાર્ડ વ્રજકાકા અચંબાથી બોલી ઉઠેલા "કાંતા, તું? અત્યારે? તારા પપ્પા ગુજરી ગયા ગઈકાલે તે?"

મેં કહેલું, " કાકા, મારા પપ્પા ગુજરી ગયા છે, હું નહીં. તો શું કામ નોકરીએ ન આવું?" હું એમ કહી કાર્ડ પંચ કરી અંદર જતી રહેલી અને તેઓ આંખો ફાડી જોતા રહેલા.

રાધાક્રિષ્નન સાહેબ ખૂબ ભલા છે. તેમણે તે દિવસે મને કોઈ કામ ન કરવા કહેલું પણ કામમાં જીવ જાય તો બીજા વિચારો આવે નહીં એટલે મેં ઉલટું વધુ કામ કરેલું.

આજે પણ હું તરત આવી પહોંચી પણ નીચે કોઈ ન જોયું. વાતાવરણ ખૂબ ભારેખમ લાગ્યું. કાઈંક અજુગતું થવાની દહેશતે મારા શ્વાસ ઝડપથી ચાલવા લાગ્યા. મારા પગ ધ્રુજવા લાગ્યા. કોઈ અકળ ભય મારી ઉપર સવાર થઈ ગયો.

હું હજી ચેંજીંગ રૂમમાં જઈ મારું યુનિફોર્મ પહેરું ત્યાં તો મને તરત બોલાવવા માણસ, આમ તો મારી નજીકનો કલીગ રાઘવ આવ્યો. "કાંતા, ચાલ. ઉપર તો ઘમસાણ મચી ગયું છે. અરે, રાત્રે અગ્રવાલ સર જે અહીં અવારનવાર ઉતરે છે, એ રૂમમાં મરેલા મળ્યા. કદાચ સીસી ટીવીમાં છેલ્લી તું એ રૂમમાંથી બહાર નીકળેલી."

હેં! હું શું સાંભળું છું? મને મારા પગ નીચેથી જમીન ખસી જતી લાગી. મારી ફરતેની દુનિયા મને ચક્કર ચક્કર ફરતી લાગી. હું પડી જાઉં તે પહેલાં રાઘવે મને પકડી લીધી. એના સહારે હું લિફ્ટમાં સાતમે માળ ગઇ.

રાઘવ તરત નીચે જતો રહ્યો. જતા પહેલાં મારી પીઠ પંપાળતો ગયો. આશ્વાસન આપતો હોય તેમ થપથપાવતો ગયો.

લીફ્ટમાંથી બહાર જાઉં ત્યાં તો રાધાક્રિષ્નન સર, મોના અને મોટો કાફલો ઊભેલો. હજી બધા હોટેલ સ્ટાફના જ દેખાતા હતા.

રાધાક્રિષ્નન સરે મને પૂછ્યું "તેં કાલે આ સ્યુટ 712ની સફાઈ કરેલી?"

મેં હા કહી.

"તું છેલ્લે કેટલા વાગે એ રૂમમાંથી નીકળી?" તેમણે પૂછ્યું.

"સીસી ટીવી ટાઇમ સહિત કહેશે." મોના બોલી. સરે તેને ચૂપ રહેવા ઈશારો કર્યો.

"રાત્રે લગભગ 11 વાગે." મેં કહ્યું.

"આટલું મોડું? કેમ?" ફરી મોનાએ પૂછ્યું.

"એમનાં મિસિસ સરિતા અગ્રવાલે મને બોલાવેલી. કોઈ બોટલ ઢોળાઇ ગયેલી અને કાચ ફૂટેલો એટલે." મેં કહ્યું.

"તેં રૂમમાં એ વખતે શું શું જોયું?" કોઈ પઠ્ઠી ઊંચી સ્ત્રી મારી આંખોમાં આંખ પરોવી પૂછી રહી.

"રૂમમાં સાચે ખુલ્લી બોટલ ઢોળાઇને પડેલી. કદાચ બહારથી લાવેલો દારૂ હોઈ શકે. રૂમ ખૂબ ગંધાતી હતી. અગ્રવાલ સાહેબ ઊંધા પડેલા અને બોટલ ત્યાં એમના બેડ પર નહીં, રૂમની કાર્પેટ પર પડેલી. તૂટીને કાચ ચારે બાજુ વેરાયેલો." મેં કહ્યું. મારી આંખો સામે એ ભયંકર સીન ફરી રમી રહ્યો.

"તો જો મેડમ સરિતાએ તને બોલાવેલી, તો તેઓ ક્યાં હતાં?" રાધાક્રિષ્નન સરે પૂછ્યું.

"નહાતાં હોય એમ લાગ્યું. કે ટોઇલેટ પણ ગયાં હોય. મેં બહારથી નોક કર્યું ત્યારે કોઈએ ખોલ્યું નહીં. ડોર અધખુલ્લું હતું. હું ધક્કો મારી અંદર ગઈ ત્યારે રૂમમાં અંધારું હતું. મેં મારાં કાર્ડથી લાઈટ કરી અને જે જોયું તે મેં કહ્યું એમ હતું."

"લે, બાઈ નહાતી હતી ને રૂમમાં અંધારું હતું?" પેલી પઠ્ઠી સ્ત્રી બોલી.

"નહાવા માટે તો પાછળનાં જાળીયાંના કાચમાંથી અજવાળું આવી શકે ને? અને લાઈટ ક્યારે ગઈ કે કોઈએ બંધ કરી એ ક્યાં મને ખબર હતી?" મેં સ્પષ્ટતા કરી.

"તને તારું કામ કરતાં કરતાં રોજ કરતાં કાઈંક જુદું લાગેલું?" સરે પૂછ્યું.

"આમ તો રોજ જેવું જ. મેં આ 712 ની બરાબર ઉલ્ટાવેલી કોપી જેવો સામેની બાજુનો 709 ખોલવા ટ્રાય કરી કેમ કે તે બહારથી બંધ હતો પણ મારાં કાર્ડ થી પણ તે ખુલેલો નહીં. અંદરથી પણ બંધ હોય એમ લાગ્યું. ત્યાંથી કે આ રૂમમાંથી, બીજી કોઈ ખૂબ વિચિત્ર ગંધ આવતી હતી.

"બીજું કાઈં?" પઠ્ઠી સ્ત્રી બોલી.

"હા. બાથરૂમમાં પાણીનો સતત અવાજ આવતો હતો. સારી એવી વાર પછી મેડમ બહાર આવ્યાં.

તેઓને મેં કહ્યું કે સાહેબ સુતા છે. તેમણે મને સાફ કરી તરત જતા રહેવા કહ્યું."

બધાં જે રીતે મારી સામે જોઈ રહેલાં એ જોઈ મને ફાળ પડી.

"સ્વાભાવિક છે, તું છેલ્લી ગયેલી. હવે જો, આ મેડમ ઇન્સ્પેકટર ગીતા જાડેજા છે. એ તારી પૂછપરછ કરશે. હમણાં તું ક્યાંય જશે નહીં. અને હા, અત્યારે તું હોટેલની ડ્યુટી પર નથી. હાલ તુરત તું સસ્પેન્ડ છો." રાધાક્રિષ્નન સર ઠંડા અવાજે કહી રહ્યા.

ક્રમશ:,