Kavadi Eco Tourism Campsite in Gujarati Travel stories by Tr. Mrs. Snehal Jani books and stories PDF | કેવડી ઈકો ટુરિઝમ કેમ્પસાઈટ

Featured Books
  • રૂપિયા management

    પુરુષ ની પાસે રૂપિયા હોય તો સ્ત્રી નગ્ન થઈ જાય અને પુરુષ પાસ...

  • આપણા ધર્મગ્રંથો - ભાગ 1

    વાંચક મિત્રો સહજ સાહિત્ય ટીમ ધાર્મિક બાબતો વિશે માહિતી લઈ અવ...

  • સેક્સ: it's Normal! (Book Summary)

                                જાણીતા સેકસોલોજિસ્ટ ડોક્ટર મહેન્...

  • મેક - અપ

    ( સત્ય ઘટના પર આધારિત )                                    ...

  • સોલમેટસ - 11

    આરવ અને રુશીને પોલીસસ્ટેશન આવવા માટે ફોન આવે છે. આરવ જયારે ક...

Categories
Share

કેવડી ઈકો ટુરિઝમ કેમ્પસાઈટ

ધારાવાહિક:- ચાલો ફરવા જઈએ.
સ્થળ:- કેવડી ઈકો ટુરિઝમ કેમ્પસાઈટ.
લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની




વેકેશન એટલે વિવિધ સ્થળોએ ફરવા જવાની ઈચ્છા પૂરી કરવાનું માધ્યમ. પણ હું તો કહું છું કે દૂર દૂર ફરવા જવું હોય તો વેકેશનની રાહ જોવી પડે! દરેક જિલ્લામાં ઘણી બધી જગ્યાઓ એવી છે કે જે એક દિવસીય પ્રવાસ માટે ખૂબ જ ઉપયોગી છે. આ સ્થળોનું કુદરતી સૌંદર્ય મનમોહક હોય છે. શનિ રવિની રજાઓમાં જો આવા એકાદ સ્થળની મુલાકાત લીધી હોય તો આખા અઠવાડિયાનો થાક ઉતારી નવો ઉત્સાહ મેળવી શકાય છે.


જો તમે શહેરના પ્રદૂષિત વાતાવરણથી કંટાળી ગયા હોય અને શાંત જગ્યા પર જવાનું વિચારતા હોય કે જ્યાં તળાવ અને પ્રકૃતિની હરિયાળીથી ભરપુર હોય તથા ટેકરીઓ, તંબુ આવેલા હોય અને તમે ત્યાં કેમ્પફાયર પણ કરી શકો. તો તેના માટે સુરત વનવિભાગના 'કેવડી ઈકો ટુરિઝમ કેમ્પસાઈટ' એક ઉત્તમ સ્થળ સાબિત થઈ શકે. અહીં કુદરતી સૌદર્યનો અદભુત ખજાનો છે. ટેકરી અને જંગલોની વચ્ચે આવેલુ આ શાંત અને રમણીય સ્થળ પ્રવાસન માટે શ્રેષ્ઠ છે.


સુરત જિલ્લાના માંડવી તાલુકાના કેવડી ગામે રાજ્ય સરકારના વન વિભાગે ઇકો ટુરિઝમ કેમ્પસાઇટ વિકસાવ્યું છે. કેવડી સુરતથી 85 કિમી દુર અને માંડવીથી માત્ર 20 કિમીના અંતરે આવેલુ છે. કેવડીમાં સ્વયં પ્રકૃતિનો વાસ હોય તેવો અનુભવ થાય છે.


સુંદર ટેકરીઓ અને જંગલોની વચ્ચે આવેલું આ પર્યટન સ્થળ જતાંની સાથે જ મન મોહી લે છે. દૂર દૂરથી પ્રવાસીઓ અહીં ફરવા માટે આવે છે. અહીંની પ્રકૃતિ અને શાંતિનો અનુભવ તમને એટલો સારો લાગશે કે તમે બીજી બધી જ ચિંતા કે ટેન્શન ભૂલીને એક અલગ દુનિયાનો અનુભવ કરી રહ્યા હોય તેવો અહેસાસ થશે.


કેવડી જવા માટેનો શ્રેષ્ઠ સમય ચોમાસા પછી અને શિયાળો છે. આ ઈકો ટુરિઝમ કેમ્પસાઈટમાં ડોમ હાઉસ, ટેન્ટ હાઉસ, રિસેપ્શન સેન્ટર, રેસ્ટોરન્ટ, ટ્રેકિંગ ટ્રેઇલ્સ, પક્ષી જોવા માટેનો પોઈન્ટ, સનસેટ પોઇન્ટ, પરંપરાગત અને શુદ્ધ ખોરાક, કેમ્પફાયર, નેચર એજ્યુકેશન સેન્ટર તથા આસપાસ ફરવા માટે સાઈકલ પણ ભાડેથી આપવામાં આવે છે.


કેવડી કેમ્પસાઇટ તમામ દિવસોએ ખુલ્લુ હોય છે. પરંતુ હાલ કોરોના મહામારીના કારણે બંધ હતું, જે તા.16મી ઓકટોબર 2021થી ફરી ખૂલી ગયું છે. જેથી પ્રવાસીઓ હવે ફરીથી આ કુદરતી સૌંદર્યનું ધામ ગણાતાં સ્થળની મુલાકાત લઈ રહ્યાં છે. સોશ્યલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે માટે પ્રવાસીઓ પોતે જ જરુરી સાવધાની રાખે એ ઈચ્છનીય છે.


કેવડી ઈકો ટુરિઝમ કેમ્પસાઈટ સુરતથી માત્ર 85 કિમીના અંતરે આવેલું હોવાથી ત્યાં પોતાની કાર લઈને જઈ શકાય છે. જો આખું ફેમીલી લઈને જવું હોય તો મીની ટ્રાવેલર કરીને પણ સરળતાથી જઈ શકો છો. આ વન ડે પિકનિક તમને રૂટીન લાઈફમાંથી થોડો ચેન્જ આપશે એ નક્કી છે.


મુલાકાત લેવા માટે કોઈ પણ પ્રકારની પરવાનગીની જરૂર નથી. પરંતુ રાત્રિ રોકાણ માટે સંપર્ક નં. મો.82382 60600 ઉપર કોલ કરીને બુકિંગ કરાવવું જરૂરી છે. મુલાકાત દરમિયાન પ્રવાસીઓએ કોરોના મહામારી સામે સરકારની નિયત માર્ગદર્શિકાને અનુસરવી ફરજિયાત છે.


હવે જોઈએ કે આ સ્થળે કેવી રીતે પહોંચી શકીએ?:-

સૌ પ્રથમ માંડવી ખાતે પહોંચવું.

ત્યાંથી ઝંખવાવ જતો રોડ લેવો.

આગળ જતાં વચ્ચે ફેદરિયા ચોકડી આવશે, ત્યાંથી જમણી બાજુ વળીને 8 કિમી સુધી સીધા જવું.

આગળ જતાં દઢવાડા આવશે, ત્યાંથી જમણી બાજુએ જતાં રહેવું. થોડી જ વારમાં કેવડી કેમ્પસાઈટ આવી જશે.


વિવિધ સ્થળોએથી અંતર:-

સુરતથી 85 કિમી આશરે 2 કલાકનો સમયગાળો
વડોદરાથી 180કિમી આશરે 3.5 કલાકનો સમયગાળો
વલસાડથી 140કિમી આશરે 2.5 કલાકનો સમયગાળો
સાપુતારાથી 150કિમી આશરે 3 કલાકનો સમયગાળો
અમદાવાદથી 280કિમી આશરે 5 કલાકનો સમયગાળો


ઉપલબ્ધ જોવાલાયક જગ્યાઓ:-

Dome house

Tent house

Reception center

Trekking trails

Restaurant

Bird watching point

Sunset point

Traditional and hygienic food

Campfire

Nature education center


રહેવા તથા જમવાની વ્યવસ્થા:-

Tent ₹ 2006

VIP Tent ₹ 7000

Dome ₹ 10003

Doms AC Room ₹ 15004

Tree House ₹ 20001


ઉપચેકત તમામ પ્રકારનાં રહેઠાણનું ભાડું એક દિવસનું છે.

તમને આ વાંચીને જ જવાની ઈચ્છા થઈ ગઈ હશે, બરાબર ને? તો રાહ કોની જુઓ છો. ફટાફટ સામાન પેક કરવા માંડો. આવતાં શનિ રવિ ફરવા જઈ આવો.

નોંધ:- ખાસ ધ્યાન એ વાતનું રાખજો કે આ એક જ નામનાં ગુજરાતમાં બે સ્થળો છે. આપણે જે ચર્ચા કરી એ દક્ષિણ ગુજરાતમાં આવેલું સ્થળ છે. બીજું કેવડી કેમ્પસાઈટ છોટા ઉદેપુર, પંચમહાલ જિલ્લામાં આવેલું છે.

સૌજન્ય:- ઈન્ટરનેટના વિવિધ વેબપેજ

આભાર.

શ્રીમતી સ્નેહલ રાજન જાની
સુરત.