Son Bhandar cave in Gujarati Travel stories by Tr. Mrs. Snehal Jani books and stories PDF | સોન ભંડાર ગુફા

Featured Books
  • इश्क दा मारा - 79

    यश यूवी को सब कुछ बता देता है और सब कुछ सुन कर यूवी को बहुत...

  • HOW TO DEAL WITH PEOPLE

                 WRITERS=SAIF ANSARI किसी से डील करने का मतल...

  • Kurbaan Hua - Chapter 13

    रहस्यमयी गुमशुदगीरात का समय था। चारों ओर चमकती रंगीन रोशनी औ...

  • AI का खेल... - 2

    लैब के अंदर हल्की-हल्की रोशनी झपक रही थी। कंप्यूटर स्क्रीन प...

  • यह मैं कर लूँगी - (अंतिम भाग)

    (भाग-15) लगभग एक हफ्ते में अपना काम निपटाकर मैं चला आया। हाल...

Categories
Share

સોન ભંડાર ગુફા

લેખ:- સોન ભંડાર ગુફા વિશેની માહિતી
લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની


ભારત દેશમાં અનેક રહસ્યમય સ્થળો છે, જે વિજ્ઞાન માટે પણ આજે કોયડો સમાન છે. આ કોયડામાં સોન ભંડારનો કોયડો પણ છે, જે બિહારના નાલંદા જિલ્લાનાં રાજગીરમાં સ્થિત છે. એવું કહેવામાં આવે છે કે આ સ્થળ પર સોનાનો ભંડાર છે, અને આથી જ આ જગ્યા 'સોન ભંડાર' તરીકે ઓળખાય છે.



આ ભંડાર હર્યક વંશના સંસ્થાપક બિંબિસારની પત્નીએ છૂપાવ્યો હતો. આજ સુધી કોઈ પણ વ્યક્તિ આ ખજાના સુધી પહોંચી શકી નથી.


ઈતિહાસકારોનાં કહેવા પ્રમાણે હર્યક વંશનાં સંસ્થાપક બિંબિસારને સોના-ચાંદીપ્રત્યે ખૂબ લગાવ હતો. આ માટે તેઓ સોનું અને સોનાનાં ઘરેણાં એકઠાં કરતા હતા. એવું કહેવામાં આવે છે કે બિહારની આ ગુફામાં તેમનો ખજાનો છૂપાયેલો છે. અંગ્રેજો પણ તેની અંદર જવામાં સફળ થયા ન હતા.


આ ગુફાનું નિર્માણ હર્યક વંશના સંસ્થાપક બિંબિસારની પત્નીએ કરાવ્યું હોવાનું કહેવામાં આવે છે. અહીં સોનાનો ભંડાર જોવા માટે અને તેના વિશે જાણવા માટે દેશ વિદેશથી પર્યટકો આવે છે. આ સ્થળ બિહારના રાજગીર શહેરમાં આવેલું છે.



કહેવાય છે કે હર્યક વંશના સંસ્થાપક બિંબિસારને અનેક રાણીઓ હતી. જેમાંથી એક રાણી તેમની ખૂબ કાળજી રાખતી હતી. જ્યારે રાજાના પુત્ર અજાતશત્રુએ પિતાની ધરપકડ કરીને જેલમાં પૂરી દીધા ત્યારે આ રાણીએ રાજગીરમાં સોનાનો આ ભંડાર બનાવ્યો હતો. આ ગુફામાં રાજા દ્વારા એકઠા કરવામાં આવેલા તમામ ઘરેણા મૂકી દીધા હતા.


સોન ભંડાર ગુફામાં પ્રવેશ કરતા જ 10.4 મીટર લાંબો અને 5.2 મીટર પહોળો રૂમ આવે છે. આ રૂમની ઊંચાઈ લગભગ 1.5 મીટર છે. આ રૂમ ખજાનાની રક્ષા કરતા સૈનિકો માટે બનાવવામાં આવ્યો હતો. જેની બીજી તરફ ખજાનોનો રૂમ છે, જેને એક મોટા પથ્થરોથી ઢાંકી દેવામાં આવ્યો છે.


આ ગુફામાં બે રૂમ એક જેવા બનાવાયા હતા. એકમાં ખજાનો રખાયો હતો જ્યારે એક રૂમમાં સૈનિકો રહેતા હતા. આ રૂમને મોટા પથ્થરથી ઢાંકી દેવામાં આવ્યો છે. જેને કઈ પણ ખોલવા માટે સફળ રહ્યા ન હતા. આ જ કારણે આ ગુફા વિજ્ઞાન માટે આજે પણ કોયડો છે.


મૌર્ય શાસકમાં બનેલી આ ગુફાના દરવાજા પર પહાડ પર શંખ લિપિમાં કંઈક લખેલું છે. એવું કહેવા છે કે આ શંખ લિપિમાં આ ખજાનાને ખોલવા માટેનું રહસ્ય છૂપાયું છે. જે કોઈ વ્યક્તિ આ લિપિને વાંચવામાં સફળ રહે તે સોન ભંડાર ખોલી શકે છે.


ઉલ્લેખનીય છે કે રાજગીરમાં માનવ નિર્મિત પ્રાચીન ગુફાઓ છે. જેમાંથી એકની બહાર મૌર્યકાલની કલાકૃતિ મળી છે. બીજાના પ્રવેશ દ્વારા પર રાજવંશની ભાષા અથવા ચિન્હોમાં શિલાલેખ છે.


આ ગુફાઓની બહાર ભગવાન વિષ્ણુની પ્રતિમા અને કલાકૃતિ મળતા આને હિન્દુ તેમજ જૈન ધર્મ સાથે જોડવામાં આવે છે. અમુક ઈતિહાસકારોનું માનવું છે કે આનો સંબંધ બૌદ્ધ ધર્મ સાથે છે. ઈતિહાસકારોનું કહેવું છે કે હર્યક વંશના સંસ્થાપક તેમજ મગધના સમ્રાટ બિંબિસાર ઈ.સ. પૂર્વ 543માં 15 વર્ષની ઉંમરમાં ગાદી પર બેઠો હતો.


માન્યતા મુજબ બિંબિસારે પોતાના સોનાના ખજાનાને છૂપાવવા માટે વિભારગિરિ પર્વતની તળેટીમાં એક જુડવા ગુફા બનાવી હતી. બાદમાં બિંબિસારનાં પુત્ર અજાતશત્રુએ સત્તા માટે પિતાને કેદ કરી લીધા હતા અને પોતે મગધનો સમ્રાટ બન્યો હતો. બાદમાં તેણે પિતાની હત્યા કરી નાંખી હતી. જેના મોત બાદ આ રહસ્ય ક્યારેય ઉકેલાયું નથી. એવું કહેવાય છે કે ખજાના સુધી પહોંચવાનો રસ્તો ફક્ત બિંબિસાર જ જાણતો હતો.



આ ગુફાનાં ખજાના સાથેની એક વાર્તા મહાભારતકાળ સાથે પણ જોડેાયેલી છે. વાયુ પુરાણ અનુસાર હર્યક વંશના શાસનમાં આશરે અઢી હજાર વર્ષ પહેલા મગધ પર શિવભક્ત જરાસંઘના પિતા વૃહદરથનું શાસન હતું. જેના બાદ જરાસંઘ સમ્રાટ બન્યો હતો. જે બાદમાં તે ચક્રવતી રાજા બનવા માટે 100 રાજ્યનાં રાજાઓને પરાજિત કરવા માટે નીકળી પડ્યો હતો. જેમાંથી તેણે 80 રાજાને પરાજિત પણ કર્યાં હતા અને તેમની સંપત્તિ એકઠી કરી લીધી હતી.


વાયુ પુરાણ પ્રમાણે આ સંપત્તિને તેણે વિભારગિરિ પર્વતની તળેટીમાં ગુફા બનાવીને છૂપાવી દીધી હતી. ત્યારબાદ પાંડવો સાથે તેને યુદ્ધ થયું હતું. ભગવાન શ્રીકૃષ્ણએ બતાવેલી રીતથી ભીમે જરાસંઘનો વધ કરી દીધો હતો. જરાસંધના મોત બાદ ગુફામાં છૂપાવેલા ધનનું રહસ્ય પણ દફન થઈ ગયું હતું.


અંગ્રેજોએ પોતાના શાસનમાં તોપથી વિસ્ફોટ કરીને ગુફાની અંદર જવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ સફળ રહ્યા ન હતા. સમયાંતરે આવો પ્રયાસો થતાં રહ્યા પરંતુ ગુફાનો રહસ્ય આજ સુધી કોઈ પણ ઉકેલી શક્યું નથી. ગુફાની દિવાલ પર અમુક ગુપ્ત શિલાલેખ પણ છે. આ શિલાલેખને વાંચી કે સમજી શકાતા નથી. સ્થાનિક લોકો એવું માને છે કે જે વ્યક્તિ આ શિલાલેખને વાંચી અને સમજી લેશે તે આ રહસ્ય ઉકેલી નાાખશે.


ટૂંકમાં, ભારતમાં એવાં અનેક રહસ્યો આવેલાં છે જે ભલભલા વૈજ્ઞાનિકો અને ઈતિહાસકારોને વિચારતાં કરી દે છે અને સાથે સાથે જે લોકો આ બધું અફવા સમજીને દેશની ધરોહરની મજાક ઉડાવે છે તેમનાં ગાલ પર પણ એક તમાચા સમાન છે.

સૌજન્ય:- ઈન્ટરનેટના વેબપેજ

આભાર

સ્નેહલ જાની