Kanta the Cleaner - 8 in Gujarati Classic Stories by SUNIL ANJARIA books and stories PDF | કાંતા ધ ક્લીનર - 8

Featured Books
  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

  • તલાશ 3 - ભાગ 21

     ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તે...

Categories
Share

કાંતા ધ ક્લીનર - 8

8.

"ચિંતા ન કર, કાંતા, તને છોડી દેશે તો આજે તારી ડ્યુટી ગણી લેશું. તારી આબરૂ સારી છે. જોઈએ. હમણાં તું જા આ લોકો સાથે." રાધાક્રિષ્નન સર તેને ખભે હાથ મૂકી આશ્વાસન આપી રહ્યા.

ગીતા જાડેજા કાંતાને ખભે હાથ મૂકી ચાલ્યાં. આમ તો કાંતાને રાહત થઈ કે તે મુખ્ય આરોપી નથી. ગીતા મેડમનો હાથ ખભે હતો તે જાણે હાથકડીને બદલે હોય એવું લાગતું હતું. જાણે પકડીને લઈ જતી હોય!

હોટેલનું મેઇન ડોર આવતાં વ્રજલાલે ગીતા સામે ઝૂકી સલામ કરી અને ડોર ખોલ્યું. કાંતા સામે તેમણે દયાભરી દૃષ્ટિએ જોઈ ડોક હલાવી.

કાંતા એ સફેદ કારમાં ગીતા જાડેજા સાથે બેઠી. કારમાં ગીતા જાડેજા તેની સાથે સામાન્ય વાતો કરી રહ્યાં પણ તેને તો ગ્રાહકો સાથે વાત ન કરવા કેળવેલી એટલે એકાક્ષરી જવાબો આપતી રહી. ઇન્સ્પેકટરે તેની કેટલી નોકરી થઈ એ પૂછ્યું. એણે ચાર વર્ષ એમ કહ્યું. તેમણે ઘર વિશે, પગાર, ટીપ્સ, ગ્રાહકો કેવા આવતા વગેરે પૂછ્યું. ઘણાના જવાબો તેણે ખાલી સ્મિતથી એવોઇડ કર્યા.


કાર સાથે તેની વિચારધારા પણ ઝડપથી દોડવા લાગી.

એક જ કલાકમાં શું નું શું થઈ ગયું?

સરિતા મેડમ.. અગ્રવાલજી તો આ હોટેલના અવારનવાર આવતા ગેસ્ટ હતા. બધો સ્ટાફ તેમને જાણતો હતો. હા, કોઈને કહેવાય થોડું કે સાહેબ ક્યારેક કોઈ સુંદર સ્ત્રી, ક્યારેક તો કાંતાની પોતાની જ ઉંમરની, ને લઈને આવતા? સરિતા મેડમ જ્યારે લાંબો સ્ટે હોય ત્યારે સાથે આવતાં. કાંતા સાથે તેમને તો ગાઢ મિત્રતા થઈ ગયેલી. એટલે તો રાત્રે તેને બોલાવી ત્યારે તે તરત ત્યાં ગયેલી.

પોલીસ સ્ટેશન આવતાં તેને અંદર એક અલગ રૂમમાં લઈ જવામાં આવી. ત્યાં તે એકલી બેઠી હતી તેણે ચારે તરફ દૃષ્ટિ ફેરવી.

તે મનમાં બોલી "હું પોલીસ સ્ટેશનમાં! કેવું વિચિત્ર લાગે છે! ઘણા વખતથી હું હોટેલ થી ઘર અને પરત જ ગઈ છું. ડ્યુટી જ મારી જિંદગી છે.

આ તે કેવી જગ્યા છે? એક જૂનું કબૂતરની ચરક સુકાઈ ગયેલું ટેબલ, બે વાર્નીશ ઝાંખો પડેલી ખૂબ જૂની ખુરશી, અંધારો રૂમ. ઉપરથી એકદમ તીવ્ર સફેદ, આંખ આંજી દેતી લાઈટ. સફેદ પ્રકાશ તો એકદમ સ્વચ્છ રૂમમાં શોભે. અહીં કેવું ગંધરું છે!"

એક ક્લીનર તરીકે આદત મુજબ તેણે ટેબલ પર દેખાતી ધૂળ નજીક પડેલું ફાઈલોનું લાલ કપડું ઉપાડી ઝાટકી, લૂછી.

ગીતા સાથે એક અધિકારી અંદર આવ્યા. કાંતા સામે સ્મિત આપી બેઠા. તેમની પાસે એક પેડ અને ઉપરથી ચાવી ખાધેલ પેન હતાં. બન્નેએ આરપાર વિંધતી નજરે કાંતા સામે જોયું. કાંતાનું ધ્યાન ત્રાંસાં પડેલાં પેડ પર હતું. આદત મુજબ તેણે પેડ સીધું કર્યું

અધિકારી તાકીને જોઈ રહ્યા. તે નીચું જોઈ ગઈ.

"બહુ ગભરાઈ ગઈ છે તું! થાય. પોલીસ સ્ટેશન જગ્યા જ એવી છે. તું ચિંતા ન કર. બીજાઓ તારા કહેવા પર ટિપ્પણી ન કરે એટલે ખાનગીમાં અહીં પૂછતાછ. જસ્ટ ફોર્માલિટી. " ગીતાએ આશ્વાસન આપ્યું.

અધિકારી વધુ નજીક આવી તાકતાં બોલ્યા "તો તને એ રૂમમાં ત્યારે સફાઈ કરતાં શું અસામાન્ય લાગેલું?"

"એ ફેમિલી અમારું રેગ્યુલર ગેસ્ટ છે. તેઓને હંમેશ રૂમ અસ્તવ્યસ્ત રાખવાની ટેવ છે. horrible. અરે, અંડરકલોથ્સ પણ શરમ આવે એમ પડ્યાં હોય. કાચની બોટલ ફૂટી એમાં મને કેમ બોલાવી એ નવું તો લાગ્યું. હા. ડ્રોઈંગ રૂમમાં જ, બેડની બાજુમાં ગોળીઓની બોટલ પડેલી. બે ચાર ગોળી બેડ પાસે વેરાયેલી હતી. નીચે નજીકમાં મિ.અગ્રવાલનો રોબ પણ ત્યાં બેસીને કાઢ્યો હોય તેમ પડેલો."

કાંતાએ મનમાં કહ્યું 'મારે હમણાં એ નથી કહેવું કે રૂમની તિજોરી ખુલ્લી ફાટ અને ખાલી હતી. નજીકમાં એક ફ્લાઇટ ટિકિટ ઇટીનરી સાથે પડેલી. સાફ કરવા ગઈ ત્યારે સોફા ચેર પર સરિતાની ફરની પર્સ ઊભી પડેલી, ફરી મને રૂમમાં લઈ ગયા ત્યારે ત્યાં નહોતી. નાહક મારી ગાઢ મિત્ર સરિતા મુશ્કેલીમાં મુકાઈ જાય.'

"સરિતા મેડમે તને કાઈં કહેલું? હા, તે અવારનવાર આવતી તો તેનો સ્વભાવ કેવો હતો? તને એમનું સાહેબ સાથે વર્તન કેવું લાગતું હતું?" અધિકારીએ પૂછ્યું.

"સરિતા ગેસ્ટ કરતાં એક બહેન જેવો મારી સાથે ઘનિષ્ઠ સંબંધ ધરાવતી હતી. એમ તો ટીપ આપવામાં ઉદાર અને પ્રેમાળ. પણ અગ્રવાલજી મારી સાથે વાત કરતા નહીં. ટીપ સરિતાને બદલે કોઈ અન્ય સ્ત્રી સાથે હોય ત્યારે મને સારી એવી આપતા."

અધિકારીએ નોંધ્યું.

"હા, તો એ પીલ્સ શાની હતી એ કહી શકે?"

"ચોક્કસ. એ સરિતાની હતી. અગ્રવાલજી પાસે ક્યાંથી આવી એ સવાલ છે. એ પેઇન કિલર છે એમ સરિતાએ મને કહેલું. મેં સરિતાને એ લેતાં જોયેલાં. એમણે કહેલું કે સખત પેઈન થાય ત્યારે મગજ શાંત કરવા. બધું જ ભૂલી જઈ ગાઢ ઊંઘ આવે એમ કહેલું. એમણે મને પણ એકાદ વાર લેવા ઑફર કરેલી. બધો સ્ટ્રેસ ભૂલી જાઉં એટલે."

"એ નશીલી ડ્રગ હોઈ શકે. ઠીક. તને ફરીથી બોલાવી ત્યારે ત્યાં એ બોટલ હતી?" અધિકારીએ પૂછ્યું.

"હું સ્યોર છું, નહોતી. જ્યાં સરિતા રાખતી ત્યાં પણ નહીં અને બેડ પાસે પણ નહીં."

બન્નેએ સૂચક રીતે સામસામું જોયું.

ક્રમશ: