Kanta the Cleaner - 7 in Gujarati Classic Stories by SUNIL ANJARIA books and stories PDF | કાંતા ધ ક્લીનર - 7

Featured Books
  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

  • તલાશ 3 - ભાગ 21

     ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તે...

Categories
Share

કાંતા ધ ક્લીનર - 7

7

"હાશ! મેં ખૂન કર્યું નથી છતાં હું ડરી ગયેલી." કાંતા એકદમ રિલેક્સ થતી બોલી.

અંદર બીજા પોલીસ અધિકારી આવ્યા. તે કહે "ગીતા, પહેલો રિપોર્ટ કહે છે કે મિ. અગ્રવાલ કદાચ હાર્ટ એટેકથી મર્યા છે. પણ તો સવાલ એ ઉઠે કે એટેક આવ્યો ત્યારે મિસિસ સરિતાએ રિસેપ્શન પર ઇમરજન્સી ડોકટર માટે કેમ કહ્યું નહીં? અને રૂમ કલીનીંગ માટે એ પહેલાં ફોન કર્યો કે પછી?"

"બીજું તમે શું જોયું સર?" ગીતાએ તેમને પૂછ્યું

"આંખની આસપાસ નસો ખેંચાયેલી. કોઈ ઇજા પણ હોય અને સિવિયર એટેકમાં પણ એવું થાય. કોઈ દવાથી કે અમુક ખૂબ નશીલા દારૂથી પણ એટેક આવે. કોઈએ હુમલો કર્યો હોય તો પણ બને. પોસ્ટમોર્ટમ કરવા મોકલીએ છીએ." કહી તેઓ નીકળી ગયા.

"એમ કર છોકરી.. શું નામ? કાંતા. ચાલ પહેલાં સ્યુટ 712 માં જઈ અત્યારની સ્થિતિ તને બતાવી ત્યારે શું હતું એ તારે મોં એ સાંભળી લઈએ." કહેતાં ગીતા મેડમ તેનો હાથ હળવેથી પકડી લીફ્ટમાં થઈ 712 તરફ લઈ ગયાં.

તેઓ લિફ્ટમાંથી બહાર નીકળી ફોરેન્સિક ની ટીમ આવેલી તેની સાથે કંઇક વાત કરવા ગયાં. હવે એમને એટલો ભરોસો હતો કે કાંતા ભાગી નહીં જાય. કાંતા પોતે રોજ જે લોબીનો પેસેજ, નીચે જુઓ તો પોતાનું મોં દેખાય તેવો સાફ કરતી ત્યાં એક ખૂણે ઊભી રહી.

એકાએક સર્વિસ લિફ્ટ ખુલી. કાંતા ચોંકી ગઈ. વૃજલાલ કાકા!

" વ્રજકાકા, તમે? ગેઈટ પર કોઈ છે ને?"

"શાબાશ દીકરી, તને આવી સ્થિતિમાં પણ હોટેલનું સૂઝ્યું. દીકરી, મને ખબર પડી કે તને શંકાસ્પદ આરોપી ગણે છે એટલે કામચલાઉ કર્મચારી જીવણ આવતો હતો એને ત્યાં ઊભો રાખી આવી ગયો.

તને મારી દીકરીની વાત કરી છે ને!" વ્રજલાલે કહ્યું.

"હા. તમને એની ઉપર ખૂબ વ્હાલ અને માન છે. ખૂબ ધ્યાનથી ભણે છે, તમે એની ઘણી વાર વાત કરો છો." કાંતાએ કહ્યું.

"હા, દીકરી. તને ખબર છે ને કે એ લૉ યુનિ. માં ભણતી? એ ફર્સ્ટ ક્લાસમાં પાસ થઈ એની મીઠાઈ પણ તમને અમુક સ્ટાફને મેં ખવરાવેલી. હા, તો એ જાણીતા વકીલ ભાર્ગવની આસિસ્ટન્ટ તરીકે રહી છે. તું અત્યારે આરોપી નથી છતાં મને લાગે છે એને વાત કરી દઉં."

"કાકા, આમ તો વાત સાચી પણ તમે તો મારાં માબાપ બેયને ઓળખો છો. મારા પપ્પા નથી અને મમ્મી અશક્ત છે. બે જણનું માંડ પૂરું કરું છું ત્યાં વકીલ, એ પણ ભાર્ગવ, ન પોષાય. એના કરતાં ભગવાન જે કરે એ."

"હું કહી તો જોઉં? તારા બાપ અને હું મિત્રો હતા. દીકરી, હિંમત રાખજે." કહી વ્રજલાલ ફટાફટ સર્વિસ લિફ્ટ આવી એમાં જતા રહ્યા.

એ જ વખતે રાધાક્રિષ્નન લિફ્ટમાંથી પ્રવેશ્યા. ગીતા જાડેજા પણ આવી પહોંચી.

કાંતાને રૂમમાં લઈ ગયા. ડોર ખુલ્લું જ હતું. અત્યારે અગ્રવાલ ચત્તા પડેલા. પોલીસ કોઈને બેડ નજીક જવા દેતી ન હતી. સામે ખુરશી પર બેઠી સરિતા માથાં પછાડીને રડતી હતી. તેને શબ પાસે જવું હતું, ગીતા તેને જવા દેતી ન હતી.

સરિતામેડમની આ હાલત! કાંતાએ સહાનુભૂતિપૂર્વક તેમની સામે જોયું. સરિતાએ મોં ઊંચું કરી કાંતા સામે જોયું. જાણે ઓળખતી જ નહોતી.

કાંતાએ વિચાર્યું, આ જ સ્ત્રી પોતાને એની નાની બહેન માનતી હતી! બેય વચ્ચે એણે તો સખીપણાં વિકસાવેલાં!

કાંતાએ પોતે ક્યાં હતી, ક્યાંથી સ્પ્રે લીધો, ક્યાં કાચના ટુકડા વેરાયેલા એ બતાવ્યું. અત્યારે લાશનું મોં ખુલ્લું હતું. રૂમમાં માખી બણબણતી હતી. પોતે ક્લીનર તરીકે આવું જરાય ન ચલાવે.

પોતે લાઈટ કરવા કેવી રીતે ગેટ તરફ ગઈ એ બતાવવા ગીતામેડમ સામે જોતી ગઈ.

ત્યાં તો ગીતાનો હાથ છટકાવી સરિતા દોડીને લાશને ભેટી પડી, માથું પછાડતી લાશની કમર, પેટ, પગ પર હાથ ફેરવતી રહી. લાશના પગ સાથે માથું ચાંપ્યું અને છાતી પર પછડાટ ખાવા જતી હતી ત્યાં ગીતાએ તેને બાવડેથી પકડી દૂર કરી.

" હં હં, બેન, તમારાં ફિંગરપ્રિન્ટ એમની ઉપર આવી જશે. તમને દૂર રહેવા કહ્યું છે ને!"

"જોવાનું જોઈ લીધું. કાંતા, બસ. તેં સારી મદદ કરી." ગીતા મેડમનો અવાજનો ટોન ફરી ગયેલો. હવે એટલો રુક્ષ નહોતો.

"ચાલ ત્યારે છોકરી, પોલીસ સ્ટેશન લઈ જઈ તારું સ્ટેટમેન્ટ રેકોર્ડ કરવું પડશે." ગીતા જાડેજા કહી રહ્યાં.

"પછી હું છૂટી ને? ઘેર ઘરડી મા છે, રસોઈ પણ બાકી છે.." કાંતાથી બોલાઇ ગયું.

"હમણાં તો ચાલ?" અદબ વાળી, દાંત ભીંસતાં ગીતાએ કહ્યું.


ક્રમશ: