Khajano - 72 in Gujarati Adventure Stories by Mausam books and stories PDF | ખજાનો - 72

The Author
Featured Books
  • इश्क दा मारा - 79

    यश यूवी को सब कुछ बता देता है और सब कुछ सुन कर यूवी को बहुत...

  • HOW TO DEAL WITH PEOPLE

                 WRITERS=SAIF ANSARI किसी से डील करने का मतल...

  • Kurbaan Hua - Chapter 13

    रहस्यमयी गुमशुदगीरात का समय था। चारों ओर चमकती रंगीन रोशनी औ...

  • AI का खेल... - 2

    लैब के अंदर हल्की-हल्की रोशनी झपक रही थी। कंप्यूटर स्क्रीन प...

  • यह मैं कर लूँगी - (अंतिम भाग)

    (भाग-15) लगभग एक हफ्ते में अपना काम निपटाकर मैं चला आया। हाल...

Categories
Share

ખજાનો - 72

"બાળકો...! અહીં આવી જાઓ..! આપણને સ્ટોન ટાઉન લઈ જવા માટે વૅન આવી ગઈ છે. ઝડપથી વેનમાં ગોઠવાઓ." પાંચે યુવાનોને વૅન પાસે બોલાવતા અબ્દુલ્લાહીએ કહ્યું. પાંચે જણા અબ્દુલ્લાહી પાસે આવ્યા અને એક એક કરીને બધાએ વૅનમાં ગોઠવાયા. ડ્રાઇવરે વેન ચાલુ કરી સ્ટોન ટાઉન તરફ પ્રયાણ કર્યું. કિનારાથી થોડે અંદર જતા સ્ટોન ટાઉન સીટી આવી ગઈ. સાવ અલગ લાગતા મકાનો.. સીટી અને પ્રદેશ જોઈ પાંચે યુવાનો નવાઈ પામતા હતા.

"મામુ...! તમે તો ઘણી વખત આ સ્ટોન ટાઉન સિટીમાં આવ્યા છો થોડું ઘણું આ સિટી વિશે અમને જણાવો તો ખરા..! આ સુંદર અને અદભુત ઇમારતો ધરાવતી આ સીટીની હિસ્ટરી શું છે..? એ તો જરા કહો..!" ઈબતીહાજે પોતાના મામુને પૂછ્યું. અબ્દુલ્લાહી મામુ તો જ્ઞાનનો ભંડાર હતા. તેમને જે તે પ્રદેશની સીટી.. તેના ઇતિહાસ વિશે અઢળક માહિતી હતી અને પોતાની પાસે રહેલી માહિતીને અન્યને શેર કરવામાં તો તેઓ પાછા પડે તેમ ન હતા. અબ્દુલ્લાહીમામોએ સ્ટોન ટાઉન સીટી વિશે બોલવાનું શરૂ કરી દીધું.

"ઝાંઝીબારનું સ્ટોન ટાઉન એ પૂર્વ આફ્રિકાના સ્વાહિલી દરિયાકાંઠાના વેપારી નગરોનું સારું ઉદાહરણ છે. તેણે તેના શહેરી ફેબ્રિક અને ટાઉનસ્કેપને વર્ચ્યુઅલ રીતે અકબંધ સાચવી રાખ્યું છે અને તેની વિશિષ્ટ સંસ્કૃતિને પ્રતિબિંબિત કરતી ઘણી સુંદર ઇમારતો ધરાવે છે, જેણે આફ્રિકા, આરબ પ્રદેશ, ભારત અને યુરોપની સંસ્કૃતિના અલગ-અલગ તત્વોને એક સહસ્ત્રાબ્દી કરતાં વધુ સમયથી સંયોજિત કર્યા છે.
મુખ્ય ઇમારતો 18મી અને 19મી સદીની છે અને તેમાં પુરાણા કિલા જેવા સ્મારકોનો સમાવેશ થાય છે, જે અગાઉના પોર્ટુગીઝ ચર્ચની જગ્યા પર બાંધવામાં આવ્યો હતો; અજાયબીઓનું ઘર, સુલતાન બરખાશ દ્વારા બાંધવામાં આવેલ એક વિશાળ ઔપચારિક મહેલ; જૂની દવાખાનું; સેન્ટ જોસેફ રોમન કેથોલિક કેથેડ્રલ; ક્રાઇસ્ટ ચર્ચ એંગ્લિકન કેથેડ્રલ, ડેવિડ લિવિંગ્સ્ટનના ગુલામ વેપારનો અંત લાવવાના કામની યાદમાં અને છેલ્લા ગુલામ બજારની જગ્યા પર બાંધવામાં આવ્યું હતું. ગુલામ વેપારી ટીપુ ટીપનું નિવાસસ્થાન,માલિંદી બામનરા મસ્જિદ, જમાત ખાને ઈસ્માઈલી સંપ્રદાય માટે બાંધ્યું હતું, રોયલ કબ્રસ્તાન, હમામાની અને અન્ય પર્શિયન સ્નાન. આ ઇમારતો, સાંકડી, વિન્ડિંગ સ્ટ્રીટ પેટર્ન, સમુદ્ર તરફની વિશાળ હવેલીઓ અને ખુલ્લી જગ્યાઓ સાથે મળીને, એક અસાધારણ શહેરી વસાહત બનાવે છે. જે આફ્રિકન અને એશિયન દરિયાકિનારા વચ્ચે લાંબા સમયથી ચાલતી વેપાર પ્રવૃત્તિને પ્રતિબિંબિત કરે છે. ખાસ કરીને સ્ટોન ટાઉન એ સ્થળ તરીકે પણ ઓળખાય છે જ્યાં ગુલામોનો વેપાર આખરે નાબૂદ કરવામાં આવ્યો હતો. ગુલામીના દમનમાં ઝાંઝીબારનું ખૂબ જ સાંકેતિક મહત્વ છે, કારણ કે તે પૂર્વ આફ્રિકાના મુખ્ય ગુલામ-વેપાર બંદરોમાંનું એક હતું અને ડેવિડ લિવિંગસ્ટોન જેવા તેના વિરોધીઓએ તેમના અભિયાનો હાથ ધર્યા તે આધાર પણ હતો. સદીના છેલ્લા દાયકાઓમાં, ઝાંઝીબારના સુલતાનોએ જર્મન સામ્રાજ્ય અને યુનાઇટેડ કિંગડમને મેઇનલેન્ડ પૂર્વ આફ્રિકામાં ધીમે ધીમે તેમની સંપત્તિ ગુમાવી દીધી.1890 માં, હેલિગોલેન્ડ-ઝાંઝીબારની સંધિ સાથે, ઝાંઝીબાર પોતે બ્રિટિશ સંરક્ષિત રાજ્ય બન્યું.1896માં, બ્રિટિશ શાસન સામે ઝાંઝીબારી ઓમાનીઓના અચાનક બળવાને કારણે એંગ્લો-ઝાંઝીબાર યુદ્ધ થયું, જેને ઇતિહાસના સૌથી ટૂંકા યુદ્ધ તરીકે યાદ કરવામાં આવ્યું: રોયલ સુલતાન દ્વારા સ્ટોન ટાઉન પર 45 મિનિટના નૌકાદળના બોમ્બમારા બાદ આત્મસમર્પણ થયું. બ્રિટીશ સંરક્ષણના સમયગાળા દરમિયાન, સુલતાન હજુ પણ થોડી સત્તા જાળવી રાખ્યું હતું અને સ્ટોન ટાઉન અનૌપચારિક વેપાર માટે પ્રમાણમાં મહત્વપૂર્ણ વેપાર કેન્દ્ર રહ્યું હતું. શહેરમાં અગાઉ નાની રેલ્વે હોવા છતાં, અંગ્રેજોએ નગરથી બુબુબુ ગામ સુધી રેલ્વે બાંધી હતી. બ્રિટિશરોએ શહેરમાં મોટા વિકાસ માટે ભંડોળ પૂરું પાડ્યું ન હતું અને સુલતાનને સ્ટોન ટાઉનમાંથી ટાપુની બાબતોનું સંચાલન કરવાની મંજૂરી આપી હતી. અંગ્રેજોએ મોમ્બાસા અને દાર એસ સલામને પૂર્વ આફ્રિકામાં તેમના વેપારી મથકો તરીકે વિશેષાધિકાર આપ્યા હતા." અબ્દુલ્લાહીજીએ કહ્યું.

"તો હજુયે અહીં અંગ્રેજોનું શાસન છે ? અહીંના સુલતાનને અંગ્રેજો સંચાલન કરવાની મંજૂરી અને વેપારી મથકોનાં અધિકારો આપે છે..?" લિઝાએ પૂછ્યું.

"હા, વિવિધ કામો અંગેની મંજૂરી અને અધિકારો અંગ્રેજો સુલતાનને આપે છે અને પાછા પણ લઈ લે છે. જ્યાં સુધી અંગ્રેજોનો સ્વાર્થ સધાય છે ત્યાં સુધી તેઓ સુલતાન અને પ્રજાને સુવિધાઓ આપે છે. જ્યારે તેનો સ્વાર્થ પૂરો થાય ત્યારે તે સુલતાન અને પ્રજાનું શોષણ કરે છે." લિઝાની વાત સાંભળીને વૅનના ડ્રાઇવરે કહ્યું. ડ્રાઇવરની વાત સાંભળીને બધા એકબીજા સામે નવાઈથી જોવા લાગ્યા.

"તમને અમારી ભાષા આવડે છે ?" હર્ષિતે પૂછ્યું.

"હા અહીં ઘણી પ્રજા ગુજરાતમાંથી આવીને વસેલી છે. અને ઇન્ડિયામાં થયેલ સ્વાતંત્ર ચળવળ તેમજ આંદોલનો વિશે પણ ટીવી સમાચારમા અમે હિન્દી તેમજ ગુજરાતી ભાષા સમાચારો સાંભળ્યા હતા. હિન્દુસ્તાન પાસેથી પ્રેરણા લઈને અહીંની પ્રજા પણ આંદોલનો કરી, અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થવાના પ્રયત્નો કરી રહી છે." ડ્રાઇવરે કહ્યું.

To be continue....

😊મૌસમ😊