Khajano - 2 in Gujarati Adventure Stories by Mausam books and stories PDF | ખજાનો - 2

The Author
Featured Books
  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

  • ફરે તે ફરફરે - 66

    ફરે તે ફરફરે - ૬૬   માનિટ્યુ સ્પ્રીગ આમતો અલમોસામાં જ ગ...

  • ભાગવત રહસ્ય - 177

    ભાગવત રહસ્ય-૧૭૭   તે પછી સાતમા મન્વંતરમાં શ્રાદ્ધદેવ નામે મન...

Categories
Share

ખજાનો - 2

" વાઉ..ગ્રેટ યાર..સુપર્બ ટેસ્ટ છે. આટલી ટેસ્ટી ડિસ તો રેસ્ટોરન્ટમાં પણ નથી મળતી સૂસ..!નાઇસ ક્રિએશન યાર..સુપર્બ..!" લિઝાએ આંગળીથી ઈશારો કરી ખાતાં ખાતાં કહ્યું.

" બેટા..તું રેસ્ટોરન્ટ ખોલી દે..સરસ ચાલશે." જેનિશાએ કહ્યું.

" આંટી વિચાર તો એ જ છે..ને મારુ ડ્રિમ પણ..દરિયા કિનારે મસ્ત રેસ્ટોરન્ટ ખોલવાનું..પણ રેસ્ટોરન્ટ ખોલવા ઘણા રૂપિયા જોઈએ..હું રહ્યો સાધારણ પરિવારનો દીકરો..!જોઈએ હવે શું થાય છે..?" સુશ્રુતે કહ્યું.

" બાય ધ વે.. તે તારા એકલા માટે આ ડિશ બનાવવાની મહેનત કરી..ગુડ જોબ..પણ હું એકલી હોઉં તો સ્નેક્સથી જ કામ ચલાવી લઉં..આટલી બધી જફામારી હું ન કરું." લિઝાએ કહ્યું.

" અરે મારા એકલા માટે નહી..! આજ મારો મિત્ર આવ્યો છે..હર્ષિત..બસ એટલે મન થયું એને સ્વાદિષ્ટ ખવડાવું..! તો બનાવી દીધું." સુશ્રુતે કહ્યું.

" બેટા અમને પણ મળાવજે..એમ કર સાંજે બન્ને ઘરે આવજો. સાંજે હું તારા ને તારા મિત્ર હર્ષિતનું જમવાનું બનાવી દઈશ." જેનિશાએ કહ્યું.

સાંજે જેનિસા અને લિઝા કિચનમાં રસોઈ બનાવી રહ્યા હતા ત્યાં જ સુશ્રુતે બૂમ પાડી..

" આન્ટી..અમે આવી ગયા..!"

" લિઝા તું સુશ્રુત અને હર્ષિતને ડાઈનીંગ પર બેસાડ હું આવું છું." લિઝા કિચનમાંથી ડ્રોઈંગ રૂમમાં આવી.

" ઓહ..હાય સૂસ..વેલકમ..! " સુશ્રુતના ભારેખમ શરીર પાછળ ફિટ એન્ડ ફાઇન હર્ષિત દેખાયો નહિ. સુશ્રુત અંદર આવ્યો. ત્યારે લિઝાએ તેની પાછળ રહેલા હર્ષિતને જોયો.

" ઓહ..માય ગોડ..! હી લૂકિંગ સો હેન્ડસમ..!" હર્ષિતને એકધારી નજરે જોતાં લિઝા મનમાં જ બોલવા લાગી.

" વાઉ..સો પ્રિટી ગર્લ..! લૂકિંગ સો બ્યુટીફૂલ..એન્ડ ગોરજીયર્સ..!" લિઝાને એકધારી નજરે જોતાં હર્ષિત મનમાં જ બોલવા લાગ્યો. ત્યાં સુશ્રુત આવ્યો.

" હેલો..! હર્ષિત..! અહીં જ ઉભો રહીશ કે અંદર આવીશ..!"

જાણે કોઈ સપનાંમાં ખોવાઈ ગયા હોય ને અચાનક ઝબકીને જાગી જાય તેમ હર્ષિત અને લિઝા જાગ્રત અવસ્થામાં આવી ગયા.

" હાય..આઈ એમ લિઝા..!" લિઝાએ હાથ લાંબો કરી કહ્યું.

" હાય..આઈ એમ હર્ષિત..! યોર આઇઝ... સો બ્યુટીફૂલ..!" સ્માઇલ સાથે હર્ષિતએ લિઝા સામે જોઈ કહ્યું.

" ઓહ..તો તમને મારી આંખો જ બ્યુટીફૂલ લાગી..હું નહિ..!" લિઝાએ મજાક કરતાં કહ્યું.

" અરે નહિ..એવું નથી..તું આખેઆખી બ્યુટીફૂલ છે..!" હર્ષિતએ લિઝાના કાન પાસે જઈ ધીમેથી કહ્યું.

" આવ, હર્ષિત બેટા..! બેસ..!" જેનિસાએ હર્ષિતને આવકાર આપતા કહ્યું.

" ઓહ..! હર્ષિત બેટા..! મને તો ક્યારેય બેટા નથી કીધું..!" સુશ્રુતે જેનિસા સામે મોઢું બનાવતાં કહ્યું.

" તું તો મારો દીકરો છે..લાડલો બેટો છે..!" સૂસના માથે હાથ ફેરવતાં જેનિસાએ કહ્યું.

ચારેય જણાએ સાથે ડિનર કર્યું. ડિનર કરી બધા બેઠા બેઠા આઈસ્ક્રીમ ખાતા હતાં ને વાતો કરે જતાં હતાં. સુશ્રુત લિઝા સામે જોઈ રહેતો, લિઝા હર્ષિત સામે જોઈ રહેતી. જયારે હર્ષિત તેના મળતાવળા સ્વભાવથી સૌનું ધ્યાન પોતાના તરફ ખેંચતો હતો. ત્યાં જ અચાનક ડોરબેલ વાગી. એકસાથે ઉપરાઉપરી ઘણી વાર સુધી ડોરબેલ કોઈ વગાડતું હતું જાણે કોઈ ઉતાવળ ન હોય..?

લિઝા દોડતી દરવાજા પાસે ગઈ અને દરવાજો ખોલ્યો.

" અરે ડેવિડ અંકલ..! તમે અત્યારે..અહીં..? ડેડ ક્યાં છે..? તેઓ દેખતાં કેમ નથી..? " લિઝાએ એકસાથે ઘણા સવાલ કરી દીધાં.

" હું અંદર આવું..? જરૂરી વાત કહેવી છે મારે..!" ડેવિડે કહ્યું. ડેવિડના ચહેરા પર ચિંતાના વાદળો છવાયેલા હતા.

" હા, અફકોર્સ..અંદર આવો, પણ.." લિઝા બોલતાં બોલતા અટકી ગઈ. ડેવિડ અંદર આવ્યો. લિઝા બહાર ડોકિયું કરી આજુબાજુ તેના ડેડને શોધવા લાગી, પણ કોઈ દેખાયું નહિ.

" જેનિશા..જેનિશા ક્યાં છે..? મારે તેને જરૂરી વાત કરવી છે." ડેવિડે ઘરમાં પ્રવેશતાં કહ્યું.

" મૉમ કિચનમાં છે,આવે છે. તમે બોલોને અંકલ..! વાત શું છે..? તમે આટલા ગભરાયેલા કેમ લાગો છો..? અને ડેડ..! તમારી સાથે ડેડ ન આવ્યા..?" લિઝાએ પાણી આપતા કહ્યું.

To be continue.

(શું લિઝા અને હર્ષિત પ્રેમની નાજુક લાગણીના બંધને બંધાશે કે બાજી સુશ્રુત મારી જશે..? ડેવિડ કેમ ગભરાયેલ હતો..? ડેવિડને એવી તો કઈ જરૂરી વાત કહેવી છે..? આ બધું જણવા મારા વ્હાલા મિત્રો તમારે આગળ સ્ટોરી વાંચવી પડશે.)

ખુશ રહો..ખુશહાલ રહો..☺️😃
મસ્ત રહો..સ્વસ્થ રહો..😂🤣

🤗 મૌસમ 🤗