Heeramandi The Diamond Bazar in Gujarati Film Reviews by Harsh Soni books and stories PDF | હીરામંડી ધી ડાયમંડ બાઝાર

Featured Books
  • You Are My Choice - 41

    श्रेया अपने दोनो हाथों से आकाश का हाथ कसके पकड़कर सो रही थी।...

  • Podcast mein Comedy

    1.       Carryminati podcastकैरी     तो कैसे है आप लोग चलो श...

  • जिंदगी के रंग हजार - 16

    कोई न कोई ऐसा ही कारनामा करता रहता था।और अटक लड़ाई मोल लेना उ...

  • I Hate Love - 7

     जानवी की भी अब उठ कर वहां से जाने की हिम्मत नहीं हो रही थी,...

  • मोमल : डायरी की गहराई - 48

    पिछले भाग में हम ने देखा कि लूना के कातिल पिता का किसी ने बह...

Categories
Share

હીરામંડી ધી ડાયમંડ બાઝાર

રિલીઝ પહેલા ખૂબ જ ચર્ચામાં રહેલી તેવી સંજય લીલારિલીઝ ભણસાલીની ઓટીટી ડેબ્યું સિરીઝ " હીરામંડી: ધી ડાયમંડ બાઝાર " 1 મેના રોજ નેટફલિક્સ પર રિલીઝ થઈ. આઝાદી પહેલાં લાહોરમાં હીરામંડી નામે તવાયફોનો એક વિસ્તાર હતો. ત્યાં રહેતી તવાયાફોનું જીવન અને દેશની આઝાદીમાં તેમનું ભૂલાઈ ગયેલું બલિદાન વિશેની વાર્તા આ સિરીઝમાં દર્શાવેલી છે. ભવ્ય સેટ, અદ્ભુત સિનેમેટોગ્રાફી, કર્ણપ્રિય સંગીત, ઉડીને આંખે વળગે તેવો કલર કોન્ટ્રાસ્ટ, મોઢામાંથી "વાહ!" નીકળી આવે તેવી કોરિયોગ્રાફી અને એક મજબૂત સ્ટોરી લાઈન આ બધુંજ ભણસાલીની ફિલ્મમાં જોવા મળે છે. આ વખતે પણ જોવા મળ્યું. 7 કલાકની લંબાઈ ધરાવતી અને 8 એપિસોડમાં વહેંચાયેલી આ સિરીઝ છે. હીરામંડી ની વાર્તા લખી છે મોઈન બેગ (Moin Baig). સંવાદો લખ્યા છે દિવ્ય નિધિ અને વિભુ પુરીએ. અને શું ચોટદાર અને ધારદાર સંવાદો લખ્યા છે. વાહ!👏 સ્ક્રિનપ્લે, એડિટિંગ, મ્યુઝિક અને નિર્દેશનની જવાબદારી આપણા ભણસાલી ભાઈએ ઉપાડી છે. સિરીઝ માં નવ ગીતો છે બધા જ કર્ણપ્રિય. ગીતો લખ્યાં છે એ.એમ તુરાઝ એ. અને શું ગીતો લખ્યા છે!! જબરદસ્ત. એક ગીત જે અમીર ખુશરો નું છે - સકલ વન. આ ગીત અમીર ખુશરોએ પોતાના ગુરુ નિઝામુદ્દીન માટે લખ્યું હતું. સિરીઝ માં ભણસાલીનું સંગીત as always super! મનીષા કોઈરાલા, સોનાક્ષી સિંહા, અદિતિ રાવ હૈદરી, સંજીદા શેખ, શર્મિલ સેગલ મહેતા, રિચા ચઢ્ઢા, તાહા શાહ બદુશાહ, ફરીદા જલાલ, શેખર સુમન, અધ્યયન સુમન, ફરિદન ખાન, ઇન્દ્રેશ મલિક, જેસન શાહ, જયતિ ભાટિયા, નિવેદિતા ભાર્ગવા , આભા રત્ના, વૈષ્ણવી ગણ ચોપરા. ( નામ લખીને થાકી ગયા ભાઈ) આટલા બધા કલાકારો પાસેથી ભણસાલીએ ઘણું સારું કામ કઢાવ્યું છે.પણ... પણ, તમે હીરા ને ઘસી તેને ઘાટ આપતા હોવ ત્યારે અમુક હીરા બરાબર ના પણ ઘસાય. તેવું અહીં પણ થયું જ છે. આલમઝેબ ઉર્ફે શર્મિલ સેગલ મહેતા જે આપણા સંજય ભાઈની ભાણેજી થાય છે, (ઓહ, નેપોટીઝમ... તેરી ભી ચૂપ, મેરી ભી ચૂપ🤫) આ બેન ના મોઢા પર હમેશાં એક જ ફ્રિઝ થયેલો ભાવ હોય છે, હસવાનો. કોઈ એના પ્રેમી તાજદર એટલે તાહા શાહ બદુશાહ ( હા, આવું વિચિત્ર નામ જ છે. પ્રભુ! પ્રભુ! )નું નામ લે તો બેન થોડું વધારે હસી દે છે. અરે મારી મા! કોઈ બીજા ભાવો ચહેરા પર લાવ.🙏😭 રડવાનું આવે તો ય બેય આંખોમાંથી એક એક ટીપું પડે અને બસ, રડાઈ ગયું. સિરિયસલી?!!🥲 આ સિરીઝ માં મનીષા કોઈરાલા as મલ્લિકાજાન, અદિતિ રાવ હૈદરી as બિબ્બોજાન, સંજીદા શેખ as વહિદા અને ઈન્દ્રેશ મલિક as ઉસ્તાદ આ ચારેનું કામ વખાણવા લાયક છે. અને આશ્ચર્યની વાત તો એ છે કે સોનાક્ષી બેન પણ આ હરોળમાં આવીને બેસી ગયા છે. અધ્યયન સુમન as ઝોરાવર અલી ખાન અને યુવાન ઝુલ્ફીકાર તરીકે જોવો ગમે તેવો છે. ફરીદન ખાન as વલી બિન ઝયેદ અલ મોહમ્મદ. જેટલું મોટું નામ એટલો જ નાનો રોલ. 7 કલાકની આ સિરીઝમાં આ ભાઈ ફકત એક થી દોઢ મિનિટ માટે જ દેખાય છે એ પણ કટકે કટકે. આ ભાઈથી વધારે તો સ્ક્રીન ટાઇમ લીધો છે મલ્લિકાજાન(મનીષા કોઈરાલા)ની બે નોકરાણી ફત્તો એટલે કે આપણી ડેઇલી સોપ ની સાસુમા. "સસુરાલ સિમર કા" માં એક ભયાનક સાસુનો રોલ કરીને ઘરે ઘરે ફેમસ થયેલી જયતિ ભાટિયા અને સત્તો એટલે નિવેદિતા ભાર્ગવા. આ બંને અદાકારા દરેક એપિસોડમાં તેમની પંજાબી બોલીમાં તમને જરૂરથી હળવું હળવું હસાવી જાય છે. અરે નવાબોની એક વાત તો ભૂલાઈ ગઈ, કે નવાબો તો અહીં નામ પૂરતા છે. કાસ્ટ માં નામ લખવા કરતા ગેસ્ટ અપિરિયન્સ માં લખ્યા હોત તો વધારે સારું રહેત.🤭કટકે કટકે કરીને પણ કોઈના ભાગમાં પૂરા બે મિનિટથી પણ વધારે નો રોલ આવ્યો નથી.🙄 મલ્લિકાજાન બનેલી મનીષા કોઈરાલા. આયે હાયે...😍શું તેનો ઋત્બો , શું તેનો એટીટ્યુડ. એક ચાલક અને ચબરાક ઔરત નું પાત્ર તેણે બખૂબી નિભાવ્યું છે. ફિદા થઈ જવાય તેના પર. મનીષા બેન સિવાય બીજા કોઈને આ રોલ માટે હું કલ્પી શકતો નથી. બિબ્બો જાન તરીકે અદિતિ. તેને જોઈ આહ જ નીકળે. 😘તે જ્યારે જ્યારે સ્ક્રીન પર આવી છે, ત્યારે ત્યારે આંખો અને હ્રદયને ઠંડક મળી છે. પણ અન્યાય થયો છે રિચા ચઢ્ઢા સાથે. કેટલી સરસ અદાકારા છે, તેને ફકત નામ પૂરતી આ સિરિઝમાં જગ્યા મળી છે. રામ લીલા અને ફૂકરે જેવી ફિલ્મોમાં તેની એક્ટિંગ નો જાદુ તે ચલાવી ચૂકી છે પણ અહીં કોઈ ખાસ મોકો તેને મળ્યો નથી.(તેના કરતાં આપ્યો નથી તેવું કહેવું વધારે સારું રહે)વાર્તા થોડી વધારે સારી રીતે કહી શકાઈ હોત, જો સંજય ભાઈએ પોતાની ભાણેજી પર કન્સન્ટ્રેટ ના કર્યું હોત તો. તે પડદા પર દેખાય અને કંટાળો આવે. સિરીઝ નો કલાઈમેક્સ પણ તેના કારણે જાણે જલ્દી જલ્દી લાવ્યા તેવું લાગે. છેલ્લા દોઢ એપિસોડ માં જે હ્રદય પરિવર્તન દર્શાવ્યું છે તે લાગતું જ નથી. નવાબો હીરામંડી પર આવતા બંધ થયા અને હવે તવાયફો પાસે કોઈ કામ નથી માટે વિકલ્પ તરીકે આઝાદી ની લડાઈમાં જોડાયા હોય તેવું લાગ્યું. વાર્તાના અંતમાં તો જાણે વિટો વાળ્યો. હાલો ભઈ હવે જલ્દી જલ્દી પતાવો. ખબર નહિ કેવી ઉતાવળ હતી. અંતમાં જેવા ડ્રામા ની આશા હતી તેના પર સંજય ભાઈએ તો ઠંડુ પાણી રેડી દીધું. અને ઠંડોગાર અંત આપ્યો. નિરાશ થયા હો ભાઈ.😮‍💨 અરે ભાઈ નેટકલિક્સ જેવું સારું એવું પ્લેટફોર્મ મળ્યું છે, અને તમે વેબ સિરીઝ બનાવી રહ્યા છો તો વાર્તાને ભાઈ ફેલાવા દો ને. શા માટે જલ્દી જલ્દી પતાવો છો. This is not fair😒.પણ આ સિરીઝ નું એક સારું જમા પાસુ એ કે આ વાર્તા તવાયફો અને ગણિકાઓ પર હોવા છતાં તમે એ ફેમિલી સાથે જોઈ શકો તેટલી સ્વચ્છ અને સુઘડ છે. તો જોજો એકવાર, ભણસાલીની આ દુનિયામાં એક ચક્કર મારવા જેવો છે. મારા તરફથી ત્રણ તારા⭐⭐⭐. બોનસ: ઝી5 પર રહેલી બે સિરીઝ અભય અને ફોરેન્સિક જોવા જેવી ખરી. અભય માં કુણાલ ખેમુનો અલગ અંદાજ અને ફોરેન્સિકમાં વિક્રાંત મેસી, રાધિકા આપ્ટે અને પ્રાચી બેન દેસાઈની જબરીયા જોડી જલસો કરાવી જશે તેની ગેરંટી.