Kon Hati Ae ? - 5 in Gujarati Horror Stories by Mohit Shah books and stories PDF | કોણ હતી એ ? - 5

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

કોણ હતી એ ? - 5

( પાછળ જોયું કે રવિ એ લોહી ની ઉલ્ટી કરી છે. અરીસા માં કોઈ ની આકૃતિ દેખાય છે. હવે આગળ..... )


રવિ ની તબિયત બગડતી જતી હતી. લોહી ની ઉલ્ટી કરી કરી તેનું શરીર સાવ ફિકુ પડી ગયું હતું.


મયંક ચિંતા માં આવી ગયો હતો. તેણે નક્કી કરી લીધું હતું કે ગમે તેમ કરી આ ગુત્થી સુલજાવી જ પડશે. નહિ તો ક્યાંક રવિ નો જીવ જોખમ માં મુકાઈ જશે.


રવિ અત્યારે સૂતો હતો. રાત જેમ તેમ વીતી હતી. સવારનો ૧૧ નો સમય થયો હતો. અચાનક રવિ એ આંખ ખોલી અને એકધારું જોઈ રહ્યો.


મયંક એ જોયું કે રવિ જાગ્યો છે. " રવિ, રવિ શું થયું ભાઈ ? કેમ છે તને હવે ?" રવિ બસ એકધારું જોઈ રહ્યો જાણે તે રવિ હોય જ નહિ.


મયંક એ તેને હલાવી નાખ્યો. રવિ એ આંખ ની કીકી મયંક તરફ ફેરવી. પણ કઈ બોલ્યો નહિ. મયંક આ જોઈ ને ડરી ગયો.


મયંક રવિ થી દૂર ખસી ગયો. રવિ એ અટ્ટહાસ્ય કર્યું અને સ્ત્રી પુરુષ ની મિશ્રિત અવાજ માં બોલ્યો, " કીધું તું ને, મદદ કરો નહિ તો તું નહિ બચે, માનતો નોતો ને." આવું બોલી રવિ હસવા લાગ્યો.


મયંક બોલ્યો," કોણ છે તું? શું સંજના છો? પણ શું મદદ જોઈ એ છે તારે એ તો જણાય, ને રવિ ને કેમ કાબૂ માં કર્યો છે?"


રવિ ફરી મિશ્રિત અવાજ માં બોલ્યો, " હા સંજના જ છું , જ્યારે મળી તી ત્યારે હું મૃત હતી. મને મારી નાખી. દવા પીવડાવી. બેહોશી ની હાલત માં મારી જોડે અત્યાચાર કર્યો ને મને મારીને ફેંકી દીધી.


" કોણે અત્યાચાર કર્યો? કોણે દવા પીવડાવી? કોણે ફેંકી? અમને કેવી રીતે ખબર પડશે? " મયંક ગભરાઈ ગયો હતો.


" મારે એની લાશ જોઈ એ છે. જેને મારી પર કુકર્મ કર્યું. મારે એનું લોહી પીવું છે. તને તારો મિત્ર વહાલો છે ને તો એને બચાવવા મારી મદદ કર, નહિ તો હું તેને નહિ છોડુ. " રવિ અટ્ટહાસ્ય કરતા બોલ્યો.


" પણ વાત તો તમારા બે વચ્ચે થઈ હતી. મને તો તમે શું વાત કરી એ પણ ખબર નથી. તું રવિ ને મુક્ત કર હું વચન આપું છું કે તારી મદદ કરીશ. અને જેણે તને મારી તેને સજા અપાવીશ. પણ રવિ ને મુક્ત કર તો એ પણ મદદ કરી શકે. "


મયંક જેવું આમ બોલ્યો કે અચાનક રવિ બેડ પર થી ૪ ફીટ જેટલો ઊંચો ઉઠ્યો અને નીચે પટકાયો.


થોડી વાર માં રવિ ઉઠી ગયો. " શું થયું હતું! માથું દુખે છે યાર. " ને રવિ એ માથું પકડ્યું.


"કઈ નથી થયું ભાઈ. પણ હવે તારા શેરલોક હોમ્સ વાળા મગજ ની જરૂર છે. એક નિર્દોષ છોકરી ને આપણે ન્યાય અપાવવો પડશે. મે તેને વચન આપ્યું છે." મયંક જોશ સાથે બોલ્યો.


"શું બોલે છે ભાઈ, કોની વાત કરે છે તું?" રવિ પોતાનું માથું દબાવતો હતો.


" સંજના, જે આપણે ને રસ્તા માં મળી હતી. એની ઉપર કોઈ એ રેપ કર્યો છે અને કોઈ એ રસ્તા માં ફેંકી દીધી હતી. એની આત્મા એ તારા પર કબ્જો કર્યો હતો. અને મારા વચન ના લીધે એણે તને મુક્ત કર્યો છે. આપણે તેની મદદ કરવી પડશે." મયંક એ બધી વાત ટૂંક માં જણાવી.


" કેવી રીતે કરશું પણ? આપણે ને તો એ જ ખબર નથી સંજના કોણ છે. એમાં પણ એની આત્મા મળી આપણે ને. કોણે શું કર્યું? કેવી રીતે ખબર પડશે? " રવિ હજી બોલ્યો જ ત્યાં તો અચાનક રૂમ ના અરીસા નો કાચ ટુટી ગયો અને બધી વસ્તુઓ આમ તેમ ઉડવા લાગી.


" અમે કરીશું મદદ અમારું વચન છે, તમે ચિંતા ના કરો તમને ન્યાય મળશે. " મયંક જોર થી બોલ્યો અને અચાનક બધું શાંત થઈ ગયું.


રવિ ને પણ થયું કે આ તો બલા આવી પડી છે. હવે આનું રહસ્ય શું છે એ સુલજાવું તો પડશે.


રવિ મગજ દોડાવવા લાગ્યો. શું શું વાત તેના ને સંજના ની વચ્ચે થઈ તે યાદ કરવા લાગ્યો. બધું ફ્લાશબેક માં રીવાઇન્ડ કરવા લાગ્યો.


" યાર મયંક સંજના એ કીધું હતું કે તે ઈન્ટાસ ફાર્મા માં નૌકરી કરતી હતી. ત્યાંથી એની જાણકારી આપડે ને મળી શકે છે. સંજના ને કોણે ફેંકી, કોણે મારી એ બધું જાણવા આપણે એ તો પેહલા જાણવું પડશે ને કે સંજના કોણ હતી. એક કામ કરીએ સંજના ને જ પૂછી લઈએ આમ પણ એ ઘર માં તોડ ફોડ કરવા હાજર જ છે." રવિ ની ફેવરિટ ઘડિયાળ ટુટી ગઈ હતી. તેથી તે ગુસ્સો કરતા બોલ્યો.


" સંજના ને પૂછવા માટે તેને પાછું તારે તારા શરીર માં બોલાવી પડશે ને પછી શું હાલત થાય છે તારી ખબર છે ને. ના ખબર હોય તો અરીસા માં જોઈ લે. " મયંક એ રવિ ને ટોંટ માર્યો.


રવિ ઉભો થઈને તૂટેલા અરીસા પાસે ગયો અને પોતાનો ચેહરો જોઈ શોક થઈ ગયો. આંખો એક જ દિવસ માં અંદર ઉતરી ગઈ હતી.


" ચાલશે, આપણે ગોતી લઈશું, કાલ સુધી હીરો લાગતો તો, સંજના ને હિરોઇન બનાવવા ના સપના જોતો હતો, સંજના એ તો વિલન બનાવી દીધો. " રવિ પોતાનું મોઢું આમ તેમ ફેરવી જોતો હતો.


" ચાલો હવે ઇન્ટાશ ફાર્મા માં. જોઈ એ શું થાય છે. ખબર તો પડે..... " મયંક તૈયાર થઈ ગયો.


બંને એ બાઈક ભગાવી મૂકી. સીધી ઇન્ટાસ ફાર્મા એ પોહોચાડી. બંને ઉતરીને ગેટ પાસે ગયા. સિક્યોરિટી એ તેમને આવવાનું કારણ પૂછ્યું.


રવિ એ કહ્યું, " નૌકરી માટે આવ્યા છીએ. ઓફિસ માં મળવું છે." સિક્યોરિટી એ બંન્ને ને અંદર જવા દીધા.


ઓફિસ માં પોહોંચિ HR મેનેજર જોડે મુલાકાત કરી. HR મેનેજર એ બંને ના રીઝ્યુમ માંગ્યા. રવિ એ કહ્યું કે તે રીઝ્યુમ ગાડી માં ભૂલી ગયો છે. તે લઈ આવે એમ કરી રવિ બહાર નીકળી ગયો. અને મયંક HR મેનેજર સાથે બેસી રહ્યો.


રવિ ઓફિસ ની બહાર આયો. બહાર સિક્યોરિટી પાસે આવીને એણે પાણી માગ્યું. સિક્યોરિટી બોલ્યો, " ઓફિસ છોડીને મારી પાસે પાણી માંગો છો. તમેય ખરા માણસ છો. "


" તમે સમજ્યા નહિ. મારે આ જોઈ એ છે. "સિગારેટ નો ઈશારો કરતા રવિ બોલ્યો.


" એમ બોલો ને , લો છે સિગારેટ કે આપું? " સિક્યોરિટી એ પૂછ્યું.


" ના ના છે, ખાલી માચીસ આપો હોય તો." રવિ એ ઈશારો કરતા કહ્યું.


સિક્યોરિટી એ માચીસ આપી. રવિ એ સિગારેટ સળગાવી અને કસ લેતા બોલ્યો, " અહીંયા ઓલા સંજના મેડમ નૌકરી કરતા હતા ને સેલ્સ ડિપાર્ટમેન્ટ માં. છે કે નીકળી ગયા. બહુ ટાઇમ થી મળ્યા નથી. "


" સંજના મેડમ ની તો વિકેટ પડી ગઈ સાહેબ, કાલે સવારે ન્યૂઝ માં હતું. લાગે કોઈ એ મારી નાખી છે. એ જ લાગની હતી. આખા ગામ ના છોકરા જોડે રખડતી. કરી નાખ્યું હશે કોઈ એ કામ તમામ બીજી શું હોય. " સિક્યોરિટી વાળો વિમલ ચોળતો બોલ્યો.


" શું વાત કરો છો? ક્યારે બન્યું આ ? મને તો એમ કે આયા હશે નૌકરી માં." રવિ કસ ઉપર કસ લેતો હતો.

" પરમદિવસે સાંજે ૭:૦૦ વાગે નીકળી હતી શિફ્ટ તો ૮:૦૦ વાગે પૂરી થાય છે. પછી એક ગાડી આવી એમાં બે છોકરી અને ચાર છોકરા હતા એમાં બેસી ગઈ. આમ તો એ પોતાની ગાડી લઈને જતી રોજે. એ દિવસે એણે ગાડી અહીંયા જ મૂકી દીધી. આજે સવારે પોલીસ એની ગાડી લઈ ગઈ. બસ એ સાંજ પછી સંજના મેડમ દેખાણા નથી. " સિક્યોરિટી વાળો વિમલ ખાતો બોલતો હતો.

બીજી બાજુ મયંક HR ને વોશરૂમ નું બાનું બતાવી ઓફિસ ની બહાર નીકળ્યો. બહાર એમ્પ્લોય એન્ટરેન્સ રજીસ્ટર માં જોવા લાગ્યો.

સંજના શર્મા , આવવાનો ટાઈમ ૮:૦૦ જવાનો ટાઈમ ૭:૦૦. શનિવાર. પાછળ પેજ ઉઠલાવતા બધા ના એડ્રેસ ડિટેલ લખેલી હતી. મયંક એ તરત મોબાઈલ કાઢી એનો ફોટો પાડી લીધો. અને ચૂપ ચાપ બહાર નીકળી ગયો.

રવિ મયંક ને જોઈ ને સિગારેટ પૂરી કરતા નીકળવા તૈયાર થઈ ગયો. " ચાલો થેંક યુ, માચીસ માટે. " રવિ એ સિગારેટ ફેંકી ને બંને ત્યાંથી નીકળી ગયા.

બંને એ એકબીજાની તપાસ વિશે જણાવ્યું.
" યાર રવિ, એડ્રેસ તો હાથ આવ્યું છે. પહેલા ઘરે જઈએ." મયંક બોટલ માંથી પાણી પીતા બોલ્યો.

" મને ખબર પડી કે એક ગાડી આવી હતી એમાં સંજના બેસીને ગઈ. ગાડી નો નંબર કે કઈ ખબર પડી જાય તો એ ખબર પડી જાય કે કોની સાથે ગઈ હતી. બહાર સીસીટીવી હતું એમાં ગાડી નો નંબર આવ્યો હશે. સિક્યોરિટી વાળા ને પટાવીને સીસીટીવી જોઈશું તો ખબર પડી જશે. " રવિ એ પણ પોતાની તપાસ જણાવી.

" ચાલ આજે સંજના ના ઘરે જઈ આવીએ. જરૂર કઈક નું કઈક ખબર પડશે. પછી આ સિક્યોરિટી વાળા ને પટાવાનો પ્લાન બનાવતા આવીશું. " રવિ બોલ્યો ને બન્ને એ એડ્રેસ જોતા નડિયાદ બાઈક મારી મૂકી.

( સંજના ના ઘરે જઈ શું ખબર પડશે? શું સંજના ને કોઈ એ મારી હશે? શું તે ભૂત સંજના નું જ હતું કે રવિ ને મયંક ને કોઈ આત્મા ગુમરાહ કરી રહી છે? રહસ્ય જાણીશું આવતા ભાગ માં ............ )