Khajano - 51 in Gujarati Adventure Stories by Mausam books and stories PDF | ખજાનો - 51

The Author
Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

ખજાનો - 51

"સાથે એ પણ ધ્યાન રાખવું પડશે કે સુરંગમાં પૂર્યા બાદ તેઓને દર સાત કલાકે ફરી બેભાન થવાનું ઇન્જેક્શન આપવાનું થશે. જો તેઓ તન મનથી જાગ્રત થઈ ગયા તો આપણા માટે મોટી મુશ્કેલી ઊભી કરી શકે છે." લિઝાએ કહ્યું.

" લિઝા તારી વાત એકદમ સાચી છે. ઠીક છે તો ચલો આપણે આપણા મિશનને સફળ બનાવીએ." સુશ્રુતે કહ્યું.

રાજા અને લિઝા છુપા વેશમાં એક એક કરીને નુમ્બાસાના આદમીઓને બેભાન કરતાં અને સુશ્રુત તેઓને પકડી પકડીને સુરંગમાં લઈ જતો.

જૉની અને હર્ષિત દરિયા કિનારે બસ પહોંચવા જ આવ્યાં હતાં. ચાલીને બન્ને થાકી ગયા હતા અને ભૂખ્યા પણ થયાં હતાં.

"આપણે કિનારે તો પહોંચી ગયા પરંતુ નુમ્બાસાના સૈનિકો કેવી રીતે એકબીજા સાથે વર્તે છે..? તેઓની ચાલચલગત અને વ્યવહારનો આપણે થોડો અભ્યાસ કરવો પડશે. પછી જ આપણે તેઓની સાથે ભળી શકીશું." સૈનિકોના વેશમાં રહેલા જૉનીએ હર્ષિતને કહ્યું.

"તારી વાત એકદમ બરાબર છે જૉની..! સૌથી પહેલા આપણે પેલી ટેકરીની પાછળ સંતાઈને સાંભળીએ કે તેઓ શું વાતચીત કરે છે..? તેઓનું એકબીજા સાથેનું વર્તન વ્યવહાર કેવો છે..? તથા તેઓ નુમ્બાસાનો કેટલો આદર કરે છે..? સાથે તેમનું બોન્ડિંગ કેવું છે..? તે જાણવાનો પ્રયત્ન કરીએ." જોની અને હર્ષિત ટેકરીની પાછળ સંતાઈ ગયા અને દરિયા કિનારે ઘણા બધા જહાજોની આસપાસ ફરતા સૈનિકોની ચહલ પહલ તેમનું વર્તન વ્યવહાર તેમજ તેઓની વાતચીતને સાંભળવાનો પ્રયત્ન કરવા લાગ્યા.

"ડેન્જરસ સિ પાઇરેટ્સ નુમ્બાસાનો ભય કાયમ રહે...! નુમ્બાસાનો આદેશ છે કે સોમાલીયાના દરિયા કિનારે આવનાર એક પણ જહાજ લૂંટ્યા વગરનું ન રહે. એક પણ જહાજ કિનારાથી પાછું ન જવું જોઈએ. ડેન્જરસ સિ પાઇરેટ્સ નુમ્બાસાનો ભય કાયમ રહે...!" કહેતા રાજ્યમાંથી એક સિપાહી આવ્યો અને તેણે અન્ય સિપાહીઓને સંબોધતા કહ્યું.

સામેના સિપાહીઓએ જવાબ આપ્યો "ડેન્જરસ સિ પાઇરેટ્સ નુમ્બાસાનો ભય કાયમ રહે...! હુકમનો આદેશ સર આંખો પર....!" કહી બાકીના સૈનિકો દરેક જહાજની આજુબાજુ થઈ ગયા. કેટલાક દૂરથી આવતા જહાજોને દૂરબીનથી નિહાળવા લાગ્યા. કેટલાક રાહ જોઈને બેઠા હતા કે કેવી રીતે જહાજને કિનારે પર લાવીએ અને જહાજને લૂંટી લઈએ.

હર્ષિત અને જૉની સૈનિકોનો બરાબર અભ્યાસ કર્યો તેઓ એકબીજા સાથે વાતો કરતા પહેલા સૌથી પહેલું વાક્ય એ બોલતા હતા કે "ડેન્જરસ સિ પાઇરેટ્સ નુમ્બાસાનો ભય કાયમ રહે...!" જાણે કે તેઓનું આ વાક્ય સિગ્નેચર વાક્ય હતું જ્યારે પણ એક સંદેશો અન્ય સૈનિકને પહોંચાડવાનો હતો, ત્યારે તેઓ આ વાક્યને જરૂરથી બોલતા અને પછી જ સંદેશો આપતા. સંદેશો મેળવનાર સૈનિક પણ "ડેન્જરસ સિ પાઇરેટ્સ નુમ્બાસાનો ભય કાયમ રહે...! " તે નારા સાથે જ સંદેશા ને સ્વીકારતા અને સામે પોતાનો પ્રતિભાવ આપતા. તેઓનો વર્તન વ્યવહાર પરથી એ પણ જણાતું હતું કે કેટલાક આ કાર્ય પોતાની મરજીથી નહોતા કરતા બસ નુમ્બાસાના ભયને કારણે કરતા હતા. પરંતુ અંદરો અંદર કેટલાક એવા પણ હતા કે જેઓ વિવિધ જહાજો ને લુંટી ને વધુમાં વધુ અમીર બનવા માગતા હતા. પરંતુ આવા લોકોની સંખ્યા ઘણી ઓછી હતી.

હર્ષિત અને જોની લગભગ અડધો, પોણો કલાક સુધી સૈનિકોની અવરજવર, વર્તન વ્યવહાર અને તેઓની વાતચીતનો અભ્યાસ કરતા રહ્યા. તેઓને ખ્યાલ આવી ગયો કે નુમ્બાસાના સૈનિકો બધા જ એક સમાન નથી. દરેકના સ્વભાવ અલગ છે. દરેકની મરજી અલગ છે. કોઈ નુમ્બાસાના ડરથી કામ કરે છે, તો કોઈ અમીર બનવા માટે કામ કરે છે. બસ જોની અને હર્ષિતને તેઓની આ જ બાબતનો ઉપયોગ કરીને આગળ વધવાનું હતું. બંને મિત્રો એકબીજાનો હાથ પકડીને નુમ્બાસાના સૈનિકો સાથે ભળવા માટે સજજ થઈ ગયા. ધીમે રહીને તેઓ રુઆબથી ટેકરીની પાછળથી બહાર આવ્યા અને દૂરથી નુમ્બાસાનો સંદેશો લઈને આવતા હોય તેવો અભિનય કરવા લાગ્યા.

To be continue...

મૌસમ😊