Khajano - 37 in Gujarati Adventure Stories by Mausam books and stories PDF | ખજાનો - 37

The Author
Featured Books
  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

  • ફરે તે ફરફરે - 66

    ફરે તે ફરફરે - ૬૬   માનિટ્યુ સ્પ્રીગ આમતો અલમોસામાં જ ગ...

Categories
Share

ખજાનો - 37

( આપણે પાછળના ભાગમાં જોયું કે સાપોની કોટડીમાં ઝહેરીલા સાપ હોવા છતા તે કોઈને કરડ્યા નહોતા. સુશ્રુતને ભૂખ લાગતા ચારેય મિત્રો ખોરાક પાણીની શોધ કરવા લાગ્યાં. એવામાં તેઓને તે જ કોટડીમાં ગાઢ નિંદ્રામાં સૂતો કોઈ માણસ મળ્યો. હવે આગળ...)

" ભૂખ્યા તરસ્યા કોઈને આવી ગાઢ નિંદ્રા કેવી રીતે આવી શકે ? મને તો શાંતિથી બેસી પણ નથી શકાતું..!" સુશ્રુત બોલ્યો. સુશ્રુતની વાત સાંભળી બાકીના ત્રણે હસી પડ્યા.

" એવું તો નહીં હોય ને કે સાપ કરડવાથી તેઓ બેભાન થઈ ગયા હોય ?" હર્ષિતે અનુમાન કર્યું.

" શી ખબર ? હોઇ શકે...પણ આ માણસ કોણ હશે ? તેને કેમ નુમ્બાસાએ અહીં પૂર્યો હશે ?" લિઝાએ પૂછ્યું.

" તારા આ સવાલના જવાબ તો આ માણસ ઊંઘમાંથી ઉઠે ત્યારે જ મળે." જૉનીએ કહ્યું.

સુશ્રુત, લિઝા અને હર્ષિત ફરી ખોરાક અને પાણીની શોધમાં લાગી ગયા. જ્યારે જોની કંઈક જુદા જ વિચારોમાં ખોવાયેલો હતો. તે વિચારતો હતો કોટડીની બહાર નીકળવાનો રસ્તો. ત્યાં અચાનક તેની નજર છત ઉપર રહેલી ઝીણી ઝીણી જાળી પર ગઈ જ્યાંથી થોડો થોડો પ્રકાશ આવતો હતો. તેને તરત જ થયું કે જો આ છત પરની જાળીને તોડી નાખવામાં આવે તો કદાચ આપણે આમાંથી બહાર નીકળી શકીએ આથી તે આજુબાજુ દોરડું અને છત સુધી પહોંચવાની વસ્તુઓ શોધવા લાગ્યો.

" લિઝા,જોની, હર્ષિત કમોન...મને કંઈક મળ્યું છે. અહીં મોટા ઘડા જેવું કંઈક છે, જે ખૂબ જ ઠંડું છે. આઈ એમ સ્યોર આની અંદર પાણી હશે જ...!" તરસ્યાને જેમ ચારે બાજુ મૃગજળ દેખાય, તેમ સુશ્રુતને પણ ચારે બાજુ પાણી અને ખોરાકની જ અનુભૂતિ થતી હતી. પરંતુ આ વખતે તરસ્યાને મૃગશળ નહીં ખરેખર પાણીનો ઘડો મળી ગયો હતો. સુશ્રુતે ધીમે રહીને ઘડાની અંદર હાથ નાખ્યો પાણી સ્પર્શ થતા ની સાથે જ તે ખુશીથી ઉછડી પડ્યો.

" આની અંદર ખરેખર પાણી છે. અહીં આવો બધા ઝડપથી..!" ખુશ ખુશ થઈ ગયેલા સુશ્રુતે બધાને પોતાની પાસે બોલાવ્યા. હર્ષિત અને લિઝા સુશ્રુતનો અવાજ સાંભળી તે દિશા તરફ ગયા બાજુમાં રહેલા વાટકા જેવા પાત્રથી સુશ્રુતે સૌથી પહેલા લિઝાને પાણી આપ્યું. એને પાણી પી લીધું પછી તરત જ તેણે હર્ષિતને પાણી આપ્યું.

" સૂસ...!તે પાણી પીધું કે નહીં ?"

" ના...લિઝા..! બસ તમે બધા પી લો પછી બાકીનું વધે તે બધું હું પી લઈશ. જોની ક્યાં છે ? તે શું કરે છે ? તે કેમ આવ્યો નહીં ?" પોતે ભૂખ્યો તરસે હોવા છતાં બધાને પાણી પીવડાવ્યું ને પોતે હજુ પાણી પીતો નથી આ જોઈને લિઝા ભાવુક થઈ ગઈ.

" મેરે યાર સુસ...! આજ તો તેં મને મારી મમ્મીની યાદ અપાવી દીધી. તે ગમે તેટલી ભૂખી હોય પરંતુ ક્યારેય મને ખવડાવ્યા પહેલા તેણે કદી ખાધું નથી. યુ આર ધ બેસ્ટ સુસ...!" સુસ ને જોઈને મમ્મીની યાદ આવતા લિઝાની આંખો ભરાઈ ગઈ. પરંતુ એમ જ રડવા બેસી જાય તેવો લિઝાનો સ્વભાવ ન હતો. ત્યારે તરત આંખોના આંસું લૂછી ઊંડો શ્વાસ લીધો અને પછી ફરીથી નોર્મલ થઈ તેણે જોનીને બૂમ પાડી.

" મારે નથી પાણી પીવું. સુશ્રુત તું પાણી પી લે." આટલું બોલી જોની જાણે ફરીથી કોઈ કાર્ય કરવામાં વ્યસ્ત થઈ ગયો.

"આ....આ...હા...!" કરતા જોનીયે જોરથી છત પરની જાળી ને ખેંચી અને અચાનક જ ઝીણી ઝીણી કોતરણી વાળી જાળી તૂટી જતા બહારથી સુંદર મજાનો પ્રકાશ કોટડીમાં આવવા લાગ્યો. બહારથી તેજ પ્રકાશ આવવાથી કોટડીની અંદર અજવાળું છવાઈ ગયું. ચારેય મિત્રો હવે એકબીજાને જોઈ શકતા હતા. કોટડીની અંદર ફરતા સાપ તેમજ અન્ય વસ્તુઓને સ્પષ્ટ પણે જોઈ શકતા હતા.

To be continue...

મૌસમ😊