Khajano - 30 in Gujarati Adventure Stories by Mausam books and stories PDF | ખજાનો - 30

The Author
Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

ખજાનો - 30

“લિઝા..! માઇકલ અંકલ કે ડેવિડ અંકલની આ રાજા સાથે કોઈ ઓળખાણ છે કે નહીં..? જો રાજા સાથે કોઈ ઓળખાણ હોય તો નગરમાં પ્રવેશ કરવું અને રાજા ને મળવું થોડું સરળ થઇ જાય.” હર્ષિત બોલ્યો.

“સોમાલિયાના રાજા સાથે કોઈ ઓળખાણ હોય એવું તો ડેવિડ અંકલે કંઈ કહ્યું નથી. ડેવિડ અંકલ અને મારા ડેડી સોમાલિયાના રાજાને જાસૂસ દ્વારા જ ઓળખતા થયા હશે. એવું મને લાગે છે. જાસૂસ નો સંદેશો મોકલવાનો છે કે તેઓ હવે આ દુનિયામાં રહ્યા નથી. સાથે આપણો એક સ્વાર્થ છે કે તેઓ આપણને થોડી ઘણી મદદ કરે તો મારા ડેડીને આદિવાસીઓની ચુંગાલમાંથી બચાવવામાં સરળતા રહે." લિઝાએ કહ્યું.

" ઊભાં રહો..! તમે અહીં કંઈ નોટિસ કર્યું ?" જોનીએ ડગલું ભરવા ઉપડેલો પગ પાછો ખેંચીને બંને હાથ ફેલાવી પોતાનાં મિત્રોને આગળ વધતાં અટકાવી કહ્યું.

" કેમ શું થયું ? જોની ? તું ચાલતાં ચાલતાં અટકી કેમ ગયો ?" હર્ષિતે પૂછ્યું.

" અહીંથી નગરની સરહદ શરૂ થાય છે." જોનીએ કહ્યું.

" તને કેવીરીતે ખબર પડી કે અહીંથી નગરની સરહદ શરૂ થાય છે ?"

" તમે લોકોએ આ જમીનને નોટિસ કરી ? અહીં જમીનના રંગમાં રહેલો તફાવત સ્પષ્ટપણે જોઈ શકાય છે. અહીંથી છેક દૂર સુધી આ જુદાં રંગની લાઈનનો તફાવત જોઈ શકાય છે." જોનીએ સૌનું ધ્યાન દોરતાં કહ્યું.

" પણ આવું હોવાનો તું કહે છે એ જ મતલબ હશે એવું શાથી કહી શકાય ? કુદરતી રીતે પણ આવું હોઈ શકે ને?" હર્ષિતે કહ્યું.

" તું બરાબર કહે છે પણ હવેથી આપણે સાવધાન રહી એક એક ડગલું ભરવું પડશે. જો કોઈ વધારાની મુસીબત આવી પડી તો નાહકનો આપણો સમય વેડફાશે." લિઝાએ કહ્યું.

ત્યારે ધીમેથી જોનીએ તફાવતની રેખા ઓળંગીને આગળ તરફ ડગલું માંડ્યું. જેવો તેને પગ મૂક્યો તરત જ તે જમીન ધ્રુજવા લાગી. જોનીએ તરત જ પગ ઉપાડીને પાછો પડ્યો.

" મિત્રો..! હવે શું કરશું ? અહીં કંઈક ગજબની વ્યવસ્થા કરી હોય તેવું લાગે છે. આપણાં જેવા અજાણ્યાં લોકોને નગરમાં પ્રવેશ મેળવવો મુશ્કેલ છે." જોનીએ કહ્યું.

“એક વાત વિચારો..! સોમાલિયા નગરની પ્રજા પણ કોઈ કામ અર્થે નગરમાંથી બહાર નીકળતી હશે અને નગરમાં પાછી પ્રવેશ કરતી હશે. તો આપણે આવા લોકો પર નજર રાખીને જાણી શકીએ કે નગરમાં પ્રવેશ કેવી રીતે કરવો.!” હર્ષિતએ કહ્યું.

“ હર્ષિતની વાત તો સાચી છે. પણ એવાં લોકો પર કેવીરીતે નજર રાખશું ? તેઓ આપણને અજાણ્યાં સમજીને આપણને કોઈ નુકસાન પહોંચાડે તો ? આપણે તેઓ પર નજર રાખવા માટે કોઈ ઉપાય કરવો પડશે. જેથી આપણને પણ નુકસાન ન થાય ને નગરમાં પ્રવેશવાનો માર્ગ પણ મળી જાય." લિઝાએ કહ્યું.

ચારેય મિત્રો વિચારવા લાગ્યા કે એવું તો શું કરીએ કે કોઈને ખબર પણ ન પડે ને આપણે નગરમાં પ્રવેશ કરી દઈએ.

" આપણે એવું કેમ વિચારીએ છીએ કે કોઈને ખબર ન પડે તેમ નગરમાં પ્રવેશ કરવાનો છે ? આપણે ચોર થોડાં છીએ..!તે ડરીએ...? આપણે તો અહીંના રાજાને મળવાનું છે. કંઈ પણ કરીને પ્રવેશ કરી દઈએ. પકડાઈ જઈશું તો શું વાંધો છે ? ઉલ્ટાનું આપણે ઝડપથી રાજા સુધી પહોંચી શકશું." ધીમે રહીને સુશ્રુત બોલ્યો. સુશ્રુતની વાત સાંભળીને બાકીના ત્રણેય એક બીજા સામે જોઈ સુશ્રુત સામે એકીટશે જોવા લાગ્યા.

" તમે લોકો મારી સામે આમ ન જુઓ..! આ તો મને જેવું લાગ્યું તેવું કહ્યું. બાકી તમને ઠીક લાગે તેમ કરો. આ બધામાં મારી બુદ્ધિ બહુ ના ચાલે. મને તો કુકિંગમાં જ વધુ ખબર પડે." સુશ્રુત વીલા મોંએ બોલ્યો.

" ઓય..! પાગલ..! તેં એકદમ સાચું કહ્યું છે. અમે તને એટલે જોઈ રહ્યા છીએ કે તારાં જેવો વિચાર અમને કેમ ન આવ્યો." લિઝાએ કહ્યું.

આમ, વિચારી ચારેય મિત્રો સોમાલિયાના કિનારાના નગરમાં પ્રવેશ્યા.

To be continue...

🤗 મૌસમ 🤗