Khajano - 28 in Gujarati Adventure Stories by Mausam books and stories PDF | ખજાનો - 28

The Author
Featured Books
  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

  • ફરે તે ફરફરે - 66

    ફરે તે ફરફરે - ૬૬   માનિટ્યુ સ્પ્રીગ આમતો અલમોસામાં જ ગ...

Categories
Share

ખજાનો - 28

“સૂસની વાત કેટલી પણ સીરીયસ કેમ ન હોય..!અંતે ખાવાની વાત તો આવી જ જાય..!” લિઝાએ હસીને કહ્યું.

“હા તે શરીર આટલું મોટું છે તો ખાવા તો જોઈએ જ ને..! મને તો નવાઈ એ વાતની લાગે છે કે તમને બધાને મારી જેમ ભૂખ કેમ નથી લાગતી..?” મૂંઝવણમાં મુકાઈ ગયો હોય તેવો ચહેરો બનાવી સુશ્રુતે કહ્યું. તેને જોઈ બાકીના ત્રણેય મિત્રો જોર જોરથી હસી પડ્યા.

“સુશ્રુત તને ખબર નથી. ભૂખ તો અમને પણ લાગે છે. પણ અમે તારાથી સંતાઈને ખાઈ લઈએ છીએ. આપણા જહાજમાં સિલેક્ટેડ ખોરાકનો અલગ એક જથ્થો છે. જે વિપરીત સમયમાં કામ લાગે છે. અમે તો તેમાંથી ભરપૂર ખોરાકનો આનંદ માણીએ છીએ. આથી અમને ભૂખ નથી લાગતી.” હર્ષિતએ જોરજોરથી હસતા હસતા કહ્યું.

“હર્ષિત તું સાચું કહે છે..? ખરેખર અહીં ખોરાકનો જથ્થો છે..? મને તો ખબર જ નથી..! જોની કહેને.. જહાજના કયા ખૂણામાં આવો જથ્થો છે..?” નવાઈ સાથે સુશ્રુતે કહ્યું. સુશ્રુતની વાત સાંભળી લિઝા તો પેટ પકડી જોરજોરથી હસવા લાગી.

“હર્ષિત હવે તું સૂસને બતાવ કે કયા ખૂણામાં ખોરાકનો જથ્થો છુપાયેલો છે. આવું થોડી ચાલે તમે એકલા એકલા ખાઓ એ..!" લિઝાએ હસીને કહ્યું.

" હા જ તો એવું થોડી ચાલે..! જહાજમાં ખોરાકનો જથ્થો છે અને મને ખબર નથી." ભોળા ભાવે સુશ્રુતે કહ્યું.

" સુશ્રુત..! આપણા જહાજમાં ખોરાકનો એવો કોઈ જથ્થો નથી..! આ બધા તને ઉલ્લુ બનાવે છે..! તારી ખેંચે છે. હોય તો તને મૂકીને અમે થોડી એકલા ખાઈએ..? સો ડોન્ટ વરી..! તુ જે ખાય છે તે જ અમે ખાઈએ છીએ. અમને પણ તારી જેમ ભૂખ લાગે જ છે પણ ભૂખ સહન કરવાની શક્તિ તારા કરતા અમારામાં વધારે છે." જોનીએ સુશ્રુતને સમજાવતા કહ્યું.

" મને તો લાગ્યું સાચે જ કોઈ ખોરાકનો જથ્થો હશે..! મારા ભોળપણનો લાભ ઉઠાવી તમે મને ઉલ્લું બનાવો છો..! હવે હું પણ તમારી સાથે તમારા જેવો જ થઈશ.!"

" એ કેવી રીતે સુશ્રુત..? " હર્ષિતએ પૂછ્યું.

" મેં પણ લાફિંગ ડેઝર્ટ બનાવ્યું છે. હું કોઈને નહીં આપું..!" મોઢું મચકોડતા સુશ્રુતે કહ્યું.

" નો..! આવું ન ચાલે સૂસ..! મને તો તારે ડેઝર્ટ આપવું જ પડશે..! તું મારો પાકો ફ્રેન્ડ છે ને..?" લિસાએ કહ્યું.

" હમણાં મારી મજાક ઉડાડતી વખતે પાકો ફ્રેન્ડ ક્યાં ગયો હતો ?"

" સોરી યાર..! હું મજાક કરતી હતી. પ્લીઝ મારી વાતોને સિરિયસલી ન લે."

" હું પણ મજાક જ કરું છું..! ડોન્ટ વરી મેં બધા માટે ડેઝર્ટ બનાવ્યું છે. બસ સ્ટેટ કરો અને કહો કેવું છે..?"

સુશ્રુત જહાજમાં રહેલ ફ્રીજમાંથી ફ્રુટ ડેઝર્ટ કાચના બાઉલમાં કાઢીને લાવ્યો અને બધાને સર્વ કર્યું. એક એક કપ હાથમાં લઇ બધાએ સુશ્રુતે આપેલ ડેઝર્ટ ખાવાનું શરૂ કર્યું.

" કહો જો ફ્રુટ આઈસ્ક્રીમ વિથ ક્રિમી જેલી આપને ટેસ્ટમાં કેવી લાગી..?" સુશ્રુતે પૂછ્યું.

" સારી છે..!" હર્ષિતએ કહ્યું.

" ના..ના.. ખૂબ સારી છે..!" જોનીએ કહ્યું.

" નહી યાર..! આ તો અમેઝિંગ છે..!" સ્માઇલ સાથે લિજાએ કહ્યું.

" થેન્ક્સ ફોર યોર અમેઝિંગ કમેન્ટ..!" સુશ્રુતે માસ્ટરશેફના અંદાજમાં કહ્યું. પછી ચારેય જણાએ ધરાઈને ડેઝર્ટ ખાધા બાદ દરિયાકિનારે લાંબા થયા. સવારના અગિયારનો તડકો થોડો વાગતો હતો પણ કિનારા પર આવતા ઠંડા પવનોને કારણે ચારેય મિત્રોની કિનારાની ઠંડી રેતમાં આંખ લાગી ગઈ.

ત્રણ-ચાર કલાક આમ જ વીતી ગયા. ત્યાં અચાનક જ જોર જોરથી કોઈ અવાજ સંભળાવા લાગ્યો. ધીમે ધીમે તે અવાજ નજીક આવતો હોય તેવો ભાસ થતો હતો. એક એક કરી ફટાફટ ચારે મિત્રો ઉઠી ગયા. અવાજની દિશા તરફ જોયું તો તે જોઈને ચારેય મિત્રો ચોંકી ગયા. ચારેયની આંખો ફાટી ગઈ. ચારેના મુખમાંથી એક જ વાક્ય નીકળ્યું, “ઓહ માય ગોડ..!”

To be continue...

ખુશ રહો..ખુશહાલ રહો..!
🤗 મૌસમ 🤗