Khajano - 9 in Gujarati Adventure Stories by Mausam books and stories PDF | ખજાનો - 9

The Author
Featured Books
  • द्वारावती - 73

    73नदी के प्रवाह में बहता हुआ उत्सव किसी अज्ञात स्थल पर पहुँच...

  • जंगल - भाग 10

    बात खत्म नहीं हुई थी। कौन कहता है, ज़िन्दगी कितने नुकिले सिरे...

  • My Devil Hubby Rebirth Love - 53

    अब आगे रूही ने रूद्र को शर्ट उतारते हुए देखा उसने अपनी नजर र...

  • बैरी पिया.... - 56

    अब तक : सीमा " पता नही मैम... । कई बार बेचारे को मारा पीटा भ...

  • साथिया - 127

    नेहा और आनंद के जाने  के बादसांझ तुरंत अपने कमरे में चली गई...

Categories
Share

ખજાનો - 9

ત્રણેય એકસાથે બૂમ પાડી, “ સુશ્રુત..”
મોટેથી અવાજ સાંભળી સુશ્રુત ચોકી ગયો. તે ત્રણ ના હાવભાવ જોઈ સુશ્રુતે તરત જ પાછળ વળી જોયુ. ઇમુ જેવા દેખાતા પક્ષીઓનું ટોળું પૂર ઝડપે તેની તરફ આવી રહ્યું હતું. એક સાથે આટલા મોટા પક્ષીઓના ટોળાને જોઈ સુશ્રુત સુધબુધ ખોઈ બેઠો. તે કંઈ એક્શન લે તે પહેલાં તો તે પક્ષીઓના ટોળાએ સુશ્રુતના કિચન અને ટેન્ટને વેરવિખેર કરી દીધુ. સુશ્રુત દોડવા જતો હતો પણ તેના ભારે શરીરને કારણે તે દોડી શક્યો નહીં. એક પક્ષી તેના ખભે વજન દઈ કૂદયુ તો સુશ્રુત જમીન પર જ લાંબો થઈ ગયો. તેના ઉપરથી બીજા ઘણા પક્ષીઓ કૂદીને ગયા. સુશ્રુતના હાલ બેહાલ થઈ ગયા.

પોતાના તરફ પૂર ઝડપે આવતા પક્ષીઓના ટોળાથી બચવા લિઝા, હર્ષિત અને જોની દરિયાના પાણીમાં ચાલ્યા ગયા. બે ઘડીમાં તો પક્ષીઓના ટોળાથી સૌ હક્કા બક્કા રહી ગયા. પક્ષીઓના ચાલ્યા ગયા પછી દરિયાકિનારે નીરવ શાંતિ છવાઈ ગઈ.

લિઝા, હર્ષિત અને જોની દોડતા સુશ્રુત પાસે આવ્યા. સુશ્રુતને બેઠો કર્યો અને ત્રણેય તેને ભેટી પડ્યા.

“સૂસ..! આર યુ ઓકે..? તને કંઈ વાગ્યું તો નથી ને..?” લિઝાએ તેના કપડા ખંખેરતા કહ્યું.

પણ સુશ્રુત કંઈ જ બોલી શક્યો નહિ. તે ખૂબ ગભરાઈ ગયો હતો. હર્ષિતએ પાણીની બોટલ શોધી તેને પાણી આપ્યું. તેણે પાણી પીધું અને ઊંડો શ્વાસ લીધો.

" આ શું હતું યાર..? મારા કિચનની તો વાટ લગાવી દીધી. અરેરે..! આ પક્ષીઓએ તો મારો વેજ પુલાવ વેરવિખેર કરી નાખ્યો." વિખરાયેલા કિચન અને વેજ પુલાવને જોઈ સુશ્રુતે કહ્યું.

" અબે યાર..!અમને તારા જીવનની પડી છે ને તને વેજ પુલાવ યાદ આવે છે..?" હર્ષિતએ કહ્યું.

" તમારા સૌ માટે મેં ટેસ્ટી વેજ પુલાવ બનાવ્યો હતો, પણ ટેસ્ટી વેજ પુલાવ વેસ્ટી વેજ પુલાવમાં ફેરવાઈ ગયો. સોરી યાર આજે હું તમને કંઈ નહીં ખવડાવી શકું." સુશ્રુતે મોઢું લટકાવી કહ્યુ.

" ઇસ ઓકે યાર..! ચલો મળીને કંઈક નવું બનાવી લઈએ.!" જોની ફરી ટેન્ટ બાંધતા કહ્યું.

ચારેય મિત્રોએ ફરી બધું વ્યવસ્થિત ગોઠવ્યું. લિઝા જહાજમાંથી ડ્રાય નાસ્તો લઈ આવી.

" કંઈ જ બનાવવું નથી. આજે આનાથી જ ચલવી લઈએ." લિઝાએ કહ્યું.

જમીને ચારે મિત્રો દરિયાકિનારે લાંબા થયા. અંધારું થઈ ગયું હતું. આકાશમાં તારાઓ ટમટમી રહ્યા હતા. ઠંડો પવન વાઈ રહ્યો હતો.

" જોની..!પેલા પક્ષીઓનો ટોળું ફરી આવશે તો નહીંને..?" ડાફેરા મારતા સુશ્રુતે કહ્યું.

" આવશે તો આપણે પાણીમાં ચાલ્યા જઈશું. ડરવાનું નહીં.” આમ વાતો કરતાં-કરતાં ચારે મિત્રો સુઈ ગયા. આખી રાત કોઈ જ વિઘ્ન આવ્યું નહીં. ઘણા દિવસે તેઓ નીરાતે ઊંગ્યા. સૂરજ ઉગે તે પહેલા જ લિઝા ઉઠી ગઈ. તેણે ટેન્ટ ને બધું સમેટીને જહાજમાં મૂકી દીધું. પછી દરિયાના પાણીથી છાલક મારી ત્રણેય મિત્રોને ઉઠાડ્યા.

આંખો ચોળતાં ચોળતા ત્રણેય ઉઠ્યા. આજુબાજુ જોયું તો લિઝાએ બધું ક્લિન કરી દીધું હતું.

" લિઝા..! તું ક્યારે ઉઠી..? આ બધું તે ક્યારે ક્લીન કર્યું..?" જોનીએ કહ્યું.

" એ બધું છોડો હવે આપણે અહીંથી નીકળવું પડશે. બહુ લાંબી મંજીલ કાપવાની છે. અહીં વાતો કરી ટાઈમ વેસ્ટ કરવાનો કોઈ મતલબ નથી. ફટાફટ જહાજમાં બેસો અને ફ્રેશ થઈ નાસ્તો કરી લો." લિઝાના કહેવાથી ત્રણેય મિત્રો ફટાફટ જહાજમાં બેસી ગયા. લિઝાએ જહાજ ચાલુ કર્યું અને સોકોટ્રા ટાપુને અલવિદા કહ્યું.

"હવે આપણે ક્યાં જવાનું થશે..?" સુશ્રુતએ પૂછ્યું.

" હવે આપણે સોમાલિયા જવાનું છે.ત્યાંના રાજા અને કેટલાક વેપારીઓને મળવાનું છે.! " લિઝાએ કહ્યું.

થોડા દિવસ આમ જ ગયા. એકાદ દિવસમાં તેઓ સોમાલિયા પહોંચી જવાના હતા. પરંતુ તેમના નક્કી કરેલા દિવસ અનુસાર આજનું ભોજન સમાપ્ત થઈ ગયું હતું. આખો દિવસ ખાધા-પીધા વગર ચલાવવું કેમ..? જેમ તેમ કરીને એક દિવસ કાઢવાનો હતો. સુશ્રુત થી તો ભૂખ્યા જ રહેવાય નહીં.

To be continue...

મૌસમ😊