Ek Saḍayantra - 93 in Gujarati Women Focused by Mittal Shah books and stories PDF | એક ષડયંત્ર.... - ભાગ 93

Featured Books
  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

  • ફરે તે ફરફરે - 66

    ફરે તે ફરફરે - ૬૬   માનિટ્યુ સ્પ્રીગ આમતો અલમોસામાં જ ગ...

Categories
Share

એક ષડયંત્ર.... - ભાગ 93

(દિપક અને એમનો પરિવાર સિયાની હાલત જોઈ રડી પડે છે. સંગીતા એકવાર તેમને મળવા જવા દેવામાં આવે એવી જીદ કરે છે. દિપક અને કનિકા સમજાવે છે. સિયાને હોશ આવતાં ડૉક્ટર બ્યાન લેવા કહે છે. કનિકા તરત જ જજને બોલાવે છે. હવે આગળ.....)
“તારા ગુનેગારને સજા પણ અપાવી શકીએ. તારી સાથે જે થયું હોય એ કંઈ પણ છુપાવ્યા વગર શાંતિથી કે અમારાથી ગભરાઈ વગર કહે.”
જજે આવું કહ્યું એટલે કનિકા બોલી કે,
“હા એ સાચું કહે છે, કારણ કે આ જજ છે. આ તારા ડોક્ટર છે અને હું આઈપીએસ કનિકા છું. અમારી પાછળ તારા મમ્મી પપ્પા પણ ઊભા છે અને બધું જ સાંભળી રહ્યા છે, એટલે તું પણ ગભરાયા વગર અને શાંતિથી બોલજે.”
સિયા કંઈ બોલી નહીં બસ એટલું જ બોલી કે,
“મને મારા મમ્મી પપ્પા પણ દેખવા છે, શું એકવાર તમે દેખાડી ના શકો?”
જજે કહ્યું કે,
“હા દેખાડું બેટા, દિપક સર તમે અને મેડમ ડોક્ટરની બાજુમાં આવીને ઊભા રહો. જેથી દૂરથી પણ તમને તે દેખી શકે.”
દિપક અને સંગીતા બંને ડોક્ટરની બાજુમાં ઊભા રહ્યા, તો સિયાએ એક આંખ પરાણે પરાણે ખોલી અને એમને જોયા. એમને જોયા પછી તેની આંખમાં આંસુ આવવા લાગ્યા, આ બાજુ સંગીતા પણ રોવા લાગે છે. તે નજીક જવા માંગતી હતી અને ગળે લગાડી સાંત્વન પણ આપવું હતું. પણ તેને ઇન્સ્ટ્રક્શન હોતું એ પ્રમાણે તે કશું બોલી નહીં.
થોડી વાર આમ જ સિયા અને તેના મમ્મી પપ્પા એકબીજાની સામું જોયા કર્યું. આ બધા એ લોકોની સામું જોઈ રહ્યા. સિયા અને સંગીતા દિપક બંનેને રડતા જોઈ, જજ કે ડોક્ટર કે ખુદ કનિકા પણ ભાવુક થઈ ગયા. છતાં પણ જજે પોતાની ભાવના કંટ્રોલમાં કરી અને ચૂપચાપ ઊભા રહ્યા. થોડીવાર બાદ સિયાએ એ લોકોની સામે જોયું પછી એમને કહ્યું કે,
“હું હવે મારું બ્યાન આપવા તૈયાર છું...”
જજે ઈશારો કરતાં જ કનિકાએ લાઈવ રેકોર્ડિંગ સ્ટાર્ટ કરી દીધું. જજે પૂછ્યું કે,
“બોલ તારે શું કહેવું છે કે?...”
“સર... મારા જેવી છોકરીઓ ની હાલત કેટલી ખરાબ હોય છે, એ આ દુનિયાને જણાવો જો. એમાંય ખાસ કરીને જે મા બાપની વાત નથી માનતી કે મા બાપના પ્રેમને પણ નથી સમજતી તે તો ખાસ કરીને.’
આટલું બોલી વાતની શરૂઆત કરી અને તેને બધું જ કહ્યું કે,
“કેવી રીતે એના જીવનમાં માનવ આવ્યો અને એ વખતે એક નાના બાળકને દુનિયા નામના જંગલમાં જ છોડી દેવામાં આવ્યો હોય એમ તે એની સૂફીયાણી વાતોમાં આવી ગઈ. તેને તેના મમ્મી પપ્પાની વાતો ખોટી લાગવા લાગી. કેવી રીતે એની સાથે લગ્ન કરવા તેને જીદ કરી અને અમારા લગ્ન થયા. અત્યાર સુધી તે પોતાને ખુશનસીબ માનતી હતી, પણ થોડા દિવસ બાદ તે મુસ્લિમ છે એ જણાવી કેવી રીતે એને દગો આપ્યો. અને છેલ્લે તેના આવા હાલ કેવી રીતે થયા.”
સાંભળી જજે પૂછ્યું કે,
“તને આગ કેવી રીતે લાગી?”
“ના બસ સર એ લોકો મારાથી છૂટવા માંગતા હતા અને એમાં એક બે એમની વાત ના માની અને મારા પર ઘાસલેટ છાંટી, આગ ચાંપી દીધી. મારા પર જ આ હુમલો થતાં હું ડઘાઈ ગઈ. મેં પ્રેમ કર્યો એ જ ખોટું પગલું મારાથી લેવાયું. કાશ મેં પ્રેમ ના કર્યો અને મારા મમ્મી પપ્પાની વાત માની હોત તો મારી દશા આવી ના હોત.”
જજે પાછો ઇશારો કરતાં તેનું બધું રેકોર્ડિંગ કરી દીધું. કનિકાએ ડનનો ઈશારો કર્યો. જજ બોલ્યા કે,
“બેટા તારી સાથે જે રીતે થયું છે, એ થવું નહોતું જોઈતું, પણ તારે કંઈ કહેવાનું બાકી છે,ખરું?”
સિયાએ ઈશારામાં ના પાડી એટલે જજ,
“બેટા, હું હવે એટલું ચોક્કસ કહીશ કે એ ગુનેગારોનો એમ છૂટવા નહીં દઉં, બને એટલી જલ્દીમાં જલ્દી એ ગુનેગારોને શોધી કાઢીએ એ જ મારી ઈચ્છા છે.”
“થેન્ક યુ સર... સર પણ એ લોકો કદાચ અહીંથી જતા રહ્યા છે.”
“એવું તને કોણે કહ્યું?”
“મને ખબર છે કારણ કે જ્યારે મને શરીરમાં બરાબર આગ લાગી ગઈ, ત્યારે એ લોકો મને સળગતી મૂકી અને પેકિંગ કરી શહેર છોડી જતા રહેવાની વાત કરતા હતા. એવું બોલી રહ્યા હતા કે તેઓ હવે આગળ શહેર માં જઈ વસશે. એ લોકો બહાર પણ જતા રહ્યા હતા જ.”
“બેટા તું બહુ ના વિચાર અને તું હવે આરામ કર. અમે નીકળીએ છીએ, કનિકા મેડમ જલ્દીમાં જલ્દી પ્રયત્ન કરો, જેથી એ લોકો ઝડપથી પકડાઈ જાય.”
“ઓકે...”
જજની સાથે બધા જ બહાર આવી ગયા. દિપક અને સંગીતા બિલકુલ સ્તબ્ધ હતા. એમને આ દીકરીની વાત સાંભળીને દુઃખ થઈ ગયું કે,
“મારી દીકરી સાથે આવું કેમ થયું? મારી દીકરી આ તકલીફમાં, મેં તેને કેટલા પ્રેમથી ઉછેરેલી અને એની જોડે કોણે આવું બધું કરી દીધું.”
જજે કહ્યું કે,
“મેડમ હવે તમે એનું રેકોર્ડિંગ કોર્ટમાં જમા કરાવી દો, પછી કાર્યવાહી શરૂ કરી શકશો.”
જજ આટલું કહી જતા રહ્યા અને કનિકાએ પાછી સિયા જોડે ગઈ અને એને પૂછ્યું કે,
“શું તારે તારા મમ્મી પપ્પાને મળવા નથી માંગતી?”
“ના મેડમ મારે એમને નથી મળવું, મારો નંબર એવી છોકરીઓ માં આવે છે, જે કયારે મા બાપના પ્રેમને લાયક જ નથી હોતી. તે મા બાપના પ્રેમને લાયક નથી હોતા કે નથી હોતા દાદા-દાદીના પ્રેમને લાયક. હું એક એવી છોકરી પોતાના જ હાથે પોતાના માટે ખાડો ખોદયો એવું કહી શકાય.”
“બેટા જ્યારે હોય ત્યારે મા બાપને વાત ના માની એ વાત તું કેટલી બધી વાર કહી ચૂકી છે. હવે એ વાતને છોડી દીધી કેમ કે તને ખબર છે મા બાપ હોવા એ દરેકના જીવનમાં એક મોટો આશીર્વાદ છે. એવા આશીર્વાદને છોકરા ના તો ક્યારે કદર કરે છે કે ના એની વાત સમજે છે.”
“મેડમ નહીં કરું, પણ તમને ખબર છે, હું જ્યારે પણ મારા પપ્પાના ઘરે હતીને તો મારી કેટલી સુંદર જિંદગી હતી. બિલકુલ એક રાજકુમારી જેવી, જે પાણી માંગે તો દૂધ હાજર થતું, મોબાઇલ માંગ્યો તો મારા માટે મોઘામાં મોઘોં મોબાઈલ હાજર. કદાચ મારી એક માંગણી પર આખું માર્કેટની વસ્તુઓ હાજર. ક્યારે મમ્મી પપ્પા એ ના નથી પાડી.
ભલે મમ્મી એમના એનજીઓ ના કામમાં બીઝી હોય અને પપ્પા એમના કામમાં બીઝી હતા, પણ એમને મારી પાસે બેસી થોડો ઘણો ટાઈમ વિતાવ્યો જ છે. અને દાદા તો દાદા જ હતા, દાદા તો મને પલકે ને પલકે એમની સાથે રાખી છે. મારા જીવનમાં સૌથી વધારે મહત્ત્વની વ્યકિત, જેની જોડે હું હંમેશા રમતી હતી અને એમને મારી બધા જ મનની વાતો કરતી હતી, જે આજ સુધી મેં ક્યારે પણ કોઈને નથી કરી. બસ કંઈપણ વાત હોય તો એમને જઈને જ મારા મનની લાગણીઓ વ્યક્ત કરી. એ મારા દાદા નહીં પણ મારા ફ્રેન્ડ જ હતા. એમને મારા માટે અનહદ લાગણી પણ હતી અને એ પણ મારા એટલા જ ફેવરેટ દાદા હતા. છતાં હું એમની સાથે ઘણી અલ્હડતા કરતી.
(કનિકા હવે શું કરશે? સિયાને ડૉક્ટર બચાવી શકશે કે નહીં? સિયા હવે કેવી તકલીફોનો સામનો કરશે? શું માનવ પકડાશે કે છટકી જશે? એના બ્યાન બાદ પોલીસ શું એક્શન લેશે? દાદાને આ ખબર પડશે તો એમના પર શું વીતશે? કનિકા સિયાને કેમ કરી સમજાવશે?
જાણવા માટે વાંચો આગળનો ભાગ, એક ષડયંત્ર -૯૪)