Ek Saḍayantra - 92 in Gujarati Women Focused by Mittal Shah books and stories PDF | એક ષડયંત્ર.... - ભાગ 92

Featured Books
  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

  • ફરે તે ફરફરે - 66

    ફરે તે ફરફરે - ૬૬   માનિટ્યુ સ્પ્રીગ આમતો અલમોસામાં જ ગ...

Categories
Share

એક ષડયંત્ર.... - ભાગ 92

(દિપકને સિયા વિશે ખબર પડતાં અને કનિકાના આગ્રહથી સંગીતા અને સુધાબેનને સીટી હોસ્પિટલ બોલાવે છે. સિયા વિશે જણાવી બંને જણાને આઘાત લાગે છે. સુધાબેન દિપકને સમજાવે છે. કનિકાને જોઈ સંગીતા સિયાને મળવા જવા દેવાની પરમિશન માંગે છે. હવે આગળ.....)
“હાલ ડૉક્ટર અને મારા સિવાય આ રૂમમાં જવાની પરમિશન નથી.”
“તો હું પણ જોવું છું કે કયો લૉ મને મારી દીકરીને દેખવા માટે કે મળવા માટે પણ રોકી શકે છે, મારું એનજીઓ બોલાવતાં વાર નહીં કરું.”
કનિકાની વાત પર ગુસ્સે થઈ સંગીતા બોલી તો, કનિકાએ દિપકની સામે જોયું અને કહ્યું કે,
“સર તમને તો ખબર છે કે આપણા ગવર્મેન્ટના પ્રમાણે કે લૉના નોમ્સ પ્રમાણે શું કરવાનું હોય? આ સમયે આપણે કયા પગલું ભરવાનું હોય. એટલે સર મારે જે કરવાનું છે, એમાં તમે વચ્ચે ના આવો.... પ્લીઝ સર.... એકવાર મને પણ મારી રીતે કાર્યવાહી કરવા દો. નહિંતર બહુ તકલીફ થશે અને આપણે એના ગુનેગારોને સજા પણ નહીં આપી શકીએ. હાલ તમે બહારથી જોઈ લો, બસ મારાથી આટલું જ થઈ શકે છે.”
“ના એવું ના હોવું જોઈએ, એક માને મારી દીકરીને મળવું જવું છે.’
તેને દિપકની સામું જોઈ,
“પ્લીઝ મારે મારી દીકરીને મળવું છે, તમે તો કલેક્ટર છો, તમે આટલું પણ મારા માટે નહીં કરી શકો?”
કેશવે શાંતિથી એની સામે જોયું અને સમજાવતાં કહ્યું કે,
“હા, પણ એમ ના થઈ શકે, એક વાર એમની વાત સમજ. એ પણ એની જે કાર્યવાહી કરવાની હોય એ પ્રમાણે જ કામ કરે છે.”
“છો એ પ્રમાણે કામ કરવું પડે તો કરે. પણ એવી જરૂર તો છે નહીં કે હું એને મળી કે દેખી ના શકું.”
“હું અહીંનો કલેક્ટર છું તો હું નહીં સમજુ તો આ વાત કોણ સમજશે? માટે તો તું શાંતિથી બેસી જા.”
કનિકા પણ બોલી કે,
“તમને તમારી દીકરીને તમને મળવા જ દઈશ, પણ હાલ એટલી રીક્વેસ્ટ છે કે થોડી રાહ જુઓ.”
“બેટા, તું કહીશ ચોક્કસ એમ જ કરીશ. પણ બેટા તમે એનું જ્યારે પણ બ્યાન ભલે લો, પણ મને અને મારી વાઈફને તમારી પાછળ ઊભા રહેવા દેજો અને સાંભળવા જરૂર દેજો.”
“એટલું તો હું કરીશ પણ તમે સાંભળશો નહીં, તમારી હાલત ખરાબ થઈ જશે.”
“ભલે થતીપ પણ અમારે જાણવું છે કે મારી દીકરી પર શું વીત્યું છે.”
સિયાની ધીમે ધીમે હોશ આવવા લાગ્યો, આ જોઈ નર્સે તરત જ ડૉક્ટરને બોલાવે છે. ડોક્ટરે પણ એને ચેક કરી રહ્યા હતા ત્યાં સુધી પૂરેપૂરી ભાનમાં આવી ગઈ. એ જોઈ ડુકટરે તેને પૂછ્યું કે,
“શું તારે તારા મમ્મી પપ્પાને મળવું છે? હું બોલાવું એમને?”
“હા મારે એમને મળવું અને એમની માફી માંગવી છે. પણ તમે એમને બોલાવતા નહીં.”
“કેમ?”
“બસ એમ જ, તમે ફકત મારી ફોનમાં જ વાત કરાવો તો સારું.”
“ભલે હું કરાવી દઈશ, પણ એ પહેલાં તારે એક કામ કરવું પડશે, કરીશ?”
“બોલોને સર...”
“સારું એ કહે કે તારી આ હાલત કોણે કરી એ પોલીસને કહીશ.”
આ સાંભળી સિયા કંઈ જ બોલી નહીં એટલે ડૉકટરે, “જો બેટા તારે કહેવું તો પડશે જ. જો તું તારા ગુનેગારોને સજા આપવામાં આવતી હોય ને, તો કહેવું જ પડશે. બાકી કોઈ પણ સ્ત્રી એટલી ખરાબ હાલતમાં ક્યારેય ના હોય. એ ત્યારે જ મળે જ્યારે અને કંઈક એની સાથે દુર્ઘટના ઘટી હોય. હવે તારી સાથે કઈ દુર્ઘટના ઘટી છે, એ તારે જવાબ આપવાનો છે.”
“હું આપીશ...”
“તો બસ બેટા, હું બ્યાન લેનાર, પોલીસ અને બીજા બધાને બોલાવી દઉં છું. પછી તું તારા મમ્મી પપ્પાને મળી શકે, પણ એ પહેલાં તું બયાન આપી દે. બેટા હું તને એટલું કહીશ કે તું જે બોલે એ સાચું બોલજે.’
“મેં તારા જેવા કેટલા કેસ જોયેલા છે. એટલે મને ખબર છે કે આવી હાલત ક્યારે થાય? મારે બીજું કંઈ કહેવું નથી.”
એમ કહીને ડૉકટરે એ નર્સને બહાર જવા કહી દીધું. અને એ પણ પોતે કનિકાને મળી વા કરી. કનિકાએ પૂછ્યું કે,
“કન્ડીશન કેવી છે? બ્યાન લઈ શકાય એવી?”
“હા મેડમ, તમારે જે રીતે બ્યાન લેવાનું હોય તે લઈ લો.”
“થેન્ક યુ ડૉક્ટર. એની હાલ કન્ડિશન કેવી?”
“મારી દ્રષ્ટિએ એમની કન્ડિશન ખરાબ છે, હું તમને સાચી વસ્તુ કહીશ ખરો કે એ કદાચ લાંબો સમય ટકી શકે કે ના પણ ટકી શકે. એટલે તમે સૌથી સારામાં સારું એ જ કરો કે એના માટે જેને બોલાવવા ના હોય એ બોલાવી તમે બ્યાન લેવું હોય એ લઈ લો. કદાચ નસીબ હોય અને લાંબુ પણ જીવે અને નસીબ ના હોય તો ના પણ જીવે.
“થેન્ક્ યુ વેરી મચ સર. સર તમારે પણ બ્યાન આપવું પડશે.”
“હા હું પણ આપવા તૈયાર છું.”
કનિકાએ જજને ફોન કર્યો અને જજને બધી વાત કરી એમને જ સિયાનું બ્યાન લેવા આવવાનું કહ્યું તો એ તરત જ આવે છે. આ બાજુ કનિકા દિપક જોડે ગઈ અને કહ્યું કે,
“સર સિયાને ભાન આવી ગયું છે, અને હવે હમણાં જજ આવશે. જજ, ડોક્ટરની સાથે અમારા ત્રણેની હાજરીમાં તેનું બ્યાન લઈ લેવામાં આવશે. પણ તમે અંદર એ સમયે આવી શકો છો. એટલા માટે નહીં કે તમે કલેક્ટર છો, પણ તમે એક મા બાપ છો એના માટે થઈને તમે અને મેડમ બંને જણા અમારી પાછળ ચોક્કસ ઊભા રહેજો. આ તમે રિક્વેસ્ટ કરી હતી એટલે અંદર રહેવા દેવામાં આવે છે, બાકી નહીં.”
“બસ બેટા આટલી રજા મળી, એ જ અમારા માટે બસ છે. એ ગુનેગારને સજા થાય એટલી જ મારી ઈચ્છા છે.”
“સર હું મારો બનશે એટલો પ્રયત્ન કરીશ.”
એટલામાં જજ આવી ગયા અને દિપકને હાથ મિલાવ્યા. જજે પણ એમને કહ્યું કે,
“ચાલો મેડમ, જેથી આપણે એ દીકરીનું બ્યાન લઈ શકીએ.”
કનિકાએ કહ્યું કે,
“થેન્ક યુ સર, તમે અહીંયા આટલા શોર્ટ નોટિસ પર પણ આવી ગયા. પ્રુફ માટે રેકોર્ડિંગ સ્ટાર્ટ કરી દઈશું, જેથી આપણા બધા માટે એક પ્રુફ રહે. શું એની કન્ડિશન એવી છે કે આપણે એનું લાઈવ રેકોર્ડિંગ રાખવું પડે?”
“હા સર...”
“ઓકે કંઈ વાંધો નહીં, ચાલો આપણે પહેલાં કામ કરી લઈએ.”
બધા સિયા પાસે પહોંચ્યા એટલે તેને કનિકા સિવાય તેને કોઈ યાદ નહોતું ને અને બીજા બધાની જોડે તે હતી, એ જોઈ સિયા ગભરાઈ ગઈ. જજે સિયાની જોડે પહોંચી અને કહ્યું કે,
“જો બેટા તારે જે કહેવાનું છે એ કહી દે, જેથી અમે લાઈવ રેકોર્ડિંગ કરી દઈએ અને તારા ગુનેગારને સજા પણ અપાવી શકીએ. તારી સાથે જે થયું હોય એ કંઈ પણ છુપાવ્યા વગર શાંતિથી કે અમારાથી ગભરાઈ વગર કહે.”
એટલે કનિકા બોલી કે,
“હા એ સાચું કહે છે, કારણ કે આ જજ છે. આ તારા ડોક્ટર છે અને હું આઈપીએસ કનિકા છું. અમારી પાછળ તારા મમ્મી પપ્પા પણ ઊભા છે અને બધું જ સાંભળી રહ્યા છે, એટલે તું પણ ગભરાયા વગર અને શાંતિથી બોલજે.”
(કનિકા હવે શું કરશે? સિયાને ડૉક્ટર બચાવી શકશે કે નહીં? સિયા હવે કેવી તકલીફોનો સામનો કરશે? શું માનવ પકડાશે કે છટકી જશે? સિયા શું બ્યાન આપી શકશે? એના બ્યાન બાદ પોલીસ શું એક્શન લેશે? દાદાને આ ખબર પડશે તો એમના પર શું વીતશે?
જાણવા માટે વાંચો આગળનો ભાગ, એક ષડયંત્ર -૯૩)