Ek Saḍayantra - 68 in Gujarati Women Focused by Mittal Shah books and stories PDF | એક ષડયંત્ર.... - ભાગ 68

Featured Books
  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

  • ફરે તે ફરફરે - 66

    ફરે તે ફરફરે - ૬૬   માનિટ્યુ સ્પ્રીગ આમતો અલમોસામાં જ ગ...

Categories
Share

એક ષડયંત્ર.... - ભાગ 68

(સિયા એના મનમાં માનવ માટે ચિંતા કરી તેના રૂમમાં થી બહાર આવે છે. પણ ઘરમાં ખુશી ખુશી જમી રહ્યા છે. તે એમની નજીક આવે છે તો એક સ્મેલ આવે છે. છતાં એને બોલાવતાં તે નજીક જાય છે અને એમની થાળીમાં ચિકન જોઈ શોક થઈ જાય છે. તે જોઈ બેભાન થઈ જાય છે. હવે આગળ....)
"એક સારી બીબી એવી હોય કે એ ક્યારે પોતાના રૂમની બહાર નથી રહેતી. આવી રીતે જે બહાર રહે અને પોતાના શૌહર સાથે ના રહેતી હોય એ એક સારી બીવી ના કહેવાય. આવા લોકો તો બિલકુલ એના સસુરાલમાં રહેવાનું લાયક પણ ના હોય. આવી બીબીને તો દોજખ જ મલે, છતાંય કહું છું હાલ ચૂપચાપ એક ખૂણામાં પડી રહે....'
"અને હવે અવાજ વધારે ના કરતી, મારા દીકરાને સૂવા દે. ઘરમાં બધા સૂઈ ગયા છે તો તારા કારણે બધા ડિસ્ટર્બ થઈ જશે. એટલી પણ સમજ નથી કે પછી તારા મા-બાપ તને કંઈ જ શીખવાડ્યું નથી."
સિયા આ સાંભળી એના સમજમાં પણ ના આવ્યું કે આ શું કહેવું અને શું કરવું? એટલે ફરીથી તે બોલ્યા કે, "તને સમજમાં કંઈ પડે છે કે પછી બધું ઉપરથી જાય છે. ખબર નથી પડી રહી કે શું? જા ખૂણામાં પડી રહે તું ચૂપચાપ, હવે અવાજ ન જોઈએ. બધાની ઊંઘ તું બગાડીશ."
એમ કહીને મને દૂર રહેલો ખૂણો બતાવી, અને ત્યાં જઈ બેસવા કહી દીધું.
"મને ભૂખ લાગી છે...."
સિયા પરાણે પરાણે બોલી.
"અમે કહ્યું તો હતું કે ખાણું ખાઈ લે, ત્યારે તો એ સમયે ખાવું નહોતું, તો પછી હવે બીજું કેમ માંગે છે અને અનિષે તને કહ્યું હતું ને કે 'જે બને છે, એ જ ખાવું પડશે' તો એ વખતે ના ખાધું તો હવે કંઈ નહિ મળે. હવે કાલ સવારે જ વાત. અને મેં તને એકવાર કહ્યું ને તે તારી સમજમાં નથી આવી રહ્યું? હવે કોઈ જ અવાજ ના કર અને કોઈ જ વાતચીત કે માંગવાનું નહીં, મેં જયાં બતાવી છે એ જગ્યા પર જઈને પડી રહેવાનું, એટલી ખબર નથી પડી રહી. ખબર નહી બિલકુલ સમજ નથી આ છોકરીમાં, ક્યાંથી મારો દીકરો તને લઈ આવ્યો, મારા દીકરાની જિંદગી બરબાદ કરી નાખી છે."
અને તે પોતાની રૂમમાં જતા રહ્યા, સિયાની હવે તો રહી સહી હિંમત પણ જતી રહે અને તે એક ગભરૂ નેચરવાળી છોકરી વધારે ડરી ગઈ કે,
'હજી તો હું આ ઘરની વહુ બની જ છું, છતાં મારી સાથે એક જનાવર જેવું વર્તન કરે છે. મેં તો કોઈ સાથે આવું વર્તન કરતાં આવડતું જ નથી અને ના તો ક્યારે સહન જ કર્યું છે. હું ક્યાં જાવ અને હું શું કરું?"
તે બિલકુલ ગભરાઈ ગઈ અને તે ના તો દરવાજો ખટાવી શકે કે ના એ ખૂણામાં જઈ શકે.... એટલે ત્યાં જ એ રૂમ આગળ બેસી પોતાના આંસુ સારતી સારતી રહી, એની પાસે હવે કોઈ જ આરો ના રહેતા તે ત્યાં જ સુઈ ગઈ. એના પેટમાં દર્દ તો હતું, પણ એ દર્દ આગળ માનવની મમ્મી બોલેલા શબ્દોનું વધારે હતું. જે એને પડ્યા પર પાટાની જેમ ભોંકાઈ રહ્યા હતા. એના કરતા પણ અનિશે આપેલો દગો વધારે દુઃખદાયક હતો કે તે એના માટે થઈ કંઈ જ કરી નહોતો રહ્યો. એનું પણ એ તો કંઈ કરી શકે એમ નહોતી એટલે તેને શું કરવું એ પણ કઈ સૂજી નહોતું રહ્યું. એટલે આંખોમાં આસું સારતી એ જગ્યાએ બેસી રહી અને છેલ્લે મોડી રાતે તેની આંખ પણ લાગી.
બીજા દિવસના સવાર પડતા જ માનવની છોટી બહેન બબીતા તને ઉઠાડી,
"ખબર નથી પડતી કે સારા આ ઘરની છોકરી હંમેશા અત્યારે કામ પર લાગી જાય. નહીં કે અહીં આવી રીતે બેસી રહી અને તને ખબર નથી પડી રહી કે હું સમયસર ઊઠી ઘરના ચૂપચાપ બધા કામ કરવા લાગી જા."
એટલે અમ્મી બોલી કે,
"આજકાલની છોકરીઓ બહુ નાજુક હોય છે, એમને ઘરના કામ તો કરતા આવડતા જ નથી. બબીતા પહેલાં એને આ ચા પકડાવ પછી શાહજાદી ઊઠીને કામ કરશે."
"જી અમ્મી, ખબર નહિ કેવી ભાભી અમારા ઘરે પડી ગઈ છે. અમને ભાભી આવતાં ગરમાગરમ ચા પીવા મળશે એની જગ્યાએ આપણે એમને પીવડાવી પડે છે."
આ સાંભળતા સિયાએ આંખો પરાણે ખોલી અને બોલી કે,
"હમણાં જ કામ કરી દઈશ... પણ મને ભૂખ લાગી છે, તો ચા સાથે કંઈક..."
"ઓ શાહજાદી પહેલા કામ કર પછી ખાવાનું મળે, અહીંયા તો એક જ રૂલ્સ છે કે જે કામ કરે એને ખાવા મળે એટલે ચૂપચાપ પહેલા કામ કર ઘરના બધા. પછી જ ખાવા માંગજે."
એટલામાં જ અનિશે રૂમનો દરવાજો ખોલ્યો તો સિયા, "હું અંદર જઈ ફ્રેશ થઈ આવું, પછી થોડીવારમાં કામ કરું છું."
"જા, પણ યાદ રાખજે કે કામ તમારે કરવાનું છે. અને જો તમે કામ કરશો પછી જ ખાવા મળશે."
આ સાંભળી સિયા કંઈ પણ બોલ્યા વગર અંદર રૂમમાં ગઈ અને માનવને કહ્યું કે,
"તને મારી એટલી પણ ફિકર નથી કે હું બહાર બેહોશ પડી હતી અને તું મને રૂમમાં પણ ના લાવ્યો એટલી જરૂરત પણ ના સમજી કે મને બેહોશીમાં થી હોશમાં પણ લાવીએ. ઉપરથી મને છોડી પોતાની રૂમમાં જતો રહ્યો. તારો પ્રેમ આટલો જ હતો, શું તમને મારી પરવા જ નથી? તો મારી સાથે લગ્ન જ કેમ કર્યા?"
"એક મિનિટ, તે જ મને આ બધું કરવાનું કહ્યું હતું કે આપણે લગ્ન કરી લઈએ. હવે જે હોય તારે જ ભોગવવું પડશે."
"હા મેં જ કહ્યું હતું પણ મને એમ કે તું બહુ સારો છે. પણ... તું આવું પણ કરી શકે એ મને ખબર નહોતી. મારા મા બાપને છોડી તારો પ્રેમ મેળવવા આવી હતી નહીં કે તારી આવી વાતો સાંભળવા?"
સિયા આટલું બોલતાં જ રડી પડી. એટલે અનિશે,
"એ બધી વાતો મારી જોડે નહીં કરવાની, એટલું યાદ રાખી લે જેવો હું છું, આવો જ છું. જેવું છે આ જ છે. હું બહાર જાવ કે હજી ફરિયાદ બાકી છે. જ્યારે હોય ત્યારે કચકચ કરવાની આ રીત જ તમારા જેવાની ખરાબ આદતો છે. અને રડવાનું તો ગળે બાંધીને ફરો છો."
"ફરિયાદ બાકી છે... એટલે તમે એવું મને કંઈ ના કહી શકો. તમને એ પણ ખબર છે ને કે મેં આખી રાત બહાર ગુજારી છે. ઉપરથી તમારા મમ્મી પણ મને એમ કહેતા કે
'સારી બીબી ક્યારે શૌહરના કમરાની બહાર નથી હોતી. એ સારા લક્ષણ નથી.'
મારી આદતો ખરાબ હતી તો મારી આગળપાછળ કોણ ફરતું હતું. હું જ અબૂધ હતી કે તારી સારાઈ દેખાઈ પણ તારો અસલી ચહેરો જ ના દેખી શકી. તને તો એ પણ ખબર નથી કે હું કેટલો સમય બહાર પડી રહી હતી. તો તમને એટલું પણ ના થયું કે મને અંદરની રૂમમાં લઈ જઈએ, મને ભાનમાં લાવીએ. એક ઈન્સાન્યિત જેવું તો હતું જ ને કે નહીં?"
(માનવ શું કહેશે? સિયા શું બોલશે? સિયા પર હવે કેવા અત્યાચાર થશે? માનવ એની તરફ લાગણી હશે કે એ પણ એક છલ હશે? સિયાનું આગળના જીવનમાં કંઈ અને કેવી તકલીફોનો સામનો કરશે? સિયાના પરિવારને સિયાની હાલાત ખબર પડશે? એ એને પહોંચી તેને આ નરકમાં થી ઉગારી શકશે?
જાણવા માટે વાંચો આગળનો ભાગ, એક ષડયંત્ર -૬૯)