Ek Saḍayantra - 58 in Gujarati Women Focused by Mittal Shah books and stories PDF | એક ષડયંત્ર.... - ભાગ 58

Featured Books
  • Kurbaan Hua - Chapter 44

    विराने में एक बंद घरहर्षवर्धन की कार घने अंधेरे में सड़क पर...

  • The Echo

    ---Chapter 1: The Weekend PlanNischay, Riya, Tanya, Aarav au...

  • The Risky Love - 22

    विवेक के सामने एक शर्त....अब आगे..............चेताक्क्षी अमो...

  • हम सफरनामा

    आज मौसम बहुत ही खूबसूरत था ठंडी हवाएं चल रही थी चारों तरफ खु...

  • डॉक्टर इंसान रूप भगवान

    पुलिस प्रमुख द्वारा कर्मबीर सिंह के पत्र को बहुत गंभीरता से...

Categories
Share

એક ષડયંત્ર.... - ભાગ 58

(ઝલકને હિંમત આપી એનજીઓવાળા જતાં રહે છે. કનિકા પણ તેના ઘરના લોકો એને સપોર્ટ કરવા કહે છે. તે આ એનજીઓ માં જોડાવવાની ઈચ્છા રજૂ કરે છે. સિયા શિમલા મનાલી ફરવા જાય છે અને તેના ઘરના લોકો સિયાની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. હવે આગળ....)
“તમને વિશ્વાસ નહીં આવતો હોય તો તમને જ એવું હોય તો વાત કરી લો. મેં હાલ જ રોમા સાથે વાત કરી અને રોમાનું કહેવું પણ એવું જ છે કે...”
“કે શું?”
સંગીતા પરાણે બોલી કે,
“એ કરતાં પણ મારું મન કહે છે કે આપણી દીકરી આપણી સાથે નથી રહી અને તે હવે આપણી નહીં રહે. તે આપણને પાછળ મૂકી આગળ વધી ગઈ છે.”
આ સાંભળીને હવે ધીરુભાઈ અને સુધાબેનની સામે જોઈ રહ્યા અને દિપક ગુસ્સામાં બોલે છે કે,
“શું મનમાં આવે એમ બક્યા કરે છે, એવું કોઈ દિવસ હોતું હશે? આપણી દીકરી આપણને જે હોય એ કહી તો ખરી ને, એમ થોડી કંઈ જતી રહે? તું... ગમે તેમ... ના બોલ...”
“તમે માનો કે ના માનો, પણ મને એવું જ લાગે છે. તમે પોલીસ કમ્પ્લેઈન કરી દો કે એ આપણી દીકરીને શોધે?”
“એમ ગમે તેમ પોલીસ કમ્પ્લેઈન ના કરાય. દીકરી છે, આપણા ઘરની અને એની બદનામી થશે અને કદાચ એવું કંઈ ના પણ ગઈ હોય. એ માટે પહેલા કોલેજમાં પૂછવું પડે, પછી જ આગળ વાત થાય. તું રહેવા દે હું કરી લઉં છું.”
સંગીતાએ કંઈ જવાબ ના આપ્યો અને તે બસ દિપકની સામે જોઈ રહી ના કંઈ કરી શકી કે ના બોલી શકી.
સવાર પડતાં જ દિપક કોલેજ પહોંચી ગઈ અને કોલેજના કેરીકલ સ્ટાફને પૂછયું કે,
“મારે કોલેજના ડીન સાથે વાત કરવી છે, તો એ મળશે?”
એ ઓફિસરે પૂછ્યું પણ ખરા કે,
“તમારે ડીન સાથે શું વાત કરવી છે?”
“એ બધી પછીની વાત છે, ફકત તમે હાલે કહો કે ડીન ક્યાં છે?”
“ડીન એમ ગમે તેમ કોઈને મળે નહીં, એ માટે તમારે એપાઈમેન્ટ લેવી પડે.”
“એપાઈમેન્ટ માય ફૂટ, એ તમને તો ખબર છે ને કે હું આ સીટીનો કલેક્ટર છું. એટલે હું ગમે તેની સાથે વાતચીત કરી શકું છું. તો હવે કહેશો આવે કે ‘ડીન ક્યાં છે?’
“સોરી સર... આ બાજુ એમની ઓફિસ છે...”
એમ કહીને તે ડીનની ઓફિસ તરફ એમને દોરી ગયો.
ડીને તેમને જોઈને વેલકમ કરી અને હાથ મિલાવ્યો, પૂછ્યું કે,
“સર, તમારા માટે હું શું કરી શકું?”
“બસ મારે એટલું જ જાણવું છે કે તમારી કોલેજમાં થી કોઈ સ્ટડી ટુર માટે અમુક છોકરા છોકરીઓને મોકલવામાં આવ્યા છે, ખરા?”
“ના એવું તો કોઈ આયોજન નથી કે નહોતું?”
“સાચે જ કહો છો ને?”
“હા પણ તમે કેમ આવું પૂછો છો?”
“કારણ કે મારી દીકરી સિયા આ કોલેજમાં ભણે છે અને મને બે દિવસ પહેલા એવું કહીને ગઈ હતી કે તેને કોલેજ વાળા તરફથી એટલે કે તમારી તરફથી કોઈ સ્ટડી ટુર માટે મોકલવામાં આવ્યા છે.”
“પણ આવી તો કોઈ આ કોલેજમાં તો ફેસેલિટી છે જ નહીં અને અમે કોઈ પણ વિદ્યાર્થીને સ્ટડી ટુર માટે મોકલતા જ નથી.”
આ સાંભળીને જ દિપક ત્યાંને ત્યાં જ બેસી જાય છે. એ જોઈ પ્રિન્સિપાલએ કહ્યું કે,
“શું વાત છે સર, કંઈ પ્રોબ્લેમ?”
“ના સર મને ખબર નથી, પણ મારી દીકરી મને એવું કહીને બે દિવસ પહેલા થઈ અને હવે ઘરે નથી આવી.”
એ સાંભળી ડીને કહ્યું કે,
“સોરી સર મારે આ તમને ના કહેવું જોઈએ, છતાં હું તમને કહું છું કે તમારી દીકરી ક્યાંક...”
“પ્લીઝ આવું કંઈ બોલતા નહીં, મને ખબર છે કે મારી દીકરી બિલકુલ આવું કરી શકે એવી નથી.”
“સર દરેક મા બાપને સારી જ લાગે અને સમાજના લોકોને તો આ બધામાં મા-બાપની ભૂલ લાગે. પણ હું એવું કહું છું કે આમાં દીકરીનો જ વાંક હોય છે... બીજું હું કંઈ નથી કહેવા માંગતો, બસ તમે એકવાર તમારી રીતે તપાસ કરી જોજો કે ક્યાંક...”
ડીનના મુખેથી પૂરા શબ્દો બહાર નીકળે એ પહેલાં જ દિપક ત્યાંથી નીકળી ગયો. તેને ઘરે આવીને જ્યારે આ વાત જણાવી તો બધા જ ગભરાઈ અને સંગીતા તો બોલી પણ ખરા કે,
“હું તમને પહેલા કહેતી હતી ને કે આપણી દીકરી હવે આપણી નથી રહી....”
“ના તો તું ખોટું વિચારે છે, એ ક્યાંક... એ ફસાઈ ના ગઈ હોય. આટલી મોટી પોસ્ટ પર હું છું તો કેટલાય મારી પોસ્ટનો ઉપયોગ કરવા આવતા હોય તો કંઈ પણ થઈ શકે છે. અને થયું હોય તો મને શું ખબર. હું એ પહેલા પોલીસને કમ્પ્લેન કરવા વિચારું છું.”
સુધાબેન ભગવાન આગળ દીવો પ્રગટાવી કહેવા લાગ્યા કે,
“ગમે તે થાય પણ મારી દીકરી સહી સલામત હોય અને અમને પાછી આવીને મળી જાય... બસ એ જ પ્રાર્થના છે. મારી છોકરીને કંઈ ના થવું જોઈએ...”
એમની આંખોમાં પણ આંસુ આવી ગયા. દિપક પોલીસ સ્ટેશન એ પહોંચી અને પોતાના હોદ્દાની રૂએ કહ્યું કે, ‘ગમે તે ભોગે મારી દીકરીને પાછી લાવો. અને તપાસ ઝડપી કરજો.”
એમ કહીને ફોટો આપ્યો. આ બાજુ ચાર ચાર દિવસ સુધી પણ પોલીસે શોધખોળ ચાલુ કરી, છતાંય સિયા ક્યાંય હાથ નથી લાગી. દિપક દરરોજ પોલીસ ઇન્સ્પેક્ટરને ફોન કરીને પૂછતો એ સુધા સાથે કે, ‘કદાચ આજે મારી દીકરી મળી જશે’ પણ દર વખતે તેના નિરાશા હાથમાં લાગતા જ તે ખૂબ નિરાશ થઈ ગયો હતો. તેને સુઝી પણ નહોતું રહ્યું તે કરે તો શું કરે? તેની દીકરી એવી તો કેવી દુનિયામાં ગરકાવ થઈ ગઈ છે કે જે એના હાથમાં પણ નથી આવી રહી.
પોલીસ ઇન્સ્પેક્ટરે શક્યતા બતાવતા કહ્યું પણ ખરા કે,
“સર તમારી દીકરીને કોઈ ખબર નથી. પણ મારે આપને પૂછવું છે કે શું એનો કોઈ ફ્રેન્ડ હતો. એને ઘરમાં કોઈ એવી વાતચીત કરેલી જેમાંથી એનો કોઈ અફેયર... એવી ખબર પડી હોય.”
“ના મને તે વિશે ખબર નથી... તે જનરલી ખુલ્લીને વાત કરતી જ નહોતી. કોઈની પણ સાથે નહીં....”
“તો પણ એની કોઈ ફ્રેન્ડ હશે, જેને બધી ખબર હોય?”
“એની ફ્રેન્ડ રોમા હતી, પણ એને ખબર હશે કે નહીં તે મને ખબર નથી.”
પોલીસ રોમાના ઘરે પણ પહોંચી ગઈ અને રોમાને પૂછ્યું કે,
“તું સાચું કહેજે કે તને સિયા વિશે કંઈ ખબર છે કે તેને કોઈ છોકરો ગમતો હોય? તેની સાથે કોઈ આગળનો પ્લાન વિચારી રાખ્યો હોય?”
“ના મને એવી કોઈ જ ખબર નથી...”
“સોરી પણ આજકાલની છોકરીઓ આવી બધી વાતોમાં બિન્ધાસ્ત હોય છે.”
“સોરી સર, આજ સુધી મારી સાથે સિયા કોઈ એ રિલેટડ વાત જ નથી કરી નહોતી તો હું તમને કંઈ કહું ને સર.”
“ભલે માની લઉં પણ તું સાચું તો કહે છે ને, જો તું ખોટું કહેતી હોઈશ ને, એવી મને ખબર પડી ને તો પછી તને પણ જેલમાં નાખતા વાર નહીં કરું. બાકી મને તો આવી વાતમાં કેમ કામ લેવું તે ખબર છે...”
(રોમા શું જવાબ આપશે? શું આ સાંભળી તે કહી દેશે? શું તેને સિયા વિશે ખબર હશે ખરા? સિયા એના સપનાઓ માં ખોવાઈ ગઈ છે, પણ તેના પરિવાર પર શું વીતી રહી છે તે સિયા જાણી શકશે? સિયા ઘરે પાછી આવશે ત્યારે શું થશે? સિયાના લગ્ન વિશે ખબર પડ્યા બાદ એમને શું થશે?
જાણવા માટે વાંચો આગળનો ભાગ, એક ષડયંત્ર -૫૯)