Ek Saḍayantra - 46 in Gujarati Women Focused by Mittal Shah books and stories PDF | એક ષડયંત્ર.... - ભાગ 46

Featured Books
  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

  • ફરે તે ફરફરે - 66

    ફરે તે ફરફરે - ૬૬   માનિટ્યુ સ્પ્રીગ આમતો અલમોસામાં જ ગ...

Categories
Share

એક ષડયંત્ર.... - ભાગ 46

(સિયા તેની વાત માનવ જોડે મનાવી લે છે, માનવ મનથી ખુશ થતાં તે માની જાય છે. રોહિત એ સાંભળી જતાં તેને રોકવા મથે છે. એ પ્રયત્ન કરવામાં જ તે તેના ફ્રેન્ડને પૂછે છે અને તે સિયાની મિત્રને જણાવવાનું કહે છે. હવે આગળ....)
‘હે ભગવાન, આ છોકરી પણ ફોન ઉપાડતી નથી. એકવાર આ ફોન ઉપાડી દે તો સારું. એને બધું ના કહીને થોડું ઘણું કહીને એમ જ કહી દઉં કે તું હાલને હાલ આ વાત સિયાને કર. જેથી મારી સિયા સાવચેત બની જાય અને તેનું જીવન બરબાદ થતું બચી જાય. પછી હું બાકીની વિગત તો કોલેજમાં એને સમજાવી દેતો.’
‘હવે કદાચ તે ઉપાડશે’ એમ વિચારીને તેને ફરીથી રોમાને ફોન ટ્રાય કર્યો....પણ રોમા ફોન ના લાગ્યો તે ના જ લાગ્યો. એટલે કંટાળી તેને ત્યાં વાત પડતી મૂકી અને વિચાર્યું કે,
“હવે કાલે કોલેજ સિવાય કોઈ ઓપ્શન નથી, સિવાય કે સિયા કે રોમાને મળવાનું. એના કરતાં એક કામ કરું, હું એના ઘર આગળ જઈને ઉભો રહું અને એના ઘરથી થોડી દૂર એની ઊભી રાખી અને બધી વાત કરી દઉં કે માનવ કેવો છે? એ જ બેસ્ટ આઈડિયા રહેશે.”
એમ વિચારતો વિચારતો રોહિત બિયર બારની બહાર નીકળ્યો અને તે રસ્તા પર ચાલવા લાગ્યો. તેની પાછળ બે આંખો પહેલાં પીછો કરી હતી, પછી ધીમે ધીમે બેમાં થી ચાર થઈ અને આપોઆપ ચારમાં થઈ છ અને છ ની દસ આંખો થઈ ગઈ. પાંચેક માણસો તેની પાછળ આવી રહ્યા હતા પણ રોહિત પર થોડી નશાની અસર હોવાથી એને અણસાર ના આવ્યો કે,
‘એની પાછળ કોઈ આવી રહ્યું છે?’
તે ચૂપચાપ ચાલતો જ રહ્યો એટલામાં જ એ પાંચ જણમાં થી એકના હાથમાં ચપ્પુ અંધારી રાતે પણ ઝળકવા લાગ્યું. એ દસ આંખોમાં ખૂન્નસ અને લોહીની પ્યાસ દેખાઈ રહી હતી. આ બધાથી બેખબર રોહિત પોતાની ધૂનમાં ચાલે જતો હતો, ત્યાં જ આમાં થી એકે એના પીઠ ઉપર પાછળથી વાર કર્યો. એ વાર થતાં જ તે દર્દથી કણસતો એ લોકો તરફ ફર્યો એટલે એના પીઠ પરથી ચપ્પુ કાઢી તેના પેટમાં જ બે ચાર ઘા કરી દીધા.
એ ઘામાં થી લોહીના ફુવારા ફૂટવા લાગ્યા. એ ફુવારા જોઈને રોહિત હક્કોબક્કો રહી ગયો અને ત્યાં જ બેહોશ થઈ ગયો. એ જોઈ બધા જતા રહ્યા. બે ત્રણ કલાક તે એમ જ રસ્તા પર પડી રહ્યો. એ બાદ એક વ્હીકલ ત્યાંથી પાસ થયું તો એની લાઇટમાં રસ્તા પર પડેલ વ્યકિત પર નજર પડતા જ એ ગાડીવાળો ઊભો રહ્યો અને એ ગાડીવાળા તેને હોસ્પિટલ લઈ પણ ગયો અને પોલીસમાં ફોન કરીને પોલીસને પણ ત્યાં બોલાવી.
પોલીસે એફઆઈઆર લખીને અને તેની ટ્રીટમેન્ટ ચાલુ કરાવી દીધી. થોડી ટ્રીટમેન્ટ બાદ તેને થોડું ઘણું ભાન આવ્યું તો પોલીસે તેનું પૂછવાનો પ્રયત્ન કરતાં,
“કોણે માર્યું?”
અને એને કહ્યું કે,
“તેને કોઈ માનવ ઈરાનીના માણસોએ માર્યું છે.”
આ સાંભળી પોલીસે પૂછયું કે,
“આ માનવ ઈરાની ક્યાં મળશે અને તે કોણ છે? તેની શું દુશ્મની છે તારી જોડે?”
પણ તે પાછો બેભાન થઈ ગયો અને ડોક્ટર ચેક કરીને કહ્યું કે,
“ખૂબ લોહી વહી જવાથી તે ભાનમાં આવે એ જ શકય નહોતું. પણ તે ભાનમાં તો આવી ગયો હતો એટલે એ હવે કોમામાં જતો રહ્યો છું.”
“તો કોમામાં થી કયારે બહાર આવશે?”
“સોરી એ તો છબર નથી.”
પોલીસ ઇન્સ્પેક્ટર કહ્યું કે,
“જો કંઈ નવી અપડેટ હોય તો આપ સૌ પહેલાં અમને જણાવશો.”
કહીને તેઓ જતા રહ્યા.
આ બાજુ સિયા મનમાં વિચારી રહી હતી કે,
“જો માનવ આટલું બધું કહે છે તો હું એકવાર દાદાને વાત કરવા પ્રયત્ન કરું. કદાચ દાદા મારી વાત માની જાય અને સમજી જાય તો... તો પછી તે પપ્પાને સમજાવી લેશે કે માનવ મારા માટે એક સારુ પાત્ર છે અને એની સાથે લગ્ન કરાવી આપશે. પપ્પા પણ દાદાની વાત ટાળી નહીં શકે. અને જો એ લોકો નહીં માને તો... બાકી તો આ ઓપ્શન છે જ, મારી પાસે આ રસ્તો ક્યાં નથી.
દાદાની હું આટલી લાડલી છું, તો દાદા મારી વાત સાંભળશે જ. કાલ સવારે સમય જોઈ અને મોકો મળતા જ દાદાને હું વાત કરીશ.”
તે બીજા દિવસે ઊઠી તો ઘરના બધા રૂટિન વર્ક પતાવી રહ્યા હતા. સવારના જ કેશવે ટીવી ઓન કરતાં જ રોહિત પર રાતના હુમલો થયેલો એ વાતને મીડિયામાં જ બ્રેકિંગ ન્યુઝ બનાવી ચેનલ પર કવર કરેલું. અને પેપરવાળાએ પણ ફ્રન્ટ પેજ પર એને જ છાપી દીધેલું કે,
‘શહેરમાં ખુલ્લેઆમ ગુંડાગર્દી, એક વ્યકિતનો જીવ લીધો.’
તો એકે કહ્યું કે,
‘શહેરમાં કોઈએ જાતની સલામતી નહીં.”
એમ લખી રોહિતની ડીટેલ સાથે બધી જ જગ્યાએ આ વાત હોટ ટોપિક હતી.
કેશવે પણ ચા પીતાં સવારના ન્યુઝ અને પેપરમાં આ વાત જોઈ. તેમને પોલીસ ઇન્સ્પેક્ટરને ફોન કરી એ વિશે બધું જાણ્યું. પછી ન્યુઝ પેપર વાંચવા લાગ્યા અને વાંચીને કહ્યું કે,
“સિયા બેટા, તારા કોલેજમાં કોઈ છોકરો છે, રોહિત કરી ને?”
“કેમ પપ્પા?”
“એટલા માટે કે જેના ઉપર કાલે રાતે હુમલો થયો છે, એ તારી કોલેજનો છે. અને એ છોકરો બિચારો અત્યારે કોમામાં જતો રહ્યો છે.”
“રોહિત... મને બહુ યાદ નથી. મને એટલું યાદ છે કે એના નામે ઘણીવાર સાંભળેલું છે. કદાચ તે મારો ક્લાસમેટમાં જ હશે, પણ મને એવું યાદ નથી.”
તેના પપ્પા બોલ્યા કે,
“બની શકે તે કદાચ તારા ક્લાસનો ના પણ હોય અને તારો સિનિયર કે કોઈ બીજી ફેકલ્ટીના ક્લાસમાં હોય. એટલે એ બધી વાત તો સમજ્યા, પણ એના પર હુમલો કરનારો તારી કોલેજની કોઈ ગુંડો જ છે, એ વાત મેઈન છે.”
એટલામાં દાદા પણ ત્યાં આવી ગયા એટલે કેશવે તેમને, “જુઓને પપ્પા આજકાલ કેટલા બધા ગુંડાઓ વધી ગયા છે. એવો જ ગુંડા તત્વોનો શિકાર આ છોકરો બની ગયો છે. એવું કહેવાય છે કે માનવ ઈરાની કરીને એક ગુંડો અને રોહિત વચ્ચે દુશ્મની હતી.”
“પણ પપ્પા, દાદા મને એ વિશે બહુ ખાસ ખબર નથી.”
“એકચ્યુલી એનો ફ્રેન્ડ ત્યાં આવ્યો હતો એને કહ્યું કે, ‘રોહિતે એની કોઈ વાત માટે પોલીસમાં જવાની કે કંઈક એવી ધમકી આપી હતી એટલે જ એના ઉપર આવી રીતે હુમલો કરવામાં આવ્યો છે.”
સિયા સાંભળી રહી એટલે કેશવે કહ્યું કે,
“બેટા તું સાવચેત જ રહેજે હો, આ માનવ ઈરાની તમારી કોલેજની આજુબાજુ બહુ જ ફરે છે. એવું આ મિડીયા અને ન્યુઝ પેપર વાળાનું કહેવું છે. એટલે બેટા તું સાવચેત રહજે.”
“હા પપ્પા તમે બહુ ચિંતા ના કરો. આવા તો કેટલાય લોકો કોલેજની બહાર ફરતા હોય છે. અને આ રોહિત પણ કદાચ એવો ગુંડો જ હોય તો આપણને આમાં કંઈ ખબર હોય નહીં. અને હું તો હંમેશા તમે શીખવાડ્યું છે એમ જ કોલેજ થી ઘરે અને ઘરે થી કોલેજ જ જોઉં છું.”
“વેરી ગુડ બેટા.... બસ મને આ જ સુધા હતી. ચાલો હવે હું જાવ.”
કહીને દિપક ઓફિસ જવા નીકળી ગયા.
(ખરેખર સિયા રોહિતને ઓળખતી નથી? આ રોહિત પર હમલો કરનાર કોણ? તે પકડાશે ખરો? પોલીસ તેને પકડી શકશે ખરા? એ ક્યાંક આ માનવ તો નહીં હોય ને? સિયાના મનની વાત દિપક અને તેમના પરિવારને ખબર પડશે ખરા?
જાણવા માટે વાંચો આગળનો ભાગ, એક ષડયંત્ર -૪૭)