Agnisanskar - 62 in Gujarati Thriller by Nilesh Rajput books and stories PDF | અગ્નિસંસ્કાર - 62

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

અગ્નિસંસ્કાર - 62



પ્રિશા અંશને બીજા રૂમમાં લઈ ગઈ અને અંશના આંખો પરથી પટ્ટી હટાવી દીધી. ધીરે કરીને જ્યારે અંશે આંખો ખોલી તો આંખો ખુલ્લીને ખુલ્લી જ રહી ગઈ!

" પ્રિશા આ બઘું શું છે??" અંશની સામે રંગબેરંગી કલરના બલૂનો દીવાલ પર ચોંટેલા હતા અને એની ઉપર મોટા અક્ષરે હેપી બર્થડેનું સ્ટીકર લગાવેલું હતું. જ્યારે રૂમની વચ્ચો વચ્ચ એક ટેબલ પર મોટી કેક પણ રાખવામાં આવી હતી.

" વિશિંગ યુ અ વેરી હેપી બર્થ ડે અંશ!.." પ્રિશા એ કહ્યું.

પ્રિશાના બર્થ ડે વિશ કર્યા બાદ લક્ષ્મી બેને અને રસીલા બેને પણ બર્થ ડે વિશ કર્યું. અંશ આ દ્ર્શ્ય જોઈને ખરેખર ભાવુક થઈ ગયો. કારણ કે એમણે અત્યાર સુધીનું જીવન ગરીબીમાં વિતાવ્યું હતું. બર્થ ડે પાર્ટી શું કહેવાય? એના વિશે તો અંશ કંઇ જાણતો જ ન હતો.

" થેંક્યું સો મચ એવરિવન.....પણ પ્રિશા તને કઈ રીતે ખબર પડી કે આજ મારો બર્થ ડે છે?"

" તને યાદ ન હોય તો હું યાદ કરાવી દવ, કે હું તારા જ કેસ પર કામ કરતી હતી...તારા નાઈનથ સ્ટાન્ડર્ડમાં કેટલા માર્કસ આવ્યા છે? એ કદાચ તને યાદ નહિ હોય પણ મને બરોબર યાદ છે......તો તારા સવાલ પતી ગયા હોય તો આપણે કેક કટિંગ કરીએ?"

" બિલકુલ..." અંશે કેક કટિંગ કર્યું અને એણે સૌ પ્રથમ પોતાની માને કેક ખવડાવ્યું. ત્યાર બાદ રસીલાબેન ને ખવડાવીને અંશ કેકનું એક પીસ લઈને પ્રિશા પાસે પહોંચ્યો. અંશ કેક ખવડાવે એ પહેલા જ પ્રિશા એ કેક હાથમાં લઈને અંશના ચહેરા પર લગાવી દીધું.

" હવે લાગે છે તું બર્થ ડે બોય..." પ્રિશાના ચહેરા પરની ખુશી જ કઈક અલગ દેખાતી હતી. એ જોઈને અંશને ઘણું વિચિત્ર લાગ્યું પરંતુ કોઈ સવાલ પૂછવાને બદલે એમને બસ નિહાળવાનું યોગ્ય સમજ્યું. કેક ખાઈને અંશના મમ્મી અને રસીલા બેન તો સુવા માટે એના રૂમમાં જતા રહ્યા પણ અંશ અને પ્રિશા બન્ને વાતોમાં મગ્ન થઈ ગયા.

" તો બર્થ ડે બોયના કેટલા વર્ષ પૂરા થયા?" પ્રિશા એ પૂછ્યું.

" મારા એટલા વર્ષ તો પૂરા થઈ ગયા છે કે હવે હું બિયર તો પી શકું છું..."

" મિન્સ તારા અઢાર વર્ષ પૂરા થઈ ગયા...!!"

" હા લાગે છે તો એવું જ.. એ છોડ તારા કેટલા વર્ષ થયા?"

" મારા વર્ષ જાણીને તું શું કરીશ?"

" કેમ? તું મને સરપ્રાઈઝ પાર્ટી આપી શકે છે તો હું તને ન આપી શકું? "

" હું મારો જન્મદિવસ જ નથી મનાવતી..." પ્રિશાનો ચહેરાનો રંગ જ ઉતરી ગયો.

" કેમ? શું થયું હતું?"

" મારી વાત હું પછી ક્યારેક કરીશ અત્યારે ખુશીનો મોકો છે તો આપણે એન્જોય કરવું જોઈએ...તને ડાન્સ કરતા આવડે છે?"

" છોડને મને મૂડ નથી..."

" અચાનક હવે તને શું થઈ ગયું? હમણાં તો કેક કટિંગ કરતી સમયે તો તું ખૂબ ખુશ હતો.."

" હા એ તો તમે બધાએ મને સરપ્રાઈઝ આપ્યું એટલે હું કોઈને દુઃખી કરવા નહોતો માંગતો..."

" કેશવની યાદ આવે છે ને?" આખરે પ્રિશા એ અંશની મનની વાત કહી જ દીધી.

" હા યાર, આવે કેમ નહિ એના થકી તો હું મારો બદલો પૂરો કરી શક્યો છું...અને અત્યારે જ્યારે એ આપણી સાથે નથી તો મને ખૂબ ગિલટી ફીલ થાય છે...એવું લાગે છે જાણે આ બઘું મારા કારણે જ થયું છે...અને તે જોયું નહી, મારા મમ્મી અને રસીલા આંટી કેવા દુઃખી હતા...બન્ને ને પોતાના દીકરાની કેવી યાદ આવતી હશે...! અને હું એના દુઃખ સામે કેક કટિંગ કરી રહ્યો હતો બોલો..."

" પાગલ છે તું એકદમ પાગલ....તને શું લાગે છે આ પાર્ટીનો આઈડિયા માત્ર મારો જ હતો... તારા મમ્મી એ જ મને આવીને કહ્યું કે અંશને આપણે એક સરપ્રાઈઝ પાર્ટી આપીએ તો? અને ત્યાર બાદ મેં આ પાર્ટીનું આયોજન કર્યું...તારા ભાઈની કમી જરૂર તને થતી હશે પણ મને લાગે છે એ જ્યાં કંઇ પણ હશે બિન્દાસ હશે..."

" હા એ તો છે...અને એટલે જ તો મને એની ચિંતા નથી...મને તો સામા વાળાની ચિંતા થાય છે કે એ બિચારાની શું હાલત થશે?" બન્ને કેશવની વાત પર ખડખડાટ હસી પડ્યા.

ક્રમશઃ