Vishwas ane Shraddha - 4 in Gujarati Fiction Stories by NupuR Bhagyesh Gajjar books and stories PDF | વિશ્વાસ અને શ્રદ્ધા - ભાગ - 4

Featured Books
  • انکہی محبت

    ️ نورِ حیاتحصہ اول: الماس… خاموش محبت کا آئینہکالج کی پہلی ص...

  • شور

    شاعری کا سفر شاعری کے سفر میں شاعر چاند ستاروں سے آگے نکل گی...

  • Murda Khat

    صبح کے پانچ بج رہے تھے۔ سفید دیوار پر لگی گھڑی کی سوئیاں تھک...

  • پاپا کی سیٹی

    پاپا کی سیٹییہ کہانی میں نے اُس لمحے شروع کی تھی،جب ایک ورکش...

  • Khak O Khwab

    خاک و خواب"(خواب جو خاک میں ملے، اور خاک سے جنم لینے والی نئ...

Categories
Share

વિશ્વાસ અને શ્રદ્ધા - ભાગ - 4


{{ Previously: શ્રદ્ધા : ઓ...કબીર! તું ક્યારે આવ્યો? મને ફોન પણ ના કર્યો કે આજે તું આવે છે? હું તારી કોઈ ફેવરિટ આઈટમ બનાવીને રાખત!

કબીર : નો પ્રોબ્લેમ, શ્રદ્ધા! ગ્રેનીએ મારી માટે પિત્ઝા બનાવ્યા છે હોમેમેડ!

શ્રદ્ધા : અરે વાહ ! શું વાત છે! ચાલ તો ... ડિનર કરીયે!

મમ્મી અને પપ્પા એ બધા ક્યાં છે? કોઈ દેખાતું નથી! }}


બંને કિચનમાં જાય છે. બધા ડાઇનિંગ ટેબલ પર બેઠાં બેઠાં વાતો કરતાં હોય છે. શ્રદ્ધાને જોતા જ સિદ્ધાર્થ એની પાસે આવીને ભેટી પડે છે અને " શ્રદ્ધા, ક્યાં હતી તું ? તેં તો કહ્યું હતું કે તારે બ્યૂટી સલૂન જવું છે અને પછી એક ફ્રેન્ડને મળવાનું છે, બહુ સમય નહીં લાગે. તેં તો આખો દિવસ કાઢી નાખ્યો. ક્યારના અમે તારી રાહ જોઈ રહ્યા છે?"

" ભાભી, કેમ છો? થોડી વાર રાહ જોઈ હોત તો આપણે બંને સાથે બ્યૂટી સલૂનમાં જઈ આવતા ને! અમારે રાહ પણ ના જોવી પડત અને મારે પણ કામ હતું તો એ પણ પતી જાત, પણ કંઈ નહીં હવે ફરી કયારેક!"

"બસ મઝામાં, કાવ્યા. મને ખબર જ નહતી કે તમે આજે અહીં આવવાના છો, નહીં તો હું બહાર જાત જ નહિ! Sorry..મારા કારણે તમને રાહ જોવી પડી."

"અરે, શ્રદ્ધા! બધાને મળી લીધું, અમારા ખબર અંતર તો પૂછો!? ભાઈ, અમે તમારા નણંદના પતિ પરમેશ્વર છીએ. તમારા નણંદોઈ...( અને બીરેન સાથે બધા એકસાથે હસી પડે છે. )

"ના, ના એવું થોડી હોય કે હું તમને ભૂલી જવું...બસ જોવો, આ થોડું મિસકૉમ્યૂનિકેશન થઈ ગયું એટલે જાણ જ ના રહી કે તમે આવો છો! નહીં તો હું કંઈક જમવાનું બનાવીને રાખત."

"બેટા, don't worry. મેં કબીરના કહેવાથી જ ઘરે પિત્ઝા બનાવ્યા છે! તું થાકીને આવી હશે. ચાલ, જમી લઈએ."

" thank you, મમ્મી જી. હા, ચાલો જમી લઈએ..."

અને બધા સાથે જમવા બેસે છે.


બધા જમી પરવારીને લિવિંગ રૂમમાં બેસે છે, થોડી રોજબરોજની વાતો ને ચર્ચાઓ ચાલે છે, અને વાત વાતમાં કાવ્યા શ્રદ્ધાને પૂછે છે, " મને ખબર છે કે તું કબીરને કેટલો લવ કરે છે! પણ કબીર તો ક્યારેક જ અહીંયા આવે છે તમને બધાને મળવા માટે! તને નથી લાગતું શ્રદ્ધા કે હવે તારે પણ તારો પોતાનો કબીર લાવવાનો સમય થઇ ગયો છે, માસી અને ફોઈ તો તું છે હવે મમ્મી પણ બની જા... જલ્દી થી તો અમે પણ ફોઈ બની શકીયે ! શું કેહવું છે બધાનું?

બધાએ એક સાથે હસતા હસતા કાવ્યાની વાતમાં હામી ભરી, પણ શ્રદ્ધાનું મન ચકડોળે ચડ્યું હતું ....પણ એને કંઈ જવાબ ના આપ્યો અને હસીને શરમાઈ ગયી. સિદ્ધાર્થ પણ એમ જ બેસી રહ્યો, કંઈ બોલ્યા વગર.


ઘણો સમય વાતો ચાલી, પછી બધા સૂવા માટે પોતપોતાની રૂમમાં ગયા ...


રૂમમાં પોંહચતાની સાથે જ સિદ્ધાર્થે શ્રદ્ધાની સામે ગુસ્સાથી જોયું, અને એને સાચું ખોટું સંભળાવવા લાગ્યો ....


"આટલો બધો સમય સુધી તું બહાર કેવી રીતે રહી શકે છે? તું ઘરની જવાબદારી ઉઠાવતા ક્યારે શીખીશ? મારી મોમ બધાના માટે જમવાનું બનાવીને તૈયાર રાખે છે એનો મતલબ એ કે તું બહાર જ ફર્યા કરે? થોડી વારમાં પાછું આવવાનું કહીને નીકળી હતી ને? મિત્ર છોકરી હતી કે તારો કોઈ જૂનો આશિક? અને બ્યુટી સલૂનમાં આટલી બધી વાર કેમ લાગી? કોના માટે તૈયાર થાય છે તું? મારી સાથે તો ખુશીથી રહી શકતી નથી? આખું સમાજ વાતો કરે છે ક્યારે બાપ બનાવીશ તું મને? તારામાં કોઈ ખામી છે કે શું? હોય તો કહી દે મને. હું ...."


" હું ...હું શું ? બીજું લગ્ન કરી લઈશ ? હા તો કરી લે ને! હું પણ એ જ ઈચ્છું છું કે તું મને હવે છોડી દે. મને મારી લાઈફ જીવવા દે. મને હવે આ બધું નથી ગમતું! વાતવાતમાં ટોકવાનું! આ નહિ કરવાનું ને પેલું એમ કેમ કર્યું? આ આમ કેમ નથી ને પેલું એમ જ કેમ છે? આ નહિ પહેરવાનું તારે ! આજે તું આ જ પહેરીને આપણા ફેમિલી ફંકશનમાં આવજે નહીં તો આવવાનું વિચારતી જ નહીં... હજુ સુધી બાળક કેમ નથી? તું માં કેમ નથી બની ? આ જ ખાવાનું બનાવવું પડશે! નહીં તો હું નહીં જમું...બહારથી મંગાવીને જમી લઈશ. અને બીજું કેટકેટલું તને ગણી બતાવું ? તું મને શાંતિથી જીવવા દે તોય બહુ છે ! પેહલા બધું બરાબર ચાલ્યું...પછી અચાનક તને શું થઇ ગયું કે તું આખેઆખો એક જ દિવસમાં બદલાઈ ગયો! every time i asked you what is wrong with you ? પણ તું કંઈ કેહતો જ નથી ...મારી કોઈ ભૂલ થઇ હોય તો કહે... હું સુધારીશ પણ આ રીતે દરરોજ મને થોડી થોડી તું મારીશ નહીં...આને ઇમોશનલ અત્યાચાર કહેવાય, સિદ્ધાર્થ!

મેં તને દિલથી પ્રેમ કર્યો, તને બેશુમાર પ્રેમ આપ્યો...તારી માટે હું મારું ફેમિલી છોડીને તારી પાસે આવી ગયી...મારા કરિયર વિશે પણ મેં ના વિચાર્યું...મારા સપનાને તારી હકીકત સાથે જોડીને મારા સપનાઓને હું ભૂલી ગયી...શું નથી કર્યું મેં આપણા માટે? પણ તેં થોડા જ સમયમાં આપણા સંબંધને તારો ને મારો કરી દીધો... લગ્ન પછી આપણે થોડો સમય અહીંયા અમદાવાદમાં રહ્યા અને ખુશ જ હતા. બે વર્ષમાં આપણે આપણું પોતાનું આ ઘર લઈ લીધું અને એને "શ્રદ્ઘાર્થ" બનાવ્યું...થોડો સમય પછી તારે જોબના લીધે લંડન શિફ્ટ થવું પડ્યું તો આપણે આપણો દેશ છોડીને લંડન ચાલ્યા ગયા...મારે નહતું જવું...છતાં પણ હું તારી સાથે બધું જ છોડીને કોઈને પણ કહ્યા પૂછ્યા કે જણાવ્યા વિના જ આવી ગયી...થોડા સમય પછી જ્યારથી તેં આવી રીતે બિહેવ કરવાનું શરૂ કર્યું ત્યારથી જ આપણે એક જ રૂમમાં હોવા છતાં અલગ અલગ સૂઈ જતા હતા...અને જયારે જયારે તારું મન થાય ત્યારે તું મને તારી પાસે બોલાવતો અને પછી થોડા જ સમયમાં તું પાછો મારાથી દૂર જતો રહે છે...પછી અચાનક તને એકાદ વર્ષ પહેલાં ખબર નહીં કે શું સુજ્યું...તેં આવીને કહી દીધું કે મારી પાસે એક વીક છે બધું સમેટી લે અને બેગ પેક કરી લેજે આપણે પાછા ઇન્ડિયા જઈએ છે! એમાં પણ હું કંઈ બોલ્યા ચાલ્યા વિના તારી સાથે ઇન્ડિયા પાછી પણ આવી ગયી....આજે એ વાતને એક વર્ષ થઇ ગયું છતાં મેં આજ સુધી તને પૂછ્યું નથી કે આપણે લંડન છોડીને અચાનકથી ઇન્ડિયા કેમ આવી ગયા? લગ્નને છ વર્ષ થયા...પેહલા બે વર્ષ અહીંયા પછી થોડો સમય લંડન પછી પાછા ઇન્ડિયા...તેં જેમ કહ્યું તેમ મેં કર્યું... તો પછી મેં ખોટું શું કર્યું ????"


સિદ્ધાર્થ પાસે આજે પણ બોલવા માટે કંઈ જ નહતું ... શ્રદ્ધાને એના પ્રશ્નોના જવાબ આજે પણ ના મળ્યા...

આજે ફરીથી સિદ્ધાર્થે શ્રદ્ધાને મન ખોલીને બોલી લેવા દીધી...અને પછી એને જોરથી ભેટી પડ્યો...રડી પડ્યો ...સોરી કહીને એને એની બાહોમાં લઈ લીધી...એને પ્રેમ કરવા લાગ્યો....અને શ્રદ્ધા પણ જાણે અનકોન્સીયસ રીતે એને ભેટી રહી, સંભાળતી રહી..વળતો પ્રેમ કરતી રહી...મનોમન રડતી રહી ....આજે પણ એ એના ગુસ્સાને સિદ્ધાર્થના પ્રેમમાં ડુબાડી ગયી...અને બંને આજે ફરીથી એકસાથે એક જ બેડમાં સૂઈ ગયા.....