The Author anita bashal Follow Current Read શાપુળજી નો બંગલો - 9 - વિંટી નો માલિક By anita bashal Gujarati Fiction Stories Share Facebook Twitter Whatsapp Featured Books નિતુ - પ્રકરણ 64 નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ... સંઘર્ષ - પ્રકરણ 20 સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા... પિતા માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે... રહસ્ય,રહસ્ય અને રહસ્ય આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ... હાસ્યના લાભ હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે... Categories Short Stories Spiritual Stories Fiction Stories Motivational Stories Classic Stories Children Stories Comedy stories Magazine Poems Travel stories Women Focused Drama Love Stories Detective stories Moral Stories Adventure Stories Human Science Philosophy Health Biography Cooking Recipe Letter Horror Stories Film Reviews Mythological Stories Book Reviews Thriller Science-Fiction Business Sports Animals Astrology Science Anything Crime Stories Novel by anita bashal in Gujarati Fiction Stories Total Episodes : 10 Share શાપુળજી નો બંગલો - 9 - વિંટી નો માલિક 800 1.6k અભય અત્યારે બંગલાની અંદર હતો અને તેના હાથમાં એક વીંટી હતી. ડાયમંડ ની વીટી હતું જેના ઉપર નાના-નાના ડાયમંડથી હાર્ટ બનાવેલું હતું અને તેના અંદર એક તરફ એ અને બીજી તરફ એસ લખ્યું હતું. તે વીંટી ને જોઈને અભયને મનમાં એક મિનિટ માટે વિચાર આવી ગયો કે શું આવે તે જ કહાનીમાં બતાવેલી વીંટી હતી જે જે તેની એક ફેન ક્રિપા એ મોકલી હતી? પણ એવું થવું તો અસંભવ હતું કારણ કે તે તો એક સામાન્ય કહાની હતી અને આ વીંટી તો તેના હાથમાં હતી. અભય પોતાના હાથમાં વીંટી ને પકડીને આ બધું વિચારી રહ્યો હતો કે તેનો ફોન વાગવા લાગ્યો. તેને વીંટીને ખિસ્સામાં રાખી અને ફોનના તરફ જોયું તો તેમાં દેવાસીસ નો નંબર ફ્લેશ થઈ રહ્યો હતો. અભય એ સૌથી પહેલા તો લાંબો શ્વાસ લઈને પોતાની નોર્મલ કરવાનો પ્રયત્ન કર્યો અને પછી ફોન રિસીવ કરવા લાગ્યો. " હા દેવાસીસ હુ આવી જ રહ્યો છું." સામેથી તરત જ દેવાસીસ નો જવાબ આવ્યો. " સાહેબ તમારા સોબત ( સાથે) ફોન અને લેપટોપ પર લઈ આવજો. કારણકે બંગલામાં હજી સુધી લાઈટની વ્યવસ્થા થઈ નથી. એટલા માટે તમે એને ચાર્જ કરી લેજો." અભય જ્યારે આ બંગલામાં આવ્યો હતો ત્યારે તેને ખબર પડી ગઈ હતી કે હજુ સુધી અહીંયા લાઈટ એને વ્યવસ્થા થઈ નથી એટલા માટે તેને પહેલેથી જ બધું સામાન સાથમાં લીધો હતો. આમ પણ તે રાતના ખાવાના સમય સુધી તો દેવાસીસના ઘરે જ રોકાવાનો હતો. તેને જવાબ આપ્યો અને ફોનને ખિસ્સામાં રાખીને બંગલા ને બહાર નીકળી ગયો. તેને એક નજર કે બંગલાના તરફ નાખી અને પછી દરવાજાને બંધ કરી દીધો. આમ તો બંગલાના અંદર કંઈ ખાસ ચીજો ન હતી પણ ત્યાં બંગલાના અંદર અભયને એક સોનાનો હાર મળ્યો હતો જે કદાચ એક તોલાનો હશે. શું કોઈ ચોરની હિંમત આ બંગલાના અંદર જઈને ચોરી કરવાની થતી હશે? વિચાર કરતા કરતા અભય પોતાનો સામાન લઈને દેવાસીસના ઘરના તરફ ચાલ્યો ગયો. જ્યારે તે દિવસે ના ઘરે પહોંચ્યો તો તેને જોયું કે દેવાસીસ પોતાના બંને હાથોને એકબીજાથી મસળી મસળીને અહીંયાથી ત્યાં ચાલી રહ્યો હતો. તેને જોઈને કહેવું મુશ્કેલ ન હતું કે તે કેટલી ચિંતામાં હતો. અભય ને સમજાઈ ગયું કે દેવાસીસ આટલું પરેશાન કેના માટે છે એટલે તેને દેવાસીસ ખભામાં હાથ રાખીને કહ્યું. " તમે આટલા પરેશાન કેના માટે છો?" અચાનક અભયનો અવાજ આવતા દિવસે થોડો ચોકી ગયો અને તેને અભયના તરફ જઈને સ્માઈલ કરીને કહ્યું. " હે ગજાનના! તમે સહી સલામત છો. મને તો જ્યારથી તમે બંગલા ના અંદર ગયા છો ને ત્યારથી ડર લાગી રહ્યો હતો." કહેતી વખતે દેવાસીસ નો અવાજ એકદમ ધીમેથી કાંપી રહ્યો હતો. તેના અવાજ નું કંપન અભય પોતે મહેસુસ કરી શકતો હતો. અભય એ દેવાસીસના ઘરના તરફ જતા કહ્યું. " તમે મારી ફિકર વધારે ના કરો હું સહી સલામત છું. અને આમ પણ હું બંગલાના અંદર ગયો એને વધારે સમય થોડી થયો છે." અભય ઘરના આંગણામાં રાખેલી ખુરશીમાં જઈને બેસી ગયો હતો. અભય એ પોતાનું લેપટોપ અને મોબાઈલ ફોન દેવાસીસ ને ચાર્જિંગ કરવા માટે આપ્યું. દેવાસીસ એ તરત જ તેમનું કામ કરવા લાગ્યો. દેવસિસ અભયના ચેહરાના તરફ જઈને પૂછવા લાગ્યો. " સાહેબ બંગલાના અંદર તમને ડર લાગ્યો?" આ સવાલ પૂછતી વખતે દેવાસીસ અભયના ચહેરાના તરફ એવી રીતે જોઈ રહ્યો હતો જાણે તે અભયના કોઈ પણ એક્સપ્રેશન મિસ કરવા માંગતો ન હોય. અભયના ચેહરાના તરફ જોતા વખતે દેવાસીસ વારંવાર થૂંક ગળે થી નીચે ઉતારી રહ્યો હતો. દેવાસીસને આમ કરતા જોઈને અભયને હસવું આવ્યું અને તેને હસીને દેવાસીસ ને કહ્યું. " ના મને જરા પણ ડર ન લાગ્યો. પણ દેવાસીસ શું તું ઘરની સાફ-સફાઈ કરવા માટે કોઈને કહી શકે છે?" અભય નો સવાલ આ સાંભળીને દેવાસીસ એક મિનિટ માટે પાછળ થઈ ગયો અને તેને ચહેરા ઉપર ઉદાસીના ભાવ લાવીને કહ્યું. " સાહેબને ઘણા લોકોને વાત કરવાનો પ્રયત્ન કર્યો હતો પણ બધા બંગલા નું નામ સાંભળીને જ ના પાડી દે છે. એટલા માટે તો મેં તમને સાફ-સફાઈ નો સામાન આપ્યો હતો." અભય એ એક લાંબો શ્વાસ લઈને કહ્યું. " હા અને એ મારા કામમાં પણ આવ્યો છે. પણ આખા બંગલા ને સાફ-સફાઈ કરવા માટે તો હું અહીંયા નથી આવ્યો ને. હું અહીંયા મારા સ્ટોરી માટે કંઈ શોધવા માટે આવ્યો છું જો બંગલાની સાફ-સફાઈ કરવા માટે બેસી જઈશ તો મને અઠવાડિયું તો તેમાં જ લાગી જશે." દેવાસીસ એ ચહેરા પર ઉદાસીના ભાવને વધારે તેજ કરતાં કહ્યું. " માફ કરજો સાહેબ પણ જો તમે બીજા કોઈના ઘરની વાત કરતા હોત ને તો હું પોતે આવીને સાફ-સફાઈ કરી જાત પણ આ બંગલાના અંદર આવવાની હિંમત તો મારામાં પણ નથી." અભય થોડીવાર માટે શાંત થયો. ત્યાં જ ઘરના અંદરથી દેવાસીસ ની પત્ની સુંદરીનો અવાજ આવ્યો. " આહો તુમી આણી સાહેબ જ્યવાલે યા.( તમે અને સાહેબ જમવા માટે આવો.)" સુંદરી નો અવાજ સાંભળીને દેવાસીસ એ અભયને અંદર બોલાવી લીધો. અભય અત્યારે જમવાની થાળ ની સામે બેઠો હતો. તેની સામે થાળીમાં પ્રોપર મરાઠી ડીશ હતી. જમવાની થાળીમાં જઉ નો રોટલો અને મરાઠી બેસન નું શાક હતું. તેની સાથે મીઠામાં પુરણપોળી પણ રાખવામાં આવી હતી, સાઈડમાં મીઠું અને તેની બાજુમાં લીલા મરચા નું ઠેસા ( લીલા મરચા ની ચટણી) રાખવામાં આવી હતી. અભય કામના બાબતમાં ઘણી વાર મહારાષ્ટ્રમાં આવ્યો હતો અને ઘણીવાર તેને બોમ્બે થી વડાપાઉં પણ ખાધા હતા. અભયનો એક નોકર પણ મરાઠી હતો જે દેવાસીસના કાકા ગજાનન કાકા જ હતા. અભય ઘણી વખત તેમને મરાઠી ખાવાનું બનાવવાનું કહેતો હતો. કારણ કે અભયને ઘણી એવી મરાઠી ડીસ ખૂબ જ પસંદ હતી. ખાસ કરીને પુરણપોળી તો તેની ફેવરેટ હતી. અભય જમવાની થાળીને ખૂબ જ ધ્યાનથી જોઈ રહ્યો હતો એટલે જ્યારે દેવાસીસ નું ધ્યાન તેના તરફ ગયું તો તેણે પૂછ્યું. " સાહેબ કાય ઝાલા (શું થયું)? શું તમને આ જમવાનું પસંદ નથી? માફ કરજો પણ મારી પત્નીને ગુજરાતી જમવાનું બનાવતા નથી આવડતું." અભય દેવાસીસ અને સુંદરીના તરફ વારાફરતી જોઈને સ્માઈલ કરીને કહ્યું. " અરે ના દેવાસિસ એવું કંઈ નથી. સાચું કહું તો પુરણપોળી તો મારી ફેવરિટ ડીશ છે. તેની સાથે સાથે મને આમરસની સાથે સરગુંડા પણ ખૂબ જ પસંદ છે. હું ક્યારેક ગજાનન કાકા ને કહીને ખાસ મરાઠી ડીસ બનાવવાનું કહેતો હતો. મને પોતાને નથી ખબર કે મને આ ડિશ કેમ પસંદ છે પણ સાચું કહું તો મને મરાઠી ગુજરાતી ડિસ કરતા વધારે પસંદ છે." વાત કરતા કરતા તે લોકોએ જમવાનું ખતમ કરી દીધું હતું. અભયનો ફોન ફુલ્લી ચાર્જ થઈ ગયો હતો એટલે તેણે હવે પોતાના ફોનનો બેકઅપ પણ ચાર્જિંગ માટે રાખી દીધો હતો. દેવાસીસ અત્યારે સામેના હોલમાં સૂતો હતો અને સુંદરી ઘરના કામ કરી રહી હતી. અભય એ લેપટોપની ચાર્જિંગમાં રાખ્યું હતું અને તેની સાથે સાથે તેમાં આજે તે બંગલાના અંદર જે કંઈ પણ થયું તે લખવા લાગ્યો હતો. " બંગલામાં આમ તો મને કંઈ ખાસ જાણવા ન મળ્યું પણ હા હું જ્યારે બંગલા નો રાજા શાપુળજી ના રૂમ માં ગયો હતો ત્યારે મને લાગ્યું હતું કે કોઈ મારી પાછળ છે અને તેઓ જ અહેસાસ મને રેવા ના રૂમમાં પણ થયો હતો. શું તે બધું મારા મનનો વહેમ હોઈ શકે? ક્યાંક જે બંગલાના વિશે વાતો ઉડી રહી છે તે બધી સાચી તો નથી ને?" આટલું લખીને અભય થોડી વાર માટે આંખ બંધ કરીને ખુરશીમાં માથું પાછળ તરફ કરીને બેસી ગયો. આંખો બંધ કરતાની સાથે તેને તે હાર અને વીંટી દેખાવા લાગ્યા હતા. તેણે પોતાની આંખો ખોલી અને ફરી લેપટોપ માં લખવા લાગ્યો. " શું તે હાર અને વીંટી બંગલાના કોઈ સદસ્યાના હોઈ શકે? હાર તો દેખાવમાં ખૂબ જૂનો લાગતો હતો છતાં પણ તેમાં એક અલગ જ ચમક લાગતી હતી. પણ તે વીંટી નું શું? તેની તો ડિઝાઇન આજના જમાના ની જ હતી. વળી તેમાં ઇંગ્લિશમાં એ અને એસ લખ્યું હતું. શું તે જમાનામાં આવી વીંટી બનતી હશે?" આટલું લખીને અભય એ પોતાના ખિસ્સામાંથી તે વીંટીને ફરીથી બહાર કાઢી અને તેને જોવા લાગ્યો. વીંટીના તરફ જોતા જોતા જ તેના કાનમાં અવાજ આવ્યો. " સાહેબ તમારા હાથમાં અમિત ની વીંટી ક્યાંથી આવી?" અભય એ આશ્ચર્યથી તે તરફ જોયું તો દેવાસીસ દરવાજામાં ઉભો હતો. દેવાસીસ ઉઠી ગયો હતો અને જ્યારે તે અભયને ચા માટે પૂછવા આવ્યો ત્યારે તેની નજર અભયના હાથમાં પકડેલી તે વીંટીના તરફ ગઈ. શું દેવાસીસ અમિતને ઓળખતો હતો? શું આ વીંટી સાચે જ તે જ અમિત છે જે ક્રિપા એ પોતાની કહાનીમાં મેન્સન કર્યું હતું? ‹ Previous Chapterશાપુળજી નો બંગલો - 8 - હાર અને વીંટી › Next Chapter શાપુળજી નો બંગલો - 10 - વિંટી નું રહસ્ય Download Our App