The Author anita bashal Follow Current Read શાપુળજી નો બંગલો - 8 - હાર અને વીંટી By anita bashal Gujarati Fiction Stories Share Facebook Twitter Whatsapp Featured Books પાણી ની કિંમત આજકાલ, રેસ્ટોરન્ટ માલિકો તમને લૂંટવા માટે એક નવી યુક્તિ અપના... પ્રેમ થાય કે કરાય? ભાગ - 36 લાગણીઓ કાલે બપોરે જમવામાં નીતાબેનની કહેલી વાતો કેવિનનાં મનમા... ભાગવત રહસ્ય - 148 ભાગવત રહસ્ય-૧૪૮ અજામિલ શબ્દના બે અર્થો થાય છે.(૧) અજા=માયા... ભારતીય કાયદા સીરીઝ (B) આગળ નાં ભાગ માં જણાવેલ મુજબ કાર્ય શાલ પર સ્ત્રીઓને થતી જાત... નારદ પુરાણ - ભાગ 58 સનત્કુમાર બોલ્યા, “જે પ્રતિદિન પ્રાત:કાલે પચીસ વાર ‘ૐ નમો ના... Categories Short Stories Spiritual Stories Fiction Stories Motivational Stories Classic Stories Children Stories Comedy stories Magazine Poems Travel stories Women Focused Drama Love Stories Detective stories Moral Stories Adventure Stories Human Science Philosophy Health Biography Cooking Recipe Letter Horror Stories Film Reviews Mythological Stories Book Reviews Thriller Science-Fiction Business Sports Animals Astrology Science Anything Crime Stories Novel by anita bashal in Gujarati Fiction Stories Total Episodes : 10 Share શાપુળજી નો બંગલો - 8 - હાર અને વીંટી (2) 786 1.5k અભય અત્યારે બંગલા ના અંદર આવી ગયો હતો અને સૌથી પહેલા તેને બેઠક રૂમને જોયું. અભયને ત્યાંની દિવાલમાં લાલ રંગના સ્પાઇરલને જોઈને થોડી નવાઈ લાગી કારણ કે આજે સવારે તો તેને તેની એક ફેન ક્રિપા એ સુનંદા ની કહાની મોકલી હતી તેમાં પણ આવા જ લાલ રંગના સ્પાઇડર ની વાત થઈ હતી. પણ અભય ને ક્યાંક ને ક્યાંક એ વાતનો વિશ્વાસ હતો કે જે બધી અફવાઓ આ બંગલાના વિશે ફેલાયેલી છે તે બધી ખોટી છે. તે ઉપર સુવા માટે રૂમ જોવા ગયો. બંગલાની હાલત એક ખંઢેર જેવી થઈ ગઈ હતી. બંગલાની અવસ્થા તો ઘણી સારી હતી બસ તેમાં સાફ-સફાઈ ની જરૂરત હતી. અભય ને એ વાતનો વિશ્વાસ પણ ન થયો કે તે અહીં આવવાનો હતો તે વાતની બધાને ખબર હતી પણ છતાં તે બંગલાની સાફ-સફાઈ કરવામાં આવી ન હતી. ત્યાં તો દરરોજની જરૂરિયાતની વસ્તુઓ પણ બરાબર ન હતી. છતાં પણ અભય એ મન બનાવી લીધું હતું કે તે આ બંગલામાં રોકાશે અને અહીંયા જે કંઈ પણ અનુભવ થશે તેના વિશે એક પુસ્તક લખશે. જ્યારે તે એક બેડરૂમમાં પહોંચ્યો હતો ત્યાં એક છોકરીની ફોટો હતી. પણ તેમાં તેનો ચહેરો બરાબર દેખાતો ન હતો. અભયને સમજતા વાર ન લાગે કે આ રૂમ રેવાનો જ હતો. પરંતુ જ્યારે અભયને ત્યાંથી સિંદૂરની ડબ્બી મળી ત્યારે તેને થોડી નવાઈ લાગી. ફરી પોતાની જગ્યાએ રાખી દીધી અને બીજી વસ્તુઓને જોવા લાગ્યો. ત્યાં એક લાકડાનો કબાટ હતો જેને ઉધઈ એ લગભગ ખતમ કરી દીધું હતું. અભય જ્યારે તે કબાટ પાસે પહોંચ્યો તો તેને હાથ લગાડતા જ તેનો દરવાજો તૂટીને નીચે પડી ગયો. દરવાજો એટલા જોરના અવાજથી નીચે પડ્યો હતો કે અભય બે ડગલા પાછળ ખસી ગયો. અચાનક આવું થવાથી તેના ધબકારા વધી ગયા હતા. જ્યારે તેને કબાટ ની હાલત જોઈ તો તે સમજી ગયો કે આમાં કોઈ ભૂત પ્રેતનો હાથ નથી. તેને રાહતનો શ્વાસ લીધો અને દરવાજા ને પગેથી દૂર ધકેલી દીધો. કબાટના અંદર જવા લાગ્યો જેમાં ફક્ત અને ફક્ત ઉંદર એ કોતરેલા કપડા ના ટુકડા જ બચ્યા હતા. તેણે કબાટને સરખી રીતે જોયું તો ત્યાં વધારે કંઈ જ ન હતુ. અભય પુરા રૂમને ફરીને જોઈ રહ્યો હતો પણ ત્યાં જેવુ કંઈ જ ન હતું. તે ત્યાંથી નીકળીને બીજા રૂમના તરફ જવા લાગ્યો. આ બંગલો તેના જમાનાનો સુંદર બંગલો હશે અને અત્યારે તેની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી. તે જ્યારે બીજા રૂમમાં પહોંચ્યો તો તે અહીંયા નું છેલ્લુ બેડરૂમ હતું. તેને જોયું કે ત્યાં ઘણી બધી તસવીરો લાગેલી હતી. અહીંયા ની ફોટો ની પણ એવી જ હાલત હતી. ફોટો જગ્યાએ જગ્યાએથી ખરાબ થઈ ગઈ હતી. મુશ્કેલ હતું પણ તેના કપડાથી તો તે બંગલા ના માલિક નો જ હશે એવું લાગતું હતું. તે રૂમમાં ખૂબ જ સુંદર અને ભવ્ય પલંગ હતો જે અત્યારે ખરાબ થઈ ગયો હતો. જગ્યાએ જગ્યાએ સુંદર ટેબલ અને કબાટ હતા. તે બધાની હાલત પણ લગભગ ખરાબ જ થઈ ગઈ હતી. છતાં પણ તેની કારીગરી હજી પણ એટલી જ સુંદર દેખાતી હતી. અભય એ ત્યાંના એક કબાટનો દરવાજો ખોલ્યો અને અંદર જોવા લાગ્યો. જ્યારે તે કબાટના અંદર કંઈ જોઈ રહ્યો હતો ત્યારે ત્યાંથી એક હવાની લહેર તેના કાન પાસેથી નીકળી ગઈ. અભય પાછા વળીને જોયું તો ત્યાં કઈ હતું નહીં. પોતાનું ભ્રમ માની ને અભય ફરી પાછોથી કબાટમાં ખાંખાખોળા કરવા લાગ્યો. તેણે તે વાતમાં ધ્યાન જ ન આપ્યું કે હજી સુધી તેને આ રૂમની બારી ને હાથ પણ લગાડ્યો નથી. જો બારી બંધ હતી અને અંદરથી બીજી કોઈ એવી જગ્યા ન હતી જ્યાં થી હવા આવી શકે તો પછી હવા ક્યાંથી આવી? તે કબાટમાં પણ તૂટેલા ફૂટેલા કપડાના ટુકડા સિવાય કંઈ પણ ન હતું. જ્યારે તેને ત્યાં કઈ ન મળ્યું તો ત્યાંથી તે નીકળવા લાગ્યો. તે કબડને બંધ કરવા જતો જ હતો કે તેની લાગ્યું કે કબાટના નીચેની જગ્યામાં કંઈ ચમકી રહ્યું છે. પહેલા તો લાગ્યું કે કદાચ તે પણ તેનો વહેમ જ હશે પણ જ્યારે તે થોડો નજીક ગયો તો તેને કંઈ દેખાયું. તેણે તે ખૂણામાં પોતાનો હાથ નાખ્યો અને જ્યારે તેને પોતાનો હાથ બહાર ખેંચ્યો તો ત્યાં એક સોનાનો હાર હતો. તે હાર તે જગ્યામાં ઘણા વર્ષોથી હશે પણ હજુ સુધી તેની ચમક ગઈ ન હતી. હા તેનું રંગ થોડો ડીમ થઈ ગયો હતો. છતાં પણ તેના ડાયમંડ ચમકી રહ્યા હતા. શું તે બધા ડાયમંડ અસલી છે? અભય એ ક્યાંક સાંભળ્યું હતું કે હીરાની ચમક ક્યારે પણ જતી નથી. તો શું આ હારમાં જે ડાયમંડ લાગેલા છે તે બધા અસલી જ છે? તે હારમાં સૌથી વચ્ચે લાલ રંગનો સુંદર ડાયમંડ હતો એને તેની આજુબાજુ પીળા અને સફેદ નાના નાના ડાયમંડની લાઈન હતી. તે હારની જોઈને કોઈ પણ કહી શકે કે તે કોઈ સ્ત્રીનો હાર હતો કારણ કે પુરુષો આવા હાર પહેનતાના હતા. અભયના મુતાબિક આ બંગલો અંગ્રેજોના શાસનના વખતનો હતો એટલે કદાચ તે હાર ત્યાં 100 વર્ષ પહેલે થી હોવું જોઈએ. સો વર્ષના હિસાબથી તે હાર હજુ સુંદર દેખાતો હતો. અભય એ તે હારને ત્યાં રાખવાનો જ વિચાર કર્યો. તે હારને તે કબાટના અંદર રાખીને તેને કબાટનો દરવાજો બંધ કર્યો અને ત્યાંથી બહાર નીકળવા લાગ્યો. ત્યાંથી બહાર નીકળીને અભય હવે થાક મહસુસ કરવા લાગ્યો હતો એટલે તે ફરી પાછો તે રૂમમાં ગયો જ્યાં તે રાત રોકાવાનો હતો. તેણે જોયું કે બંગલામાં હજી ઘણું બધું જોવાનું છે પણ અત્યારે તે શાંતિથી બેસવા માંગતો હતો. તેને પોતાના બેગમાંથી સ્લીપિંગ બેગ કાઢી અને તેમાં થોડી વાર આરામ કરવાનો વિચાર કર્યો. આમ તો અભય દિવસે ક્યારે પણ સૂતો ન હતો પણ કાલની રાત તેના માટે ઉજાગરા જેવી જ હતી. સ્લીપિંગ ને કાઢીને તે સૂવાનો પ્રયત્ન કરવા જઈ રહ્યો હતો કે તેની ફોનની રીંગ વાગવા લાગી. અભય એ જોયું તો ફોન દેવાસીસ નો હતો. ફોન નંબર જોઈને અભયને થોડી નવાઈ લાગી કે દેવાસીસ તો અહીંયા થી થોડી જ દુરી ઉપર છે તો તે ફોન શા માટે કરી રહ્યો છે?અભય એ ફોન રિસીવ કર્યો અને કહ્યું. " દેવાસીસ તમે ફોન શા માટે કરો છો? હું તો અહીંયા જ છું તો તમે અહીં આવી શકો છો." સામેથી દેવાસીસનો ધ્રૂજતો અવાજ સંભળાયો. " નાહી નાહીં (નહીં નહીં) સાહેબ હું ત્યાં આવી શકું તેમ નથી. મગ ( એટલે) શું તમે તમારું જમવાનું લઈ જશો?" અભયને નવાઈ લાગી પણ તેને યાદ આવ્યું કે દેવાસીસ એ તેને પહેલા જ કહ્યું હતું કે તે આ બંગલાના અંદર પગ મુકવાનો નથી.અભય સમજી ગયો કે દેવાસીસ ત્યાં આવવાથી ડરે છે પણ અત્યારે તો દિવસનો સમય હતો. તો શું તે દિવસે પણ અહીં આવવા મા ડરે છે? " અચ્છા ઠીક છે હું થોડી વારમાં ત્યાં આવું છું." અભય વાતને વધારવા માંગતો ન હતો અને આમ પણ તેને પણ ભૂખ લાગવા લાગી હતી. તેને જોયું કે ત્યાં હવા આવવાનો કોઈ સ્ત્રોત હતો નહીં છતાં પણ તેને જરા પણ ગરમી લાગતી ન હતી. સાચી વાત તો એ હતી કે તેને ત્યાં ઠંડી લાગતી હતી. અભય એ ઘણીવાર સાંભળ્યું હતું કે જે જગ્યામાં કોઈ આત્માનો વાસ હોય ત્યાંનું ટેમ્પરેચર ઓટોમેટીક ડાઉન થઈ જાય છે. તો શું અહીંયા ના લો ટેમ્પરેચર નું કારણ પણ કોઈ આત્મા જ હતી કે પછી બંગલાની બનાવટ એવી હતી કે ત્યાં ગરમી ન લાગે? બધા વિચારોને સાઈડમાં કરીને અભય પોતાના જગ્યાએ ઊભો થયો અને બંગલાની બહાર નીકળવા માટે ચાલ્યો ગયો. બંગલાની બહાર નીકળવા માટે બે રસ્તા હતા એક તો તેને હજુ સુધી જોયો ન હતો અને બીજો હતો સામેના બેઠક રૂમનો. અભય તે બેઠક રૂમ ની અંદર આવ્યો અને ક્યાંથી બહાર જવા માટે દરવાજા પાસે ગયો. તેને બહાર નીકળવા માટે દરવાજો ખોલ્યું કે તેનું ધ્યાન બેઠક રૂમના ખૂણામાં ગયું જ્યાં કોઈ ચીજ ચમકી રહી હતી. અભય એ પોતાના મનમાં કહ્યું કે શું આ બંગલામાં બધી જગ્યાએ ચમકેલી વસ્તુઓ જ છે? અભય તેને ઇગ્નોર કરવા માંગતો હતો પણ તે વસ્તુ વારંવાર ચમકી રહી હતી એટલે હવે તે ખૂણામાં ચાલ્યો ગયો. તેને જેવી તે વસ્તુને હાથમાં ઉઠાવી તેની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. એક વીટી હતી જે ડાયમંડ ની બનેલી હતી. તે વીટી માં એક હાર્ટ બનેલું હતું જેમાં એક તરફ એસ અને બીજા તરફ એ લખ્યું હતું. શું આ વિંટી તે જ છે જે તેને કહાનીમાં વાંચી હતી? શું જે કહાની મા અમિત અને સુનંદા ની વાત કરવામાં આવી હતી તે આ બંગલાના અંદર જ આવ્યા હતા? તે હાર કોનો હતો છે જે અભયના હાથમાં આવ્યો હતો? ‹ Previous Chapterશાપુળજી નો બંગલો - 7 - રેવા નો રૂમ › Next Chapter શાપુળજી નો બંગલો - 9 - વિંટી નો માલિક Download Our App