Lagnina Pavitra Sambandho - 10 in Gujarati Short Stories by Mausam books and stories PDF | લાગણીના પવિત્ર સંબંધો - ભાગ 10

The Author
Featured Books
  • રેડ સુરત - 6

    વનિતા વિશ્રામ   “રાજકોટનો મેળો” એવા ટાઇટલ સાથે મોટું હોર્ડીં...

  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

Categories
Share

લાગણીના પવિત્ર સંબંધો - ભાગ 10

" હેય..પ્રારબ્ધ..! તે પ્રવાસની ફી ભરી..? " ખુબજ આતુરતાથી પ્રકૃતિએ કહ્યું.

" ના,મારે નથી જવું. એકાદ મહિના પછી આપણી પરીક્ષા આવશે. મારે વાંચવું છે. હું નથી ભરવાનો પ્રવાસની ફી."

" ઓય..! ભણેશ્રીના બેટા..! પરીક્ષા તારે એકલાએ નથી આપવાની હો..!"

" પણ મારે કોઈ પ્રવાસમાં નથી જવું..!"

" સારું...! પાક્કુંને...? તું ફી નથી ભરવાનો ને..?"

" હા..હા.. પાક્કું. તું ને પ્રીતિ જઈ આવો બધા સાથે પછી બધું વિગતે કહેજો."

" હું પણ નથી જવાની..."

" હે..! પણ તે તો પ્રવાસની ફી ભરી દીધી છે. તો કેમ ના પાડે છે..?"

" બસ મારે પણ નથી જવું...આમ તો ઘણી ઈચ્છા હતી પ્રવાસ જવાની .., બહુ મસ્તી કરવાની.. મોજ કરવાની.. પણ હવે બધું કેન્સલ." હતાશ થઈ નાટકીય અદાથી પ્રકૃતિએ કહ્યું.

"ઓય..! આવું ઇમોશનલ બ્લેકમેઇલ નહીં કર હો..! મારે ન જવાનું કારણ છે. પણ તું કેમ નથી જતી..? તે તો ફી પણ ભરી દીધી છે."

" તારી પાસે ન જવાનું શુ કારણ છે..? "

" અરે..એકાદ દિવસની પીકનીક હોત તો હું આવત.પણ ત્રણ દિવસના પ્રવાસ માટે મારું બજેટ પુરતું નથી."

"ચંપક..! એમ કહેને કે તારી પાસે પૈસા નથી એટલે પ્રવાસ જવું નથી..!" પ્રકૃતિએ પ્રારબ્ધને ટપલી મારતા કહ્યું.

" મારી પાસે તો પૈસા પૂરતા નથી એટલે જવું નથી. પણ તું કેમ જવાની ના પાડે છે..?"

" મારી સાથે તું નથી આવતો એટલે...મતલબ એમ કે આપણે બધા સાથે જઈએ તો વધુ મજા આવે." વાત ફેરવીને પ્રકૃતિ બોલી પણ પ્રકૃતિનો મનોભાવ પ્રારબ્ધ સમજી ગયો હતો.

" તું જઈ આવ..! પ્રીતિ તો છે જ..પછી મારી ક્યાં જરૂર છે?" પ્રારબ્ધએ પ્રકૃતિને વધુ હેરાન કરતા કહ્યું.

" એક કામ કરીએ..હું તારી ફી ભરી દઉં તો..?" ઉત્સાહ થી પ્રકૃતિ બોલી.

" ના હો..! મારે કોઈનો ઉપકાર નથી જોઈતો. જો બેકા ચાદર હોય એટલા જ પગ લાંબા કરાય." સાફ નકારો ભણતા પ્રારબ્ધએ કહ્યું.

પ્રકૃતિ પણ પ્રારબ્ધને બરાબર જાણતી હતી તે આમ નહીં જ માને. પ્રકૃતિએ પણ જાણે મનમાં નક્કી કર્યું હોય એમ એને આજ પ્રવાસની ફી તો ભરાવવી જ હતી.

" હું તારી પર ઉપકાર નથી કરતી. હું મુશ્કેલીમાં હોઉં ત્યારે તું મને મદદ કરે છે ને..? "
" હા.. એ તો મારી ફરજ છે. પણ અત્યારે હું મુશ્કેલીમાં નથી. એટલે તું એમ ના કહેતી કે ફી ભરવી મારી ફરજ છે..!" પ્રારબ્ધએ હસતા હસતા કહ્યું.
" ઓકે.. એક કામ કર. અત્યારે હું તારી ફી ભરી દઉં. પછી થોડા થોડા કરી તું મને પાછા આપી દેજે. આમ તો થઈ શકે ને..?"

પ્રકૃતિએ નવો તુક્કો લડાવ્યો.પણ પ્રારબ્ધ માને તો ને..?

" મારે કોઈ ઉધારી નથી કરવી હો. પછીથી પણ મારે આપવાના તો ખરા ને..?હું સાત હજારનું દેવું કરું તો મને તો રાતે ઊંઘ પણ ન આવે."

" તું એકેય વાત માનતો જ નથી. બધા ટ્રાય કર્યા. એટલે હવે હું જ મારી ફી પછી લઈ આવું છું." પ્રકૃતિએ કંટાળીને કહ્યું.

" પણ તું કેમ આટલી સેન્ટી થાય છે. ફી ભરી છે તો જઇ આવ..! એન્જોય કર..! હું હંમેશા તારી સાથે થોડો રહેવાનો છું..? બોલ તું સાસરે જઈશ ત્યારે મને પણ લઈ જઈશ સાથે..? તો આવું..!" પ્રારબ્ધએ મજાક કરતા કહ્યું.

" હા લઈ જઈશ બસ..!"

" ઓય.. ગાંડી.. જઈ આવ, તે પ્રવાસ સમયે મારે જરૂરી કામથી ગામડે જવાનું છે. નહીંતર હું આવતો."

ગમેતેમ કરી પ્રારબ્ધએ પ્રકૃતિને પ્રવાસ જવા તૈયાર તો કરી હતી પણ તેનો કોઈ મૂડ હતો નહીં. બે દિવસ એમ જ વીતી ગયાં. સવારે વહેલા કોલેજથી જ ટ્રાવેલ ઉપડવાની હતી. પ્રકૃતિ અને પ્રીતિએ બધી તૈયારી તો કરેલી પણ પ્રકૃતિનો મુડ ઓફ હતો.તેણે વિચારેલું કે છેલ્લા દિવસ સુધીમાં તે પ્રારબ્ધને પ્રવાસ માટે તૈયાર કરી દેશે. પણ પ્રારબ્ધ તો એક નો બે ન થયો.

" પ્રારબ્ધ નથી આવ્યો તો શું થયું..? એના વગર પણ આપણે એન્જોય કરી શકીએ છીએ પ્રકૃતિ..!" પ્રકૃતિનો મૂડ સારો કરવા પ્રીતિએ કહ્યું.

😊 મૌસમ😊