Lagnina Pavitra Sambandho - 4 in Gujarati Short Stories by Mausam books and stories PDF | લાગણીના પવિત્ર સંબંધો - ભાગ 4

The Author
Featured Books
  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

  • ફરે તે ફરફરે - 66

    ફરે તે ફરફરે - ૬૬   માનિટ્યુ સ્પ્રીગ આમતો અલમોસામાં જ ગ...

Categories
Share

લાગણીના પવિત્ર સંબંધો - ભાગ 4

પ્રકૃતિ ઘરે પહોંચી ત્યારે ક્ષિપ્રા સુઈ ગઈ હતી. પ્રકૃતિ ક્ષિપ્રાની પાસે જઈને બેઠી. તેના માથે હાથ ફેરવી તેને ચૂમી લીધી. એક માની મમતા પ્રકૃતિના ચહેરા પર વરતાતી હતી.

“ શું થયું મારા દીકરાને...? ” એમ કહી ક્ષિપ્રાનો હાથ લઈને ચુમી લીધો.

પછી પ્રકૃતિએ તરત અભિષેકની ફોન લગાવ્યો.

" હેલો.. અભિષેક..!! ક્ષિપ્રાની તબિયત સારી નથી. તમે ઘરે આવો છો, કે હું જ તેને હોસ્પિટલ લઇ જાઉ..?"

"કેમ શું થયું અચાનક ક્ષિપ્રા ને..?" ચિંતિત સ્વરે અભિષેકે કહ્યું.

" સ્કૂલમાં એને ચક્કર આવતા પડી ગઈ હતી. અત્યારે પણ ઠીક નથી લાગતું તો સૂઈ ગઈ છે." પ્રકૃતિ એ કહ્યું.

" એક કામ કર તું ગાડી લઇ હોસ્પિટલ પહોંચ, હું ડાયરેક્ટ ત્યાં જ આવું છું." અભિષેકે કહ્યું.

પ્રકૃતિ ક્ષિપ્રા ને લઈને હોસ્પિટલ જાય છે, અભિષેક સીધો ત્યાં જ આવી જાય છે.

થોડા ચેક અપ બાદ ફેમિલી ડોક્ટરે કહ્યું કે, "ખાસ કંઈ તકલીફ નથી. થોડું વાઇરલ ઇન્ફેક્શન અને અશક્તિ ના કારણે તેને બેચેની અને ચક્કર આવ્યા હશે. હું દવા આપું છું તેનાથી સારું થઈ જશે."

ડોક્ટરની વાત સાંભળી પ્રકૃતિ અને અભિષેકના જીવમાં જીવ આવ્યો. બંને દવા લઈ ઘરે ગયા. ક્ષિપ્રાને તેના બેડરૂમમાં સુવાળી, અભિષેકે કહ્યું," પ્રકૃતિ આજે તે રજા મૂકી કે શું..?"

પ્રકૃતિએ સવારે બનેલી ઘટના વિશે અભિષેકને વાત કરી. પરંતુ પ્રારબ્ધ વિશે તે બોલી શકી નહીં.

“ સારું થયું તે રજા મૂકી. આમ પણ ક્ષિપ્રાની તબિયત પણ સારી નથી. ઘરે રહીશ તો તેનું ધ્યાન પણ રહેશે.” આમ કહી અભિષેક બપોરે જમીને પોતાની ઓફિસે જતો રહ્યો.

પ્રકૃતિએ ક્ષિપ્રાને ફ્રુટ અને જ્યુસ આપી, દવા પીવડાવી સુવાળી. તેની પથારી પાસે પ્રકૃતિ પણ આડી પડી. સુવાના વ્યર્થ પ્રયત્નો બાદ પ્રકૃતિ તેના ભૂતકાળમાં ખોવાઈ ગઈ.

* * * *

પ્રીતિ તે પ્રોજેક્ટ કમ્પ્લીટ કર્યો..? મારે હજુ બાકી છે..એમ વાતો કરતા કરતા પ્રકૃતિ અને પ્રીતિ કોલેજની લોબીમાં જતા હતા તેવામાં એક યુવાન મોબાઈલ પર વાતો કરતો કરતો આવતો હતો.
પ્રકૃતિ અને તે યુવાન બંને એકબીજાની સાથે જોરથી ટકરાઈ જાય છે. બંને ના હાથમાંથી બુક્સ અને મોબાઈલ નીચે પડી જાય છે.

"દેખાતું નથી..? આંધળો છે..?" પ્રકૃતિ તેની બુક્સ એકઠી કરતાં કરતાં બોલી.

"આઈ એમ સો સોરી..! મારું ધ્યાન ન હતું.. સૉરી સૉરી..!" વિનમ્રતાથી યુવાને કહ્યું.

" આવું કરી છોકરીઓની છેડતી કરે અને પછી સૉરી બોલે...! છોકરાઓને હું સારી રીતે ઓળખું છું..." પ્રકૃતિ પેન અને પેપર વીણતાં વીણતાં ધીમે ધીમે બબળવા લાગી.

પ્રકૃતિની વાત તે યુવાન સાંભળી ગયો. તેની વિનમ્રતા જાણે ગુસ્સામાં પરિવર્તી.

"હેલો મિસ x..y..z...!! તમે બીજા છોકરાઓને ઓળખતા હશો મને નહીં..! કોઈપણ વ્યક્તિ વિશે તમે કંઈ પણ ના બોલી શકો.અજાણતાથી હું તમને ટકરાયો છું.એ પાછળ મારો કોઈ જ ખરાબ ઇન્ટેન્સ ન હતો. " અકળાઈને તે યુવાન બોલ્યો.

પ્રકૃતિએ ગુસ્સેથી બોલતા તે યુવાન સામે જોયું. તેને જોતા જ તે તો તેને જોતી જ રહી ગઈ. એનો ગોરો ગોરો વાન.. નમણું નાક..વાંકળિયા વાળ.. ગુલાબી હોંઠ.. શરીર નો મજબૂત બાંધો..આવો ફૂટડો યુવાન પ્રકૃતિની નજરમાં પહેલાં ક્યારેય ન આવ્યો હતો.

" હેલો મિસ x.. y.. z..!! હવે થી મારા વિશે ગમે તેમ ન બોલતા..." એકીટશે જોતી પ્રકૃતિ સામે ચપટી વગાડી તે યુવાન ત્યાંથી ચાલતો થયો.

"પ્રીતિ આનો એટીટ્યુડ તો જો. ખબર નહીં શાનો ઘમંડ છે આને આટલો..? એ હેન્ડસમ છે તો આપણે પણ કંઈ ઓછા સુંદર નથી..! " પ્રકૃતિ એ ચાલતા ચાલતા પ્રીતિને કહ્યું.

" જવા દેને ક્યાં માથાકૂટ કરે એની સાથે...? કોલેજમાં નવો આવ્યો લાગે છે. એટલે પોતાની ઇમ્પ્રેશન જમાવવાનો પ્રયત્ન કરે છે ઓકે ચાલ બાય..!! કાલ મળીયે..! " બાય કહી પ્રીતિ અને પ્રકૃતિ છુટા પડ્યા.

ઘરે ગયા પછી પણ પ્રકૃતિના દિલો દિમાગમાંથી તે યુવાનનો ચહેરો જતો ન હતો. " એવું તો શું હતું કે હજુ પણ હું તેને ભુલી શકતી નથી..?"

🤗 મૌસમ 🤗