Agnisanskar - 42 in Gujarati Thriller by Nilesh Rajput books and stories PDF | અગ્નિસંસ્કાર - 42

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

અગ્નિસંસ્કાર - 42



વિજય ધીમા પગે આગળ વધ્યો તો જીપની આસપાસ કોઈ ન દેખાયું.

" સર હું આરોહીને કોલ કરીને અહીંયા બોલાવી લવ છું.."
સંજીવે કોલ કરવાની કોશિશ કરી પરંતુ જંગલમાં નેટવર્ક ન આવવાને લીધે કોલ ન ગયો.

" શું થયું? " વિજયે પૂછ્યું.

" સર જંગલમાં નેટવર્ક નથી આવી રહ્યું..લાગે છે મારે આરોહી પાસે જઈને જ એને લાવી પડશે.."

" મારી જીપ લઈને જા અને જલ્દી આવજો તમે?"

" સર તમે નહિ આવો?"

" ના અહીંયા હું બલરાજ પર ધ્યાન રાખું છું તું જા જલ્દી.."

" ઓકે સર.." સંજીવ જીપ લઈને ત્યાંથી આરોહીની ટીમને લેવા નીકળી ગયો.

વિજય વધુ સમય રાહ ન જોઈ શક્યો અને પિસ્તોલ આગળ કરતો એ બલરાજના જીપ પાસે આવ્યો.

" અંશ મને ખબર છે આ તું જ છે.....મારાથી છુપાવાની હવે કોઈ જરૂર નથી.. તારી ભલાઈ એમાં જ છે કે તું પોતાને પોલીસને હવાલે કરી દે..." જીપની આસપાસ નજર કરતો વિજય બોલ્યો.

અહીંયા વિજય અંશને સરેન્ડર કરવાનું કહી રહ્યો હતો ત્યાં પેલે તરફ સંજીવ મેન રોડ પર પહોંચી ગયો હતો. મેન રોડ પર થોડીક ગાડી આગળ ચલાવી તો એક સ્ત્રી રોડ વચ્ચે પડેલી મળી.

" આ રોડ પર કોણ પડ્યું છે? લાગે છે કોઈ સ્ત્રી બેહોશ થઈને પડી છે.." મદદ કરવા માટે સંજીવ જીપથી બહાર નીકળ્યો અને એ સ્ત્રી નજદીક ગયો.

સ્ત્રીને જગાડવાની કોશિશ કરતો સંજીવ બોલ્યો.

" હેલો...તમે ઠીક છો?"

નાક પર હાથ રાખીને ચેક કરીને કહ્યું. " શ્વાસ તો ચાલુ છે તો આ યુવતીને શું થયું હશે?"

ત્યાં જ સંજીવના પાછળથી અવાજ આવ્યો. " હાથ ઉપર..ઓફીસર..."

હાથ ઉપર કરીને સંજીવ ઊભો થયો અને જમીન પર પડેલી સ્ત્રી પણ ઊભી થઈ ગઈ. સંજીવે પાછળ ફરીને જોયું તો એની જ પિસ્તોલ ચોરી કરીને અંશે સામે પિસ્તોલ તાકી રાખી હતી.

" અંશ તું??" સંજીવે કહ્યું.

અહીંયા વિજય અંશને સરેન્ડર કરવા માટે ફોર્સ કરી રહ્યો હતો.

" અંશ તારી ઉંમર નાની છે એટલે તારી સજા પણ ઘટી જશે...બસ તું ખુદને સરેન્ડર કરી દઈશ તો..."

" શું ઇન્સ્પેક્ટર તમે પણ? કોને બુદ્ધુ બનાવો છો?? " આખરે જાડ પાછળ છુપાયેલો અંશ બહાર આવ્યો.

" હાથ ઉપર..." વિજયે કહ્યું.

અંશે તુરંત બન્ને હાથ ઉપર કરી દીધા.

" વેરી ગુડ...તારામાં અક્લ તો છે...બોલ ફટાફટ તારા બીજા સાથી ક્યાં છે??"

" તમને નવાઈ નહિ લાગી કે મેં ચૂપચાપ તમારી વાત કેમ માની લીધી?"

" મતલબ?"

" ચાર ચાર ખૂન કર્યા પછી તમને શું લાગ્યું હું આમ હાર માનીને સરેન્ડર કરી દઈશ? બેવકૂફ..."

" અંશ...આ પિસ્તોલ માત્ર તને ડરાવવા માટે નથી ધરી....હું જરા પણ ખચકાયા વિના ગોળી ચલાવી દઈશ....એટલે કોઈ પણ પ્રકારની હોશિયારી કર્યા વિના ખુદને પોલીસને હવાલે કરી દે.."

" જીવનમાં ક્યારેક ક્યારેક પાછળ ફરીને પણ જોવું જોઈએ..શું કહેવું તમારું? " અંશે કહ્યું.

વિજય અંશનો ઈશારો સમજી ગયો અને પાછળ ફરીને જોયું.

" સંજીવ!!"

સંજીવના હાથ પાછળ દોરી વડે બાંધી રાખ્યા હતા અને માથા પર પિસ્તોલ ટેકવીને લીલા ઊભી હતી.

" ઓફીસર..પિસ્તોલ નીચે...." અંશે ગંભીર અવાજમાં કહ્યું.

છેવટે વિજયને પિસ્તોલ નીચે ફેંકવી પડી અને પોતાના બન્ને હાથ ઉપર પણ કરી દીધા.

" વિજય સર...મારી તમારી સાથે કોઈ દુશ્મની નથી અને આ બલરાજનું ખૂન પણ છેલ્લું જ છે...ગોડ પ્રોમિસ! આના પછી હું કોઈનું ખૂન નહિ કરું..." અંશે કહ્યું.

" તું ગમે એટલી કોશિશ કરી લે અંશ...પણ તું જીવતો નહિ બચે..પાંચ પાંચ ખૂન કર્યા બાદ તારી ફાંસી તો નક્કી જ છે.." વિજયે કહ્યું.

" પાંચ!! વિજય સર તમારી ભૂલ થાય છે.. મેં ચાર ખૂન જ કર્યા છે...અમરજીતનું ખૂન તો એની પત્ની એ કર્યું છે એમાં મારો કોઈ હાથ નથી..." અંશે કહ્યું.

" કરીના એ મજબૂરીમાં ખૂન કર્યું છે.. એ પણ તારા કહેવામાં લીધે..." વિજય બોલ્યો.

" પોલીસે ક્યારેય ક્રિમીનલના દિમાગ વિશે જાણવાની કોશિશ જ નથી કરી..." અંશ મનના વિચારો રજૂ કરતાં બોલ્યો.

" તું કહેવા શું માંગે છે?" વિજયે સવાલ કર્યો.

" આ સંજીવ પર પિસ્તોલ તાકીને ઊભી લીલા દેખાય છે, ખબર છે એ કોણ છે?" અંશે દુઃખી ભર્યા અંદાજમાં કહ્યું.

ક્રમશઃ