Shapulaji no Banglo - 6 in Gujarati Fiction Stories by anita bashal books and stories PDF | શાપુળજી નો બંગલો - 6 - બંગલા ની અંદર

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

શાપુળજી નો બંગલો - 6 - બંગલા ની અંદર

સુનંદા પોતાના જગ્યાએથી ઊભી થઈ ગઈ કારણ કે તે અત્યારે અમિત ની ડેટ બોડી પાસે ઊભી હતી. અમિત એટલી જોરથી દીવાલ સાથે ટકરાયો હતો કે તેના માથાનો પાછળનો ભાગ ખરાબ રીતે ડેમેજ થઈ ગયો હતો. ત્યાંથી ખૂન પાણીની જેમ નીકળી રહ્યું હતું અને તેના પગમાંથી એક હાડકું બહાર દેખાઈ રહ્યું હતું.
સુનંદા બીક ના માર્યા આજુબાજુ જોવા લાગી.તે જોર જોરથી અવાજ લઈને પોતાના મદદ માટે બોલાવવાનો પ્રયત્ન કરવા લાગી પણ આવતી વખતે જ તેણે જોયું હતું કે તે હવેલી ની આજુબાજુ તો કોઈ હતું જ નહીં. હવેલી મોટી જગ્યાની એકદમ બચોવચ હતી અને તે જગ્યાને આજુબાજુ બાઉન્ડ્રી બાંધેલી હતી જેનાથી હવેલીના અંદરથી તો બહાર અવાજ નીકળવો મુશ્કેલ હતું.
હા, એક વાત હતી કે જો કોઈ હવેલી ની અંદર આવે તો સુનંદા નો અવાજ સાંભળી શકે તેમ હતું.
પણ સુનંદાના નસીબ એટલા સારા ન હતા અને રાતના સમયે આવી ડરાવની હવેલીના અંદર કોણ આવવાનું પસંદ કરે. સુનંદા હજી ત્યાં જ ઉભી હતી કે અમિત ની બોડી પોતાની મેળે જ ભીતના અંદર ખેચાવા લાગી. અમિત ની બોડીને ભીતના અંદર જતા જોઈને સુનંદા વધારે ડરી ગઈ અને તે હવેલીની બહાર ભાગવાનો નિષ્ફળ પ્રયત્ન કરવા લાગી.
અમિત ની ડેટ બોડી ભીતના અંદર ધીરે ધીરે જઈ રહી હતી. ધીરે ધીરે કરીને તેની બોડી એકદમ દીવાલ ના અંદર ચાલી ગઈ. અમિતની ડેડબોડી જેવી દીવાલના અંદર ગઈ કે તે દીવાલમાં એક નાનકડું લાલ કલરનું સ્પાયરલ નું નિશાન દેખાવા લાગી.
તે નિશાન એવું હતું કે તે ગોલ ગોલ અંદરથી બહારના તરફ જઈ રહ્યું હતું. સુનંદા ભાગીને દરવાજાના તરફ જઈ જ રહી હતી કે તે દરવાજો પોતાના મેળે જ બંધ થઈ ગયો. સુનંદા દરવાજામાં જોર જોરથી હાથ મારવા લાગી પણ દરવાજો ખુલી રહ્યો ન હતો.
ત્યાં જ તેને લાગ્યું કે કોઈ તેના પાછળ ઉભું છે. એવું અહેસાસ થતાં જ સુંદર ત્યાં જ સ્થિર થઈ ગઈ. તેની એટલી હિંમત ન હતી કે તે પાછળ વળીને જોઈ કે તેના પાછળ કોણ છે. તેની પોતાની આંખો ને ફેરવીને જોવાનો પ્રયત્ન કર્યો પણ પાછળ કોઈ હતું નહીં.
એની પહેલા કે સુનંદા કઈ પણ રિએક્શન આપે તેને લાગ્યું કે તેના ગળામાં દબાવ વધતો જવા લાગ્યો. કોઈ તેના ગળાની જોર થી દબાવી રહ્યું હતું. ધીમે ધીમે દબાવો વધતો જતો હતો. થોડી જ વારમાં સોનંદાનું શરીર હવામાં લટકી રહ્યું હતું.
તે પોતાને છોડાવવાનો પ્રયત્ન તો કરતી હતી પણ જો કોઈ સામે દેખાય જ નહીં તો તે કોની સાથે લડાઈ કરે? તે ફક્ત પોતાના હાથ પગ હલાવવા શિવાય કઈ પણ કરી શકે તેમ ન હતી. બસ થોડી જ વારમાં તેનું શરીર ઢીલું પડી ગયું અને તે હવામાં એક નિર્જીવ શરીરની જેમ લટકી રહી.
ધીમે ધીમે તેનું શરીર પણ દિવાલના તરફ જવા લાગ્યું અને થોડીવારમાં જ તેનું શરીર દિવાલની અંદર ચાલ્યુ ગયું. જેવી રીતે અમિત નું શરીર દિવાલની અંદર ગયું હતું અને જેવું નિશાન બન્યું હતું તેવું જ નિશાન ત્યાં પણ બની ગયું. સમાપ્ત."
અભય તે સ્ટોરી વાંચીને થોડા સમય માટે શાંત બેસી રહ્યો. તેને સમજાતું ન હતું કે ક્રિપા એ આટલી જલ્દી આટલી સરસ સ્ટોરી કેવી રીતે લખી નાખી. બસ બે મિનિટ પહેલા જ તો અભય એ કહ્યું હતું કે તે તેની વાર્તા સાંભળવા માંગે છે. આટલી જલ્દી ટાઈપિંગ કેવી રીતે કર્યું હશે?
એવું પણ હોઈ શકે કે તેની પાસે આ સ્ટોરી તૈયાર લખેલી હોય અને તેને તો ફક્ત કોપી અને પેસ્ટ જ કરવાનું હોય. અભય પોતે જ પોતાની સવાલ પૂછી રહ્યો હતો અને પોતે જ જવાબ આપી રહ્યો હતો. ત્યાં ફરી પાછો ત્યાંથી કોમેન્ટ આવ્યું.
" શું થયું અભય સર શું તમને સ્ટોરી પસંદ ન આવી?"
આ વાંચીને અભય એ જલ્દી જલ્દી ટાઈપિંગ કરવાનું શરૂ કર્યું.
" અરે નઈ નઈ એવું કંઈ જ નથી. વાર્તા ખૂબ જ સુંદર છે પણ આ તો સેડ એંડિંગ થયું. એવું પણ હોઈ શકતું હતું કે અમે તો મૃત્યુ થઈ જાય પણ સુનંદા બચી જાય. પણ ખેર આ એક હોરર વાર્તા છે તો સેડ એન્ડિંગ હોવી તો કમ્પલસરી છે જ."
તરત જ સામેથી જવાબ મળ્યો.
" એવું નથી સર કે હોરર સ્ટોરીમાં હંમેશા સેડ હિન્દીમાં વ્યક્તિઓને તેમના પાપોની સજા મળવી પણ જરૂરી હોય છે."
અભય ઘણા સમય સુધી તે નવી ફેન ક્રિપા વાતચીત કરી રહ્યો હતો. ત્યાં જ તેના કાનમાં અવાજ આવ્યો લાગ્યો કે કોઈ ઉઠી ગયું છે. અભય એ દરવાજો જરાક ખોલીને જોયું તો દેવાસીસ ની પત્ની સુંદરી ઉઠી ગઈ હતી.
સુંદરી ઘર આંગણને સાવરણીથી સાફ કરી રહી હતી. અભય ને લાગ્યું કે હવે તે રસોડામાં જઈ શકે છે.
તે રસોડામાં ગયો તો દેવાસીસ હજી પણ સૂતો હતો એટલે તેની નીંદર ન ખુલે એવી રીતે અભય એ પાણી લીધું અને બિલ્લી પગલાથી રૂમની અંદર આવી ગયો. તે જ્યારે પાછો લેપટોપના સામે આવ્યો ત્યાં સુધી ક્રિપા ઓફલાઈન થઈ ગઈ હતી એટલે તેને પણ પોતાનું લેપટોપ બંધ કર્યું અને પલંગમાં આડો સુઈ ગયો.
તે ક્રિપા ની કહેલી વાર્તામાં જ ગુમ થઈ ગયો હતો. તેને લાગી રહ્યું હતું કે વાર્તામાં થયેલી બધી ચીજો તેની આંખોની સામે એક ફિલ્મની જેમ ફરી રહી છે. તેની આંખોની સામે પહેલા અમિતની ડેડબોડી દિવાલની અંદર ગઈ હતી અને એક નાનકડો સ્પાઇડર નું નિશાન ત્યાં બની ગયું હતું.
તે પોતાની આંખોની સામે સુનંદા ને હવામાં લટકતા અને તડપતા જોઈ રહ્યો હતો. તે જ્યારે પોતાના હાથ પગ મારી રહી હતી ત્યારે તેના હાથમાંથી અમિત એ દીધેલી વીટી દૂર જઈને પડી ગઈ હતી. તે વીટી હજી પણ અભયની આંખોની સામે આમથી તેમ હલી રહી હતી.
થોડી જ વારમાં સુનંદાની ડેટ બોડી પણ તે દીવાલની અંદર ઘસી ગઈ હતી અને ત્યાં પણ એક સ્પાઈરલ નું નિશાન બની ગયું હતું. તે બંને કેવી રીતે ગાયબ થઈ ગયા હતા જાણે ત્યાં કોઈ હતું જ નહીં. થોડીવાર પહેલા જ આ હવેલીમાં સુનંદાની ચીખો સંભળાઈ રહી હતી અને અત્યારે ત્યાં સ્મશાન જેવી શાંતિ થઈ ગઈ હતી.
" અભય સાહેબ તમે જાગો છો કે ઊંઘો છો?"
અચાનક અવાજ કાનમાં પડતા જ અભય જાણે ઊંડા કૂવામાં પડી ગયો હોય તેમ ઊઠીને બેસી ગયો. તે એટલો બધો ગભરાઈ ગયો હતો કે પોતાની શાંત કરવા માટે તેને લાંબા લાંબા શ્વાસો લેવા પડતા હતા. તેને આટલો ગભરાયેલો જોઈને દેવાસીસ ભાગીને તેના પાસે ગયો અને ફટાફટ પાણીનો ગ્લાસ તેની સામે હાજર કરી દીધો.
અભય એ ફટાફટ પાણીનો ગ્લાસ લીધો અને ગડગડાટ કરીને પી ગયો. અભય હવે થોડો શાંત હતો અને તેને જોઈને દેવાસીસે પૂછ્યું.
" માફ કરા ( માફ કરજો) સાહેબ મને લાગ્યું હતું કે તમે તો જાગો છો કારણ કે તમારી આંખો તો ખુલી હતી. મને ખબર ન હતી કે તમે આંખ ખુલ્લી રાખીને ઝોપલે (સુતા) હતા."
અભય આ સાંભળીને ખૂબ જ હેરાન થઈ ગયો હતો. શું તે આંખો ખુલ્લી રાખીને સૂતો હતો? હમણાં તેણે જે કંઈ પણ જોયું હતું તે સપનું હતું કે શું હતું? તેણે પોતાના વિચારો ખંખેરીને પૂછ્યું.
" અચ્છા એ બધી વાત જવા દો એટલે મને એ કહું કે આટલી વહેલી સવારે મને શા માટે જગાડ્યો?"
દેવાસીસ તેના તરફ હેરાનેથી જોઈ રહ્યો હતો અને તે વાત અભય નવાઈ લાગતી હતી. દેવાસીસ એ કહ્યું.
" સાહેબ 10:00 વાગી ગયા છે. 11:00 વાગે આપણે બંગલા ની અંદર જવું છે. મને લાગે છે કે તમે ભૂલી ગયા છો."
દેવાસીસની વાત સાંભળીને અભય એક ઝટકા ની સાથે પલંગમાંથી ઉભો થઈ ગયો. તમે તો વિશ્વાસ જ ન હતો કે તેને આટલો બધો સમય થઈ ગયો છે પરંતુ તેને તો લાગતું હતું કે હજી થોડો જ સમય થયો છે.
થોડા સમય પહેલા સુધી તે પલંગમાં આડો પડ્યો હતો અને તે તો સૂતો પણ ન હતો. પણ આ બધાના વિચારોની પરવા કર્યા વિના તો જલ્દીથી ફ્રેસ થવા ચાલ્યો ગયો. થોડી જ વારમાં સુંદરી બહેન એ ચા-પાણી અને નાસ્તાની વ્યવસ્થા કરી દીધી હતી. દેવાસીસ પાસે બંગલા ની ચાવી હતી અને તે ચાવી તેની અભયના હાથમાં પકડાવી દીધી.
અભયના હાથમાં ચાવી દેતા તેણે કહ્યું.
" સાહેબ મેં કોઈને કહી તો દીધું છે કે તે આવીને બંગલાની સાફ-સફાઈ કરી દે પણ ઘણા લોકોએ તો સાફ સાફ ના જ પાડી દીધી હતી. તમને ત્યાં. જે કંઈ પણ પ્રોબ્લેમ થાય ને તો મને કહી દેજો."
અભય એ માથું હલાવ્યું અને ચાવી લઈને તો બંગલા ના તરફ જવા લાગ્યો. તેને એક નજર દેવાસીસના ચહેરામાં નાખી તો દેવાસીસ ખૂબ જ ચિંતિત દેખાઈ રહ્યો હતો.તેને આવી રીતે જોઈને અભયને નવાઈ પણ લાગી અને સારું પણ લાગ્યું કે કોઈ માણસ તેના વિશે આટલી ચિંતા કરે છે.
અભય તેના તરફ જઈને સ્માઈલ આપી અને તે બંગલાના તરફ ચાલ્યો ગયો. દેવાસીસ હજી પણ તેને જતા જોઈ રહ્યો હતો. દેવાસીસ ની પત્ની તેના તરફ જઈને કહેવા લાગી.
" હા, માણૂસ ખૂપ જ ચાંગલા આહે. દેવ તીલા કાંઈ હુવું દેનાર નહિ.( આ માણસ ખૂબ જ સારો છે. ભગવાન તેને કંઈ થવા દેશે નહીં.)"
દેવાસીસ ફક્ત માથું હલાવતો જ રહી ગયો. અભય અત્યારે બંગલાના દરવાજાની પાસે ઉભો હતો. દરવાજો આકારમાં સામાન્ય દરવાજાથી થોડો મોટો હતો અને હજી પણ મજબૂત દેખાતો હતો. તેણે દરવાજો ખોલ્યો અને અંદરથી ભીની ભીની ગંધ આવવા લાગી.
ઘણા સમયથી બંગલો બંધ હોવાના લીધે ત્યાંથી એક અલગ જ બંધ આવી રહી હતી. બધી જગ્યાએ માટી નો થર જામેલો હતો. ખૂણા ખૂણામાં કરોળિયાએ જાળાં બાંધી દીધા હતા. દિવાલની ઉપરના વેન્ટિલેશનમાં કબૂતરોએ માળો પણ બાંધી લીધો હતો. અભય ચારે બાજુ નજર ફેરવી જ રહ્યો હતો કે તેની નજર અંદરની એક દિવાલમાં ગઈ અને તેને જોઈને તેની આંખો ડરના મારે ખુલીની ખુલી રહી ગઈ હતી.
અભય એ એવું તે શું જોઈ લીધું હતું કે તે ડરી ગયો હતો? શું હવે અભયના જીવનમાં ડર અને ફક્ત ડરના ઓછાયામાં જ રહેવાનું લખ્યું છે?