Shapulaji no Banglo - 4 in Gujarati Fiction Stories by anita bashal books and stories PDF | શાપુળજી નો બંગલો - 4 - ૩૩૦ નો સમય

Featured Books
  • You Are My Choice - 41

    श्रेया अपने दोनो हाथों से आकाश का हाथ कसके पकड़कर सो रही थी।...

  • Podcast mein Comedy

    1.       Carryminati podcastकैरी     तो कैसे है आप लोग चलो श...

  • जिंदगी के रंग हजार - 16

    कोई न कोई ऐसा ही कारनामा करता रहता था।और अटक लड़ाई मोल लेना उ...

  • I Hate Love - 7

     जानवी की भी अब उठ कर वहां से जाने की हिम्मत नहीं हो रही थी,...

  • मोमल : डायरी की गहराई - 48

    पिछले भाग में हम ने देखा कि लूना के कातिल पिता का किसी ने बह...

Categories
Share

શાપુળજી નો બંગલો - 4 - ૩૩૦ નો સમય

" ઠક્ ઠક્ ઠક્."
અભય દરવાજાના પાસે પહોંચી ગયો હતો અને જેવો તેને દરવાજાને ખોલવા માટે પોતાનો હાથ લબાવ્યો કે કોઈએ તેના ખભા ઉપર હાથ રાખ્યો. અભય એ જ્યારે પાછળ વળી ને જોયું તો ત્યાં દેવાસીસ ઉભો હતો.
દેવાસીસ અત્યારે ખૂબ જ ડરેલો દેખાઈ રહ્યો હતો. તેની આંખોમાંથી બીકના મારે આંસુ નીકળી રહ્યા હતા અને માથામાંથી પરસેવાના ટીપા નીચે પડી રહ્યા હતા. તેના હાથ અને પગ સુખા પાંદડા ની જેમ થરથર કાપી રહ્યા હતા. તેને આટલો રહેલો જોઈને અભયને થોડી નવાઈ લાગી એટલે તેણે પૂછ્યું.
" એવું તે શું થઈ ગયું છે કે તમે આટલા ડરી રહ્યા છો દેવાસીસ?"
દેવાસીસ કંઈ કહેવા માટે મો ખુલી ગયું હતું કે ફરી પાછો દરવાજામાંથી અવાજ આવ્યો.
" ઠક્ ઠક્ ઠક્."
અભય એ દરવાજાના તરફ જોયું તો દેવાસીસ એ તેનો હાથ પકડ્યો અને ખેંચીને તેના બેડરૂમમાં તરફ લઈ જવા લાગ્યો. અભય એ દરવાજાના તરફ હાથ બતાવીને કહ્યું.
" તમને નથી લાગતું કે પહેલા દરવાજો ખોલી દેવો જોઈએ? આટલી અડધી રાતે બિચારો કોણ માણસ આવ્યો હશે?"
દેવાસીસ કંઈ પણ કહ્યા વિના ફક્ત અભયને પકડીને તેના બેડરૂમમાં લઈને આવી ગયો. તેણે જોયું કે બેડરૂમની બારી ખુલ્લી છે એટલે તેને ભગવાનનું નામ લેતા લેતા બારીને બંધ કરી અને આજુબાજુ જોયું અને પછી અભયના તરફ જોઈને કહ્યું.
" અભયજી મહેરબાની કરીને દાર (દરવાજો) ખોલવાનો પ્રયત્ન કરશો નહીં."
કહેતા કહેતા પણ તેનો અવાજ ધ્રુજી રહ્યો હતો. અભયને કંઈ સમજાયું નહિ એટલે તેણે કહ્યું.
" પણ શા માટે? હોઈ શકે કોઈ ઇમર્જન્સી નું કામ હોય."
દેવાસીસ એ એક હાથ પોતાના છાતી ઉપર રાખ્યો ને પોતાને શાંત કરવાનો પ્રયત્ન કરવા લાગ્યો. થોડા સમય પછી તેને આંખો ખોલીને સામે ઊભેલા અભયના તરફ જોયું અને કહ્યું.
" સાહેબ આ બંગલો તમે જેટલું વિચારો છો તેના પર વધારે ખતરનાક છે. જ્યારે અસલમ એટલે કે તે ક્રાંતિકારી નું મૃત્યુ થયું હતું ત્યારે તેની આઈ (માં) અહી આવી હતી અને તેને આ બંગલામાં એક જીન ને છોડી દીધો હતો. તે જિન આ બંગલાના આજુબાજુ ફરતા રહેતા હોય છે અને ક્યારેક ક્યારેક તેઓ અહીંયા અરે અહીંયા તો શું આજુબાજુના ઘરોમાં જઈને પણ રાતના સમયે દાર (દરવાજો) ઠોકે છે."
અભય શાંતિથી વાત સાંભળી રહ્યો હતો. તે પણ દેવાસીસ ની બાજુમાં આવીને બેસી ગયો અને પોતાનું પૂરું ધ્યાન તેની વાતોમાં લગાવી દીધું. દેવાસીસ એ અભયના તરફ જોયું અને આગળ કહ્યું.
" શરૂઆતમાં જ્યારે કોઈને ખબર ન હતી ત્યારે તે લોકો અવાજ સાંભળીને દરવાજો ખોલી દેતા હતા અને બીજા દિવસે જ તેમની તબિયત ખરાબ થઈ જતી હતી. ધીરે ધીરે તેમની તબિયત એટલી ખરાબ થઈ જતી હતી કે થોડા દિવસોમાં તેમનું મૃત્યુ થઈ જતું હતું."
બહાર હોલમાં એક ફોટો લટકી રહ્યો હતો જેના ઉપર હાર પહેરાવવામાં આવ્યો હતો. તે ફોટો ના તરફ આંગળી ચીંધીને દેવાસીસ એ કહ્યું.
" આ ફોટો મારા બાબા ( પિતા)નો છે. વર્ષો પહેલા જ્યારે મારી ઉંમર ફક્ત આઠ વર્ષની હતી ત્યારની આ વાત છે. આવી જ રીતે અડધી રાત્રે કોઈએ દરવાજાને આવી જ રીતે ત્રણ વખત ઠોક્યો હતો. મારા આજોબા ( મોટા કાકા) તે સમયે બહાર ગયા હતા તો મારા બાબાને લાગ્યું કે મારા આજોબા આવી ગયા છે."
કહેતા કહેતા હવે તેના આંખોમાંથી આંસુ પણ નીકળવા લાગ્યા હતા. પરંતુ તેની ચિંતા કર્યા વિના જ દેવાસીસ એ આગળ કહ્યું.
" મારા બાબા એ જેવો દરવાજો ખુલ્યો તે બે ફૂટ ઉપર ઉછળી ને દિવાલથી ટકરાઈને નીચે પડી ગયા. હું એ સમયે જાગતો હતો અને અચાનક જ્યારે મને એટલો અવાજ આવ્યો તો હું ઉઠીને ભાગીને બહાર આવ્યો ત્યારે મારા બાબાને મેં નીચે પડેલા જોયા. મારી મા થર થર ધ્રુજી રહી હતી."
કહેતા કહેતા ફરી પાછો દેવાસીસના હાથ પગ ધ્રુજવા લાગ્યા. તે વારંવાર જીભને પોતાના હોઠો માં ફેરવી રહ્યો હતો. તેને જોઈને લાગી રહ્યું હતું કે તેનું ગળું સુકાઈ રહ્યું છે. આંખોમાં ડર ની સાથે તેણે આગળ કહ્યું.
" મૈં તરત દરવાજા ના તરફ જોયું તું ત્યાં કોઈ જ ન હતું ફક્ત બહારના તરફ સફેદ ધુવાડો દેખાઈ રહ્યો હતો. મારા બાબા આંખો ફરી ફરીને દરવાજામાં તરફ જોઈ રહ્યા હતા. મારી મા એ જલ્દીથી દરવાજો બંધ કરી દીધો પણ હવે જે થવાનું હતું તે થઈ ગયું હતું. તે દિવસથી મારા બાબાની તબિયત ખરાબ રહેવા લાગી."
કહેતા કેતા દેવાસીસ થોડો શાંત થયો અને આંખો બંધ કરીને પોતાના આંસુ અને રોકવાનો પ્રયત્ન કરવા લાગ્યો. તેને આવી રીતે જોઈને અભય જલ્દીથી ગયો અને ત્યાં જ રાખેલા સામેના ટેબલ ઉપરથી એક ગ્લાસ પાણી ભરીને લાવ્યો. દેવાસીસના તરફ ગ્લાસ આપતા તેણે પૂછ્યું.
" તું શું તમે લોકોએ તમારા પિતાજીની સારવાર પણ ન કરાવી?"
પાણીનો ગ્લાસ ખતમ કરીને દેવાસીસ એ એક ઉદાસ મુસ્કાનના સાથે કહ્યું.
" ઘણી જગ્યાએ કરાવી હતી.પહેલા તેમને હોસ્પિટલ લઈને ગયા હતા પણ ડોક્ટરોને ખબર જ ના પડી કે તેમને શું થયું હતું.પછી અમે પીર ફકીર અને મંદિરમાં પણ લઈ ગયા હતા પણ.. ફક્ત દસ દિવસ. દસ દિવસ પછી જ તેમનુ મૃત્યુ થઈ ગયું."
એમ કહીને દેવાસીસ થોડા વાર માટે શાંત થઈ ગયો. અભય પણ આગળ કંઈ જ કહી શક્યો નહીં. દેવાસીસ પોતાના જગ્યાએથી ઊભો થયો અને અભયના તરફ જોઈને કહેવા લાગ્યો.
" સાહેબ ફક્ત મારી આટલી વાત યાદ રાખજો કે તમે જ્યાં સુધી અહીંયા સહી સલામત છો, ત્યાં સુધી દરવાજા ને ખોલતા નહીં જ્યાં સુધી સવારનો તડકો દરવાજા ઉપર ના પડે."
અભય આ બધી વાતોમાં વિશ્વાસ કરતો ન હતો પણ દરવાજો નો અવાજ તો તેને આવ્યો હતો.અને ખરેખર કોઈ વ્યક્તિ દરવાજાના બહાર હોત તો તે એક વખત અવાજ તો દેતો જ. પણ દરવાજાના બહારથી કોઈ અવાજ દીધો જ ન હતો ફક્ત ત્રણ વખત દરવાજાને ઠોકવામાં આવ્યો હતો.અભય આ બધું વિચારી રહ્યો હતો કે દિવાસીસ એ તેને કહ્યું.
" સાહેબ હું સુવા માટે જાઉં છું પણ તમને એક સૂચના આપવા માગું છું કે તમે દરવાજો ખોલતા નહીં અને બારીને પણ ન ખોલતા. શું ખબર તે લોકો બારીમાંથી પણ તમને કંઈ કરી શકે છે."
અભય દેવાસીસના ખભા ઉપર હાથ રાખીને કહ્યું.
" જાઓ તમે સુઈ જાવ હું ક્યાંય નહીં જાઉં."
દેવાસીસ એ ફક્ત માથું હલાવ્યું અને રસોડામાં જઈને સૂઈ ગયો. દેવસીસના ગયા પછી અભય એ દરવાજાને બંધ કરી દીધો અને તેના પલંગમાં આવીને સૂઈ ગયો, પણ તેની આંખોમાં નિંદર હતી જ નહીં.
તે વારંવાર આમથી તેમ પડખા ફેરવી રહ્યો હતો.જ્યારે તેને લાગ્યું કે હવે તેને નીંદર આવવાની નથી તો તે પોતાના જગ્યાથી ઊભો થયો અને પોતાનું લેપટોપ લઈને બેસી ગયો. દેવાસીસ એ કહેલી બધી વાતને તે પોતાની લેપટોપમાં લખવા લાગ્યો.
એક શ્રાપિત બંગલાના વિશે વાર્તા લખવી એ તો એક સરળ વાત હતી પણ તેનો પૂરો અનુભવ લેવા માટે તે બંગલામાં રહેવું અને ત્યાં થયેલી બધી અજીબોગરીબ ઘટનાઓને પોતાના ઉપર આજમાવીને લખવું એ એક હિંમત ની વાત હતી. પણ એક સફળ લેખક બનવા માટે તે આ જોખમ લેવા માટે તૈયાર હતો.
લખતા લખતા જ્યારે તેને ઘડિયાળમાં જોયું તો અત્યારે રાતના સાડા ત્રણ વાગી ગયા હતા. હવે તેને બગાસા આવવા લાગ્યા હતા અને સાથે સાથે આંખમાંથી પાણી પણ નીકળી રહ્યું હતું.
" મને લાગે છે કે થોડા સમય માટે સુઈ જવું જોઈએ. નહીંતર હું કાલે તે બંગલામાં જઈને રહી શકીશ નહીં."
એમ વિચારીને તે લેપટોપ બંધ કરીને રાખવા લાગ્યો અને પલંગમાં જઈને સૂઈ ગયો. હજી તો તેની આંખો બંધ થઈ જ હતી કે તેના કાનમાં કોઈના ઝાંઝરીનો અવાજ આવવા લાગ્યો.
એવું લાગી રહ્યું હતું કે કોઈ છોકરી પગમાં ઝાંઝરી પહેરીને આમથી તેમ ભાગી રહી છે. સાથે સાથે એક સૂરીલો અવાજ તેના કાનમાં આવતો હતો. એવું લાગતું હતું કે તે છોકરી ધીમા અવાજથી હસી રહી છે અને કોઈની સાથે વાતો કરી રહી છે.
અભય એ પોતાની આંખો ઝટકાથી ખોલી દીધી. જ્યારે તેને આંખો ખોલી તો તે અત્યારે ઘરની બહાર સૂતો હતો. આજુબાજુ કોઈ જ ન હતું. આકાશમાં તારા ચમકી રહ્યા હતા અને અર્ધચંદ્ર તેની સામે જ દેખાઈ રહ્યો હતો.
અભય પોતાના જગ્યાએથી ઊભો થવાનો પ્રયત્ન કરવા લાગ્યો પણ તે તો પોતાના હાથ પગ હલાવી શકતો જ ન હતો. એવું લાગી રહ્યું હતું કે તે પોતાના ખાટલા થી ચોંટી ગયો છે. તે પોતાનો હાથ પગ અને માથું હલાવવાનો પ્રયત્ન કરતો હતો પણ તે ટસ થી મસ થતા ન હતા.
તે પ્રયત્ન કરી રહ્યો હતો કે તેના કાનમાં કોઈના વાતો કરવાના અવાજ આવવા લાગ્યો. એવું લાગી રહ્યું હતું કે કોઈ બે વ્યક્તિ એકબીજાથી એકદમ ધીમી અવાજમાં વાતો કરી રહ્યા છે.
અભય એ ઘણી મુશ્કેલી થી પોતાનું માથું હલાવ્યું તો તેની નજર એ બંગલાના છત ઉપર પડી. છત ઉપર બે વ્યક્તિઓ બેસેલી દેખાઈ. એક તો કોઈ છોકરી હતી કારણ કે તે‌ છોકરીએ પોતાના હાથમાં તેની જ ચોટલી પકડી હતી અને તે તેને ગોળ ગોળ ફેરવી રહી હતી.
તેની બાજુમાં જે કોઈપણ બેઠું હતું તેને તેના ઉપર સાલ ઓઢીને રાખી હતી જેનાથી ઓળખવું મુશ્કેલ હતું કે તે કોઈ સ્ત્રી છે કે પુરુષ. તે બંને છત ઉપર બેસીને એકબીજાની સાથે વાતો કરી રહ્યા હતા કે અચાનક જ તે બંને શાંત થઈ ગયા.
અભય કે વિચારે તેને પહેલા જ તે છોકરીએ ઝટકાથી પોતાનો ચહેરો અભયના તરફ કર્યો જેને જોઈને અભયના મોંમાંથી ચીખ નીકળી ગઈ.
શું અભયનો આજે છેલ્લો દિવસ છે? કોણ હતા તે સ્ત્રી અને પુરુષ? શું ખરેખર તે બંગલામાં જિન ફરી રહ્યા છે?