CHARACTERLESS.. in Gujarati Short Stories by ADRIL books and stories PDF | ચારિત્ર્યહીન...

The Author
Featured Books
  • अपराध ही अपराध - भाग 24

    अध्याय 24   धना के ‘अपार्टमेंट’ के अंदर ड्र...

  • स्वयंवधू - 31

    विनाशकारी जन्मदिन भाग 4दाहिने हाथ ज़ंजीर ने वो काली तरल महाश...

  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

Categories
Share

ચારિત્ર્યહીન...

ચારિત્ર્યહીન...

 

"હેલ્લો,... " એક અનનોન નંબર જોઈને વિશાલે ફોન ઉપાડ્યો 

 

"મિસ્ટર વિશાલ,... તાત્કાલિક પોલીસ સ્ટેશન પહોંચો નહીંતર અમારે આવવું પડશે તમને ઉઠાવવા,... તમારી ખિલાફ કમ્પ્લેઇન છે ... " 

 

"વ્હૉટ .. ??  કમ્પ્લેઇન શું છે ? ઇસ ઈટ સિરિયસ,.... ?" 

 

"કેટલું સિરિયસ છે આ બધું એ તો તમે આવો તો જ ખબર પડશે,... તમને પણ અને અમને પણ... ? "

 

"પણ મેં કર્યું શું છે ? - ઍટલિસ્ટ એટલું તો કહી શકોને મને ?" 

 

"રૅપ,..."

 

"વ્હૉટ,.. ? કોનો,... ? મેં રેપ કર્યો અને મને જ ખબર નથી ,.. ? વાઉ,.... પોલીસ ઓફિસર પણ જોક મારતા થઈ ગયા,... " 

 

"શટ-અપ ... સી યુ ઈન હાફ એન અવર,.... "  

ફૉન કપાઈ ગયો... 

 

વિશાલને પોલીસ સ્ટેશન ગયા વિના છૂટકો જ નહોતો ... 

એણે ગાડી પોલીસ સ્ટૅશન તરફ વાળી,...

 

~~~~~~~

 

પૉલીસ સ્ટેશન માં બેઠેલી આસ્થા વિશાલ સાથે ફૉન ઉપર થઇ રહેલી આ લૅડી ઑફિસર ની વાતો સાંભળી રહી હતી...   

 

ફૉન મૂકતાંજ લૅડી ઓફિસરે આસ્થાને કહ્યું, 

"મૅડમ,... તમારા હસબન્ડ આવે ત્યાં સુધી તમે બહાર વેઇટિંગ રૂમમાં રાહ જુઓ,.... " 

 

"હંમમમમ,...... " આસ્થાએ ડોકું ધૂણાવ્યું,...  એ બહાર નીકળી ને એક બૅન્ચ ઉપર ગોઠવાઈ,... માથું પાછળની તરફ ઢાળતા એને પોલીસસ્ટેશનમાં પણ પોતાનો ભૂતકાળ નજર સામે દેખાવા લાગ્યો,.. 

 

અતીતમાં સરકી જવા માટે આમ પણ એને બહુ ઓછો સમય લાગતો     

 

"આસ્થા,... " બાથરૂમમાંથી બહાર આવતાજ એણે હળવી બૂમ પાડી 

 

"જી,... " 

 

"સાંજે કબીર આવશે.. તારા સિગ્નેચર લેવા,.. ગરમા ગરમ પકોડા કરજે,.. મેથીના,.. "  ડ્રેસિંગ મિરરમાં પોતાના જ વાળમાં હાથ ફેરવતા વિશાલે કહ્યું 

 

"કોણ કબીર વિશાલ,.. ?  અને આજે સાંજે તો ... ડ્રેસિંગ છે મારુ,..  "

 

"ઓહ્હ શીટ,.. હું ભૂલી ગયો,.. યાર એમ-એલ-એ નો છોકરો છે,.. કમિટમેન્ટની કિંમત હોય,.. પ્લીઝ મૅનેજ કર,.. "

 

આસ્થાના ચહેરા ઉપર થોડો અણગમો ફેલાઈ ગયો 

"થોડું એડવાન્સમાં કહેવું હતુંને,.. ,.." 

 

"તારે શું ઈમ્પોર્ટન્ટ કામ છે યાર,.. ? એક ડોક્ટરની અપોઈન્ટમેન્ટ જ છે ને,.. કાલે જજે,.. શું ફેર પડે છે?" 

 

"આઈ વીલ હૅવ ટુ ચૅઈન્જ માય schedule, એટલી જલ્દી ડોક્ટરની અપોઈન્ટમેન્ટ  મળતી નથી .. "  - કોઈ પણ ભાવ વિના વાતને સ્વીકારતા આસ્થાએ જવાબ આપ્યો 

 

વિશાલના ગયા પછી જાનકીએ પૂછ્યું 

"મૅડમ,.. શું કામ બધું તમે જ જતું કરો છો,. વિશાલ ભાઈ એવું કેમનું ભૂલી જાય કે તમે દાઝ્યા છો,.. એ પણ પકોડા તળતા જ,.. પકોડાનો પ્રોગ્રામ બનાવતા પણ યાદ આવી જાય,.. "

 

"જાનકી,.. તું તારું કામ કર,... " 

આસ્થાએ કહ્યું તો ખરું પણ એને ખબર હતી કે જાનકીની વાત જરાયે ખોટી નહોતી 

 

"મૅડમ,.. તમને ખબર છે કે વિશાલભાઈને પોતાના ટાઈમટેબલ અને પોતાના કામ સિવાય કોઈની પરવાહ નથી,.. પણ તમારે એ સ્વીકારવું નથી,.. " 

 

ઘણા સમયથી આસ્થાને મદદ કરતી જાનકી આસ્થા કરતા લગભગ સાત-આઠ વર્ષ નાની હશે... લોહી ગરમ થઇ જતા કે ચોખ્ખું કહી દેતા આ જનરેશનને જરાયે વાર ના લાગે એ આસ્થા બરાબર જાણતી હતી.. જાનકી ની વાતનું માઠું એને ક્યારેય લાગતું જ નહિ કેમકે જાનકી હંમેશા ન્યાયનો પક્ષ રાખતી હતી.

 

એણે બે હાથ જોડી માથું નામાવવાની એક્ટિંગ કરી અને ધીમેથી કહ્યું,

"મારી માં,... જાનકીદેવી,.. તમે જે કહો તે સત્ય,.. પકોડાની તૈયારી કરવી છે હવે સાંજ માટે ? મેથી લઇ આવશો માર્કેટમાંથી ? ... પ્લીઝ,... " 

 

જાનકીએ આંખો મીંચતા હકારમાં ડોકું હલાવ્યું અને બાસ્કેટ લઈને માર્કેટ જવા નીકળી ગઈ,.. 

 

~~~~~~~~~

 

એ જ સાંજે,.... 

દરવાજે ડૉરબેલ વાગતા જ આસ્થા કિચન માંથી બહાર આવી,.. 

 

સૉફામાં બેઠેલા અને લૅપટૉપમાં મશગૂલ થઈને કામ કરતા વિશાલ સામે એક નજર કરી એ દરવાજો ખોલવા પહોંચી ગઈ,.. 

 

છ ફૂટના કસાયેલા શરીર વાળા કબીરને પહેલી વાર એણે પોતાના જ ઘેર જોયો હતો,.. 

  

"કબીર,... ? " પ્રશ્નસૂચક નજરે એણે પૂછ્યું 

 

"જી નમસ્તે,... " કબીરે હાથ જોડ્યા 

 

"આવ... " બે હાથ જોડી સ્માઈલ કરતા આસ્થાએ કહ્યું 

 

"કબીર,.. કેમ છે દોસ્ત,.. આવ,...આવ,.. " વિશાલનું વિશાળ સ્માઈલ ઉભરાઈને ચહેરા ઉપર ઉતરી આવ્યું 

 

"ઑલ ગુડ મૅન,.. તું બોલ,.. શું ચાલે,... ? " કબીરે જવાબ આપ્યો 

 

"આઈ ઍમ ફાઈન,... ગાયકવાડ સાહેબ કેમ છે ?" 

 

"બાબા,.. મસ્ત,.. બસ થોડા બીઝી રહે છે હમણાં,... " 

 

"ઑફ કૉર્સ,... ઑફ કૉર્સ,... આઠ દસ મહિના માંડ રહ્યા છે નેક્ષ્ટ ઇલેક્શનમાં,.. બીઝી તો હશે જ,.." 

 

"હમણાં હમણાં તો જામવાના પણ ઠેકાણા નથી હોતા એમના,.. "

 

"એવું જ હોય ભાઈ,... તું શું લઈશ,... ચાઇ કે કૉફી ?..... " 

 

"ચાઇ,... મસાલા ચાઇ,.... " કબીરે સ્માઈલ સાથે કહ્યું 

 

"આસ્થા,... ચાઇ પકોડાની વ્યવસ્થા કરો.. પેપર વર્ક પછી કરીએ,... " 

 

જાનકી અને આસ્થાએ  ચાઇ અને પકોડા ડાઇનિંગ ઉપર ગોઠવતા કહ્યું 

"તૈયાર જ હતા,... ગરમ ગરમ,..." 

 

"કબીર કમ હીઅર,.. " વિશાલ કબીર ને લઈને ટેબલ ઉપર ગોઠવાયો 

 

"આસ્થા,.. બેસ,... તારું કામ છે,... " કિચનમાં પાછી જતી આસ્થાને રોકતા વિશાલ બોલ્યો 

 

"વિશાલ,... ભાભીને ખબર તો છે ને કેટલી એમાઉન્ટ ઉપર અને ક્યાં કારણસર સાઈન કરવાની છે એમણે,.." - કબીરે સ્પષ્ટતા કરતા સહજ રીતે પૂછ્યું 

 

ચાઇ નો મગ નીચે મૂકતાં વિશાલથી ખડખડાટ હસી જવાયું 

"આસ્થાએ કદીયે મને કોઈ સવાલ કર્યો નથી,.. શી ટ્રસ્ટ મી કબીર,.. જ્યાં કહું ત્યાં વગર પૂછયે સહી કરી છે એણે આજ સુધી,.. મારી કાબેલિયત ઉપર એને જરાયે શંકા નથી,.. તું ચિંતા નહિ કર,... " 

 

કોણ શું કહી રહ્યું હતું એ સમજ્યા વિના જ આસ્થાએ પરાણે પરાણે એક સ્માઈલ કરી,..

 

આસ્થાને કોઈ પણ ધંધાકીય બાબતોમાં ખાસ કઈ રસ હતો જ નહિ કે એને રસ લેવા દેવામાં આવતો નહોતો કે પછી એ પોતે જ કોઈ પણ વાતમાં રસ લેતી નહોતી.. કબીર એ સમજવાની કોશિશ કરવા લાગ્યો,.. 

 

આસ્થાનું એક રબ્બર સ્ટૅમ્પથી વધારે મૂલ્ય આ ઘરમાં નથી એ વિશાલના વર્તનમાં કબીરને પહેલી જ વારમાં સમજાઈ ગયું.  

 

બીજી બાજુ  ભણેલી હોવા છતાં હંમેશા બધાની સામે એક ગમારની જેમ રહેતી આસ્થાને પહેલીવાર મળતા કબીરની સામે થોડી શરમિંદગી થઇ આવી. એને પોતાની જાત કબીરની સામે એક સ્ટુપિડ જેવી લાગવા લાગી. પોતાનું ટૅલેન્ટ શાઇન નહિ કરવા બદલ એની આંખોમાં ઝળઝળિયાં આવી ગયા. પોતાની એમ.બી.એ. ની ડિગ્રી એને એક પેપરના ટુકડા થી વધારે ના લાગી. 

 

આંખના પાણીને મર્યાદા નહિ ઓળંગવા દેવાની અનોખી આવડત હતી એનામાં. વણબોલેલાં અપમાનના ઘૂંટડા ને અંદર ઉતારતી એ પ્લેટ અને કૉફી મગ ઉપાડવા લાગી. જાનકીએ એના હાથમાંથી ટ્રે લઇ લીધી. 

 

"આસ્થા,.. આ બે ચૅક છે અને આ થોડા પેપર્સ છે,.. જ્યાં જ્યાં ક્રોસ ની નિશાની છે ત્યાં ત્યાં સાઈન કરી દે,.. " - વિશાલે કહ્યું 

 

"વિશાલ,.. એક મિનિટ,... "  કબીરે પેન અને ફાઈલ હાથમાં ઉઠાવતા પોતાની જગ્યાએથી ઉઠીને આસ્થાની બાજુમાં બેઠક લીધી... 

 

"ભાભી,.. એક લાખ એક હજાર ના બે ચેક છે.. જે તમે પાર્ટીને ફન્ડીંગ કરો છો... અને આ ડોક્યુંમેન્ટ રેન્ટલ એગ્રીમેન્ટ છે પાર્ટીની નવી ઑફિસ માટે.. ટેનેન્ટ ની જગ્યા ઉપર બાબાએ સિગ્નેચર કરી દીધી છે. એ બિલ્ડીંગ તમારા નામની છે એટલે લૅન્ડલૉર્ડ ની જગ્યાએ તમારે સાઈન કરવાની છે.. રેન્ટની ટર્મ્સ એન્ડ કન્ડિશન સમજવા તમારે સમય જોઈતો હોય તો હું ફરીથી આવીને સાઈન લઇ જઈશ.. યુ કેન ટૅક યૉર ટાઈમ.. " આસ્થા ચૂપચાપ કબીરને સાંભળી રહી.. 

 

"અરે કબીર,... યુ ડોન્ટ વરી યાર,... હું એને સમજાવી દઈશ,.. " કબીર તરફ જોતા વિશાલ બોલ્યો 

પછી આસ્થા તરફ ફરીને વિશાલે સત્તાવાહી અવાજમાં કહ્યું - "આસ્થા.. સાઈન કરી દે,.. ઇટ્સ અ ગુડ ડીલ.." 

 

આસ્થાએ હંમેશની જેમ ચુપચાપ મૂંડી હલાવીને ડ્રેસિંગ કર્યા વિનાના દુખતા હાથે સાઈન કરી આપી.. 

 

~~~~~~~~~~~~ 

 

સવાર ની પહેલી કૉફી સાથે આસ્થાએ વિશાલને ઉઠાડવાની કોશિશ કરી..

"વિશાલ,.. ડૉક્ટર અવસ્થી રસ્તામાં જ છે જલ્દી રેડી થઇ જા પ્લીઝ,.." 

 

"આ દર વખતનું છે રૂટિન તારું  ... યાર દસ દિવસે માણસ મોડી રાતે ઘેર પહોંચ્યો હોય તો બીજે જ દિવસે કોઈ હૅલ્થ ચેક-અપ માટે કેમનું તૈયાર થઇ શકે ? " 

 

"થવું પડે વિશાલ,.. દર બે મહિને વિદેશની ટૂર કરતા હોવ છો,.. શું શું ખાતા હોવ ને દિલ ખોલીને ડ્રિંક્સ પણ લેતા હોવ,.. હજાર જાતના ઑફિસર્સને મળો છો,..   "  

 

આસ્થાની વાત કાપતા જ વિશાલે કહ્યું  

"ઑકે ... .. ડૉન્ટ વરી,... આઈ વીલ બી રેડી સુન,.. " 

 

સ્માઈલ કરીને આસ્થાએ બેડરૂમ છોડી દીધો,.. 

નીચે ઉતરતા જ એણે ડોક્ટર નું સ્વાગત કર્યું 

"ગુડ મોર્નિંગ ડોક્ટર સાહેબ.. ? ગરમ ઢોકળા ઉતરે છે,.. કહો તો લઇ આવું ?" 

 

"આસ્થા,... જાનકીએ ચા મૂકી દીધી ઑલરેડી,... ઢોકળા એમનેમ થોડી ખવાય ?" 

ડૉક્ટરે હસતા હસતા કહ્યું 

 

લગભગ અડધા કલાક ના ચેક-અપ પછી  સવારનો બ્રેકફાસ્ટ પૂરો કરીને ડોક્ટર અવસ્થીએ જતા જતા આસ્થાને કહ્યું -  "સાંજે રિપોર્ટ્સ લેતી જજે,.. " 

 

"થેન્ક યુ ડૉક્ટર,.." 

 

"નો વરીઝ,... બાય,..." 

 

"ચાલ, હું પણ નીકળું,... ચેક-અપ ને કારણે ઑલરેડી લેટ થઇ ગયો છું હું,.. " વિશાલે પણ ઑફિસ તરફ પ્રયાણ કર્યું 

 

"મૅડમ,.. લન્ચ માં ,... " 

 

જાનકી કશું આગળ પૂછે  એ પહેલા જ આસ્થાએ કહ્યું 

"જાનકી,.. જે ઠીક લાગે તે બનાવી દેજે,..  કાલે ઊંઘ નથી આવી,.. હું ઉપર છું,.. " 

 

"કેમની આવે ? વિશાલભાઈ દસ દિવસ સુધી કેમના રહ્યા હશે તમારા વિના,... ,.... "

 

"શટ-અપ જાનકી,.. મજાક નહિ કર,.. જતા પહેલા મળતી જજે,.. " આસ્થા હળવું હસતા ઉપર જવા લાગી,.. 

 

~~~~~~~~~

 

રૂમમાં દાખલ થતા જ એણે પલંગ ઉપર લંબાવ્યું 

 

મોબાઈલ ની રિંગ વાગતા જ સ્ક્રીન ઉપર વિશાલ નું નામ ચમકી આવ્યું ... એણે તરત જ ફૉન લીધો 

"હા વિશાલ,.. શું હતું ?" 

 

"અરે,.. એગ્રીમેન્ટની ફાઇનલ કૉપી મળી તને કબીર તરફથી ?"

 

"ના,.." 

 

"પણ એ તો કહેતો હતો કે એ તને પહોંચાડી દેશે,.. મારા આવતા પહેલા,.. " 

 

"મને નથી મળી,.. કદાચ ઑફિસે,.... ,.. " 

 

આસ્થાની વાતને અધવચ્ચે કાપતા એણે કહ્યું 

"ઍનીવેઝ,... આઈ વીલ કૉલ હિમ,.." 

 

 

~~~~~~

 

 

જાનકીએ રૂમનો દરવાજો ખખડાવ્યો 

"મેડમ,.. હું જાઉં ?,... કશું કામ નથી ને?,.. " 

 

"હંમમ,... હા હા ... દરવાજો બંધ કરતી જજે,... " 

 

વિન્ડોમાંથી કાર પાર્ક થવાનો અવાજ આવતા બન્નેએ બહાર જોયું. કબીરને ફાઈલ સાથે અંદર આવતા જોઈને જાનકીએ પૂછ્યું,  "મૅડમ,.. હું રોકાઈ જાઉં ? અગર કશું કરવું પડે તો,... ?"

 

"અરે ના ના,.. વિશાલનો ફોન હતો... કદાચ કબીર હશે,.. ઍગ્રીમેન્ટની ફાઈલ આપવા આવ્યો હશે,.." 

 

"ઑકે મૅડમ,.. હું જાઉં તો પછી,... !"

 

"હા,.. હું પણ આવું જ છું નીચે,.. " 

 

"મૅડમ,.. તમે એકલા છો,.... તમને ખબર છેને વિશાલ ભાઈ પછી લફડા કરશે,... "

 

"હંમમમ,... તારા ભાઈને હોસ્પિટલ લઇ જવો પણ જરૂરી છેને ? મેં ડ્રાઇવરને કહી જ દીધું છે. ભાઈને લઈને હોસ્પિટલ પહોંચ,... પાછા ઘેર રિક્ષામાં જવું પડશે,... તને ડ્રોપ કરીને એણે ઑફિસ જવાનું છે,... "

 

"મૅડમ,.. મને ચિંતા થાય છે તમારી,... " 

 

"અને મને તારા ભાઈની,... જા હવે,.... વિશાલ સાથે તો રોજનું છે આ બધું  .... આઈ વીલ મૅનેજ,... ડોન્ટ વરી,.."

 

બન્ને નીચે ઉતર્યા,.. 

કબીરને અંદર દાખલ થતા જોઈને એની ઉપર એક નજર નાખી જાનકી બહાર નીકળી ગઈ,.. 

 

"આવ કબીર,.. વિશાલનો ફોન હતો,... " 

 

"હા ભાભી,.. લાસ્ટ વીકમાં એગ્રીમેન્ટ સાઈન કરી આપવાની પ્રોમિસ કરી હતી મેં,.. પણ,... " 

 

"કાંઈ વાંધો નહિ કબીર,.. આમ પણ દસ દિવસથી વિશાલ તો ઘેર હતા નહિ,.. હજી કાલે જ આવ્યા છે,..  યુ ડોન્ટ વરી ... "

 

"ઍક્ચ્યુલી ભાભી,  ઘરમાં ભાઈના લગ્ન ને લઈને થોડી ધમાલ ચાલતી હતી,.. નહીંતર બાબાએ તો ક્યારની સાઈન કરી નાખી હતી,.. બસ, ફાઈલ પહોંચાડે એવું કોઈ નવરું નહોતું,.. " 

 

"ચાઇ ? " આસ્થાએ સ્માઈલ સાથે વ્હવહાર કર્યો 

 

" હા,..  મસાલા ચાઇ,... "

 

ઑપન કિચનની સામે પડેલા બાર કાઉન્ટર ઉપર બેસતા કબીરે કહ્યું,.. 

"આમ તો હું વિશાલને જ ફાઈલ મોકલી દેવાનો હતો,.. પણ ભાઈના લગ્ન ની કંકોત્રી પણ આપવી હતી એટલે મેં ઘેર આવવાનું પ્રિફર કર્યું,.. " બોલીને એ આસ્થાના જવાબની રાહ જોવા લાગ્યો 

 

વિશાલની ગેરમોજુદગીમાં આસ્થા સાથેની એકલતા કબીરને થોડી ઓકવર્ડ લગતી હતી  .. 

વધારે શું બોલવું એ સમજાતું ના હોવાથી એ ચા બનાવી રહેલી આસ્થાને જોઈ રહ્યો હતો,.. 

ચા ઉકાળતા ઉકાળતા આસ્થાએ પાછું વળીને કબીર સામે જોયું,.. ક્યારની આસ્થાની પીઠ ઘુરી રહેલા કબીરે અચાનક પકડાઈ ગાયના ભાવ સાથે નજર ફેરવી લીધી.. 

   

આસ્થાએ થોડું અચકાતા પૂછ્યું -  "ક્યાં છે ?" 

 

"શું???? " -  શરમિંદગી મહેસુસ કરી રહેલા કબીરને કશું સમજાયું નહિ 

 

"કંકોત્રી,... " આસ્થાએ એક લય સાથે જવાબ આપ્યો 

 

"ઓહ્હ,... " ઉભા થઈને કબીરે જૅકેટ ના પૉકેટ માંથી ઇન્વિટેશન કાર્ડ કાઢતા એની નજીક જઈને એના હાથમાં મૂક્યું ... 

 

સરકીને નીચે પડેલા કાર્ડ ઉઠાવવા બન્ને ઝૂક્યા ... આસ્થા એક ઝટકા સાથે ઉભી થઇ ગઈ પણ કબીર ઉઠી ના શક્યો,.. એણે ઝટકાથી ઉભી થઇ ગયેલી આસ્થાનો હાથ પકડ્યો ... આસ્થાએ હળવેથી પોતાનો હાથ મરોડવાનો હળવો અને અસફળ પ્રયત્ન કર્યો,..  આસ્થાનું થોડું પોઝિટિવ અને થોડું નેગેટિવ એવું મિક્સ રિએક્શન અને ઉપરથી શિફોન સાડીમાંથી આરપાર દેખાતી  ગોરી કોમળ ત્વચા,.. 

 

હળવેથી ઉભા થતા જ એ બહુજ ધીમી ગતિમાં આસ્થાને વળગ્યો,..

એના શ્વાસ ની મહેંક કબીરના મગજ સુધી પહોંચવા લાગી,.. 

 

"કબીરરરર,..... થોડો દૂર જા ,.... " આસ્થાએ એવી રીતે વિસ્પર કર્યું જાણે એ એને નજીક આવવાનું કહી રહી હોય,..  ઇચ્છતી ના હોવા છતાં દૂર જવાનું કહેવા મજબુર હોય એવો ભાવ એના ચહેરા ઉપર તરી આવ્યો,..  

 

કોઈ પણ પુરુષ આવા માદક સ્વર નો મતલબ સમજે નહિ એવો ડફોળ હોતો નથી,.. તેમ છતાં આસ્થા ની ભૂખ વધારતો હોય એમ એણે આસ્થાને છોડી દીધી પરંતુ એની લગોલગ જ એ અદબ વાળીને ઉભો રહ્યો,..

 

મદહોશીમાં બંધ થઇ ગયેલી આસ્થાની આંખો કબીરના સ્પર્શ ને મહેસૂસ નહિ કરતા અચાનક જ ખુલી ગઈ,.. એક ઇંચની પણ દૂરી રાખ્યા વિના ઉભેલા કબીરને જોઈને એનો ચહેરો શરમ થી લાલ થઇ ગયો,.. 

 

ધીરેથી સાઈડમાં સરકીને એ ગેસ પાસે પહોંચી,.. ક્યારની ઉકળી રહેલી ચા એણે બે કપમાં કાઢી,..  બાર કાઉન્ટર ઉપર ચા મૂકતા એણે  બેઠક લીધી,.. 

 

"એક વાત પૂછું ?" - પોતાને અનિમેષ જોઈ રહેલા કબીરે નજર હટાવ્યા વિના જ આસ્થાને પૂછ્યું 

 

"હંમમમમમ,... " 

 

"યુ ડૉન્ટ ડિઝર્વ એની બુલશીટ, ઍમ.બી.ઍ. ની ડિગ્રી લઈને પણ ઈન્ડિપેન્ડેન્ટ નિર્ણયો ના લઇ શકાતા હોય તો.. "

 

"ડોન્ટ વરી કબીર, તું મારી પર્સનલ જિંદગી ખોલે છે,... " 

 

"મારી સામે તમારી સાથે જે રીતે વિશાલ વર્તન કરે છે,.. તમને લાગે છે કશુંયે ખોલવાની જરૂર છે ?"

 

આસ્થા ચૂપ,.. એ એની નજીક આવ્યો,.. આસ્થાનો હાથ એણે હળવેથી દબાવ્યો,..  

બન્નેની નજર મળી,.. 

 

"સીધો સવાલ પૂછું તો સેક્સ પણ તમારી મરજીથી ,........ "

 

"શટ-અપ કબીર,... યુ આર ક્રોસિંગ યૉર લિમિટ,... " 

 

"હંમમમમ,... સાચી વાત છે,...  લિમિટ ક્રોસ કરવી હોય તો પતિ હોવું પડે,... રાઈટ ? એક દોસ્ત બનીને સાચી વાત ના કરી શકાય,... અને એક મૅલ ફ્રેન્ડથી તો એક ફિમેલ ફ્રૅન્ડ સામે લિમિટ ક્રોસ ના જ કરાય,... " 

 

આસ્થા ને સાંભળવું ગમ્યું પણ જવાબ આપીને પોતાની આ ફીલિંગ્સ ને હવા નહિ આપવાની  એ સતત કોશિશ કરતી રહી,.. એ વાતને અવગણીને ચૂપ જ રહી,..

 

"આસ્થા સેક્સ માત્ર એક એક્ટિવિટી છે,.. 24 કલાક માથી કદાચ એકાદ કલાકની,.. વધારે કશું જ નહિ,.. પણ એક વાત ચોક્કસ કહીશ કે - સ્ત્રી પોતાની મરજીથી અને પોતાની મરજી મુજબ એને ભોગવે તો એ પથારીમાં સ્વર્ગ માણે, નહીંતર રોજ એ રૅપ નો શિકાર હોય છે,.. અને બીજી વાત,.. હિન્દુસ્તાનમાં મોટા ભાગની સ્ત્રીઓનો રૅપ લગ્ન પછી જ વધારે થતો હોય છે,.. કારણ કે હિન્દુસ્તાન ના કાયદામાં મૅરેજ પછી ફોર્સફુલ્લી કરવામાં આવતું સેક્સ ક્યારેય બળાત્કાર ગણાતું નથી અને સ્ત્રી એની વિરુદ્ધ કોઈ યુદ્ધ કરી શક્તિ નથી,... " 

 

"એટલે પતિની પીઠ પાછળ એને છેતરવાની વણમાંગી ઈજાજત મળી જાય ? "

 

ખડખડાટ હસતા કબીરે કહ્યું "આ તમે બોલો છો ? વિશાલને તમે પણ ઓળખો છો અને હું પણ,.. એની દરેક ફોરેન ટ્રીપ પછી ડોક્ટર અવસ્થી પાસે બ્લ્ડવર્ક કરાવવાની જરૂર કેમ પડે છે ? " 

 

આસ્થા ફાટી આંખે જોઈ રહી 

 

"યુ નૉ આસ્થા,.... " એની આંખોમાં આંખો નાખીને એણે પૂછ્યું, "કેન આઈ કૉલ યુ આસ્થા,.. ?" 

 

આસ્થાએ ડોકું ધુણાવી હા પાડી 

 

"યુ નૉ આસ્થા, એની કોઈ પણ ટ્રીપ ક્યારેય કોરી નથી હોતી,.. કોઈ બીમારી ઘર ના કરી જાય એ ડરને લીધે તારે એનું બ્લડ ચેક-અપ દરેક ટ્રીપ પછી કરાવવું પડે છે,.. એ પણ એનાથી છાની રીતે,...   એની નાજાયઝ હરકતો માટે પણ તારે અજાણ બનીને રહેવાનું અને તારી જાયઝ હરકતો એ અવગણી નાખે,.. "

 

બન્ને ચૂપ,... 

ચાયની ચુસ્કીઓ લેવાતી રહી,... 

બન્ને પોતપોતાની રીતે પોતપોતાના મગજમાં આ ખુલ્લા થયેલા ટોપિક ઉપર વિચારતા રહ્યા,...     

 

"ઍનીવેઝ,.... યુ ડિઝર્વ બેસ્ટ લવ આસ્થા,... વેધર  ઈટ ઇઝ ફ્રોમ વિશાલ ઓર ફ્રોમ મી ઓર ફ્રોમ ઍનીવન,.." આસ્થાની આંગળીઓ ઉપર પોતાની આંગળીઓ ફેરવતા એણે ફરીથી કહ્યું 

 

કયારના અવગણાયેલા કબીરની આંગળીઓના સ્પર્શનો વિરોધ નહિ કરતા આસ્થાના અંગુઠા અને આંગળી વચ્ચેની મજબૂત પક્કડે ઍક આમન્ત્રણ પોતાની આંખો દ્વારા કબીર ની આંખો સુધી પહોંચાડી દીધું,... 

 

પછીના બે થી ત્રણ કલાકની એક્સરસાઇઝ - એ આસ્થાએ જીવનમાં અનુભવેલો એવો પહેલો અહેસાસ હતો જેમાં પોતાનો પતિ, સમાજની કોઈ પણ પ્રથા, સ્ત્રીની મર્યાદા, સમય નું ભાન કે ઘરની કોઈ પણ જવાબદારી,... કશું જ નહોતું,... હતી માત્ર આસ્થા એક એવા શરીર સાથે જેણે એને પહેલી વાર સ્ત્રી હોવાનો અહેસાસ કરાવ્યો હતો,.. 

 

ઊંડા દરિયામાં વહેવું કેવું લાગે,.. વિના પાંખોએ આસમાન માં ઉડવું કેવું લાગે,.. એક સત્તા સંભાળતી મહારાણી નું વર્ચસ્વ કેવું લાગે,.. એક નજર ઉઠાવતા હજારો ઝૂકતી નજરનો અહેસાસ કેવો લાગે,.. લાખોમાં એક હોવું કેવું લાગે,.. કોહિનૂર નો તાજ પોતાના શિર ઉપર કેવો લાગે,..  આ બધું જ એ બે - ત્રણ કલાક ના ઍપિસોડ માં સમજાઈ ગયું,.. 

 

એવા બે કલાક જે પોતાની જ જિંદગીમાં પોતાના જ હોવાનું સત્ય સમજાવતા હતા,.. પોતાના શરીરની પોતાના મનની જરૂરિયાત પ્રત્યે એ પહેલી વાર સભાન થઇ હતી,.. એને પોતાના અસ્તિત્વની પહેલી વાર પહેચાન થઇ હતી,.. 60 કિલોની આસ્થા વજનમાં જાણે 30 કિલોની થઇ ગઈ હોય એટલી હલકી થઇ ગઈ હતી,... 

 

એ જ હાલતમાં પડેલી આસ્થાના માથે કબીરે હાથ ફેરવતા પૂછ્યું 

"હું જાઉં ?" 

 

"એઝ યુ વિશ,... " બંધ આંખે માદક સ્વરમાં આસ્થાએ કહ્યું 

એક ચુંબન સાથે કબીરે વિદાય લીધી ... 

કબીર હજી દરવાજે જ પહોંચ્યો હતો,.. 

"કબીર,.... " આસ્થાના અવાજ સાથે કબીરના પગ ત્યાંજ થંભી ગયા,... 

 

"બોલ,..." એણે પાછું વળીને કહ્યું 

 

"મને જિંદગીભરનું બધું જ મળી ગયું,..  હું નથી ઇચ્છતી કે તારી જિંદગી શરૂ થતા પહેલા જ મારા કારણે તહસ-નહસ થઇ જાય ... હવે પછી મને ક્યારેય કોઈની પણ પાસેથી કશાયની જરૂર નહિ પડે,.. ટ્રસ્ટ મી,.. ... ફરીથી આપણી બન્ને વચ્ચે ક્યારેય કશુંયે નહિ થાય ,... ... " 

 

"એઝ યુ વિશ,... "   કબીરે સ્માઈલ કરતા સ્વીકાર્યું 

 

"થૅન્ક-યુ કબીર.... આઈ વીલ નૅવર ફરગેટ ધીસ સ્પેશિયલ મૉમેન્ટ્સ ઑફ માય લાઈફ,.... આઈ હૉપ આઈ કૅન ટ્રસ્ટ યુ,... આઈ જૅન્યુઍન્લી ડોન્ટ વૉન્ટ ઍનીથિગ ઍનીમૉર,....    " 

 

"આઈ પ્રોમિસ,.... ફરીથી ક્યારેય નહિ,...  ઍઝ લૉન્ગ ઍઝ યુ આર સેટિસ્ફાઇડ,... "  

 

એ રાત્રે ... 

ડિનર ટેબલ ઉપર બેઠેલી આસ્થા તદ્દન જુદી હતી,.. 

 

રોજ ની જેમ ડરની મારી ઉતાવળે કામ પતાવીને પતિની પથારીમાં જઈને પતિને સાચવવાની એને આજે કોઈ જલ્દી નહોતી,.. 

શાંતિથી ડિનર કરતી આસ્થાને જોઈને વિશાલે પતિ હોવાનો અહેસાસ જતાવ્યો 

"આસ્થા,.. થોડું જલ્દી કરો હા,... વહેલું  સૂવું પડશે,... મારે સવારે સાડા સાત વાગ્યામાં જ મિટિંગ છે,.. અમેરિકન ક્લાયન્ટ છે,.. અમેરિકન સમય મુજબ મારે એ મિટિંગ અટેન્ડ કરવાની છે,.. " 

 

"તો,... ?"  

પહેલી વાર આર્ગ્યુમેન્ટની પદ્ધતિમાં બોલતી હોય એવો આસ્થાનો અવાજ સાંભળીને વિશાલ ને નવાઈ લાગી... હાથમાં ડિનર પ્લેટ લઈને ઉભી થતી આસ્થાએ પથારીમાં સમર્પણ ની ઈચ્છા ના બતાવી,.. 

 

અસ્થાના સહેવાસ વિના વિશાલ ક્યારેય સૂતો જ ના હોય એવું હંમેશા નહોતું બનતું 

ઘણી રાતો એવી ગઈ હતી હતી જેને  વિશાલની હાજરીમાંજ આસ્થાએ વિશાલ વિના તરફડતી કાઢી હતી.. ઘણી રાતો એવી પણ હતી જયારે વિશાલની ઈચ્છા ને વશ થઈને બીમારીમાં પણ પોતાની ઈચ્છા વિરુદ્ધ સમર્પણ કરી હતી... ટૂંકમાં, બિસ્તરમાં આસ્થાનું નહિ વિશાલનું વર્ચસ્વ હોતું, ... વિશાલની મરજી હોતી,... 

 

વિશાલને આ - "તો,..?" સાંભળીને મનમાં ખુબ જ ગુસ્સો આવ્યો પરંતુ એ રાત અને બીજા દિવસની સવાર બગાડવાનું એનું જરાયે મન નહોતું,.. 

 

"ડ્રાઇવર કહેતો હતો કબીર આવ્યો હતો,..." વિશાલે પૂછ્યું 

 

"હા,.. બપોરે આવ્યો હતો,...." 

 

"ચા - બા પીવડાવી તો હતીને ? મિનિસ્ટર દીકરો છે,... બહુ કામનો માણસ છે,.... " 

 

"કામનો છે કે નહિ એ ખબર નથી પણ સારો માણસ છે,.... " આસ્થાએ નોર્મલ જવાબ આપ્યો 

 

"ક્યારે આવ્યો હતો ?" 

 

"બાર વાગે,... " 

 

"જાનકી નીકળી ગઈ હતી ?" 

 

"કેમ ડ્રાઇવરે કહ્યું નહિ કે જાનકીને ડ્રોપ કરીને એ ઓફિસ આવી જવાનો હતો ત્યારેજ કબીરને ઘેર આવતા જોયો હતો એણે,..  " 

 

ગુસ્સો આવતો હોવા છતાં વિશાલ પોતાની જાત ઉપર સંયમ રાખવાની કોશિશ કરતો હતો

"ક્યારે ગયો,.... ?" 

 

"લગભગ સાડા ત્રણે,.... " 

 

"વ્હોટ ? ... અહીં ઍકલો શું કરતો હતો ? - આઈ મીન હું તો હતો નહિ .... "

 

"હું હતી વિશાલ,... એ એકલો નહોતો,.... " 

 

"ઓહ્હ્હહ્,.... તમે શું કરતા હતા,.... ? મારી ગેરહાજરીમાં,... ?" 

 

"તને શું  લાગે છે ? "

 

"એ જ  - જે તે તારા કોલેજ ના દોસ્ત સાથે કર્યું  હતું,.... મારી ગેરહાજરીમાં....   " 

 

"વિશાલ,... ઇનફ નાઉ,.... " 

 

"કેમ સચ્ચાઈ કડવી લાગે છે ? વાગે છે દિલમાં તીરની જેમ  ??? " વિશાલ નો ગુસ્સો વધવા લાગ્યો     

 

"સચ્ચાઈ ની વાત તું  નહિ કર વિશાલ,... તારા માટે સત્ય હંમેશા એ જ હોય છે જે તું નક્કી કરે,... " 

 

"તો તું જ કહે સત્ય શું છે ?" 

 

"તું સહન કરી શકીશ ? સત્ય જાણવું અને એને પચાવવું બે જુદી જુદી બાબત છે,... " 

 

"તારા જેવી પત્નીને મારા જેવું ઘર મળે જેને હું છેલ્લા બાર વર્ષથી ઝેલુ છું એનાથી મોટી કઈ બાબત છે જેને પચાવવી અઘરી હોય મારે માટે,... " 

 

"તો સાંભળ,...  સત્ય એ જ છે,... કપડાં ઉતારીને સૂતી હતી હું કબીર સાથે,.... સતત બે કલાક,... એક વાગ્યાથી લઈને ત્રણ વાગ્યા સુધી,... એ જ પલંગમાં જ્યાં તું મારી મરજી હોય કે નહિ ,... તારી ઈચ્છા મુજબ ચુંથતો આવ્યો છું મને ... " 

 

ખડખડાટ હસતા વિશાલે કહ્યું ,.. "ચહેરો જોયો છે .આયનામાં,. ? ... તું ...  ? કબીર સાથે...  ?? કબીર એટલો ડફોળ લાગે છે તને ?? "  ...  એનું હસવું રોકાતું જ નહોતું,... 

 

આસ્થાના ચહેરાના હાવભાવ પણ જરાયે બદલાતા નહોતા,...  આસ્થાને સ્થિર જોઈને એને આસ્થાની  વાત સાચી લાગવા લાગી,...   પણ તોયે ગુસ્સાથી એનું બાવડું જોરથી પકડીને વિશાલે એક વાક્ય કહી નાખ્યું, ... "અગર મારુ ચાલેને તો તને હાથ પણ ના લગાઉં, તું કબીર ની વાત કરે છે,... એકથી એક હૉટ છોકરીઓ એની બાહોમાં પાડવા તૈયાર હોય છે,.. મેં જોઈ છે કેટલીયે છોકરીઓને,... અને એ તને,... ???  બુલશીટ બકવાસ,... " 

 

"વિશાલ,... આજ તારી આદત છે,... એ દિવસે એ જ સત્ય હતું કે મેં મારા દોસ્ત સાથે કશુંજ કર્યું નહોતું,... એ માત્ર ફસાઈ ગયો હતો આ શહેરમાં અને તારી ગેરહાજરીમાં આપણે ત્યાં રાત રોકાયો હતો,... જે વાતને મેં જ તારી સમક્ષ સામેથી સ્પષ્ટ કરી હતી,.... આજે કબીર સાથે સૅક્સ એન્જોય કર્યું એ વાતને પણ હું જ સ્પષ્ટ કરું છું તારી સામે  ... તારો  પ્રોબ્લેમ જ એ છે કે તારે એ જ સત્ય સમજવું છે જે તને અનુકૂળ હોય,... તે દિવસે મારા દોસ્ત સાથે કશુંજ નહોતું,... પણ મારી ઉપર જિંદગીભરનું વર્ચસ્વ મેળવવા તે એ ખોટી વાતને સત્ય માની,... આજે તારો અહમ ઘવાયો છે જેને પોષવા હું સત્ય નો સ્વીકાર કરું છું તોયે તારે એને માનવું નથી,.... " 

 

"સટાક,.... " 

એક થપ્પડ આસ્થાના ચહેરા ઉપર જડાઈ ગઈ,...

આસ્થાના હાથમાં પકડાયેલી ડિનર પ્લેટ એના હાથમાથી છૂટી ને જમીન ઉપર પડતાજ તૂટી ગઈ,... 

 

આસ્થાને જોરથી પકડીને લિટરલી ખેંચતો હોય એમ વિશાલ એને ઘસીટતો બેડરૂમ તરફ લઇ જવા લાગ્યો.. આસ્થાની નજર સામે આવા ભૂતકાળના કેટલાયે સીન ઉભા થઇ ગયા,.. 

હંમેશા ડરતી આસ્થા આજે જરાયે સંકોચાયા વિના વિશાલ સાથે એક લાશ ની જેમ ઘસડાતી ગઈ,.. 

 

વિશાલ એક વરુની માફક એની ઉપર તૂટી પડ્યો,... 

અતિશય દર્દમાંથી પસાર થતી આસ્થાના  વિરોધ વિનાના વિશાલ સાથેના સહવાસમાં પણ એની નામરજી એના શરીર દ્વારા વિશાલને અનુભવાઈ રહી,.. 

 

વિશાલ સાથે છ બાય છ ના પલંગમાં પસાર થઈ રહેલી દરેક ક્ષણમાં આસ્થાને આ જ પલંગ ઉપર વીતી ગયેલી આખી બપોર અનુભવાતી રહી..  વિશાલના શરીરમાં એ કબીરના સ્પર્શને મહેસૂસ કરવાની નાકામ કોશિશ કરતી રહી,.. વિશાલના રૂપમાં એ કબીરને શોધી રહી,.. વિશાલના વર્તનમાં એને કબીરનો અહેસાસ જોઈતો હતો,.. જેમ જેમ વિશાલ અગેસીવ થતો જતો એને કબીરની ઝંખના વધતી જતી,..  સંતોષાઈને આસ્થાની ઉપર પડેલો હોવા છતાં વિશાલને આસ્થાની અધૂરપ નો જરાયે અહેસાસ નહોતો,..

 

હળવા ધક્કા સાથે વિશાલને બાજુમાં સરકાવતા આસ્થાએ વિશાલની નીચેથી ખસીને પડખું ફેરવ્યું,.. એને એ જરાયે સમજાતું નહોતું કે વિશાલની સાથે સૂતા  પણ એ કબીરને કેમ ઝંખ્યા કરતી હતી,.. પરંતુ એ ચોક્કસ સમજાતું હતું કે શરીર ઉપર વર્ચસ્વ મેળવનાર કરતા વધારે અંગત, વધારે પોતીકું, વધારે નજીક હૃદય ઉપર વર્ચસ્વ મેળવનાર બની જતું હોય છે,..  

 

બપોરની એક એક ક્ષણને વાગોળતી અને અત્યારે હમણાંજ પુરા થયેલા અત્યાચારને સરખાવતી ... એ મનમાં ને મનમાં  કોઈ નિર્ણય લેતી હોય એમ સૂવાની કોશિશ કરવા લાગી,... 

 

~~~~~~~~~~

 

પોલીસસ્ટેશનના વેઇટિંગ રૂમ નો દરવાજો ખુલતા જ આસ્થાએ વિશાલને અંદર આવતા જોયો,... 

 

એ પોતાના વિચારો માંથી પાછી આવી... 

 

"આસ્થા,... આ શું છે બધું,... ?" 

 

"એક્સ-ક્યુઝ-મી સર,... ઇન્સ્પેકટર મૅડમ તમને અંદર બોલાવે છે,... " એક હવાલદારે આસ્થા અને વિશાલ બન્નેને સંબોધતા કહ્યું 

 

આસ્થા ઉઠીને ઈન્પેકટર ની કેબીન તરફ ચાલવા લાગી,... 

વિશાલને પાછળ ગયા સિવાય કોઈ રસ્તો નહોતો,.. 

 

"પ્લીઝ સીટ ડાઉન,... " લેડી ઑફિસરે ઈશારો કર્યો 

બન્ને ચેર ખસેડીને ઇન્સ્પેકટરની સામે બેઠા,... 

 

"હા તો,... શું પ્રોબ્લેમ છે મેડમ,.. ?" - લૅડી ઈન્સ્પેક્ટરે આસ્થા ને પૂછ્યું 

 

"રૅપ થયો છે,... ગઈ રાત્રે મારી સાથે,... " 

 

"યુ,..... "  ગુસ્સાથી વિશાલનો હાથ ઇન્સ્પેકટરની સામે જ આસ્થા ઉપર ઊંચકાઈ ગયો પણ કશું જ કરી શક્યો નહિ,... 

 

"એય,... હેલો,.... કામ ડાઉન મિસ્ટર,... " - લેડી ઑફિસરે કહ્યું - "તમે બોલો બહેન,... " 

 

"એક્ચ્યુલી મેડમ,.. છેલ્લા 14 વર્ષથી હું રૅપ નો શિકાર બનતી આવી છું,... ક્યારેક મારી ઉપર ઉપજાયેલી શન્કા ને લીધે,.. તો ક્યારેક એમની થકાન ઉતારવાના મશીન રૂપે,... ક્યારેક પત્નીની ફરજ અદા કરવાના રૂપે તો ક્યારેક એમની નફરત નો શિકાર બનીને,... અરે એટલું જ નહિ મેડમ,... મારા પીરિયડ્સ ના દિવસોમાં પણ એમની ફૅન્ટસીના તરંગોને ઠંડા પાડવા મારુ જ શરીર વપરાયું છે,... " 

 

"ધીસ ઇઝ નોટ રૅપ ડૅમ ઈટ,... " વિશાલનો અવાજ ઊંચો થઇ ગયો 

 

"ઇન્સ્પેકટર,... ઈટ વૉઝ રૅપ,... સુહાગરાતે પહેલી વાર થયો,... અને ગઈ કાલ ની રાતે છેલ્લી વાર,... " 

 

ઇન્સ્પેકટર સાથે વિશાલને પણ સમજાઈ ગયું હતું કે આ દરવાજેથી નીકળીને સીધા કોર્ટના દરવાજે ડિવોર્સ માટે જ સામનો થશે,... એટલે એણે કહ્યું -  "વ્હૉટ યુ વૉન્ટ આસ્થા,... ? સ્ટોપ ધીસ ઑલ,... " 

 

"યુ હૅવ ટૂ સ્ટૉપ વિશાલ,...  યુ હૅવ વન લાસ્ટ ચાન્સ ટુ પ્રુવ યુ,.... "

 

"યસ,... શ્યૉર,... મેમ,.... કેન વી ટૉક પર્સનલી,..... " વિશાલે લૅડી ઑફિસર સામે હાથનો ઈશારો કરતા પૂછ્યું 

 

"શ્યોર,... યુ કેન,... બટ એક વાત રાખજો મિસ્ટર વિશાલ,... એક વાર એ ઍફ આઈ આર સબમિટ કરશે તો ઇન્વેસ્ટિગેશન વિના કેસ ક્લોઝ નહિ કરીએ અમે,... " 

 

"આઈ અન્ડરસ્ટેન્ડ મેડમ,... " વિશાલે એનો પીછો છોડાવતા કહ્યું 

 

"આસ્થા,... યુ કેન ડાયલ અવર નમ્બર એની ટાઈમ યુ વૉન્ટ,... " - લેડી ઑફિસરે સધિયારભરી નજર સાથે આસ્થાને કહ્યું 

 

"જી થૅન્ક યુ મેડમ,... "   

બન્ને ત્યાંથી નીકળી ગયા,.... 

 

 

~~~~~~~~

 

જાનકીએ દરવાજો ખોલ્યો 

આસ્થાને ઘરમાં જતી જોઈને વિશાલે બૂમ પાડી,... 

"આસ્થા,... આન્સર મી વૉટ વૉઝ ધૅટ,... ? " 

બરાબર એ જ સમયે કબીરને ત્યાં ઉભેલા બધાએ દરવાજે જોયો,... 

કબીરના ઘરમાં દાખલ થતા જ  વિશાલે આસ્થાને બાવડેથી પકડી ....   

આસ્થાએ વિશાલના હાથ ઉપર એક નજર કરી જે એના બાવડે જોરથી પકડાયો હતો, પછી ધીરેથી એ જ નજર એણે તલવારની જેમ વિશાલની આંખોમાં નાખતા કહ્યું 

"ધૅટ વૉઝ ધ રિયલ ટ્રુથ વિશાલ,... આપણી જિંદગીનું સંપૂર્ણ સત્ય,... ઍન્ડ કન્ટ્રોલ યૉરસૅલ્ફ,.. રૅપ સાથે ડૉમેસ્ટિક વાયોલન્સ નો ચાર્જ ઍડ કરી દેતા હું જરાયે નહિ અચકાઉં,.... - આઈ પ્રોમિસ,... " 

 

વિશાલની મજબૂત પક્કડ અચાનક ઢીલી પડી ગઈ ... 

 

કબીરે આસ્થાની નજીક જઈને ચૂપચાપ આસ્થાના હાથમાં એક એનવલોપ મૂકતાં કહ્યું 

"આસ્થા,... પૉસ્ટ ડેટેડ ચેક્સ છે આખા વર્ષનું રેન્ટ,.. પૉલિટિક્લ સાયન્સ ભણવા અબ્રોડ જતો હતો આવતી કાલે,... મને થયું મળતો આવું તને,... " 

 

વિશાલ સાથે કશુંજ બોલ્યા વિના એ પાછો જવા નીકળતો હતો .. 

પરંતુ 

 જાનકી અને કબીર સામે નાનપ અનુભવી રહેલા વિશાલે છેલ્લો દાવ રમી લેવા બધાની સામે કહ્યું - "આસ્થા,.. તેં જે કર્યું કબીર સાથે મળીને મારી પીઠ પાછળ એ માત્ર એક ચારિત્ર્યહીન જ કરી શકે,... " 

 

વિશાલે કહ્યું તો હતું આસ્થાને પણ એ કબીરને પણ બતાવવા માંગતો હતો કે એ બધું જ જાણે છે 

 

કબીરના પગ ત્યાં જ થમ્ભી ગયા,... 

 

આસ્થાને જાણે ગાળો ખાવાની આદત હોય એમ વિશાલના વાક્યની જરાયે અસર થઇ નહિ,.. 

 

આસ્થાએ વિશાલ સામે જોઈને કહ્યું -  "જાનકી,.... "

 

"જી મેડમ,.. " 

 

"તે છેલ્લા બે વર્ષથી અમને જમાડ્યા છે,... એક પણ રજા લીધા વિના,.. બ્રેકફાસ્ટ, લન્ચ અને ડિનર ત્રણેય ટાણા.. ચાલ,.. આજે તને હું ડિનર કરવા લઇ જાઉં,... "

 

"પણ મૅડમ,... " જાનકી ઝીઝકી રહી હતી 

 

"ચાલ ચાલ ... મૅડમ ને પણ આજે બહાર ડિનર કરવાની ઈચ્છા છે,... " 

 

આસ્થા કશુંજ થયું ના હોય એમ જાનકીને લઈને ત્યાંથી નીકળી ગઈ,... 

 

આસ્થાના અને જાનકીના ગયા પછી પાછું ફરીને કબીર વિશાલની નજીક ગયો 

 

વિશાલનો ગાલ થપથપાવતા એણે બહુ જ શાંતિથી જવાબ આપ્યો,..

"વિશાલ,... જ્યાં સુધી કોઈ પુરુષ ચારિત્ર્યહીન નથી થતો,.. ત્યાં સુધી કોઈ સ્ત્રીને ચારિત્ર્યહીન થવાની જરૂર જ પડતી નથી,... " 

 

વિશાલને એકલો છોડી કબીર પણ ચૂપચાપ ત્યાંથી નીકળી ગયો,.. 

 

 

~~~~~~~~~~~~~