REPETITION in Gujarati Love Stories by ADRIL books and stories PDF | પૂનરાવર્તન…

The Author
Featured Books
  • बेवफा - 19

    रहस्य और भय का विस्तारसभी की साँसें थमी हुई थीं। तहखाने में...

  • अनोखा विवाह - 23

    अनिकेत अपने कमरे में बैठा सुहानी को देख रहा था सुहानी बेड पर...

  • स्वयंवधू - 40

    इसमें हिंसा, खून-खराबा और कुछ ज़बरदस्ती के रिश्ते हैं। पाठको...

  • बन्धन प्यार का - 40

    कोमल दुल्हन के लिबास में अप्सरा सी लग रही थी।हिना और कोमल की...

  • कारवाॅं - 4

    अनुच्छेद चारग्राम पंचायत गुलरिहा के बारह पुरवों में हठीपुरवा...

Categories
Share

પૂનરાવર્તન…

 

પૂનરાવર્તન…

 

~~~~~~~~~~~

 

આખા ઘરમાં આંટા મારતી રેણુ ક્યારની મનમાં ને મનમાં વિચારી રહી હતી 

"પરીક્ષા તો ત્રણ વાગે જ પતી જવાની હતી,.. ક્યાં હશે બિરવા ?" 

ઘડિયાળમાં જોયું તો સાડા સાત,..   

રેણુ બિરવાની કેટલીયે સહેલીઓને ફોન લગાવી ચુકી હતી,.. અને યુક્તિથી બધાને પૂછી રહી હતી કે બિરવા ક્યાં હતી ? પણ દરેક જગ્યાએથી એને નિરાશા જ મળતી હતી,.. 

 

બીજી બાજુ પોતાના પતિ સુનિલનો ભય પણ રેણુને એટલો જ હતો,.. 

સાંજે સાત પછી બિરવા તો શું રેણુ પણ ઘરની બહાર રહે એ સુનીલને પસંદ નહોતું,.. 

 

રેણુએ યાદ કર્યું,..   

પરીક્ષા માટે જતી વખતે જ એણે બિરવાને છેલ્લે જોઈ હતી 

કેટલી ઉતાવળમાં હતી એ,.. નાશ્તો પણ સરખો કર્યો નહોતો 

આખું દ્રશ્ય જાણે એને અત્યારે દેખાઈ આવ્યું 

 

બ્રેકફાસ્ટ ટેબલ ઉપર ઉપમા પીરસાઈ ગઈ,..

ગરમ ચા સાથે ખાખરા પણ આવી ગયા,.. 

રેણુના કાન પાસે અવાજ દબાવતી એ બોલી હતી,.. "ઉપમા તો બનાવી હતી, થેપલા શું કામ બનાવ્યા ? તારા હસબન્ડને ભગવાનની જેમ ટ્રીટ કરવાનું બંધ કર,.." 

 

રેણુએ ડોળા કાઢ્યા હતા,..  થેપલું લઈને બિરવાએ સુનીલને આપ્યું,.. 

 

ત્યાર પછીતો ગરમ ગરમ થેપલા આવતા ગયા અને બાપ દીકરીએ ફટાફટ બ્રેકફાસ્ટ પૂરો કર્યો હતો. રેણુ હજીયે રસોડામાં જ હતી,.. બિરવાએ કંટાળીને બૂમ પાડી - "મૉમ,.. ચાલ હવે,.. તારી ચા ઠંડી થઇ ગઈ સાવ,.."

 

"તું ઉતાવળ કર બિરવા,.. મૉમ ઘેર જ છે એની પાસે આખો દિવસ છે,.. આપણે મોડું થશે પ્લીઝ,.. " સુનિલે કહ્યું ..  પછી રસોડા તરફ જોયુ અને બૂમ પાડતા સુનિલે કહ્યું,.. "રેણુ,..મારે આજે આવતા મોડું થશે,.. " 

 

સુનિલનું વાક્ય સાંભળીને બિરવાના ચહેરા ઉપર અણગમો દેખાઈ ગયો પણ એણે કશું જ કહ્યું નહિ,..  ભરાયેલી ભડાસ નીકળી છેક જતી વખતે દરવાજા ઉપર,.. જયારે સુનિલ ગાડી ચાલુ કરીને બિરવાની રાહ જોતો હતો ત્યારે. 

 

"માં,.. દહીં શક્કર લાવ,.. અને આશીર્વાદ આપ,.. સફળ થાઉં,... જે પણ કરું એમાં,..." 

 

"હા દીકરા,... ચાલ,... સુખી થા,.. સફળ થા,.. ખુશ થા,....."

 

"બસ, બસ, બસ,... ....થોડીક બ્રૅક પણ માર,...  ઍન્ડ પ્લીઝ,...  બ્રેકફાસ્ટ શાંતિથી કરી લેજે,.. Look Mom, ઇફ યુ ડૉન્ટ વૅલ્યુ યૉર સૅલ્ફ ધેન, નૉ વન વીલ,... રિમેમ્બર ધેટ,..  તારા હસબન્ડ ને તો નહિ પણ મને થાય છે તારી ચિંતા,.. "

 

"ચૂપ થા,.. બાપ છે તારો,.. " રેણુએ હસતા હસતા કહ્યું 

 

સુનિલે ગાડીનો હૉર્ન માર્યો,... 

 

"આઈ હેટ યૉર હસબન્ડ,... " બિરવા ગાડી તરફ ભાગી,..  

 

~~~~~~~

 

ઘડિયાળમાં આઠના  ડંકા વાગ્યા અને રેણુ વર્તમાનમાં પાછી આવી,..  

જોકે વિચારો હજીયે શમ્યા નહોતા ,.. 

મેળ વિનાના, અનુસંધાન વિનાના કેટલાયે વિચારો આવ-જા કરતા રહ્યા  ..  

 

કેટલું સત્ય હતું બિરવાની વાતમાં,.. એને લાગ્યું 

"ઇફ યુ ડૉન્ટ વૅલ્યુ યૉર સૅલ્ફ ધેન, નૉ વન વીલ,."

 

પોતે પરણી ત્યારે બધાએ એને કંઈક જુદું જ શીખવ્યું હતું,.. 

"પંજાબી ડ્રેસ ઉપર દુપટ્ટો નાખીએ તો મર્યાદા સાચવી ગણાય,.. " એની માં કહેતી હતી પણ દુપટ્ટો માથે નાખીને વડીલોની સામે જવાબ આપીએ તો ચાલે કે નહિ એ તો કોઈએ શીખવ્યું જ નહોતું ... 

 

રેણુની આંખો થોડી ભીની થઇ ... 

હવે છૂટકો નહોતો એણે સુનીલને ફોન કર્યો 

 

"હેલો,.." 

 

"સુનિલ,.. બિરવા,.... હજી સુધી ઘેર નથી પહોંચી,... "

 

"સાડા આઠ થયા રેણુ,.. તું મને અત્યારે કહે છે ,.. " 

 

"તું એ બધું છોડ,... એને શોધ,.. ક્યાં હશે એ,.. ?" 

 

"ક્યાં હોય ? રેશ્મા ને ત્યાં ફોન કર,.. ભૂત નું ઘર પીપળો,.. " સુનિલે ચિંતિત થઈને કહ્યું 

 

"રેશ્માને ત્યાં પણ નથી,.. એને જ સૌથી પહેલો ફૉન કર્યો હતો, એને તો ખબર પણ નથી પરીક્ષા પછી એ ક્યાં ..ગઈ,?" 

 

"હજી છૂટ આપ એને,...  છોકરીની જાત,.. કશુંક ઊંચ-નીચ થઇ જાય તો ,.. ? પણ તારે શું ? ઘરમાં બેસી ને ઘર સાચવવા સિવાય છે કોઈ જવાબદારી ? .. બધું તારા જ લીધે થયું છે,. " - સુનિલે ફોન કાપી નાખ્યો 

 

રેણુ લગભગ રડી પડી,.. 

 

"બીરેન ? " એના મગજમાં એક ચમકારો થયો,.. 

હમણાં હમણાંથી રેશ્માના ભાઈ બીરેન સાથે વધારે ફાવતું હતું એને,.. 

એવું તો નહોતું કે રેણુને કારણ સમજાતું નહોતું 

આખો દિવસ બિરવાનું બીરેન, બીરેન, કરવું,.. 

બીરેનની બિરવા ઉપર કવિતાઓ લખવી,..

એને રોજ લેવા-મૂકવા આવવું,..

"તારી શું ઈચ્છા છે બિરવા ?"  બધાની સામે એવું પૂછીને બિરવાનું દિલ જીતનાર એ જ હતો 

"હું છું ને,.. તું તારે જલસા કર,... " 

બિરવા તો ઉડવા જ લાગતી બીરેનના મોઢામાંથી આટલું સાંભળીને,..

બિરેનના મોંએ થતા બિરવાના વખાણ તો એને સાતમા આસમાનમાં પહોંચાડી દેતા,.. 

 

ક્યારેક ક્યારેક સુનિલ એને કહેતો પણ હતો -   

"રેણુ સંભાળજે તારી દીકરીને,.. હમણાંથી બહુ ચગી છે એ,.. પેલા રેશ્મા ના ભાઈ બીરેન સાથે,.. સમજાવ એને મને આ બધું પસંદ નથી,.. " 

 


.........

 


રેણુના મનમાં અસંખ્ય વિચારો ઘોડા ની જેમ દોડ્યા કરતા હતા..  

પરંતુ, એ થોડી થોડી વારે વર્તમાન માં પાછી પણ આવી જતી,.. 

"તો શું એ બીરેન સાથે હશે ? પણ કેમ ? અને ક્યાં ?" 

રેણુ ને કશું જ સમજાતું નહોતું.. .. 

 પોતાનુંજ મન જવાબ આપવા લાગતું,.. 

થાકી જતી એ છોકરી,..  આ એકજ વાક્યથી - કે - ડૅડ ને પસંદ નથી એટલે એ નહિ કરવાનું,...

 

"કોઈ એક્સિડન્ટ તો,... શિવ શિવ શિવ શિવ,.. હે ઈશ્વર સાચવજે મારી દીકરીને,.. " 

 

"સાડા નવ,... " 

એ વિચારતી,... સુનીલનો ફૉન ઉપડતો નથી અને બિરવાનો ફૉન બંધ છે,.. 

સારા ખોટા બધાજ વિચારો નું પૂર આવી આવી ને શમી જતું,.. 

ક્યારેક બધા જ વિચારો પાણી ના વમળ ની જેમ વલોવાઈ જતા ,.. અને વિખરાઈ જતા,.. 

 

રેણુએ  હવે મગજ ને કામે લગાડ્યું 

છેલ્લા થોડાક દિવસો ઉપર નજર નાખી 

 

 

હમણાં થોડા દિવસોથી એને બિરવા ખુબ જ સ્ટ્રેસમાં લાગતી હતી. જમવાનું પણ જાણે પરાણે ઉતરતું હતું,..

 

રેણુ છેલ્લા કેટલાયે સમયથી પોતાની દીકરીને ઓબ્ઝર્વ કરતી હતી,.. દીકરીને બદલાતી એ જોઈ રહી હતી ,..  માં હતી ને,.. !!  આટલું અવલોકન તો અજાણતા જ થઇ જતું,.. 

 

જે ઓરીજીનલ બિરવા હતી એ આટલી ગંભીર ક્યારેય નહોતી,.. 

રેણુ વિચારી રહી,.. 

 

એને આજની સવાર પણ યાદ આવી ગઈ 

 


સવારમાં જયારે એણે બિરવાનો દરવાજો નૉક કર્યો હતો,.. ત્યારે એ કંઈક જુદા જ મૂડ માં હતી. 

"મૉમ,.. આવી જા,.. " - અંદરથી બિરવાનો અવાજ આવ્યો 

રેણુને નવાઈ લાગી - જે છોકરી સવાર સવારમાં જ  મોડા સુધી ઊંઘવા રોજ કકળાટ કરતી એ સામેથી અંદર આવવા નું કહી રહી હતી 

 

"ગૂડ મોર્નિંગ,.. " -  રેણુ  બોલી 

બિરવાએ બ્લૅન્કેટ સંકેલતી માનો હાથ ખેંચતા જ પલંગ ઉપર બેસાડી દીધી,..   

 

"જય શ્રી કૃષ્ણ મૉમ,.." રેણુ ને વધારે નવાઈ લાગી,.. 

 

" જય શ્રી કૃષ્ણ દીકરા,.. શું વાત છે,... નો,..કકળાટ ? " બિરવાના વાળ સરખા કરતા રેણુ બોલી 

 

બિરવાએ પણ માને વળગતા કહ્યું   "પરીક્ષા છે એટલે ... "

 

"પરીક્ષા તો ક્યારની ચાલે છે,... " 

 

"હા, મૉમ,.. પણ આજે છેલ્લું પેપર છેને એટલે,.. "

બોલતા બોલતા તો એની આંખમાંથી આંસૂ નીકળી ગયા,.. 

 

બિરવાના આ બદલાવને જોઈને રેણુને ખુબ જ નવાઈ લાગી. ...  હૉર્મોનલ ચેઈન્જીસ ... વિચારીને રેણુએ બિરવાના આંસુ લૂછ્યા,.. 

 

"શું થયું દીકરા,.. ? કેમ આટલી ઈમોશનલ છે તું ?"  રેણુએ પ્રેમથી પૂછ્યું 

 

સ્વયં ઉપર કાબુ મેળવીને તરતજ બિરવા નોર્મલ થઇ ને બોલી 

"ઈમોશનલ નહિ મૉમ,.. નર્વસ છું,... ફાઇનલ પેપર છે,.. થોડો સ્ટ્રેસ છે,.. બસ,.. "

 

"હાયે મારી દીકરી,... જિંદગીની પરીક્ષા આપતી હોય એમ ડરે છે,.. ચાલ હવે થોડું રીવીઝન કર એક્ષામ પહેલા,.." 

 

"હંમમ,.." 

 બાથરૂમના દરવાજે પહોંચીને બિરવા અટકી,.. પાછું ફરીને જોયું,..  રેણુ બ્લૅન્કેટ વાળી રહી હતી,..

 

"મૉમ,.. " 

 

"હંમમમ, .... " 

 

"આઈ લવ યુ,...." બિરવા પાછું વળીને જોયા વિના જ બાથરૂમમાં ઘુસી ગઈ,.. 

 

રેણુ નવાઈથી જોઈ રહી ... ખભા ઉલાળતી અચરજ પામતી રૂમ થોડો વ્યવસ્થિત કરીને ત્યાંથી નીકળી ગઈ,..

 

અત્યારે રેણુને બરાબર સમજાતું હતું - સવાર નું દ્રશ્ય 

 

મનમાં ને મનમાં એ વિચારી રહી - "સવારે આટલી ભાવુક કદાચ એટલે જ હતી, 

એ નક્કી કંઈક ભોપાળું વાળવાની હતી,.." 

પરીક્ષાની ચિંતા તો નહોતી જ એ એને સમજાઈ ગયું હતું,.. 

"કદાચ ઘર છોડીને,.... " રેણુ આગળ કશુંયે વિચારી ના શકી .. એના આંખમાં પાણી રોકાતા નહોતા 

 

એણે ઈશ્વરને પ્રાર્થના કરવાનું ચાલુ કર્યું 

"હે મહાદેવ,.. મારી દીકરીની રક્ષા કર,.. હે દેવ,.. એને તાકાત આપ,.. એનામાં સાચા ખોટા નો ભેદ સમજી શકાય એવી સમજદારી મૂક,.. એને ખોટા માર્ગથી બચાવ,.. હે નાથ,.. તું મારી દીકરી સાથે જે કરીશ એમાં એનું હિત હોય બસ એ જ ઈચ્છું છું,... " 

 

દરવાજો ખુલ્યો અને જોયું તો બિરવાને લઈને ઘરમાં દાખલ થયેલો સુનિલ,.. 

 

"સમજાવ આને,... સાડા નવ થયા,... મને પસંદ નથી એ કોઈ પાર્ટીઓમાં જાય એ,.. અને સાંજે સાત પછી તો બિલકુલ નહિ,.. પાર્ક હૉટલની લૉબી માં દોસ્તોનો ઇંતજાર કરતી હતી,.. પરીક્ષા પતવાની આવી કેવી ખુશી કે તમને ઘરમાં જણાવવાનું ભાન ના રહે કે તમે મોડા સુધી પાર્ટી કરવાના છો,... આજે જે થયું એ ફરી રિપીટ ના થવું જોઈએ,.. બન્નેને કહું છું,.. સમજી લેજો,.. " -  બન્નેને હૉલ માં છોડીને સુનિલ પોતાના રૂમમાં જતો રહ્યો 

 

અત્યાર સુધી કંટ્રોલ કરી રાખેલી બધી જ લાગણીઓ આંસૂ દ્વારા બહાર આવી ગઈ,.. 

દીકરીને વળગી ને રેણુ એક બાળકની જેમ રડી પડી,.. 

મનમાં ને મનમાં જ ઈશ્વર નો ઉપકાર માનતી હોય એમ એણે જોરથી આંખો મીંચી,... 

 

રેણુ હજી કશું સમજે એ પહેલા તો એક લાશની જેમ બિરવા કોઈ ચાવી ભરેલા રમકડાંની જેમ જ પોતાના રૂમ તરફ ચાલવા લાગી,.. 

 

રેણુ લગભગ ડરી ગઈ,.. 

એ બિરવાની પાછળ ભાગી, બિરવા અંદરથી રૂમ બંધ કરે એ પહેલા તો એ પહોંચી પણ ગઈ,..  

બન્ને અંદર રૂમમાં દાખલ થયા,..

રેણુએ દરવાજો અંદરથી બંધ કર્યો,.. 

બિરવાએ પલંગ ઉપર પડતું નાખ્યું,.. 

મોં તકીયામાં જોરથી દબાવી દીધું,.. 

રેણુ ને થયું નક્કી કશુંક બન્યું છે,.. 

 

આવું જ કશુંક હતું જેનાથી રેણુ હંમેશા ડરતી હતી,..

 

એણે બિરવાને માથે હાથ ફેરવ્યો,.. 

બિરવાને ખૂબ સારું લાગ્યું,.. કદાચ આ હૂંફની એને અત્યારે અતિશય જરૂર હતી,.. બિરવા એક પણ ડૂસકું લીધા વિના સીધી થઇ ને છતને તાકતી પડી રહી,.. રેણુ સતત એના વાળમાં હાથ ફેરવ્યા કરતી હતી,.. 

 

આ ઉંમરે ફૂટતી બધીજ  ઉર્મિઓથી રેણુ પોતે પણ પરિચિત હતી,..

એને પણ આ બધું જ થતું હતું જયારે એ વીસની હતી,..  પરંતુ નસીબમાં શું લખાયું હોય એની કોઈને ક્યાં ખબર હોય છે ? 

 

એને તો એ જ યાદ રાખવાનું હતું જે  માંએ કહ્યું હતું   - એના લગ્ન વખતે 

"આપડે આપણું ઘર સાચવીને બેસી રહેવું,.. "

"ઘર સાચવવું , એને બાંધી ને રાખવું એ સ્ત્રીઓ નું કામ છે પુરુષને થોડું આવડે ? "

"મર્દોને તો કમાવાના હજાર લફડા હોય ઔરતો ની આગળ પાછળ થોડા ફર્યા કરે? 

"ખુલ્લે આમ થોડીક પણ ફીલિંગ જતાવીએ તો ઘેલા ગણાઈએ,.. જો જે વડીલો ની સામે કઈ નખરા કરતી નહિ,.."

"જાનુ, રાજા, વ્હાલા,.. એ બધા વેવલાવેડા આપણને ના શોભે,... "

વિગેરે,.. વિગેરે,.. વિગેરે... 

 


તો શોભે શું આપણને,.. ??  

એક મશીન થઈને દિવસે પતિનું ઘર સંભાળવું અને રાત્રે પતિની પથારી સંભાળવી ?

પોતાને સલાહ આપનાર સ્ત્રીઓ કેટલું બોદું અને ખોટું જીવતી હતી એ એને હવે સમજાતું હતું,..

પરણ્યા પછીની આવી જિંદગીતો ક્યારેય નહોતી વિચારી,.. 

એક ખાસ પસંદ હતી એની પણ,.. 

સમજાતું જ નહોતું કે અત્યારે જયારે દીકરી દુઃખી છે ત્યારે પોતાના દર્દ શું કામ સામે આવે છે,.. ? કદાચ એટલે જ કેમકે બિરવા એવાજ અનૂભવમાંથી પસાર થઇ રહી છે,.. 

 

બિરવાને એકદમ ચૂપ થઇ ગયેલી જોઈને રેણુને એ દિવસ યાદ આવી ગયો જયારે એ પોતે ઘરમાંથી આમ જ નીકળી ગઈ હતી... 

 

બસ સ્ટૉપ ઉપર એક થેલા સાથે બેઠેલી રેણુના ઇન્તજાર નો અંત છેક પરોઢના ચાર વાગે આવ્યો હતો,..

એ જ થેલા સાથે એણે પોતાના ઘરમાં પાછો પ્રવેશ કર્યો હતો અને બસ,.. 

એની જિંદગીની ડોર એના પોતાના હાથમાં નહોતી રહી.

 

શું થયું હશે બિરવાને ? 

શું થયું હશે એની સાથે ? 

શું વીતતું હશે એને માથે ? 

રેણુના વિચારોમાં હવે થોડાક નવા મુદ્દાઓ પણ જોડાયા હતા,..  

કેટલાક એવા પણ વિચારો આવતા હતા જેને રેણુ પોતે વિચારવાનું ટાળતી હતી.. 

કદાચ ડરતી હતી, અને એટલે જ કોઈ અનહોની વિચારવાનું એના દિલને મંજુર નહોતું.. 

 

પલંગ ને ટેકે બેઠેલી રેણુ પોતાના ખોળામાં સૂતેલી દીકરીની હાલત જોઈને વારે વારે દ્રવી ઉઠતી,.. 

રેણુને પોતાની જાત ઉપર ધિક્કાર થઇ આવ્યો 

એને પણ વીસની ઉંમરમાં બળવો પોકારવો હતો,.. 

પોતાના અધિકારો માટે લડવું હતું,.. 

ભાઈની જેમ છેલ્લા શૉમાં પિક્ચરો જોવા હતા,.. 

પણ એ સમયે એને લાચાર થઈને ચૂપ રહેવું પડતું,.. 

અને આ બધું જ દિવસે દિવસે પોતાના બદલાવમાં અને સમય જતે આદતમાં પરિવર્તિત થયું અને પછી તો પોતાના વડીલ મહિલાઓના વિચારો પોતાના જ વિચારો બની ગયા,.. સાચું ખોટું સમજવાની શક્તિ ને જાણે કબાટના કોઈ ખૂણામાં મૂકી દીધી. 

અને ધીરે ધીરે એણે પોતાનું જીવન સુનીલમય બનાવી દીધું,... 

અત્યારે રેણુને પોતાના વીતી ગયેલા વર્ષોમાં પોતે કરેલા તમામ સમર્પણો દેખાઈ આવ્યા..

 

સુનિલ રેણુના સમર્પણથી ખુબ જ ખુશ રહેતો અને સુનીલની ખુશીમાં જ રેણુ પોતાની ખુશી શોધી લેતી,..

 

આજે એ પોતે વિચારી રહી હતી,.. "શું કામ એણે પોતાની પસંદ બદલી ? શું કામ એણે પોતાની ખુશીના ઠેકાણા બદલ્યા,.. ? શુકામ એણે સવાલ કરવાનું બંધ કરી દીધું હતું ? શું કામ  એણે કારણ વગર કહેવામાં આવેલું બધું જ સ્વીકારી લીધું હતું ? "  

 

રેણુ બિરવાનું માથું પોતાના ખોળામાંથી તકિયા ઉપર સરકાવીને એની બાજુમાં સૂતી,..

આંખો બંધ કરતા એને એનો અતીત દેખાવા લાગ્યો 

 

એક બગીચો, એક બેન્ચ, અને નદીનો આરો,.. જ્યાં એ આકાશને પહેલીવાર મળી હતી,.. 

અને ત્રણ વર્ષની ગહેરી લાગણીઓ ને વિકસાવ્યા બાદ એક વાર ફરીથી - એ જ બગીચો, એ જ બેન્ચ, એ જ નદીનો આરો હતા,.. જ્યા એ આકાશ ને છેલ્લી વાર મળી હતી... 

બધું જ એમનું એમ હતું જીવનમાં, બદલાયો હતો માત્ર આકાશ, અને ત્યાર પછી નો રેણુનો સમય,.. 

 

"આકાશ,... હું તારે ભરોસે ઘર છોડીને આવી હતી,.. "

 

"સૉરી રેણુ,.. મારી હિમ્મત ના ચાલી. પપ્પાએ કાલે જ મને અમેરિકા જઈને કાકા-કાકી સાથે સૅટલ થવાની પરમિશન આપી,.. અને તું તો જાણે જ છેને હું છેલ્લા છ મહિનાથી પપ્પાને સમજાવતો હતો, અમેરિકા જવા માટે,.. કાકા-કાકીને તો ક્યારની જરૂર છે પોતાના માણસની,.. એમણે પણ કેટલી વાર સમજાવ્યા હતા પપ્પાને,.. માંડ માન્યા છે પપ્પા,... ... " 

 

"તો મને પહેલેથી જ કહી દેવું હતું,.. કમ-સે-કમ હું ઘર છોડીને આખી રાત તારા ઈંતજારમાં બસસ્ટૉપ ઉપર ના ભટકતી હોત,.. આ તો ઠીક હતું,.. અગર મારી સાથે કશું થઇ ગયું હોત  તો ?" 

 

"રેણુ,.. શું કામ નાહકના વિચારો કરે છે ? થયું તો નથી ને કશું,.. ?" 

 

"સટાક ...... " 

એક થપ્પડ સાથે રેણુના આકાશ સાથેના તમામ સબંધ ઉપર ત્યાંજ પૂર્ણવિરામ મુકાઈ ગયું હતું... 

 

રેણુ અને આકાશના સંબંધથી અજાણ આકાશની બહેન દ્વારા પાછળથી એ પણ જાણવા મળ્યું હતું કે એન-આર-આઈ શ્વેતા સાથે લગ્ન કરીને આકાશ માટે ગ્રીનકાર્ડ ઍપ્લાય  થઇ રહ્યું હતું,... 

 

રેણુને બહુ નાની ઉંમરમાં જ સમજાવા લાગ્યું હતું કે સ્ત્રીનું હ્ર્દય, સ્ત્રી નું કરિયર, સ્ત્રીની પસંદ, અને સ્ત્રીની ઈચ્છા કરતા પુરુષનું બધુજ વધારે મહત્વ ધરાવતું હોય છે,.. 

 


પોતાનો ઇતિહાસ પોતાના મનમાં ને મનમાં એણે સંકેલી લીધો ....  

એણે બિરવાની સામે જોયું,.. 

એનાથી પુછાઈ ગયું 

"બિરવા,... આમ સામે જો તો દીકરા,... "

 

રેણુ સામે રડવું નહોતું એટલે  બિરવા એની સામે જોતી જ નહોતી,.. એ હજીયે છતને તાકતી ચૂપ જ રહી, અને એમ ને એમ પડી રહી..

 

રેણુ પણ એમ છોડે એવી નહોતી એટલે એણે સીધો જ મુદ્દાનો સવાલ કર્યો,..

"બિરેન ના આવ્યો દીકરા,.. ?" 

 

આટલું સાંભળતા જ અત્યાર સુધી સાચવી રાખેલા બિરવાના આંસુનો પૂલ છૂટી ગયો,.. 

એ રેણુ ને વળગીને ખુબ રડી,..

બે માંથી કોઈ કશું જ બોલતું નહોતું પણ કેટલીયે વાતો થઇ રહી હતી એ બન્ને વચ્ચે,.. 

બિરવાને રડતી જોઈને રેણુ પણ ચૂપ તો નહોતી જ,.. 

લગભગ અડધી રાત સુધી બન્ને ખુબ રડ્યા,.. 

થોડા સ્વસ્થ થતા રેણુએ બિરવાને પાણીની બોટલ ધરી,.. 

 

લાલ આંખો સાથે બિરવા માત્ર એટલું જ પૂછી શકી,.. 

"માં,.. તું જાણતી હતી,.. ?" 

 

"તું દીકરી છું મારી,.. કેમ ના જાણતી હોઉં ?" 

 

"તો તે મને રોકી કેમ નહિ ?" 

 

"ત્યારે નહોતી જાણતી,.. મોડી રાત થતા જ બધી કડીઓ જોડાઈ રહી,.. "

 

"માં, બીરેન આવો નહોતો,.. એ બહુ જ કમિટેડ હતો,.. એ કદીયે મને છેતરી ના શકે,.. અનાથ છે,.. સબંધનું  મહત્વ એનાથી વધારે કોણ સમજી શકે,.. ?  રેશમા ના માબાપે એને મોટો કર્યો હતો તેમ છતાં, એ ઉપકારના બદલામાં પણ એ મારા સબંધ સાથે કોઈ કોમ્પ્રોમાઇઝ કરે એમ નહોતો,.. હું ઓળખું છું એને,... આમ અચાનક જ જિંદગીમાંથી કોઈ નીકળી જઈ શકે ? "  

 

"દીકરા, તું હજી વીસની છું,.. એ કદાચ આકર્ષણનો માર્યો,...... " 

 

"ના માં,.. આકર્ષણ તો મને હતું,... એને અડવાનું, એને ચુમવાનું, એને ભેટવાનું, એની સાથે બાઈક ઉપર ભટકવાનું,... એની ગર્લફ્રેન્ડ થઇ ને ફરવાનું,.. અને એથીયે વધારે એની સાથે ફિઝિકલ થવાનું,... પણ એને આકર્ષણ હતું તમને મળવાનું, તને અને ડૅડ ને ઓળખવાનું, તમારી પસંદ જાણવાનું અને તમારી પસંદ મુજબ પોતાની જાતને બદલવાનું,...  તાકી એ લાયકાત સાથે મને તમારી પાસેથી કાયમ માટે માંગી શકે,... " 

 

"એ પણ વિસ બાવીસ નો જ હતો બેટા,...આવેશમા આવીને એણે ઘણી પ્રૉમિસ કરી હશે તને પામવા માટે,.. "

 

"ના માં,... આવેશમાં આવીને બધું જ હું કરતી હતી,... એણે અમારા સંબંધને જરાયે દૂર થવા દીધા નથી,.. અને મને એની એટલી નજીક પણ આવવા દીધી નથી,.. આમ જુઓ તો સાચવી છે મને એમ કહું તો ખોટું નથી,.. મારો ઉભરાઈને છલકાઈ જતો પ્રેમ એને ખુબ જ ગમતો હોવા છતાં મર્યાદામાં એ રહેતો પણ હતો અને મને રાખતો પણ હતો,.. બાયોલોજીકલ જ્ઞાન ઠાલવી દેતો મારી સામે, તેમ છતાં મને ઈન્સલ્ટ ફીલ ના થાય એનું ખાસ ધ્યાન રાખતો,.. "

 

"હંમમ,.... " 

 

રેણુને  બિરેનનું કૅરૅક્ટર તો સમજાતું હતું ,.. 

અને એ એ પણ જાણતી હતી કે બિરવા પોતે પણ એટલી જલ્દીથી કોઈની માટે પીઘળી શકે એમ નહોતી,.. 

એક મર્દમાં એ ઘણું બધું જોતી,..  

સુનીલને બાદશાહની જેમ વર્તતો જોઈને પણ બિરવાને ઘણી ચીઢ ચડતી,..

 

"તો પછી બીરેન આવ્યો કેમ નહિ ? મારી દીકરીએ એના માબાપ છોડી દીધા અને એણે કશુંજ છોડ્યું નહિ ? " આ એક જ સવાલ વારે વારે રેણુને પરેશાન કરવા લાગ્યો...

 


મર્દ બધાજ એકસરખા,... 

એ દિવસે એ પરોઢમાં ઘેર પછી આવી ત્યારે 

પિતાજીએ એટલી જ ફટકારી હતી,.. 

ભાઈએ સુનિલ સાથે લગ્ન નક્કી કરાવી દીધા,..

સુનિલે બધાજ સપનાઓ ઉપર પાણી ફેરવી નાખ્યું,.. 

અને આ બધું જ બનવા પાછળ જવાબદાર કોણ હતું ,.. ?? 

પોતાનો જ પ્રેમી,.. આકાશ,.. એ નહોતો આવ્યો ત્યારે,..  

બધાજ મર્દ હતા,... પિતાજી, ભાઈ, સુનિલ અને આકાશ,..  

 

એક સ્ત્રીની લાગણી સમજવા માટે એમની કોઈની પાસે સ્ત્રીનું હૃદય તો હતું જ નહિ,.. 

પોતાની સાથે જે થયું હતું એનું પૂનરાવર્તન પોતાની દીકરી સાથે થતું જોઈ રેણુના આ મર્દોની લિસ્ટમાં આજે એક નામ ઔર જોડાઈ ગયું હતું,.. બીરેન,.. 

 

~~~~~~~~~~